મારો કદી પ્રેમ નઈ ઓછો થાય Lyrics in Gujarati



હો તડકો છાંયો
હો તડકો છાંયો ભલે ગમે તેવો થાય
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય
હો તડકો છાંયો ભલે ગમે તેવો થાય
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય

હો સમય અને તારીખ કદી રોકઈ જો જાય
તને મળ્યા વિના મારો દાડો નઈ જાય
એ તડકો છાંયો
હો તડકો છાંયો ભલે ગમે તેવો થાય
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય

હો જાતે હસી ને જાનુ મને તું રડાવે ભલે
પણ નઈ આવે કોઈ તારા આ જીગા ની તોલે
હો હો હો રાખું છું તમને જાનુ મન ના મોંઘેરા મોલે
જીવ ધરી દઈશું જાનુ તમારા એકજ બોલે
તમારા એકજ બોલે

હો હેડકી તને આવેતો દુઃખ મને થાય
તને ઉદાસ જોઈ મારો જીવ બળી જાય
હે તડકો છાંયો
હો તડકો છાંયો ભલે ગમે તેવો થાય
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય

હો અમુક વાતે જાનુ ચડતી તું જયારે જીદે
દિલની વાત તારી હમજી લેતો વગર કીધે
હો હો હો દેવડે દેવડે જાનુ મોણતા મોનુ છું બધે
હાચવી ને રાખજે પ્રભુ જીવું છું હું એના લીધે
જીવું છું હું એના લીધે

દુઃખ નો ભલે ગમે તેવો રાત દાડો થાય
પ્રેમ નો પડછાયો મારો કદી નઈ ભૂસાય
હો તડકો છાંયો
હે તડકો છાંયો ભલે ગમે તેવો થાય
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય
એ જીગા નો કદી પ્રેમ નઈ ઓછો થાય

Post a Comment

Previous Post Next Post