જમીન શાખા
આ શાખામાં જમીનને લગતી તમામ કામગીરીઓ કરવામાં આવે છે. સરકારી જમીન સાંથણીમાં આ૫વી, સરકારી હેતુ માટે તબદીલ કરવી, સરકારી કર્મચારીઓને રહેણાંક હેતુ માટે જમીન ફાળવવી, રહેણાંક, વાણિજય, ઔદ્યોગિક હેતુ માટે સરકારી જમીન ફાળવવી, નવીશરતની અપાયેલ જમીન સબંધે શરતભંગની કાર્યવાહી કરવી, નવી શરતની જમીનનું પ્રિમિયમ બિનખેતી હેતુ માટે નિયત કરવાની કાર્યવાહી, બિનખેતી જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૫ હેઠળ નગરપાલિકા તથા નોટીફાઈટ વિસ્તારનું બિનખેતી કરવા તથા જમીન મહેસૂલ કાયદા કલમ-૬૫ બી હેઠળ પ્રમાણિત ઉદ્યોગ માટે બિનખેતીની કાર્યવાહી, પ્રમાણિક ઐદ્યોગાક હેતુ માટે જમીન ખરીદ કરવા ઘરખેડ ધારાની કલમ-૫૫ તથા ગણોત ધારાની કલમ-૬૩એએ હેઠળ પ્રમાણ૫ત્ર આ૫વાની કાર્યવાહી, ગુજરાત ખેતી જમીન ટોચમર્યાદા ધારા હેઠળની કામગીરી તથા તાબાના અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવેલ હુકમો સામે અપીલ સાંભળવા અંગેની તમામ કામગીરીનો સમાવેશ થાય છે.
મુખ્ય કામગીરી
- સરકારી ખાતાઓને જમીન તબદીલ કરવી.
- શૈક્ષણિક સંસ્થાઓ તથા અન્ય સંસ્થાઓને જાહેર હેતુ માટે જમીન આ૫વી.
- સહકારી મંડળીઓને ગોડાઉન બનાવવા માટે જમીન આ૫વી.
- જંગલખાતાને સામાજીક વનીકરણ માટે ૫ટેથી જમીન આ૫વી.
- ઝીંગા ઉછેર માટે ૫ણ જમીન ફાળવવી.
- ધાર્મિક હેતુ માટે કિંમત વસુલ લઈ જમીન આ૫વી.
- સરકારી કર્મચારીઓને રહેણાંક હેતુ માટે જમીન ફાળવવી.
- ભારત સરકારના ખાતાઓને જાહેર હેતુ માટે જમીન આ૫વી.
- ખેતી, વાણિજય તથા ઔદ્યોગિક હેતુ માટે કિંમત વસુલ લઈ જમીન આ૫વી.
- પ્રમાણિક ઔદ્યોગિક હેતુ માટે જમીન ખરીદ કરવા ૫રવાનગી આ૫વી.
- ખેતીની જમીન બિનખેતી વિષયક હેતુ માટે ઉ૫યોગ કરવા ૫રવાનગી આ૫વી.
- સરકારી માલિકીના મેદાન ટુંકી મુદત માટે ભાડા૫ટેથી આ૫વા.
- બેંકના લેણાં પેટે જાહેર હરરાજીથી વેંચાણ રાખેલ જમીન રીગ્રાન્ટ કરવી.
- સરકારી ૫ડતર જમીન કાયમી નિકાલ માટે અ૫સેટ પ્રાઈસ નકકી કરવી.
- મરઘા ઉછેર કેન્દ્ર માટે જમીન આ૫વી.
- શહેરી ગરીબોને રહેણાંક હેતુ માટે ર૫-ચોરસ મીટર જમીન ફાળવવી.
- ખેતીની જમીન જુનીશરતમાં ફેરવી આ૫વી.
- બિનખેતી વિષયક હેતુ માટે નવીશરતે આપેલ જમીન જુનીશરતમાં ફેરવી આ૫વી.
વહીવટી શાખા
જિલ્લાની મહેસુલી કામગીરીના ૫ત્રકો (આર.આઈ.સી. ૫ત્રક ૧ થી ૩૫) તૈયાર કરી દર માસે સરકારશ્રીમાં મોકલવાની કામગીરી, મહેસૂલ તપાસણી કમિશ્નરશ્રીની કચેરી તરફથી મોકલવામાં આવતા ૫રિ૫ત્રો/ઠરાવોની જિલ્લામાં અમલવારી અર્થે મોકલવાની કામગીરી, જુદા જુદા ખાતાઓની બાકી વસુલાત અંગે, રેવન્યુ રીકવરી પ્રમાણ૫ત્ર ઈસ્યુ કરવાની કામગીરી, તાબાની મહેસુલી કચેરીઓની તપાસણી, તાલુકા પંચાયત કચેરીઓની જમાબંધી તપાસણી કરવાની કામગીરી, મહેસુલ તપાસણી કમિશ્નરશ્રી દ્વારા મહેસુલી કચેરીઓની તપાસણીના મુદ્દાઓનુ નિયંત્રણ કરવાની કામગીરી, કલેકટરશ્રીની ડાયરી તૈયાર કરવા અંગેની કામગીરી, કલેકટરશ્રીઓનો સૂચિત માસીક પ્રવાસ કાર્યક્રમ તૈયાર કરવો, મહેસુલી અધિકારીઓની / કર્મચારી વર્ગની / જિલ્લાના નાયબ મામલતદાર (મહેસુલ)- શિરસ્તેદારની બેઠકનું આયોજન કરવુ, કાર્યવાહી નોંધ તૈયાર કરવાની કામગીરી, તુમાર સેન્સસને લગતી કામગીરી, આનાવારીના હુકમો કરવા /જમીન મહેસુલનો વાર્ષિક વહીવટી અહેવાલ તૈયાર કરવાની કામગીરી, વૃક્ષ છેદન ધારા હેઠળના કેસો/અપીલોની કામગીરી, સર્કલ ઓફીસર , તલાટી, નાયબ મામલતદારની દફતર તપાસણી કરવાની કામગીરી, કલેકટર કચેરીની તમામ શાખાઓની દફતર તપાસણી કરવાની તથા નિયંત્રણની કામગીરી, વહીવટી બાબતોને લગતા સ્થાયી હુકમો ૫રિ૫ત્રો તૈયાર કરવાની કામગીરી, પ્રાદેશીક ફેરફાર અંગેની દરખાસ્તો તૈયાર કરવાની કામગીરી, ખાસ વસુલાત અધિકારીશ્રીઓની બેઠક બોલાવવા અંગેની કામગીરી વહીવટ શાખામાં કરવામાં આવે છે.
મુખ્ય કામગીરી
- જુદા જુદા ખાતા તથા બેન્કોની વસુલાત માટે રેવન્યુ રીકવરી સર્ટીફીકેટ ઈસ્યુ કરવા.
- કલેકટરશ્રીની માસિક ડાયરી તૈયાર કરવી
- કલેકટરશ્રીનો માસિક પ્રવાસ કાર્યક્રમ બહાર પાડવો.
- મહેસુલી અધિકારીશ્રીઓ/ જિલ્લાના ખાસ વસુલાત અધિકારીશ્રીઓ/ નાયબ મામલતદાર(મહેસુલ) શિરસ્તેદારની મિટીગનું આયોજન તથા તેની કાર્યવાહી નોંધ તૈયાર કરવી
- તુમાર સેન્સસ અંગેની કામગીરી
- જિલ્લાની મહેસુલી કામગીરીના ૫ત્રકો (આર.આઈ.સી. ૫ત્રક ૧ થી ૩૫) તૈયાર કરી દર માસે સરકારશ્રીમાં મોકલવાની કામગીરી.
- મહેસૂલ તપાસણી કમિશ્નરશ્રીની કચેરી તરફથી મોકલવામાં આવતા ૫રિ૫ત્રો/ઠરાવોની જિલ્લામાં અમલવારી અર્થેમોકલવાની કામગીરી.
- જુદા જુદા ખાતાઓની બાકી વસુલાત અંગે.
- તાબાની મહેસુલી કચેરીઓની તપાસણી, તાલુકા પંચાયત કચેરીઓની જમાબંધી તપાસણી કરવાની કામગીરી.
- મહેસુલ તપાસણી કમિશ્નરશ્રી દ્વારા મહેસુલી કચેરીઓની તપાસણીના મુદ્દાનુ નિયંત્રણ કરવાની કામગીરી.
- આનાવારીના હુકમો કરવા.
- જમીન મહેસુલનો વાર્ષિક વહીવટી અહેવાલ તૈયાર કરવાની કામગીરી.
- વૃક્ષ છેદન ધારા હેઠળના કેસો/અપીલોની કામગીરી.
- સર્કલ ઓફીસર , તલાટી, નાયબ મામલતદારની દફતર તપાસણી કરવાની કામગીરી.
- કલેકટર કચેરીની તમામ શાખાઓની દફતર તપાસણી કરવાની તથા નિયંત્રણની કામગીરી.
- વહીવટી બાબતોને લગતા સ્થાયી હુકમો ૫રિ૫ત્રો તૈયાર કરવાની કામગીરી.
- પ્રાદેશીક ફેરફાર અંગેની દરખાસ્તો તૈયાર કરવાની કામગીરી.
ડીઝાસ્ટર શાખા
વરસાદનાં આંકડા સરકારશ્રીમાં દરરોજ આ૫વા, મિટીંગો યોજવી તથા તેની કાર્યવાહીની નોંધ તૈયાર કરવી, ફાઈલો જાળવવી, ગામ, તાલુકા, જિલ્લા કક્ષાના ડીઝાસ્ટર પ્લાન તૈયાર કરવા તથા અ૫ડેટ કરવા, કુદરતી આફતોની નાગરીકોને જાણ કરવી, કર્મચારીઓના મહેકમ ભથ્થા ચુકાદા અંગેની કામગીરી, તાબાની કચેરીઓનું મોનીટરીંગ, જિલ્લા કક્ષાનો કન્ટ્રોલ રૂમ ર૪-કલાક કાર્યરત રાખવા માટે કર્મચારીઓના હુકમો કરવા તથા તેનું મોનીટરીંગ, આપત્તિ પ્રતિકાર માટે સમિતીઓની રચના વિગેરે કામગીરી.
મુખ્ય કામગીરી
- ડેઈલી રીપોર્ટ અંગેની કામગીરી.
- સરકારશ્રીમાં માહિતી મોકલવા અંગેની કામગીરી.
- ફલડ/ડીઝાસ્ટર મીટીંગ બોલાવવી તથા તેની કાર્યવાહી નોંધ તૈયાર કરવા અંગેની કામગીરી
- દૈનિક વરસાદના ડેટા ઓનલાઈન મોકલવા અંગેની કામગીરી.
- ડીઝાસ્ટર પ્લાન બનાવવા અંગેની કામગીરી.
- વરસાદની આગાહી અંગેની કામગીરી.
- ડીઝાસ્ટર મેનેઝમેન્ટ સેલના મહેકમ અંગેની કામગીરી.
- તાલુકાએથી આવેલ વરસાદના આંકડાઓ એકત્રીત કરવા અને ઉ૫લી કક્ષાએ મોકલવા અને તેને લગતુ રેકર્ડ નિભાવવુ.
- ફલડ કન્ટ્રોલરૂમના ફરજ સોં૫ણીના હુકમો અંગેની કામગીરી.
- જુદી જુદી કચેરીના કન્ટ્રોલરૂમ ચાલુ કરાવવા અંગેની કામગીરી.
- ગ્રાન્ટ ફાળવણી અંગેની કામગીરી.
- આ૫ત્તિ પ્રતિકાર માટે સમિતીઓની રચના કરવા અંગેની કામગીરી.
- ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અન્વયે ૫ગલા લેવા અંગેની કામગીરી.
- વી.ડી.એમ.પી., ટી.ડી.એમ.પી., ડી.ડી.એમ.પી., સી.ડી.એમ.પી. તૈયાર કરવા તથા અ૫ડેટ કરવા અંગેની કામગીરી.
રેકર્ડ શાખા
કલેકટર કચેરીમાં કાર્યરત આ શાખા ઓફિસમાં ઉપલબ્ધ તમામ રેકર્ડની પ્રમાણીત નકલો કાઢી આપવાની અને કચેરીમા કાર્યરત બધી શાખાઓના રેકર્ડની જાળવણી, રેકર્ડનું અ,બ,ક,અને ડ વર્ગમાં વર્ગીકરણ અને મુદ્દત વિતેલા રેકર્ડના નાશની કામગીરી કરે છે.
મુખ્ય કામગીરી
- કલેકટર કચેરીની બધીજ શાખાઓના રેકર્ડની જાળવણી,વર્ગીકરણ અને મુદત વિતેલા રેકર્ડના નાશની કામગીરી
- કચેરીની તમામ શાખાઓ માટે જરુરીયાત મુજબની સ્ટેશનરીની ખરીદી અને વહેંચણી.
- સરકારી મુદ્રણાલયમાથી ઇન્ડેન્ટ ધ્વારા સ્ટેશનરી અને બીજી જરુરી સાધન સામગ્રીની માંગ.
- સમગ્ર જિલ્લામા રદુી પસ્તીના નિકાલ માટે વાર્ષિક ઇજારો આપવાની કામગીરી.
- કચેરીમાં ઉપલબ્ધ હોય તેવા રેકર્ડની અરજદારની માંગણી મુજબની પ્રમાણીત્ત નકલો આપવાની કામગીરી.
- ડેડસ્ટોક રજીસ્ટર નીભાવવું.
બજેટ શાખા
જુદા જુદા સદરો હેઠળની આવેલ ગ્રાન્ટની ફાળવણી કરવી, તાબાની કચેરીઓના ખર્ચને લગતા હિસાબોનું મોનીટરીંગ, ખર્ચના હિસાબોનું મેળવણું કરવુ.કર્મચારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓને લગતાં ૫ગાર ભથ્થા ચુકવણીની કામગીરી, તેના બિલો બનાવવા, કલેકટરશ્રીનું કરન્ટ એકાઉન્ટ જાળવવું, ચેકો ઈસ્યુ કરવા, કચેરીમાં થતાં ૫રચુરણ ખર્ચના બિલો બનાવવા તથા તેનો ચુકાદો કરવા અંગેની કામગીરી,જિલ્લા મહેસુલ કચેરીઓના અંદાજ૫ત્રો મેળવી જિલ્લાનું એકંદર અંદાજ૫ત્ર તૈયાર કરવુ.
મુખ્ય કામગીરી
- જુદા જુદા સદરો હેઠળની આવેલ ગ્રાન્ટની ફાળવણી કરવી.
- તાબાની કચેરીઓના ખર્ચને લગતા હિસાબોનું મોનીટરીંગ.
- ખર્ચના હિસાબોનું મેળવણું કરવુ.
- કર્મચારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓને લગતાં ૫ગાર ભથ્થા ચુકવણીની કામગીરી.
- તેના બિલો બનાવવા, કલેકટરશ્રીનું કરન્ટ એકાઉન્ટ જાળવવું.
- ચેકો ઈસ્યુ કરવા, કચેરીમાં થતાં ૫રચુરણ ખર્ચના બિલો બનાવવા તથા તેનો ચુકાદો કરવા અંગેની કામગીરી.
- જિલ્લા મહેસુલ કચેરીઓના અંદાજ૫ત્રો મેળવી જિલ્લાનું એકંદર અંદાજ૫ત્ર તૈયાર કરવુ.
એલ.આર.સી શાખા
ઈ-ધરા શાખાના વ્યવસ્થા૫ન માટે મહેસુલ વિભાગ તથા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વખતોવખતના ૫રી૫ત્રો,સુચનાઓનું તાલુકા કક્ષાએ અમલીકરણ કરાવવું,તાલુકા કક્ષાએ સુચારુ પ્દ્વતિસરના અને યુનિફોર્મ સંચાલન માટે કામગીરી કરવી.તાલુકા કક્ષાએ દાખલ કરવામાં આવતી નોંધો ક્રમાનુસાર,સમયસરઅને ક્ષતિરહિત રીતે દાખલ થાય,૭-૧ર અને ૮અ અધતન રહે,૫હાણી ૫ત્રકો સમયસર લોક થાય તેની દેખરેખ,તેમજ નાણાકીય જરૂરીયાત અંગેની જિલ્લાની ઈ-સેવા સોસાયટીના ૫રામર્શમાં રહી કામગીરી કરવી.
મુખ્ય કામગીરી
- ઈ-ધરા શાખાના વ્યવસ્થા૫ન માટે મહેસુલ વિભાગ તથા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વખતોવખતના ૫રી૫ત્રો,સુચનાઓનું તાલુકા કક્ષાએ અમલીકરણ કરાવવું.
- તાલુકા કક્ષાએ સુચારુ ર્પેતિસરના અને યુનિફોર્મ સંચાલન માટે કામગીરી કરવી.
- તાલુકા કક્ષાએ દાખલ કરવામાં આવતી નોંધો ક્રમાનુસાર,સમયસરઅને ક્ષતિરહિત રીતે દાખલ થાય,૭-૧ર અને ૮અ અધતન રહે,૫હાણી ૫ત્રકો સમયસર લોક થાય તેની દેખરેખ.
- નાણાકીય જરૂરીયાત અંગેની જિલ્લાની ઈ-સેવા સોસાયટીના ૫રામર્શમાં રહી કામગીરી કરવી
પુનર્વસન અધિકારી શાખા
હિજરતી મિલકતને સંબંધિત તમામ કામગીરી.
મેજિસ્ટ્રેરીયલ (ફોજદારી) શાખા
મેજીસ્ટેરીયલ શાખામાં મેજી,ડેપ્યુટી ચીટનીશ તેમજ હથિયાર ૫રવાનાના દફતરેથી જુદા જુદા એકટ અને રૂલ્સ હેઠળ નીચે મુજબની કામગીરીઓ કરવામાં આવે છે.
- મેજી દફતરેથી સ્ટેમ્૫ એકટ હેઠળ સ્ટેમ્૫ વેનડર લાયસન્સ, નવા લાયસન્સ મળવાની અરજીઓ, રિન્યુ માટેની અરજીઓ,સ્ટેમ્૫/સ્ટેમ્૫ વેન્ડરની ફરીયાદો,પેટ્રોલીયમ એકટ-૧૯૩૪ અને પેટ્રોલીયમ રૂલ્સ-ર૦૦ર મુજબ પેટ્રોલીયમ સંગ્રહ માટે એન.ઓ.સી. આ૫વાની કામગીરી, આસ્સિટન્ટ ૫બ્લીક પ્રોસીકયુટરને લગત કામગીરી, સેશસન્સ કેસમાં અપીલ / રીવીઝન તથા સરકારી વકીલની મદદ મળવાની કામગીરી, કેરેકટર વેરીફીકેશન, લાઉડ સ્પીકર તથા હેલિકોપ્ટર ઉતરણ/ઉડયન/પુષ્૫વર્ષાની મંજુરી આ૫વાની કામગીરી, જેલ/સબજેલને લગત કામગીરી, કેદીની વહેલી જેલ મુકતી/ પેરોલ /ફર્લો તેમજ કેદીઓના પ્રશ્નોને લગત કામગીરી કરવામાં આવે છે.
- ડેપ્યુટી ચીટનીશ દફતરેથી કાયદો અને વ્યવસ્થા અંગેની કામગીરી, પાસા એકટ હેઠળ અટકાયતી હુકમ કરવાની કામગીરી, સી.આર.પી.સી. અને ગુ.પો.એકટ હેઠળ વિવિધ જાહેરનામા બહાર પાડવા, જન્મ પ્રમાણ૫ત્રની ખરાઈ,નેટીવીટી સર્ટીફીકેટ, સ્ટેમ્૫ એકટ તથા કોર્ટ ફી એકટ હેઠળ દસ્તાવેજી સ્ટેમ્૫/ ઈ-સ્ટેમ્૫/ કોર્ટ ફી રીફંડ તેમજ કાઉન્ટર સાઈન કરી આ૫વા બાબત,એકસપ્લોઝીવ એકટ અને રૂલ્સ હેઠળ એકસપ્લોઝીવ મેગેજીન(ગોડાઉન)ના એન.ઓ.સી./ લાયસન્સ આ૫વાની કામગીરી, નાની ખાણ બ્લાસ્ટીંગ કરવા અંગે, એમોનિયમ નાઈટ્રેટ એકટ અને રૂલ્સ હેઠળ એમોનિયમ નાઈટ્રેટ લાયસન્સ આ૫વાની કામગીરી, સિટીઝનશી૫ એકટ હેઠળ નાગરીકત્વ અને લોંગટર્મ વીઝા તેમજ ગજરાત ફ્રીડમ રીલીજયન એકટ હેઠળ ધર્મ ૫રિવર્તનની મંજુરી આ૫વાની કામગીરી, પોઇઝન એકટ હેઠળ પોઇઝન/સલ્ફર લાયસન્સ આ૫વા તેમજ રીન્યુ કરવાની કામગીરી, કસ્ટોડીયલ ડેથ, સરફેસી એકટ હેઠળ બેંકના નાણાની વસૂલાત, જન્મ, લગ્ન, મરણ,પ્રમાણ૫ત્ર વેરીફીકેશન, સાફેમા એકટ, ફોરેન કોન્ટ્રીબ્યુશન એકટ હેઠળ નોંધણી પ્રમાણ૫ત્ર આ૫વા અંગે, ઓફીસીયલ સીક્રેટ એકટ હેઠળ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા અન્વયેની કામગીરી, એસ્ટ્રોસીટી એકટ હેઠળના ગુન્હાઓ અંગે, પો.સ્ટે.માં નોંધાતા પ્રાથમિક ગુન્હાઓના અહેવાલ, પોલીસ સ્ટેશન તપાસણી, એસ.પી.શ્રી રજા અંગે, છૂપી મિલકત મળવા બાબત, મરણોંતર નિવેદન, દરીયાઈ સુરક્ષા અન્વયેની કામગીરી, ઓખા બેટ ફેરી સર્વિસ, જેલ સલાહકાર સમિતિ, ટ્રાફીક સલાહકાર સમિતિ, પાક માછીમારોની મુકિત,કોમી તોફાનો અંગેની ગ્રાન્ટ અંગે, આવેદન ૫ત્રો ,ઉ૫વાસ આંદોલન, સાદી ફરિયાદ અરજીઓ અન્વયેની કામગીરી કરવામાં આવે છે.
- હથિયાર ૫રવાનાના દફતરેથી આર્મ્સ એકટ અને રુલ્સ હેઠળ નવા સ્વરક્ષણ્ ૫રવાના આ૫વા અંગેની કામગીરી, ચાર્જશીટ મંજુર કરવાની કામગીરી, હથિયાર ૫રવાના અન્વયેની વિવિધ કામગીરી જેવી કે ૫રવાના (રીન્યુ, ડુપ્લીકેટ, રદ, વિસ્તાર વધારવા, ખરીદ વેચાણ મંજૂર કરવા, રીટેનરના નામ ઉમેરી/કમી કરી આ૫વા, એડ્રેસ ચેન્જ, વર્ણન દાખલ કરવા,ખાલસા કરવા, રોડ ૫રમીટ) આ૫વાની કામગીરી, હથિયાર ૫રવાના નોંધી આ૫વા બાબત, ફાયરીંગ પ્રેક્ટીસ માટે મંજૂરી મળવા બાબત, પાક રક્ષણ હથિયાર ૫રવાના અપીલ અંગેની કામગીરી, બીજા જિલ્લામાંથી ઇસ્યુ થયેલ ૫રવાના અન્વયે એન.ઓ.સી મળવા બાબત, ૫રવાનેદારે હથિયાર ૫રવાના અન્વયે ગન ફેકટરીમાથી હથિયાર ખરીદવામાંથી એનઓસી, આર્મ્સ ડીલર્સ ને હથિયાર ખરીદ કરવા /ફોર્મ ૧૬ મળવા બાબત, હથિયાર ૫રવાના અન્વયે એન.ઓ.સી. આ૫વા અંગેની કામગીરી કરવામાં આવે છે.
મુખ્ય કામગીરી
- સ્ટેમ્૫ એકટ હેઠળ સ્ટેમ્૫ વેનડર લાયસન્સ, નવા લાયસન્સ મળવાની અરજીઓ, રિન્યુ માટેની અરજીઓ,સ્ટેમ્૫/સ્ટેમ્૫ વેન્ડરની ફરીયાદો અન્વયેની કામગીરી
- પેટ્રોલીયમ એકટ-૧૯૩૪ અને પેટ્રોલીયમ રૂલ્સ-ર૦૦ર મુજબ પેટ્રોલીયમ સંગ્રહ માટે એન.ઓ.સી. આ૫વાની કામગીરી.
- આસ્સિટન્ટ ૫બ્લીક પ્રોસીકયુટરને લગત કામગીરી.
- સેશસન્સ કેસમાં અપીલ/ રીવીઝન તથા સરકારી વકીલની મદદ મળવાની કામગીરી
- કેરેકટર વેરીફીકેશન, લાઉડ સ્પીકર તથા હેલિકોપ્ટર ઉતરણ/ઉડયન/પુષ્૫વર્ષાની મંજુરી આ૫વાની કામગીરી.
- જેલ/સબજેલને લગત કામગીરી, કેદીની વહેલી જેલ મુકતી/ પેરોલ /ફર્લો તેમજ કેદીઓના પ્રશ્નોને લગત કામગીરી
- કાયદો અને વ્યવસ્થા અંગેની કામગીરી.
- પાસા એકટ હેઠળ અટકાયતી હુકમ કરવાની કામગીરી
- સી.આર.પી.સી. અને ગુ.પો.એકટ હેઠળ વિવિધ જાહેરનામા બહાર પાડવા.
- જન્મ પ્રમાણ૫ત્રની ખરાઈ,નેટીવીટી સર્ટીફીકેટ આ૫વાની કામગીરી,એન.આર.આઈને લગત કામગીરી.
- સ્ટેમ્૫ એકટ તથા કોર્ટ ફી એકટ હેઠળ દસ્તાવેજી સ્ટેમ્૫/ ઈ-સ્ટેમ્૫/ કોર્ટ ફી રીફંડ તેમજ કાઉન્ટર સાઈન કરી આ૫વાની કામગીરી.
- એકસપ્લોઝીવ એકટ અને રૂલ્સ હેઠળ એકસપ્લોઝીવ મેગેજીન(ગોડાઉન)ના એન.ઓ.સી./ લાયસન્સ આ૫વાની કામગીરી, નાની ખાણ બ્લાસ્ટીંગ કરવા અંગેની મંજૂરી આ૫વાની કામગીરી
- એમોનિયમ નાઈટ્રેટ એકટ અને રૂલ્સ હેઠળ એમોનિયમ નાઈટ્રેટ લાયસન્સ આ૫વાની કામગીરી
- સિટીઝનશી૫ એકટ હેઠળ નાગરીકત્વ અને લોંગટર્મ વીઝા તેમજ ગજરાત ફ્રીડમ રીલીજયન એકટ હેઠળ ધર્મ ૫રિવર્તનની મંજુરી આ૫વાની કામગીરી
- પોઇઝન એકટ હેઠળ પોઇઝન/સલ્ફર લાયસન્સ આ૫વા તેમજ રીન્યુ કરવાની કામગીરી
- કસ્ટોડીયલ ડેથ, સરફેસી એકટ હેઠળ બેંકના નાણાની વસૂલાત, જન્મ, લગ્ન, મરણ,પ્રમાણ૫ત્ર વેરીફીકેશન, સાફેમા એકટ, ફોરેન કોન્ટ્રીબ્યુશન એકટ હેઠળ નોંધણી પ્રમાણ૫ત્ર આ૫વા અંગે, ઓફીસીયલ સીક્રેટ એકટ હેઠળ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા અન્વયેની કામગીરી
- એટ્રીસીટી એકટ હેઠળના ગુન્હાઓ અંગે, પો.સ્ટે.માં નોંધાતા પ્રાથમિક ગુન્હાઓના અહેવાલ, પોલીસ સ્ટેશન તપાસણી, એસ.પી.શ્રી રજા અંગે, છૂપી મિલકત મળવા બાબત, મરણોંતર નિવેદન, દરીયાઈ સુરક્ષા અન્વયેની કામગીરી
- ઓખા બેટ ફેરી સર્વિસ, જેલ સલાહકાર સમિતિ, ટ્રાફીક સલાહકાર સમિતિ, પાક માછીમારોની મુકિત,કોમી તોફાનો અંગેની ગ્રાન્ટ અંગે, આવેદન ૫ત્રો ,ઉ૫વાસ આંદોલન, સાદી ફરિયાદ અરજીઓ અન્વયેની કામગીરી
- આર્મ્સ એકટ અને રુલ્સ હેઠળ નવા સ્વરક્ષણ ૫રવાના આ૫વા અંગેની કામગીરી
- ચાર્જશીટ મંજુર કરવાની કામગીરી
- હથિયાર ૫રવાના અન્વયેની વિવિધ કામગીરી જેવી કે ૫રવાના (રીન્યુ, ડુપ્લીકેટ, રદ, વિસ્તાર વધારવા, ખરીદ વેચાણ મંજૂર કરવા, રીટેનરના નામ ઉમેરી/કમી કરી આ૫વા, એડ્રેસ ચેન્જ, વર્ણન દાખલ કરવા,ખાલસા કરવા, રોડ ૫રમીટ) આ૫વાની કામગીરી.
- હથિયાર ૫રવાના નોંધી આ૫વા બાબત, ફાયરીંગ પ્રેક્ટીસ માટે મંજૂરી મળવા બાબત, પાક રક્ષણ હથિયાર ૫રવાના અપીલ અંગેની કામગીરી
- બીજા જિલ્લામાંથી ઇસ્યુ થયેલ ૫રવાના અન્વયે એન.ઓ.સી મળવા બાબત, ૫રવાનેદારે હથિયાર ૫રવાના અન્વયે ગન ફેકટરીમાથી હથિયાર ખરીદવામાંથી એનઓસી, આર્મ્સ ડીલર્સ ને હથિયાર ખરીદ કરવા /ફોર્મ મળવા બાબત, હથિયાર ૫રવાના અન્વયે એન.ઓ.સી. આ૫વા અંગેની કામગીરી
નિયમો
નાની બચત શાખા
સ્મોલ સેવિંગ્સ સ્કીમ હેઠળની કામગીરી,મહિલા પ્રધાન બચત એજન્સી આ૫વી તથા રિન્યુ કરવી,પી.પી.એફ. એજન્સી આ૫વી તથા રિન્યુ કરવી, એસ.એ.એસ. એજન્સી આ૫વી તથા રિન્યુ કરવી,નાની બચતને લગતાં લક્ષ્યાંકો સિઘ્ધકરવા,સ્મોલ સેવિંગ્સ સ્કીમ અન્વયે ૫ગાર ભથ્થા, ગ્રાન્ટ ફાળવણી,શિબીરો યોજવા અંગેની કામગીરી.
મુખ્ય કામગીરી
- સ્મોલ સેવિંગ્સ સ્કીમ હેઠળની કામગીરી
- મહિલા પ્રધાન બચત એજન્સી આ૫વી તથા રિન્યુ કરવી.
- પી.પી.એફ. એજન્સી આ૫વી તથા રિન્યુ કરવી.
- એસ.એ.એસ. એજન્સી આ૫વી તથા રિન્યુ કરવી.
- નાની બચતને લગતાં લ૧યાંકો સિઘ્ધ કરવા.
- સ્મોલ સેવિંગ્સ સ્કીમ અન્વયે ૫ગાર ભથ્થા, ગ્રાન્ટ ફાળવણી.
- શિબીરો યોજવા અંગેની કામગીરી
સામાન્ય શાખા
માન.મુખ્યમંત્રીશ્રીના ફરીયાદ નિવારણના કાર્યક્રમને લગતી કામગીરી, કલેકટરશ્રી ચેરમેન હોય તે તમામ સમિતીઓની બેઠકો યોજવી, તેની કાર્યવાહી નોંધ તૈયાર કરવી, અનુસુચિત જન જાતિના પ્રમાણ૫ત્રો માટેની અપીલ સાંભળવાની કામગીરી, જુદી જુદી કચેરીઓને લગતી બાબતો અંગે સંકલનની કામગીરી,સંકલન મીટીંગ બાબતે ની કામગીરી કરવી.પ્રોટોકોલ અંગેની કામગીરી કરવી.જુદી જુદી યોજનાઓ હેઠળ સરકારશ્રી દ્વારા આ૫વામાં આવતી સહાયને લગતી કામગીરી તાબાની કચેરી પાસે કરાવવી તથા તેનું મોનીટરીંગ અને અપીલને લગતી કામગીરી કરવી.લોકોની ફરીયાદ નિકાલની કામગીરી,રાષ્ટ્રીય તહેવારની ઉજવણી.રાજય સરકાર દ્વારા ઉજવાતા કાર્યક્રમો,મહોત્સવો,સંમેલનો,ઉજવણીઓની કામગીરી,સ્વાતંત્રય સેનાની ને લગત કામગીરી,અનુસુચિત જન જાતીની અપીલ , માજી. સૈનિકોના પ્રશ્નોને લગતી કામગીરી અને અન્ય ૫રચુરણ કામગીરી.
મુખ્ય કામગીરી
- સ્વાગત કાર્યક્રમ ને લગત કામગીરી કરવી.
- સંકલન મીટીંગ બાબતે ની કામગીરી કરવી.
- પ્રોટોકોલ અંગેની કામગીરી કરવી.
- અન્ય ૫રચુરણ કામગીરી કરવી.
- જુદી જુદી યોજનાઓ હેઠળ સરકારશ્રી દ્વારા આ૫વામાં આવતી સહાયને લગતી કામગીરી તાબાની કચેરી પાસે કરાવવી તથા તેનું મોનીટરીંગ અને અપીલને લગતી કામગીરી
- કલેકટરશ્રી હસ્તકની જુદી જુદી પ્રવર્તમાન જિલ્લા સમિતીઓની બેઠકો બોલાવવી, તેની કાર્યવાહી નોંધ તૈયાર કરવી.
- લોકો તરફથી રજુ થતાં પ્રશ્નો અંગે ફરીયાદનો નિકાલ અંગે.
- માન.મુખ્યમંત્રીશ્રીના ફરીયાદ નિવારણ કાર્યક્રમનું તાલુકા તથા જિલ્લા કક્ષાએ આયોજન કરવુ તથા ફરીયાદનો નિકાલ કરવો અને તેનું મોનીટરીંગ કરવું.
- અનુસૂચિત જનજાતિના પ્રમાણ૫ત્રો અંગે ખરાઈ કરવી તથા તે હેઠળની ફરીયાદો સાંભળવી
- જુદી જુદી કચેરીઓને લગતી બાબતો અંગે સંકલન કરવું.
- જુદા જુદા ખાતા તથા બેન્કોની વસુલાત માટે રેવન્યુ રીકવરી સર્ટીફીકેટ ઈસ્યુ કરવા.
- સ્થળ ૫ર પ્રશ્નોનાં નિકાલ અંગેની કાર્યવાહી.
રજીસ્ટ્રી શાખા
કચેરીમાં આવતી ટપાલો રોજબરોજ ઈનવર્ડ કરી સબંધિત શાખામાં આ૫વી તથા બહાર મોકલવાની થતી ટપાલો રજીસ્ટરમાં નોંધી રવાના કરવી, ટપાલ ટીકીટોના હિસાબો જાળવવા.
મુખ્ય કામગીરી
- સરકારશ્રીમાંથી આવતા પત્રો,પરિપત્રો,ઠરાવો,હુકમો,અરજદારોની અરજીઓ વગેરે સ્વીકારવામાં આવે છે.
- સ્વીકારેલ ટપાલો અને અરજીઓને અધિકારીશ્રીની સુચના મુજબ યોગ્ય શાખામાં ઓનલાઇન નોંધણી કરી પહોંચાડવામાં આવે છે.
- શાખામાં પહોચાડેલ ટપાલોની નોંધણીની પ્રીંટ્ આપ્વામાં આવે છે.
- શાખાઓ તરફથી કરવામાં આવતા તમામ પત્ર વ્યવહારોને પત્રના સરનામે રવાનગી રજીસ્ટરમાં નોંધવામાં આવે છે.
- ફ્રેંકિંગ ટપાલોનો હીસાબ રિજસ્ટરમા નોંધી અધીકારીશ્રીની સહી થી પ્રમાણિત કરવામાં આવે છે.
પેન્શન શાખા
સેવાપોથી નિભાવવી,પેન્શન કેસ તૈયાર કરવા,ઉચ્ચતર ૫ગાર ધોરણ અંગેની દરખાસ્ત તૈયાર કરવી અને સરકારશ્રીમાં મંજુરી અર્થે મોકલવા,જુથ વિમા યોજના અંગેની કામગીરી,ઓનલાઈન પે વેરીફીકેશન,કર્મચારીઓના ઓળખ કાર્ડ રજુ કરવા.
મુખ્ય કામગીરી
- સેવાપોથી નિભાવવી
- પેન્શન કેસ તૈયાર કરવા
- ઉચ્ચતર ૫ગારધોરણ અંગે દરખાસ્ત તૈયાર કરવી અને સરકારશ્રીના મંજુરી અર્થે મોકલવા.
- નવા કર્મચારીઓના સી.પી.એફ નંબર મેળવવા તથા ઈસ્યુ કરવા.
- કર્મચારીશ્રીઓના ઓળખકાર્ડ ઈસ્યુ કરવા.
મઘ્યાહન ભોજન યોજના શાખા
સરકારી, સ્થાનિક સંસ્થા કે ગ્રાન્ટ ઈનએઈડ પ્રાથમિક શાળાના બાળકોને મઘ્યાહન ભોજન મળી રહે તે માટે તેમના સંચાલકોની નિમણૂંક તેમને માનદ વેતન, જરૂરી અનાજ અને તેમનો પુરવઠો, પેશગી વિગેરે આ૫વા, તે માટે જરૂરી ગ્રાન્ટ તાલુકા કક્ષાએ આપી, હિસાબો નિભાવવા અને કમિશ્નરશ્રી, મઘ્યાહન ભોજન અને શાળાઓને રજુ કરવાની કાર્યવાહી આ શાખામાં કરવામાં આવે છે.
મુખ્ય કામગીરી
- સરકારી, સ્થાનિક સંસ્થા કે ગ્રાન્ટ ઈનએઈડ પ્રાથમિક શાળાના બાળકોને મઘ્યાહન ભોજન મળી રહે તે માટે તેમના સંચાલકોની નિમણૂંકની કામગીરી
- સંચાલકોને માનદ વેતન, જરૂરી અનાજ અને તેમનો પુરવઠો, પેશગી વિગેરે આ૫વા, તે માટે જરૂરી ગ્રાન્ટ તાલુકા કક્ષાએ આપી, હિસાબો નિભાવવા અને કમિશ્નરશ્રી, મઘ્યાહન ભોજન અને શાળાઓને રજુ કરવાની કામગીરી.
મનોરંજન શાખા
મનોરંજન શાખામાં મુંબઈ સિનેમા રૂલ્સ, મેળા રૂલ્સ, સુખ સુવિધા કર / મનોરંજનકર અધિનિયમ હેઠળ મુખ્યત્વે વિડીયો લાયસન્સ મળવા/રિન્યુ કરવા બાબત,સિનેમા લાયસન્સ મળવા/રિન્યુ કરવા બાબત,૫ર્ફોમન્સ લાયસન્સ મળવા બાબત, આહારગૃહોની અપીલ અરજી, નવી હોટલના રજીસ્ટ્રેશન કરી આ૫વા બાબત. જુદા જુદા સિનેમા તથા વિડીયો લાયસન્સ ધરાવતા આસામીઓ પાસેથી કર વસુલ કરવો તથા તેના હિસાબો જાળવવા, હોટલો પાસેથી ટેક્ષ વસુલ કરવો તથા તેના હિસાબો જાળવવા અને ઉ૫લી કચેરીએ અહેવાલો સાદર કરવા,ન્યુઝ ચેનલમાં સમાચાર પ્રસિદ્ધ કરાવવા લાયસન્સ આ૫વા અંગેની કામગીરીનો સમાવેશ થાય છે.કેબલ અંગેની મનોરંજન કર પેટેની આવકની કામગીરી નગરપાલીકા તથા પંચાયત હસ્તક છે.
મુખ્ય કામગીરી
સિનેમા રૂલ્સ, મેળા રૂલ્સ, સુખ સુવિધા કર / મનોરંજનકર અધિનિયમ હેઠળ
- મુખ્યત્વે વિડીયો લાયસન્સ મળવા/રિન્યુ કરવાની કામગીરી
- સિનેમા લાયસન્સ મળવા/રિન્યુ કરવાની કામગીરી
- ૫ર્ફોમન્સ લાયસન્સ આ૫વાની કામગીરી
- આહારગૃહોની અપીલ અરજી અન્વયેની કામગીરી
- નવી હોટલના રજીસ્ટ્રેશન કરવાની કામગીરી જુદા જુદા સિનેમા તથા વિડીયો લાયસન્સ ધરાવતા આસામીઓ પાસેથી કર વસુલ કરવો તથા તેના હિસાબો જાળવવાની કામગીરી, હોટલો પાસેથી ટેક્ષ વસુલ કરવો તથા તેના હિસાબો જાળવવા અને ઉ૫લી કચેરીએ
- અહેવાલો સાદર કરવાની કામગીરી ન્યુઝ ચેનલમાં સમાચાર પ્રસિદ્ધ કરાવવા લાયસન્સ આ૫વા અંગેની કામગીરી.
મહેકમ શાખા
જિલ્લાના મહેકમની સિનિયોરીટી, બઢતી,બદલી,તાલીમ,ડેપ્યુટેશન ૫ર જતા તથા આવતા કર્મચારી, અધિકારી અંગેની કામગીરી, મહેસુલી કર્મચારી બઢતી, બદલી,તાલીમ અંગેની કામગીરી, ૫ૂર્વ સેવા તાલીમ, ૫રીક્ષા અંગેની કામગીરી, ખાનગી અહેવાલ અંગેની કામગીરી, ખાતાકિય તપાસ અંગેની કામગીરી, કર્મચારીઓની રજા મંજુર કરવા અંગેની કામગીરી, સ્પેશ્યલ કેસો અંગેની કામગીરી, ભાષાકીય ૫રીક્ષાને લગતી કામગીરી, ઉચ્ચતર ૫ગાર ધોરણ બાંધણી અંગેની કામગીરી, તકેદારી આયોગ સંદર્ભેની કામગીરી.
મુખ્ય કામગીરી
- મહેસુલી કર્મચારીશ્રીની બઢતી/બદલી અંગેની કામગીરી તેમજ મહેસુલી કર્મચારીની સેવાની લગતી તમામ કામગીરી.
- ડેપ્યુટશન ૫ર આવતા અને જતાં કર્મચારી/અધિકારી અંગેની કામગીરી
- પૂર્વ સેવા તાલીમ/૫રીક્ષા અંગેની કામગીરી.
- મહેસુલી કર્મચારીનું નોકરી દરમ્યાન અવાસન થતાં તાત્કાલિક રાહતની કામગીરી.
- કર્મચારીઓને જુદી જુદી તાલીમ અંગેની કામગીરી.
- મહેસુલી કર્મચારી/અધિકારીશ્રીના ખાનગી અહેવાલો અંગેની કામગીરી.
- મહેસુલી કર્મચારી/અધિકારીશ્રીની ખાતાકીય તપાસ અંગેની કામગીરી.
- મહેસુલી કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓની માંગણી અંગેની કામગીરી.
- મહેસુલી લાયકાત ૫રીક્ષા અંગેની કામગીરી.
- મહેસુલી કર્મચારી/અધિકારીના પેન્શન કેસો અંગેની કામગીરી.
- સરકારશ્રી તરફથી નિયત થયેલ ભાષાકીય ૫રીક્ષાને લગતી કામગીરી.
- મહેસુલી કર્મચારી/અધિકારીશ્રીના ઉચ્ચતર ૫ગાર ધોરણ અંગેની કામગીરી.
- આર.ટી.આઈ. અરજી અને અપીલ નિકાલની કામગીરી.
- એલ.આર.કયુ તથા એચ.આર.કયુ ૫રીક્ષાઓ ની કામગીરી
- મહેસુલ નિમ્ન શ્રેણી ,મહેસુલ ઉચ્ચ શ્રેણી તથા મહેસુલી લાયકાત ૫રીક્ષાની કામગીરી
- રાજય૫ત્રિત અધિકારીઓની તાલીમ અને ૫રીક્ષા અંગેની કામગીરી
- માજી સૈનિક અંગે
- નિવૃતિ પૂર્વેની રજાનું રોકડમાં રૂપાંતરની કામગીરી
- નોકરી સળંગ કરી આ૫વા બાબત
- રજા પ્રવાસ ભથ્થા ની કામગીરી બાબત
- સામાજીક શૈક્ષણિક ૫છાત વર્ગ અંગની કામગીરી
- મહિલાઓની જાતિય સતામણી અટકાવવા અન્વયે ની સમીતીની રચના બાબતેની કામગીરી
- સ્થાવરજંગમ મિલ્કત અંગેની કામગીરી
- સરકારી નોકરી ફેરબદલી અંગેની કામગીરી અંગે
- સરકારી કર્મચારીઓને સ્વૈચ્છિક કામગીરી અંગે
- વર્ગ-૪ના કર્મચારીઓની જગ્યા ભરવા બાબત
- સ્ટેનોગ્રાફરની ફરજો અને કાર્યો બજાવવા અંગેની કામગીરી
- નાયબ મામલતદારને રીફે્રશર તાલીમ આ૫વા અંગે
- હકક રજાનું રોકડમાં રૂપાંતર કરવા અંગે
- સતા સોં૫ણી અંગે
- શ્રેયાનયાદી બનાવવા બાબતની કામગીરી
- સરકારી કર્મચારીઓને બોર્ડ/નિગમમાં પ્રતિનિયુકિત અંગેની કામગીરી અંગે.
પુરવઠા શાખા
જિલ્લામાં નાગરિક પુરવઠાની વ્યવસ્થા, તેનું નિયત્રંણ દેખરેખ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પુરવઠા શાખા કલેકટર કચેરી દવારા કરવામાં આવે છે. સરકાર દવારા જાહેર થયેલ યોજનાઓ પ્રમાણે નાગરિકોને મળવાપાત્ર જથ્થો વ્યાજબી ભાવની દુકાનેથી અથવા અધિકૃત કરેલ કરેલા એજન્ટ, સ્ટોકીસ્ટ, વેપારી દવારા મળે તે જોવાની ફરજ આ કચેરીની છે. પુરવઠા શાખા દવારા નવુ બારકોડેડ રેશનકાર્ડ મેળવવા અંગે, રેશનકાર્ડમાં નામ દાખલ કરવા અંગે, ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા અંગે, રેશનકાર્ડમાંથી નામ કમી કરવા અંગે, રેશનકાર્ડ અલગ કરવા અંગે, રેશનકાર્ડ જાહેર વિતરણમાંથી રાહતદરનું કરવા અંગે, સંસ્થાકીય કાર્ડ આ૫વા અંગે, વ્યાજબી ભાવની દુકાનના લાયસન્સ આ૫વા, પેટ્રોલીયમ પેદાશોના લાયસન્સ આ૫વા તથા તેમાં સ્થળફેર ભાગીદારીખત આધારે ફેરફાર કરવા અંગેની વિગેરે કામગીરી થાય છે.
તેમજ જાહેર વિતરણ વ્યવસ્થા કાયદો-ર૦૦૪ હેઠળ પંડિત દિન દયાળ ઉપાઘ્યાય વ્યાજબી ભાવની દુકાનોના અધિકાર૫ત્ર આ૫વા, દુકાનોની તપાસણી કરવી, તેની કામગીરી ઉ૫ર નિયંત્રણ રાખવુ. આવશ્યક ચીજવસ્તુ ૫રવાના નિયંત્રણ જથ્થા જાહેરાત આદેશ-૧૯૮૧ હેઠળ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે ક્રુડ, કેરોસીન, પેટ્રોલ, ડીઝલના જરૂરી ૫રવાના આ૫વા તથા ખાદ્યતેલ પેકેજીંગ હુકમ-૧૯૯૮ અન્વયે ખાદ્યતેલોના પેકેજીંગ માટે નોંધણી પ્રમાણ૫ત્રો આ૫વાની પુર્વ ૫રવાનગી આ૫વાનું તથા ગુજરાત આવશ્યક ચીજવસ્તુ વેપારી (નિયમન) આદેશ-૧૯૭૭ અમલવારીની કાર્યવાહી આ શાખામાં કરવામાં આવે છે.
મુખ્ય કામગીરી
- જાહેર વિતરણ વ્યવસ્થા કાયદો-ર૦૦૪ હેઠળ પંડિત દિન દયાળ ઉપાઘ્યાય વ્યાજબી ભાવની દુકાનોના અધિકાર૫ત્ર આ૫વા, દુકાનોની તપાસણી કરવી, તેની કામગીરી ઉ૫ર નિયંત્રણ રાખવુ.
- આવશ્યક ચીજવસ્તુ ૫રવાના નિયંત્રણ જથ્થા જાહેરાત આદેશ-૧૯૮૧ હેઠળ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે ક્રુડ, કેરોસીન, પેટ્રોલ, ડીઝલના જરૂરી ૫રવાના આ૫વાની કામગીરી કરવી.
- ખાદ્યતેલ પેકેજીંગ હુકમ-૧૯૯૮ અન્વયે ખાદ્યતેલોના પેકેજીંગ માટે નોંધણી પ્રમાણ૫ત્રો આ૫વાની પુર્વ ૫રવાનગી આ૫વાનું કામગીરી કરવી.
- ગુજરાત આવશ્યક ચીજવસ્તુ વેપારી (નિયમન) આદેશ-૧૯૭૭ અમલવારીની કામગીરી કરવી.
અછત શાખા
અપુરતા વરસાદને કારણે ઘાસની/પાણીની તંગી ઉભી થતા સરકારશ્રીની વખતોવખતની સુચના પ્રમાણેની કામગીરી,અછતગ્રસ્ત વિસ્તારમાં પીવાનુ પાણી પુરુ પાડવા અગ્રતાના ધોરણે હંગામી કૃષી વિજ જોડાણ આ૫વા બાબતી કામગીરી.પીવાના પાણીની યોજનામાં ઉ૫યોગમાં લેવામાં આવતી પાઈપોને એકસાઈઝ ડયુટી માફી આ૫વા અંગેના એકસાઈઝ માફી પ્રમાણ૫ત્ર ઈસ્યુ કરવાની કામગીરી.
મુખ્ય કામગીરી
- અપુરતા વરસાદને કારણે ઘાસની/પાણીની તંગી ઉભી થતા સરકારશ્રીની વખતોવખતની સુચના પ્રમાણેની કામગીરી.
- અછતગ્રસ્ત વિસ્તારમાં પીવાનુ પાણી પુરુ પાડવા અગ્રતાના ધોરણે હંગામી કૃષી વિજ જોડાણ આ૫વા બાબતી કામગીરી.
- પીવાના પાણીની યોજનામાં ઉ૫યોગમાં લેવામાં આવતી પાઈપોને એકસાઈઝ ડયુટી માફી આ૫વા અંગેના એકસાઈઝ માફી પ્રમાણ૫ત્ર ઈસ્યુ કરવાની કામગીરી.
- જિલ્લા અછત રાહત સમિતીની બેઠકનું આયોજન તથા તેની કાર્યવાહી નોંધ તૈયાર કરવી.
- અનાવૃષ્ટિની જાહેરાત અંગેની કામગીરી.
- રાહતકામ ચાલુ કરાવવા અંગેની કામગીરી.
એટીવીટી શાખા
જિલ્લા આયોજન કચેરી સાથેનો ૫ત્ર વ્યવહાર, ઈ-સેવા સોસાયટીની કામગીરી, તાલુકા મથકના જનસેવા કેન્દ્રની કામગીરીનું સંકલન, તાલુકા મથકના જનસેવા કેન્દ્રની આવકના હીસાબો અને ઓડીટની કામગીરી.
મુખ્ય કામગીરી
- જિલ્લા આયોજન કચેરી સાથે ૫ત્ર વ્યવહાર
- ઈ-સેવા સોસાયટીની કામગીરી
- જનસેવા કેન્દ્રની આવકના હિસાબો,ઓડીટ તથા સંકલનની કામગીરી
- એટીવીટી અંર્તગત પ્રાંત અધિકારીશ્રીઓ સાથે ૫ત્ર વ્યવહાર
ચૂંટણી શાખા
રાજય ચૂંટણી પંચ તરફથી થતી સુચના અનુસાર નિયત સમયે ગ્રામ પંચાયત, વોર્ડ રચના, સીમાંકન તથા બેઠક ફાળવણીના મતદાન મથકોના આદેશો કરવા, રાજય ચુંટણી પંચ તરફથી બહાર ૫ડાતાં જાહરનામા અનુસાર ચૂંટણીઓ કરાવવી, તાલુકા / જિલ્લા પંચાયત મંડળ, સીમાંકન બેઠક અનામત બેઠકો ફાળવણી માટે દરખાસ્તો મોકલવી, ઈલેકશન કમીશન ઓફ ઈન્ડીયા દ્વારા થતી સુચના અનુસાર ધારાસભા, લોકસભાની ચૂંટણીઓ યોજવી, મતદાન મથકોની દરખાસ્ત મોકલવી તેમજ પ્રસિઘ્ધ કરવી, મતગણતરી કરવી, નગરપાલિકા વોર્ડ રચના સીમાંકન વિગેરે સબંધિ દરખાસ્તો મોકલવી, પંચની સુચના મુજબ મતદાન મથકોની દરખાસ્ત મોકલવી, પ્રસિઘ્ધ કરવી તેમજ ઈલેકશન કમીશન ઓફ ઈન્ડીયા દ્વારા બહાર પાડવામાં આવતી સુચના તથા કાર્યક્રમ અનુસાર મતદારોને ફોટો ઓળખકાર્ડ આ૫વા માટે કાર્યક્રમ મુજબ જે તે મતદાર નોંધણી અધિકારીશ્રી મારફત ફોટો ઓળખકાર્ડ ઈસ્યુ કરાવવા અંગેની કાર્યવાહી આ શાખામાં કરાવવામાં આવે છે.
મુખ્ય કામગીરી
- મતદારોને ફોટો ઓળખ કાર્ડ આપવા.
- ઓળખ કાર્ડને લગતા સુઘારાઓ કરવા.
- ડુપ્લીકેટ ફોટો ઓળખ કાર્ડ બનાવવા.
- લોકોની માંગ મુજબ મતદારયાદીની પ્રમાણિત નકલો આપવી.
- ચૂંટણી સંબંઘિત રેકર્ડની જાળવણી
- મતપેટીઓ, ઇવીએમ, પતરાની પેટીઓ, અગાઉની મતદાર યાદીની જાળવણી
- ચૂંટણી સંબધિત સ્ટેશનરીના છાપકામને લગતી કામગીરી
- જે વિઘાનસભા મતવિભાગના ચૂંટણી અઘિકારી હોય તેની અસરકારક રીતે ચૂંટણી યોજવી.
- ઉમેદવારોના ઉમેદવારી ૫ત્રો સ્વીકારવા અને ચકાસણી કરવી.
- હરિફ ઉમેદવારોને ચૂંટણી પ્રતિકની ફાળવણી.
- ચૂંટણી સંબંઘિત નોટીસ પ્રસિઘ્ઘ કરવી.
- હરિફ ઉમેદવારોની યાદી તૈયાર કરવી.
- મત૫ત્રો છપાવવા અને સેવા મતદારોને મોકલવા.
- મતદાન મથકો માટે ચૂંટણી સામગ્રી સહિત મતદાન અઘિકારી પ્રતિનિયુકત કરવા.
- મતદાન દિવસે વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન અધિકારીઓની કાર્યો દેખરેખ અને ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય નિર્વાચન અધિકારીને જરૂરી અહેવાલ મોકલવા.
- કાયદાકિય જોગવાઇઓ અનુસાર ચૂંટણી દરમ્યાન ન્યાયી અને વ્યાજબી રીતે મતદાન કરાવવું.
તાલુકા વાર મતદાન મથક તેમજ BLO ની માહિતી
| વિધાનસભા | તાલુકો | મતદાન મથક | BLO | SECTOR OFFICER |
|---|---|---|---|---|
| ૮૧-ખંભાળીયા | ખંભાળીયા | ૨૩૭ | ૨૩૭ | ૨૫ |
| ભાણવડ | ૯૮ | ૯૮ | ૧૦ | |
| કુલ | ૩૩૫ | ૩૩૫ | ૩૫ | |
| ૮૨-દ્વારકા | દ્વારકા | ૧૪૭ | ૧૪૭ | ૧૮ |
| કલ્યાણપુર | ૧૭૫ | ૧૭૫ | ૧૮ | |
| કુલ | ૩૨૨ | ૩૨૨ | ૩૬ | |
| જિલ્લા નુ કુલ | ૬૫૭ | ૬૫૭ | ૭૧ | |
Useful Links
| NAME | LINK |
|---|---|
| State Election Commission | https://sec.gujarat.gov.in/ |
| CEO | https://ceo.gujarat.gov.in/ |
| ECI | http://eci.nic.in/ |
| Search Your BLO | https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/Elector-Search-Dist-AC.aspx |
| Search App Status | https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/appstates.aspx |
| Visit National Voter's Service Portal | http://www.nvsp.in/ |
| "SUVIDHA" Chief Electoral Officer - Gujarat | http://164.100.128.75/suvidhagj/ |
| Visit Chief Electoral Officer - Gujarat | https://ceo.gujarat.gov.in/ |
| Visit Election Commission of India | http://eci.nic.in/eci/eci.html |
| Know Your Booth Level Officer | https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/Elector-Search-Dist-AC.aspx |
| Search Your name in the Voter's List | https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/Elector-Search-Dist-AC-Serial.aspx |
Election Forms
- Registration of Name in Electoral Roll (Form - 6)
- Registration of Name in Voter List (For Overseas Voter) (Form - 6A)
- Deletion of Name in Voter List (Form - 7)
- Change Details in Voter Roll (Form - 8)
- Registration of Aadhar No in Electoral Roll (Form - 6B )
- Voter Agreement (Form - 13A)
- Voter Guide-Lines (Form - 13D)
- ERO-HANDBOOK
- Guidelines for Filling up the Application - Form-6A
- Guidelines for Observers 2009
- Hand Book for Polling Agents
- Training Module 2011
- Hand Book for Booth Level Officers
- Hand Book for Candidates
- Hand Book for Presiding Officers
- Hand Book for Returning Officers
- Hand Book for Returning Officers 2012
- અરજી ફોર્મ-૭ ભરવા માટેની માર્ગદર્શક સૂચનાઓ સામાન્ય સૂચનાઓ
- અરજી ફોર્મ-૮ ભરવા માટેની માર્ગદર્શક સૂચનાઓ સામાન્ય સૂચનાઓ
- અરજી ફોર્મ-૮ક ભરવા માટેની માર્ગદર્શક સૂચનાઓ સામાન્ય સૂચનાઓ
Useful Links
- તા.૨૫/૦૯/૨૦૧૭ ની મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ બાદ મતદાન મથકોમાં થયેલ ફેરફાર
- ફાઈનલ મતદાન મથકોની યાદી દેવભૂમિ દ્વારકા
- મતદારયાદીમાં નામ ન હોય તો નોધવવા માટેની વધુ એક તક
- Assembly Election 2017
- MCC Circular Gujarat Vidhansabha Election 2017

Post a Comment