બાળગીત: આ ઝગમગ ઝગમગ તારા
આ ઝગમગ-ઝગમગ તારા, ઝીલું-ઝીલું હું ઝગમગ તારા.
આ અઢળક-અઢળક તારા, ગણું-ગણું હું અઢળક તારા.
આ ચકમક-ચકમક તારા, વીણુંવીણું હું ચકમક તારા.
આ ટમટમ-ટમટમ તારા, શોધું-શોધું હું ટમટમ તારા.
આ ઝળહળ-ઝળહળ તારા, જોઉં-જોઉં હું ઝળહળ તારા.
બાળગીત: ચાંદરણું
ચાંદરણું
તડકાનું ચાંદરણું રે મને જડયું
ટચુકડું પાથરણું રે મને જડ્યું
ઝગમગ ઝગમગ થાતું રે મને જડ્યું
પિચું આખે આખ્ખું રે મને જડયું
ખોબામાં ઝિલાતું રે મને જડયું ખોબામાં ના રહેતું રે મને જડડ્યું
એને હું ક્યાં રાખું રે મને જડયું
ખિસ્સામાં ના રહેતું રે મને જડયું
પપ્પા વાંચે છાપું રે મને જડયું
મમ્મીને હું આપું રે મને જડ્યું
બાળગીત: ડુગ ડુગ વાદળા
ડુગ ડુગ વાદળા
ડુગ ડુગ ! ડુગડુગ! કરતા વાદળા! તું ક્યાં જઈ સંતાય ?
તારી સાથે આખ્ખો દિવસ અહીં-તહીં. ફરવાનું મન થાય !
સૂરજદાદા આવતા તું વહેલો ઊઠી જાય; ચાંદામામા સાથે તું કઈ સ્કૂલમાં જાય?
-
ચોમાસામાં વીજળી સાથે કાળા-સુટમાં તું કઈ પોએમ ગાય ?
ડુગ..ડુગ..! ડુગ..ડુગ ! કરતા વાદળા તું ક્યાં જઈ સંતાય ?
મમ્મી તુજને બૉટલમાં કેટલું આપે પાણી ? મારે રોજ પરીક્ષા ને તારે રોજ ઉજાણી!
આવ વાદળા જલદી-જલદી વરસી જાને-તો. ગામની નદી છલકાઈ જાય!
ડુગ..ડુગ..! ડુગ..ડુગ ! કરતા વાદળા તું ક્યાં જઈ સંતાય ?
બાળગીત: હોલીએ બાંધ્યો છે નીડ
હોલીએ બાંધ્યો છે નીડ
એક હોલીએ બાંધ્યો છે નીડ મારા ઝાડવે, હોલીએ બાંધ્યો છે નીડ.
મને ગમતી સહુ એની રમત, મારા આંગણે, હોલીએ બાંધ્યો છે નીડ.
બિલ્લી ડરાવે ને કાગડો ખીજાવે, હોલો બચાવે તરત, હોલીએ બાંધ્યો છે નીડ.
દાણા ખવડાવે ને પાણી પીવડાવે, માવતરની પૂરે ફરજ, હોલીએ બાંધ્યો છે નીડ.
પાંખો ફફડાવે ને સહુને હસાવે, જોઇ સૌ હસતાં મરક, હોલીએ બાંધ્યો છે નીડ.
બેઉં બચુડા રમે અને નાચે, રમતો રમે છે સરસ, હોલીએ બાંધ્યો છે નીડ.
મોટાં થયાંને ઉડયાં આભલે, રહી ગઇ મોંઘી જણસ, હોલીએ બાંધ્યો છે નીડ.














Post a Comment