Social Science Class 9 GSEB Notes in Gujarati Medium

 


Social Science Class 9 GSEB Notes in Gujarati Medium

  • Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય Class 9 Notes 

ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય Class 9 GSEB Notes

→ પ્રાચીન સમયથી યુરોપમાં ભારતના મરી-મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કીમતી ચીજવસ્તુઓની ખૂબ માંગ રહેતી.

→ તુર્કસ્તાનમાં આવેલા કૉન્સેન્ટિનોપલ (ઇસ્તંબૂલ) મારફતે પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીનમાર્ગે ચાલતો.

→ ઈ. સ. 1453માં તુર્ક મુસ્લિમોએ ખ્રિસ્તીઓના તાબા હેઠળનું કૉન્સેન્ટિનોપલ (ઇસ્તંબૂલ) જીતી લીધું. આથી યુરોપના લોકોને ભારત આવવા માટે નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ.

→ ઈ. સ. 1498માં પોર્ટુગલના સાહસિક નાવિક વાસ્કો-દ-ગામાએ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો. એ પછી ફિરંગીઓ, ડચ, અંગ્રેજો, ફ્રેંચો વગેરે યુરોપીય પ્રજા ક્રમશઃ ભારતમાં વેપારી કરવા આવી.

→ છે ઇંગ્લેન્ડના કેટલાક વેપારીઓએ ભારત અને પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે (ઈ. સ. 1599માં) “ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. આ વેપારી પેઢીના અંગ્રેજ વેપારીઓએ ભારતમાં આવીને પોતાનાં વેપારીમથકો સ્થાપ્યાં (કોઠીઓ સ્થાપી).

→ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રક્ષણના બહાના નીચે કોલકાતાની પોતાની કોઠીની ફરતે કિલ્લેબંધી કરી. બંગાળના નવાબ સિરાજ-ઉદ્-દૌલાએ એ કિલ્લેબંધી તોડી નાખી.

→ પણ પરિણામે ઈ. સ. 1757માં પ્લાસીના મેદાનમાં સિરાજ-ઉદ્-દૌલા અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું, જેમાં અંગ્રેજોની જીત થઈ. આ યુદ્ધથી અંગ્રેજોને ચોવીસ પરગણાની જાગીર મળી. આ યુદ્ધ દ્વારા ભારતમાં અંગ્રેજી સત્તાનો પાયો નંખાયો.

→ ઈ. સ. 1764ના બક્સરના યુદ્ધમાં વિજેતા બનેલા અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશા(ઓરિસ્સા)માં જમીનમહેસૂલ ઉઘરાવવાની સત્તા (દીવાની સત્તા) મળી.

→ ઈ. સ. 1773માં અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. આ ધારા મુજબ વૉરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો.

→ ગવર્નર જનરલ કૉર્નવોલિસે ત્રીજા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનને હરાવી કંપનીના પ્રદેશમાં વધારો કર્યો.

→ ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજનાનો અમલ કરીને કંપનીની સવપરિતા અને પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરી. સાત વર્ષના ટૂંકા સમયગાળા દરમિયાન તેણે કંપનીનો રાજ્યવિસ્તાર બમણો કયોં.

→ ગવર્નર જનરલ હેસ્ટિંગ્સ ગુરખાઓ, પીંઢારાઓ અને મરાઠાઓને હરાવી કંપનીની સત્તા સર્વોપરી બનાવી.

→ ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાયેલા વિલિયમ બેન્ટિકે ભારતમાં સર્વોપરી બનેલી કંપનીની સત્તાને સ્થિર કરવામાં મહત્ત્વની કામગીરી કરી.

→ ગવર્નર જનરલ ડેલહાઉસીએ ‘જીત, જપ્તી અને ખાલસાની નીતિ’ દ્વારા ભારતનાં અનેક દેશી રાજ્યોને કંપની સરકારના પ્રદેશો સાથે જોડી દઈ, અંગ્રેજ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો. તેણે અનેક સુધારા
કર્યા હોવાથી તે ‘સુધારાવાદી ગવર્નર જનરલ’ તરીકે ઓળખાય છે.

→ કંપની શાસનનાં 100 વર્ષના શાસનકાળમાં ભારતદેશ બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ પેદા કરનાર અને સામ્રાજ્યના તૈયાર થયેલા પાકા માલ માટે બજાર બની ગયો.

→ અંગ્રેજ સરકારની અન્યાયી મહેસૂલનીતિને કારણે ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા.

→ અંગ્રેજ સરકારની આર્થિક શોષણનીતિ તેમજ ભેદભાવભરી વેપાર અને જકાતનીતિને કારણે ભારતીય ઉદ્યોગ-ધંધા પડી ભાંગ્યા. તેથી કારીગરો ગરીબ અને બેકાર બન્યા.

→ પ્રાચીન સમયમાં ભારતનાં ગામડાં સ્વાવલંબી અને સમૃદ્ધ હતાં, પરંતુ અંગ્રેજી શાસનની અસરથી તે ગરીબ અને પરાધીન બન્યાં.

→ બ્રિટિશકાળ દરમિયાન ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીનમાર્ગો વગેરેનો વિકાસ થયો. ભારતના દરિયાકિનારે મુંબઈ, ચેન્નઈ (મદ્રાસ) અને કોલકાતા જેવાં મહાબંદરો વિકસ્યાં.

→ અંગ્રેજ સરકારના વહીવટ દરમિયાન વર્તમાનપત્રોનો વિકાસ થયો. તેનાથી ભારતીય પ્રજામાં વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી.

→ અંગ્રેજી કેળવણી અને અંગ્રેજો સાથેના સંપર્કને પરિણામે ભારતમાં કેટલાક સમાજસુધારકો પેદા થયા. તેમણે સતીપ્રથા, જન્મતાંવેંત દીકરીને દૂધ પીતી કરવી, દહેજપ્રથા, બાળલગ્ન વગેરે સામાજિક
કુરિવાજો નાબૂદ કરવા અનેક કાયદા પસાર કરાવ્યા.

→ મેકોલેના પ્રયત્નોને લીધે ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત થઈ. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ સ્થપાઈ. કન્યાકેળવણી શરૂ થઈ. અંગ્રેજી શિક્ષણ પામેલો એક વર્ગ અસ્તિત્વમાં આવ્યો. તેણે સ્વાતંત્ર્યની લડત શરૂ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.


 

  • Chapter 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ Class 9 Notes

પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ Class 9 GSEB Notes

→ એશિયા અને આફ્રિકામાં સંસ્થાની સ્થાપવામાં પશ્ચિમ યુરોપનાં – રાષ્ટ્રો મુખ્ય હતાં.

→ એને નેધરલૅટ્ઝ, બેલ્જિયમ, લક્ઝમ્બર્ગ, પોર્ટુગલ વગેરે રાષ્ટ્ર પર પોતાની સત્તા સ્થાપી હતી. પશ્ચિમ યુરોપનાં રાષ્ટ્રો સામ્રાજ્યવાદી હતાં. તેમણે તેમનાં પડોશી રાણે પર સત્તા જમાવી હતી.

→ પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતાં લોહીના સંબંધે, પોર્ટુગલ સ્પેનના રાજા ફિબિટ્સ બીજાના હાથમાં આવ્યું.

→ ઇંગ્લૅન્ડે એશિયાના ભારત, શ્રીલંકા, મ્યાનમાર (બર્મા), સિંગાપુર, મલાયા, ચીન વગેરે દેશો પર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.

→ ઈંગ્લેન્ડે ચીનમાં શરૂ કરેલા અફીણના વેપારના કારણે ઈંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયાં. એ યુદ્ધો ઇતિહાસમાં “અફીણ વિગ્રહો” તરીકે જાણીતાં છે, તેમાં ચીનનો પરાજય થયો. પરિણામે ઇંગ્લેન્ડની સત્તાનો ચીનમાં વધારો થયો.

→ ચીનમાં ઈંગ્લેન્ડ ઉપરાંત રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, જાપાન, અમેરિકા વગેરે દેશોએ પણ સત્તા સ્થાપી.

→ પશ્ચિમ એશિયાના ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન વગેરે દેશોમાં ખનીજ તેલના વિપુલ ભંવરો છે. એ ભંડારો પર ઇંગ્લેન્ડ, જર્મની અને રશિયાએ કબજો જમાવ્યો.

→ ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વૈચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધારે અનુકૂળ જણાતાં યુરોપના દેશમાં આફ્રિકાનાં વિવિધ સ્થળોએ સંસ્થાનો સ્થાપવાની હરીફાઈ થઈ.

→ 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો પર નેધરલૅઝ(હોલેન્ડ)ની ડચ પ્રજા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, બેલિજીયમ, જર્મની, ઇટલી, સ્પેન, પોર્ટુગલ વગેરે યુરોપના દેશોએ પોતાની સત્તા સ્થાપી.

→ ઈ. સ. 1884-85માં જર્મનીમાં બર્લિન ખાતે યુરોપના દેશોની પરિષદ મળી, એ પરિષદમાં યુરોપના દેશોએ આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લીધા.

→ 1 ઑગસ્ટ, 1914ના દિવસે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ.

→ ફ્રાન્સે જર્મની સાથે કરેલી ઈ. સ. 1871ની ફ્રેન્કફર્ટની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું.

→ 19મી સદીના અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સની તુલનામાં માલ સસ્તી કિંમતે વેચવા માંડ્યો. આ રીતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનાં બજારો તોડવા માંડયાં.

→ આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતાં યુદ્ધનું વાતાવરલ સર્જાયું. છે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ આ બે જૂથોમાં વહેંચાયેલું હતું : (1) જર્મની પ્રેરિત જૂથ, જેમાં જર્મની, ઑસ્ટ્રિયા, હંગેરી, બબ્બેરિયા, તુર્કસ્તાન (તુર્કી) વગેરે રાષ્ટ્ર હતાં. (2) ઈંગ્લેન્ડ પ્રેરિત જૂથ, જેમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાન વગેરે રાષ્ટ્રો હતાં.

→ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવના ઉગ્ર અને સંકુચિત સ્વરૂપની હતી.

→ જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદની પ્રàતા હતો. તે અત્યંત મહત્ત્વાકાંક્ષી હતો. તે ‘વિશ્વપ્રભુત્વ’ની નીતિમાં માનતો હતો. તેના સમયમાં યુરોપમાં યુદ્ધ એ જ કલ્યાણ’ની નીતિ પ્રબળ બની હતી.

→ ટ્રિટસ્કે નામના જર્મન લેખકે ‘શક્તિમાનને જ જીવવાનો હક છે.’ અને યુદ્ધ જ રાષ્ટ્રીય જરૂરિયાત’ના સિદ્ધાંતો પ્રચલિત ક્ય. નીત્રે નામના લેખકે યુદ્ધને “પવિત્ર કાર્ય’ ગણાવ્યું.

→ સર્બિયાની ‘બ્લેક હૅન્ડ’ નામની ઉગ્રવાદી સંસ્થાના સભ્ય ગોળીબાર કરી ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની હત્યા કરી. તેથી ઑસ્ટ્રિયાએ સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું.

→ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્રરાષ્ટ્રના પક્ષે 24 અને ધરી રાષ્ટ્રોના પક્ષે 5 રાષ્ટ્રોએ ભાગ લીધો હતો.

→ ઈ. સ. 1917માં રશિયામાં બૉશૈવિક ક્રાંતિ થઈ. તેથી રશિયા પ્રથમ વિશ્વયુદ્ધમાંથી ખસી ગયું.

→ જર્મનીએ અમેરિકાની ‘લ્યુસિટાનિયા’ નામની સ્ટીમરને ડુબાડી દીધી. તેમાં અમેરિકાના 147 સૈનિકો માર્યા ગયા. તેથી અમેરિકા એપ્રિલ, 1917માં પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્રરાષ્ટ્રના પક્ષે જોડાયું.

→ 11 નવેમ્બર, 1918ના રૌજ જર્મન પ્રજાસત્તાકે મિત્રરાષ્ટ્રની શરણાગતિ સ્વીકારી યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો.

→ પ્રથમ વિશ્વયુદ્ધમાં 6.5 કરોડ લોકોએ ભાગ લીધો હતો. તેમાં 1 કરોડ મૃત્યુ પામ્યા હતા. 2 કરોડ ઘવાયા હતા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા હતા.

→ વિશ્વયુદ્ધ દરમિયાન અને એ પછી પુરુષોની કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓને સ્વીકારવી પડી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટયું હતું. તેથી પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપમાં અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી વગેરે સમસ્યાઓ ઊભી થઈ.

→ પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પરાજિત રાષ્ટ્રો સાથે વર્સેલ્સની સંધિ કરવામાં આવી. આ યુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણીને તેની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો. જર્મનીના સમૃદ્ધ ખનીજ પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. જર્મનીએ જીતેલા પ્રદેશોને તેમજ તેનાં સંસ્થાનોને આંચકી લેવામાં આવ્યાં. આ સંધિથી જર્મનીનું અર્થતંત્ર છિન્નભિન્ન થઈ ગયું.

→ રશિયાના ઝાર રાજાઓ આપખુદ હતા. તેઓ નિરંકુશ સત્તાઓ ભોગવતા હતા અને ખૂબ કઠોર હતા. જો કોઈ વ્યક્તિ અધિકારની માગણી કરે તો તેની પર અત્યાચાર ગુજારવામાં આવતો અથવા તેને સાઇબીરિયાના કાતિલ ઠંડીવાળા પ્રદેશમાં મોકલી દેવામાં આવતો.

→ રશિયાની અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ, ગરીબાઈ અને યાતનાઓ આપનારી હતી.

→ ઈ. સ. 1904 – 1905માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. એ યુદ્ધમાં રશિયાની હાર થઈ.

→ રશિયામાં 22 જાન્યુઆરી, 1905નો દિવસ ‘લોહિયાળ રવિવાર’ તરીકે જાણીતો છે.

→ લેનિને બૉલ્સેવિકો(બહુમતી)ને મેગ્નેવિકો (લઘુમતી) વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર, 1917માં સશસ્ત્ર ક્રાંતિ કરી રશિયામાં સત્તા હાંસલ કરી, જે ‘સમાજવાદી બૉલ્સેવિક ક્રાંતિ’ તરીકે જાણીતી થઈ.

→ રાષ્ટ્રસંઘની સ્થાપનામાં અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને વિશેષ યોગદાન આપ્યું.

→ 10 જાન્યુઆરી, 1920ના દિવસે વિશ્વશાંતિ અને સલામતી માટે રાષ્ટ્રસંઘ(The League of Nations)ની સ્થાપના કરવામાં આવી..

→ વિશ્વશાંતિની સ્થાપના કરવા માટે સ્થપાયેલ રાષ્ટ્રસંઘ મહાસત્તાઓની સામ્રાજ્યવાદી નીતિને રોકી શક્યો નહિ, પરિણામે ઈ. સ. 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો.

 

  • Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ Class 9 Notes

નૂતન વિશ્વ તરફ પ્રયાણ Class 9 GSEB Notes

→ પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપના અનેક દેશોમાં લોકોની અવદશા સુધારવામાં તે સમયની સરકારો નિષ્ફળ ગઈ. તેથી એ દેશોમાં લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઊઠી ગયો. લોકશાહી નિષ્ફળ બની.

→ એ દેશોમાં ઉગ્ર રાષ્ટ્રવાદને ઉત્તેજન મળતાં સરમુખત્યારશાહીનો ઉદય થયો.

→ સમગ્ર યુરોપના રાજકારણમાં પરિવર્તન આવ્યું, તે દ્વિતીય વિશ્વનું સર્જનાત્મક પરિબળ બન્યું.

→ વર્સેલ્સની સંધિમાં ઇટાલીની થયેલી ઉપેક્ષાથી પ્રજામાં ઉગ્ર અસંતોષ ફેલાયો હતો. ઇટાલીના લોકો દેશને થયેલા અપમાનનો બદલો લેવા ઇચ્છતા હતા. આ સંજોગોમાં બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં ‘ફાસિસ્ટ પક્ષ’ની સ્થાપના કરી. ‘લાકડાંની ભારી અને કુહાડી’ આ પક્ષનું પ્રતીક હતું. લશ્કરી તાલીમ પામેલા પક્ષના સ્વયંસેવકો કાળા રંગનો પોશાક પહેરતા.

→ ‘એક પક્ષ અને એક નેતા એ મુસોલિનીનો મુદ્રાલેખ હતો.

→ મુસોલિનીએ રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો અને જર્મની તથા જાપાનના સહયોગથી ‘રોમ-બર્લિન-ટોકિયો’ ધરીનું નિમણિ કર્યું.

→ પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીનો પરાજય થતાં જર્મનીમાં ઘોર નિરાશા અને અસંતોષ ફેલાયાં હતાં.

→ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરાજિત જર્મનીને વર્સેલ્સ મુકામે અત્યંત કડક શરતો સાથેની સંધિ સ્વીકારવાની ફરજ પાડવામાં આવી.

→ વર્સેલ્સની સંધિ જર્મની માટે અન્યાયી અને અપમાનજનક હતી.

→ ઈ. સ. 1919માં ઍડોલ્ફ હિટલર “રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ’માં જોડાયો. આ પક્ષ “નાઝી પક્ષ’ તરીકે જાણીતો છે. નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો.

→ જર્મનીના રાષ્ટ્રપતિ હિઝેનબર્ગ મૃત્યુ પામતાં હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કર્યું. તેણે જર્મનીમાં સરમુખત્યારશાહી સ્થાપી. જર્મન પ્રજા હિટલરને ક્યુહરર (તારણહાર) માનતી હતી.

→ નાઝી પક્ષના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા અને ખભા પર લાલ રંગનું સ્વસ્તિકનું ચિહ્ન ધારણ કરતા.

→ પ્રથમ વિશ્વયુદ્ધ પછી જાપાને સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. જાપાને ઈ. સ. 1932માં મંચુરિયા કબજે કર્યું. ઈ. સ. 1933માં જાપાન રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયું.

→ 24 ઑક્ટોબર, 1929ના રોજ અમેરિકામાં એકાએક ‘વૉલ સ્ટ્રીટ’ ગૅરબજાર તૂટી પડ્યું. વૉલ સ્ટ્રીટ સંકટે સમગ્ર વિશ્વની આર્થિક સ્થિતિ અસ્થિર બનાવી. ગ્રેટબ્રિટન અને અમેરિકાનાં અર્થતંત્રો પ્રભાવિત થતાં વૈશ્વિક મહામંદીનું સર્જન થયું.

→ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનાં મુખ્ય પરિબળોઃ
ઉગ્ર રાષ્ટ્રવાદઃ વર્સેલ્સની સંધિને કારણે જર્મનીમાં હિટલરના નાઝી પક્ષે અને ઇટાલીમાં મુસોલિનીના ફાસિસ્ટ પક્ષે પ્રજામાં ઉગ્ર અને આક્રમક રાષ્ટ્રવાદ જન્માવ્યો. જાપાને પણ સામ્રાજ્યવાદની નીતિ અપનાવી.

→ જૂથબંધીઓઃ પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સ, ઇટાલી અને રશિયાએ જુદા જુદા દેશો સાથે મૈત્રીકરારો કર્યા. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યો ધરાવતા દેશોનું અલગ જૂથ રચ્યું. ભિન્ન ભિન્ન દેશોનાં સત્તાજૂથો સામસામી છાવણીઓમાં મુકાતાં વિશ્વમાં ભયનું વાતાવરણ સર્જાયું.

→ લશ્કરવાદ: યુરોપનાં બધાં રાષ્ટ્રો એકબીજાથી ચડિયાતાં શસ્ત્રોનું ઉત્પાદન કરવા લાગ્યાં. દરેક રાષ્ટ્ર લશ્કરની ત્રણે પાંખોમાં સૈનિકોની સંખ્યા વધારીજાપાન અને અમેરિકાએ પણ લશ્કરવાદની દોડમાં ઝંપલાવ્યું. લશ્કરવારે વિશ્વને યુદ્ધકીય વાતાવરણમાં પલટી નાખ્યું.

→ રાષ્ટ્રસંઘની નિષ્ફળતા જર્મની, ઇટાલી અને જાપાન જેવા દેશો તેમની સામ્રાજ્ય-લાલસા સંતોષવા નાનાં અને નબળાં રાષ્ટ્રો પર આક્રમણો કરવા લાગ્યાં. રાષ્ટ્રસંઘને લશ્કરી પીઠબળ ન હોવાથી એ આક્રમણો રોકવામાં તેને નિષ્ફળતા મળી.

→ વર્સેલ્સની સંધિ વર્સેલ્સની સંધિ જર્મની માટે અત્યંત કડક અને અપમાનજનક હતી. જર્મનીના સરમુખત્યારે હિટલરે વર્સેલ્સની સંધિને ‘કાગળનું ચીંથરું’ કહીને ફગાવી દીધી. આ સંધિ દ્વારા જર્મનીને આર્થિક, રાજકીય અને લશ્કરી દ્રષ્ટિએ ક્યડી નાખવામાં આવ્યું હતું.

→ જાપાનને પણ વસેંડસની સંધિથી અસંતોષ થયો હતો. આ સંધિથી કોઈ ને કોઈ પ્રકારે કેટલાંક રાષ્ટ્રોને અન્યાય થયો હતો.

→ આમ, વર્સેલ્સની અન્યાયી સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધનાં બી વવાયાં હતાં.

→ એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદ મહત્ત્વાકાંક્ષા : એડોલ્ફ હિટલર ઉગ્ર રાષ્ટ્રવાદી અને સામ્રાજ્યવાદી હતો. 12 માર્ચ, 1938માં તેણે ઑસ્ટ્રિયા પર અને 1 ઓક્ટોબર, 1938માં ઝેકોસ્લોવેકિયા પર આક્રમણ કરી ત્યાં પોતાની સત્તા જમાવી. માર્ચ, 1939માં તેલે લિથુઆનિયાના મેમેલ, (Manal) બંદર પર કબજો જમાવ્યો.

→ જર્મનીનું પોલેન્ડ પરનું આક્રમણ દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થવા માટેનું તાત્કાલિક કારણ હતું.

→ 1 સપ્ટેમ્બર, 1939ના રોજ હિટલરે પોલેન્ડ પર આક્રમણ કર્યું બ્રિટન અને ફ્રાન્સે પોલૅન્ડના રક્ષણ માટે જર્મની વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું. આ રીતે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ.

→ દ્વિતીય વિશ્વયુદ્ધમાં એક પક્ષે “મિત્રરાણે” તરીકે ઓળખાતાં બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને અમેરિકા તથા તેમના મિત્રરાષ્ટ્ર હતાં; બીજા પક્ષે “ધરી રાષ્ટ્રો” તરીકે ઓળખાતાં જર્મની, ઇટાલી, જાપાન અને તેમનાં સાથીરા હતાં.

→ જાપાને અમેરિકાના હવાઈ ટાપુઓના લશ્કરી મથક પર્લહાર્બર પર હુમલો કરી અમેરિકન નૌકાદળની ભારે ખુવારી કરી. આથી રોષે ભરાઈને અમેરિકાએ જાપાન સામે યુદ્ધ જાહેર ક્યું.

→ અમેરિકાએ જાપાનનાં હિરોશિમા અને નાગાસાકી શહેરો પર અણુબોમ્બ ફેંકી જાપાનમાં મહાવિનાશ સર્યો.

→ જાપાને મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારતાં 11 ઑગસ્ટ, 1945ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો.

→ વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર બધાં રાષ્ટ્રોને અબજો ડૉલરનો જંગી ખર્ચ થયો અને તેટલી જ કિંમતની મિલકતોનો નાશ થયો. બધા દેશોનું અર્થતંત્ર છિન્નભિન્ન થઈ ગયું. લોકોની મુશ્કેલીઓ ખૂબ વધી ગઈ.

→ ઈ. સ. 1949માં માઓ-સે-તુંગે ચીનમાં સામ્યવાદી સરકારની
સ્થાપના કરી,

→ વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં લોકશાહી દેશ અમેરિકા-તરફી અને સામ્યવાદી દેશ રશિયા-તરફી બે પરસ્પર વિરોધી વિચારસરીવાળાં સત્તાજૂથો રચાયાં. તેનાથી જે તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ થયું તેને ઠંડું યુદ્ધ’ (Cold War) કહેવામાં આવે છે.

→ દ્વિતીય વિશ્વયુદ્ધ પદ્ધ વિશ્વમાં શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વ માટે 24 ઑક્ટોબર, 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ની સ્થાપના કરવામાં આવી. આથી જ દર વર્ષે 24 ઑક્ટોબરનો દિવસ વિશ્વભરમાં યુ.એન. ડે તરીકે ઉજવાય છે. હોલ સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્યો છે.

→ સંયુક્ત રાષ્ટ્રનાં મુખ્ય ઉ અંગો છે: 1, સામાન્ય સભા, 2, સલામતી સમિતિ, 3. આર્દિક અને સામાજિક સમિતિ, 4. વાલીપણા સમિતિ, 5. આંતરરાષ્ટ્રીય અદાલત તથા 6, સચિવાલય,

→ સામાન્ય સભા: તે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે. દરેક સભ્યરાષ્ટ્ર સામાન્ય સભામાં પોતાના પાંચ પ્રતિનિધિઓ મોક્લી શકે છે, પરંતુ દરેક સભ્યરાષ્ટ્રને એક જ મત આપવાનો

અધિકાર છે.

→ સલામતી સમિતિઃ તે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્ત્વનું અંગ છે. યુ.એસ.એ., રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન – આ પાંચ તેના કાયમી સભ્યો છે. બીજા દસ બિનકાયમી સભ્યો છે.

→ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા સલામતી સમિતિને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે.

→ સંયુક્ત રાષ્ટ્રોના બંધારણે પાંચ કાયમી સભ્યોને કરાવનો નિષેધ કરવાનો વિશેષ અધિકાર આપ્યો છે. એ અધિકારને “નિષેધાધિકાર’ કે “વી” (Veto) કહેવામાં આવે છે.

→ આર્થિક અને સામાજિક સમિતિ તે ધર્મ, જાતિ કે પ્રદેશના ભેદભાવ વિના જગતની પ્રજાનું જીવનધોરણ ઊંચું લાવવાના પ્રયાસો કરે છે. આ સમિતિની દેખરેખ નીચે અનેક પેટા સમિતિઓ કામ કરે છે : વિશ્વ- મારોગ્ય સંસ્થા (WHO); આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF); આંતરરાષ્ટ્રીય અન્ન અને કૃષિ સંસ્થા (FAO); આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા (ILLO); બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ (UNICEF – યુનિસેફ); શૌક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા (UNESCO-યુનેસ્કો) વગેરે.

→ વાલીપણા સમિતિ : આ સમિતિ વિદેશી શાસન હેઠળ ગુલામી ભોગવતા દેશોને સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે મદદ કરે છે, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિદેશી શાસન હેઠળના દેશોને વાલીપણા (મેટ) સમિતિની દેખરેખ નીચે મૂકવામાં આવ્યા હતા, એ દેશો સ્વતંત્ર બને ત્યાં સુધી તેમનું સઘળું સંચાલન વાલીપજ્ઞા સમિતિ કરે છે.

→ આંતરરાષ્ટ્રીય અદાલત : સભ્યરાષ્ટ્રના રાજકીય કે અન્ય પ્રકારના ઝઘડાને આંતરરાષ્ટ્રીય ધોરણે ઉકેલવા માટે આંતરરાષ્ટ્રીય અદાલતની રચના કરવામાં આવી છે. આ અદાલતનું કાયમી મથક નેધરલૅઝના હેગ શહેરમાં છે. આ અદાલત 15 ન્યાયમૂર્તિઓની બનેલી છે. ન્યાયમૂર્તિઓના હોદાની મુદત 9 વર્ષની હોય છે.

→ સચિવાલય: તે સંયુક્ત રાષ્ટ્રોનું મહત્ત્વનું વહીવટી અંગ છે. સચિવાલયના વહીવટી વડા ‘મહામંત્રી’ કહેવાય છે. તેમની નિમણૂક સામાન્ય સભા સલામતી સમિતિની ભલામણથી 5 વર્ષ માટે કરે છે. સચિવાલયનું વડું મથક ન્યૂ યોર્કમાં છે. હાલના મહામંત્રી બાન-કી-મૂન છે.

 

  • Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો Class 9 Notes

ભારતની રાષ્ટ્રીય ચળવળો Class 9 GSEB Notes

→ 1857ના સંગ્રામનાં મુખ્ય કારણો : અંગ્રેજ સરકાર દ્વારા રાજકીય અન્યાયો, ભારતના જુદા જુદા વર્ગોની આર્થિક પાયમાલી, ભારતની સામાજિક વ્યવસ્થાની અવગણના, હિંદુ ધર્મમાં દરમિયાનગીરી, હિંદી સિપાઈઓનો અસંતોષ વગેરે.

→1857ના સંગ્રામનું સૌથી મહત્ત્વનું કારણ હતું. ભારતીય સૈનિકોનો અસંતોષ ભારતીય લશ્કરમાં દાખલ કરાયેલી ઍન્ફિલ્ડ નામની રાઇફલ 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું.

→ 1857ના સંગ્રામમાં જગદીશપુરના રાજા કુંવરસિંહ, કાનપુરના પેશવા નાનાસાહેબે, તાત્યા ટોપેએ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ, બહાદુરખાને, મુઘલ બાદશાહ બહાદુરશાહે, અવધના નવાબની
બેગમ હજરતમહાલે મહત્ત્વનો ભાગ ભજવ્યો.

→ 1857ના સંગ્રામના અંતે ભારતમાંથી કંપનીના શાસનનો અંત આવ્યો. ભારતમાં બ્રિટિશ તાજ(બ્રિટિશ સરકાર)નું શાસન સ્થપાયું.

→ નિર્ધારિત સમય કરતાં વિપ્લવની વહેલી શરૂઆત, કેન્દ્રીય નેતૃત્વનો અભાવ, સંગ્રામકારીઓએ રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થને આપેલું મહત્ત્વનું યોગ્ય અને સંગતિ નેતાગીરીનો અભાવ, શિક્ષિતોના સાથ અને સહકારનો અભાવ, શીખો અને ગુરખાઓનું અંગ્રેજોને સમર્થન વગેરે 1857ના વિપ્લવની નિષ્ફળતાનાં મુખ્ય કારણો હતાં.

→ ઈ. સ. 1905માં વાઇસરૉય કર્ઝને બંગાળ પ્રાંતનો વહીવટ કાર્યક્ષમ બનાવવાના બહાના હેઠળ ભારતમાં સૌથી વધુ જાગ્રત બંગાળી પ્રજાની – હિંદુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવા બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડ્યા.

→ 16 ઑક્ટોબર, 1905ના રોજ બંગાળના ભાગલાનો અમલ શરૂ થયો. બંગાળના ભાગલાના વિરોધમાં દેશભરમાં બંગભંગ વિરોધી આંદોલન થયું. બંગભંગના દિવસને “રાષ્ટ્રીય શોકદિન’ તરીકે મનાવાયો. તે દિવસે તમામ વિદેશી માલના બહિષ્કારને અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવામાં આવ્યું.

→ સ્વદેશી આંદોલનનાં મુખ્ય ત્રણ લક્ષણો હતાં : (1) સ્વદેશી અપનાવવું, (2) વિદેશી માલનો બહિષ્કાર કરવો અને (3) રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું.

→ વિદેશી માલના બહિષ્કારને કારણે સ્વદેશી માલને ઉત્તેજન મળ્યું. ભારતને આર્થિક ફાયદો થયો, જ્યારે ઇંગ્લેન્ડને મોટું નુકસાન થયું. તેથી બ્રિટિશ પાર્લામેન્ટ પુનર્વિચારણા કરીને ઈ. સ. 1911માં બંગાળના ભાગલા રદ કર્યા. દેશની ભાવિ રાષ્ટ્રીય લડત માટે આ બનાવ પ્રેરણાદાયી બન્યો.

→ “ભાગલા પાડો અને રાજ કરો’ની અંગ્રેજ સરકારની નીતિને પરિણામે ઈ. સ. 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. તેમાં વાઇસરૉય લૉર્ડ મિન્ટોએ મુસ્લિમોને ખૂબ મદદ કરી. કેટલાક લેખકોએ મિન્ટોને ‘મુસ્લિમ કોમવાદના પિતા’ કહ્યા. ભારતમાં હિંદુ-મુસ્લિમ એકતાની ઇમારતમાં તિરાડ પડી. અંતે એ તિરાડ ઈ. સ. 1947માં હિંદના ભાગલા માટે કારણરૂપ બની.

→ ભારતમાં ક્રાંતિકારી ચળવળની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી.
દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકર, વીર સાવરકર, બારીન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ’, અશફાક ઉલ્લાખાં, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, રોશનસિંહ વગેરે ક્રાંતિકારીઓએ રાષ્ટ્રવાદની
જ્યોત જલતી રાખી.

→ ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ઉદ્ભવ માટે બંગભંગની ચળવળ, કોંગ્રેસમાં
પડેલા જહાલ અને મવાળ એવા બે ભાગલા, કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રચંડ વિરોધ વગેરે સંજોગો જવાબદાર હતા.

→ લાલા લજપતરાય, બાળગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલની ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી. તેનાથી હિંદના યુવા કાર્યકરોમાં નવી જાગૃતિ આવી.

→ લોકમાન્ય ટિળકે ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે, “સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ જંપીશ.” આ જાહેરાત આઝાદીના લડવૈયાઓનો મંત્ર બની ગયો.

→ અલીપુર હત્યાકાંડ, હાવડા હત્યાકાંડ, કાકોરી લૂંટ કેસ, કેન્દ્રીય ધારાસભામાં બૉમ્બ વિસ્ફોટ વગેરે બનાવોમાં અંગ્રેજ સરકારે અનેક ક્રાંતિકારીઓની ધરપકડ કરી. ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ અને ‘વંદે માતરમ’ના ગગનભેદી નારા સાથે કેટલાયે ક્રાંતિકારીઓ વીરગતિ પામ્યાં.

→ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા તૈયાર કરનાર શ્રી અરવિંદ ઘોષ હતા. તેમના ભાઈ શ્રી બારીન્દ્રકુમાર ધોષે તેમજ પુરાણી બંધુઓએ ગુજરાતના યુવાનોને ક્રાંતિ માટે તૈયાર કર્યા.

→ ભારતને ગુલામીમાંથી આઝાદ કરવા ક્રાંતિકારી ચળવળો વિદેશોમાં પણ શરૂ થઈ. ભારતના જ વતની એવા ક્રાંતિકારીઓએ વિવિધ સંસ્થાઓ સ્થાપી વિદેશોમાં અંગ્રેજો વિરુદ્ધ ભાવના વ્યક્ત કરી.

→ ઈ. સ. 1909માં વાઇસરૉય મિન્ટો અને હિંદી વજીર મોર્લીએ ભારતને આપેલા સુધારા “મોર્લે-મિન્ટો સુધારા’ તરીકે જાણીતા બન્યા.

→ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની સફળ લડત ચલાવી ગાંધીજી – ઈ. સ. 1915માં ભારત પાછા આવ્યા. અંગ્રેજો દ્વારા પ્રજાનું શોષણ થતું જોઈને તેમણે ભારતમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરવા માટે ઉપાયો વિચાર્યા.

→ ભારતીયોના વ્યક્તિ સ્વાતંત્ર અને વાણીસ્વાતંત્ર્યને છીનવી લેતા રૉલેટ ઍક્ટનો સમગ્ર દેશમાં પ્રચંડ વિરોધ થયો. ગાંધીજીએ તેને કાળો કાયદો’ કહ્યો. તેનાથી અસહકારના આંદોલનની ભૂમિકા રચાઈ.

→ રૉલેટ ઍક્ટ અને નેતાઓની ધરપકડનો વિરોધ કરવા 13 એપ્રિલ, 1919ના દિવસે અમૃતસરના જલિયાંવાલા બાગમાં એકઠા થયેલા લોકો પર પૂર્વ જનરલ ડાયરે ચેતવણી આપ્યા વિના અંધાધુંધ ગોળીબાર કરાવી અમાનુષી હત્યાકાંડ સર્યો. આ બનાવે સમગ્ર રાષ્ટ્રમાં અંગ્રેજો વિરુદ્ધ પ્રચંડ લોકમત ઊભો કર્યો.

→ પ્રથમ વિશ્વયુદ્ધને અંતે મિત્રરાષ્ટ્રોએ તુર્કીના સુલતાન સાથે અત્યંત કડક શરતોવાળી સંધિ કરી. તુર્કીનો સુલતાન ઇસ્લામ ધર્મનો ખલીફા (ધાર્મિક વડો) હતો. પોતાના ખલીફા પ્રત્યે થયેલા અન્યાયથી નારાજ થયેલા હિંદના મુસ્લિમોએ “ખિલાફત આંદોલન’ શરૂ કર્યું. ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટે એ આંદોલનને ટેકો આપ્યો.

→ ઈ. સ. 1920માં ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ કર્યું. આંદોલનના હકારાત્મક (રચનાત્મક) અને નિષેધાત્મક (ખંડનાત્મક) કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા. આંદોલન પૂરજોશમાં ચાલતું હતું એ દરમિયાન ચૌરી ચૌરામાં મોટી હિંસક ઘટના બનતાં ગાંધીજીએ અસહકારના આંદોલનને તત્કાળ મોકુફ રાખવાની જાહેરાત કરી. એ આંદોલન કેટલાંક કારણોસર તેના ઉદ્દેશો સિદ્ધ કરી શક્યું નહિ.

→ અંગ્રેજ સરકાર સામે પોતાની રીતે બંધારણીય લડત આપવા ઈ. સ. 1923માં ચિત્તરંજનદાસ મુનશી અને પંડિત મોતીલાલ નેહરુએ કોંગ્રેસમાં “સ્વરાજ્ય પક્ષ’ની સ્થાપના કરી.

→ સ્વરાજ્ય પક્ષે નવેમ્બર, 1923ની ચૂંટણીઓમાં ભાગ લીધો અને કેન્દ્રીય ધારાસભામાં અને કેટલીક પ્રાંતીય ધારાસભામાં બહુમતી મેળવી. તેણે બે વર્ષ દરમિયાન ધારાસભાઓમાં શિસ્તબદ્ધ કામગીરી બજાવી. જૂન, 1925માં ચિત્તરંજનદાસ મુનશીનું અવસાન થતાં સ્વરાજ્ય પક્ષ નબળો પડી ગયો.

 

  • Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ Class 9 Notes 

ભારત : આઝાદી તરફ પ્રયાણ Class 9 GSEB Notes

→ હિંદના વહીવટી તંત્રમાં નવા સુધારાની ભલામણ કરવા ઈ. સ. 1927માં ઇંગ્લેન્ડથી સાયમન કમિશન ભારત આવ્યું. સાત સભ્યોના બનેલા આ કમિશનમાં એકેય હિંદી સભ્ય ન હોવાથી
સમગ્ર ભારતે તેનો સખત વિરોધ કર્યો.

→ હિંદી વજીર બર્કનખેડે ફેંકેલા પડકારને ઉપાડી લઈને મોતીલાલ નેહરુ કમિટીએ એક વિશિષ્ટ પ્રકારના ભારતના બંધારણની રૂપરેખા તૈયાર કરી, જે “નેહરુ અહેવાલ’ તરીકે પ્રસિદ્ધ બન્યો.

→ (31 ડિસેમ્બર, 1929ની મધ્યરાત્રિએ) લાહોરમાં રાવી નદીના કિનારે યોજાયેલા કોંગ્રેસ અધિવેશને “પૂર્ણ સ્વરાજ્ય’નો ઠરાવ પસાર કર્યો. પ્રતિ વર્ષે દેશમાં 26 જાન્યુઆરીના દિવસને ‘પ્રજાસત્તાકદિન’
તરીકે મનાવવાનું નક્કી કર્યું.

→ પૂર્ણ સ્વરાજ્યની પ્રાપ્તિનું ધ્યેય હાંસલ કરવા કોંગ્રેસે ગાંધીજીના નેતૃત્વ હેઠળ સવિનય કાનૂનભંગનું આંદોલન શરૂ કર્યું. આ આંદોલનના એક ભાગરૂપે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા ગાંધીજીએ 12મી માર્ચ, 1930ના રોજ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ(ગાંધી આશ્રમ)થી નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયાકિનારા સુધી દાંડીકૂચ કરી.

→ 6 એપ્રિલ, 1930ના દિવસે સૂર્યોદય સમયે દાંડીના મીઠાના અગરમાંથી ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએ ગગનભેદી અવાજે લોકમેદનીને કહ્યું, “મૈને નમક કા કાનૂન તોડ દિયા!” એ સમયે ધરાસણા અને વડાલામાં પણ મીઠાના સત્યાગ્રહો થયા.

→ ના-કર, વિદેશી કાપડનો બહિષ્કાર, સરકારી નોકરીઓ અને શાળાઓનો ત્યાગ, સરકારી કાયદાનો ભંગ, ખિતાબોનો ત્યાગ વગેરે કાર્યક્રમો પર આધારિત સવિનય કાનૂન ભંગનું આંદોલન ખૂબ વ્યાપક અને ઉગ્ર બન્યું.

→ ઈ. સ. 1930માં લંડનમાં પ્રથમ ગોળમેજી પરિષદ યોજાઈ. તેમાં – કોંગ્રેસે ભાગ ન લીધો. તેથી તે નિષ્ફળ ગઈ. માર્ચ, 1931માં ગાંધી-ઇરવિન કરાર થયા. ઈ. સ. 1931માં યોજાયેલી બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજીએ હાજરી આપી. પરંતુ તેમાં બ્રિટિશ પક્ષે ભારતની અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળનો વિભાજનકારી મુદ્દો ઉઠાવ્યો. તેથી પરિષદ નિષ્ફળ ગઈ. ગાંધીજી નિરાશ હૃદયે ભારત પાછા આવ્યા.

→ ક્રિપ્સ મિશનની દરખાસ્તોથી સાબિત થઈ ગયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા ઇચ્છતા નથી. તેમજ હિંદુસ્તાનને સ્વરાજ્ય આપવાનો ઇરાદો ધરાવતી નથી. તેથી ગાંધીજીએ લોકોને નિરાશા ખંખેરી એક નવી અને અંતિમ લડત માટે તૈયાર રહેવા જણાવ્યું.

→ મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વ નીચે 8 ઑગસ્ટ, 1942ની રાત્રે ‘હિંદ છોડો’નો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગાંધીજીએ અંગ્રેજ સરકારને ‘હિંદ છોડો’નું એલાન આપ્યું. ગાંધીજીએ કહ્યું, “આઝાદી માટે મારી આ અંતિમ લડત છે.” ગાંધીજીએ પ્રજાને આ સૂત્ર આપ્યું: ‘કરેંગે યા મરેંગે’ (Do or Die).

→ 10 ઑગસ્ટના રોજ વહેલી સવારે અંગ્રેજ સરકારે ગાંધીજી સહિત દેશના બધા અગ્રણી નેતાઓની ધરપકડ કરી તેમને જેલમાં પૂર્યા. પૂરજોશમાં શરૂ થયેલા આંદોલનને કચડી નાખવા બ્રિટિશ સરકારે તમામ દમનકારી પગલાં ભર્યા. દેશની પ્રજાએ એ પગલાંનો પ્રખર વિરોધ કર્યો. પ્રજાએ હિંસા અને ભાંગફોડનો આશરો લીધો.

→ મહાન ક્રાંતિવીર સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઓડિશાના કટક શહેરમાં થયો હતો. તેમણે ઇંગ્લેન્ડ જઈ I.C.S.(ઇન્ડિયન સિવિલ સર્વિસ)ની પરીક્ષા પાસ કરી હતી.

→ સુભાષચંદ્ર બોઝ ઈ. સ. 1921થી ભારતની આઝાદીની ચળવળમાં જોડાયા હતા. તે યુવાન વયે જ બે વખત કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા હતા. ગાંધીજી સાથે ઉગ્ર મતભેદ થતાં તેમણે કોંગ્રેસ છોડી અને ફૉરવર્ડ બ્લૉક’ નામનો નવો રાજકીય પક્ષ સ્થાપ્યો.

→ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટકીને છુપા વેશે જર્મનીના બર્લિન શહેરમાં પહોંચ્યા. ઈ. સ. 1943માં તેઓ સિફતપૂર્વક જાપાન પહોંચ્યા.

→ 2 જુલાઈ, 1943ના રોજ સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા. ત્યાં તેઓ ‘ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’ના પ્રમુખ તથા “આઝાદ હિંદ ફોજ’ના વડા બન્યા. અહીં તેમને “નેતાજી’નું હુલામણું નામ આપવામાં આવ્યું.

→ સિંગાપુરમાં સુભાષચંદ્ર ભારતની કામચલાઉ સરકાર’ સ્થાપી. એ સરકારનું પ્રધાનમંડળ રચીને તેઓ તેના વડા પ્રધાન બન્યા.

→ ‘આઝાદ હિંદ ફોજ’નું વડું મથક સિંગાપુરથી રંગુન ખસેડવામાં આવ્યું. અહીંથી આઝાદ હિંદ ફોજની ટુકડીઓએ હિંદની સરહદમાં પ્રવેશ કરી મોડોક, પ્રોમ, કોહિમા (હાલમાં ભારતના નાગાલેન્ડની રાજધાની), ઇમ્ફાલ (હાલમાં ભારતના મણિપુરની રાજધાની) વગેરે કબજે કર્યા.

→ એ અરસામાં અમેરિકાએ જાપાનનાં નાગાસાકી અને હિરોશિમા શહેરો પર અણુબૉમ્બ ફેંક્યા. દેશમાં ભયંકર વિનાશ સર્જાતાં જાપાને મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. પરિણામે જાપાન તરફથી આઝાદ હિંદ ફોજને મળતી મદદ બંધ થઈ ગઈ. આઝાદ હિંદ ફોજના સૈનિકોને પીછેહઠ કરવી પડી. છેવટે આઝાદ હિંદ ફોજને વિખરાઈ જવાની ફરજ પડી. 18 ઑગસ્ટ, 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું, એમ માનવામાં આવે છે.

→ શાહ બ્રિટનના વડા પ્રધાન એટલીએ 20 ફેબ્રુઆરી, 1947ના રોજ જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કૅબિનેટ મિશન અનુસાર રચાનાર હિંદની સરકારને તમામ સત્તાઓ સોંપીને જૂન, 1948 સુધીમાં હિંદમાંથી વિદાય લેશે.

→ પાકિસ્તાન મેળવવા માટે અંગ્રેજ સરકાર પર દબાણ લાવવા મુસ્લિમ લીગે મુસ્લિમોને 16 ઑગસ્ટ, 1946નો દિવસ “સીધા પગલાંદિન’ તરીકે મનાવવાનો આદેશ આપ્યો. આથી દેશભરમાં ભયંકર હુલ્લડો અને તોફાનો ફાટી નીકળ્યાં. કોંગ્રેસના બધા નેતાઓને લાગ્યું કે, મુસ્લિમ લીગની પાકિસ્તાનની માગણી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જવાહરલાલ નેહરુએ ગાંધીજી સાથે વાટાઘાટો કરી. ગાંધીજીએ નાછૂટકે હિંદના ભાગલાની વ્યવસ્થા ભારે હૈયે સ્વીકારી.

→ જુલાઈ, 1947ના રોજ બ્રિટિશ પાર્લામેન્ટ ‘હિંદ સ્વાતંત્ર્યધારો – 1947′ પસાર કર્યો. એ ધારા મુજબ 15 ઑગસ્ટ, 1947ના રોજ ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યાં.

→ 14 ઑગસ્ટ, 1947ની મધ્યરાત્રિએ નવી દિલ્લીમાં સ્તંભ પરથી ઇંગ્લેન્ડનો ‘યુનિયન ઝેક નીચે ઊતારવામાં આવ્યો અને ભારતનો ત્રિરંગી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.

→ વાઇસરૉય માઉન્ટ બેટને ભારતને સ્વતંત્રતા આપતા દસ્તાવેજો પ્રથમ હિંદી ગવર્નર જનરલ ચક્રવર્તી સી. રાજગોપાલાચારીને સોંપ્યા. સમગ્ર ભારતના અબાલવૃદ્ધ સૌએ આનંદ અને ઉલ્લાસથી પ્રથમ
સ્વાતંત્ર્યપર્વ ઊજવ્યું.

→ ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે ભારતનાં 562 જેટલાં દેશી રાજ્યોમાં ભારતીય સંઘ સાથે વિલીનીકરણ કરી ભારતને એક અખંડ રાષ્ટ્ર બનાવ્યું.

 

  • Chapter 6 1945 પછીનું વિશ્વ Class 9 Notes

1945 પછીનું વિશ્વ Class 9 GSEB Notes

→ ઈ. સ. 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું, જેનાં ભયાનક અને વિનાશકારી પરિણામો આવ્યાં. હવે પછી આવાં યુદ્ધો ન થાય તેમજ વિશ્વમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એ માટે 24 ઑક્ટોબર, 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ની વિધિવત્ સ્થાપના કરવામાં આવી.

→ સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે. તેમાં મહાવિનાશક યુદ્ધોની યાતનાથી ભાવિ પ્રજાને બચાવવાનો તેમજ વિશ્વની તમામ પ્રજાની આર્થિક-સામાજિક પ્રગતિ માટે સહકાર સાધવા સૌ રાષ્ટ્રને અનુરોધ કરવામાં આવ્યો છે.

→ વિશ્વયુદ્ધને અંતે અસ્તિત્વમાં આવેલી બે મહાસત્તાઓ – અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે વિશ્વ પર પ્રભુત્વ અને પ્રભાવ જમાવવાની તીવ્ર સ્પર્ધા શરૂ થઈ. આ બે મહાસત્તાઓ વચ્ચેના અત્યંત તનાવપૂર્ણ સંબંધોને કારણે ‘ઠંડા યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ.

→ પરસ્પર શંકા-કુશંકા, અવિશ્વાસ અને તેમાંથી ઊભા થયેલા ભયને કારણે બંને સત્તાજૂથોએ પોતપોતાનાં આગવાં લશ્કરી જૂથો રચ્યાં.

→ અમેરિકા અને ઇંગ્લેન્ડના નેતૃત્વ હેઠળ ‘નાટો” (NATO), “સિઆટો” (SEATO) અને “સેન્ટો’ (CENTO) લશ્કરી જૂથોની સ્થાપના થઈ.

→ સોવિયેત યુનિયનના નેતૃત્વ હેઠળ સામ્યવાદી દેશોએ “વૉર્મો કરાર” અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કર્યું. એ રીતે તેમણે બર્લિનના પણ ત્રણ વિભાગોને એક કર્યા. આ પ્રક્રિયાના વિરોધરૂપે એપ્રિલ, 1948માં સોવિયેત યુનિયને “બર્લિનની નાકાબંધી” કરી.

→ ના બે હરીફ સત્તાજૂથોએ એકબીજા પર પ્રભુત્વ જમાવવા સંહારક શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું. ઈ. સ. 1945માં અમેરિકાએ જાપાનનાં બે શહેરો પર અણુબૉમ્બ ફેંકીને અણુશસ્ત્રોમાં પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. એ પછી ઈ. સ. 1949માં સોવિયેત યુનિયને અણુઅખતરા કર્યો.

→ ઈ. સ. 1961 – 62માં અમેરિકાએ સામ્યવાદી ક્યૂબાની નાકાબંધી જાહેર કરી, તે ‘ક્યૂબાની કટોકટી’ તરીકે ઓળખાઈ હતી. પરમાણુ શસ્ત્રોના નિઃશસ્ત્રીકરણની દિશામાં પ્રથમ પગલા તરીકે અમેરિકા, સોવિયેત યુનિયન અને બ્રિટને “આંશિક પરમાણુબંધી સંધિ’ બનાવી. આ સંધિ પર ફ્રાન્સ અને ચીને હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કર્યો.

→ પરમાણુ શસ્ત્રો ધરાવતાં એ પાંચ રાષ્ટ્રોએ પરમાણુ શસ્ત્રો બનાવવાનું ચાલુ રાખ્યું તો બીજી બાજુ બંને મહાસત્તાઓએ વિવિધ અંતરોનાં પ્રક્ષેપાસ્ત્રો (મિસાઇલો) વિકસાવ્યાં.

→ બંને મહાસત્તાઓ વચ્ચે ‘સંબંધ સુધાર’ની પ્રક્રિયા શરૂ થતાં યૂહાત્મક પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મૂકતી અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા. ભારતે આ સંધિઓને આવકારી છે.

→ દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે યુરોપીય સત્તાઓના સામ્રાજ્યવાદનો અંત આવ્યો. એશિયા અને આફ્રિકાનાં પરાધીન રાજ્યોમાં આઝાદીની ચળવળો તીવ્ર બનતાં પશ્ચિમ યુરોપનાં રાષ્ટ્રોને તેમને સ્વતંત્ર બનાવવાની ફરજ પડી.

→ ઈ. સ. 1947માં ભારતદેશ આઝાદ થયો. ઈ. સ. 1948માં મ્યાનમાર અને શ્રીલંકા સ્વતંત્ર બન્યાં. ઈ. સ. 1949માં ઇન્ડોનેશિયા સ્વતંત્ર બન્યું. ઈ. સ. 1954 સુધીમાં અન્ય પૂર્વીય એશિયાઈ દેશો એક પછી એક સ્વતંત્ર બન્યા.

→ ઈ. સ. 1951થી 1966 સુધીનાં 16 વર્ષના સમયગાળા દરમિયાન આફ્રિકાના નાના-મોટા 40 દેશો સ્વતંત્ર બન્યા.

→ બે વિરોધી સત્તાજૂથો અને લશ્કરી જૂથો સાથે નહિ જોડાયેલ નવોદિત દેશોને ‘બિનજોડાયેલા અને તેમણે અપનાવેલી વિદેશનીતિ ‘બિનજોડાણવાદી નીતિ’ તરીકે ઓળખાય છે.

→ ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુ, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ અહમદ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ જમાલ અબ્દુલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટિોએ બિનજોડાણવાદની નીતિને સફળ બનાવવો અમૂલ્ય ફાળો આપ્યો હતો.

→ ઈ. સ. 1955માં ઇન્ડોનેશિયાના બાડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ. આ પરિષદમાં તટસ્થ રાષ્ટ્રોના સંગઠનનું માળખું અને ભાવિ કામગીરી નક્કી કરવામાં આવ્યાં.

→ ઈ. સ. 1961માં બેલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં બિનજોડાણવાદી. આદોલન (NAM – નૉન એલાઈમેન્ટ મુવમેન્ટ) સંસ્થાની વિધિવત્ સ્થાપના થઈ.

→ પંડિત જવાહરલાલ નેહરુના નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણની વિદેશનીતિ અપનાવી તેમજ બિનજોડાણવાદી ચળવળને અમૂલ્ય નેતૃત્વ પૂરું પાડ્યું.

→ બિનજોડાણવાદી નીતિએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.

→ એક અને અખંડ જર્મની ફરીથી મજબૂત રાષ્ટ્ર બને તો વિશ્વ માટે ખતરો ઊભો કરે એવા ડરથી પરાજિત જર્મની અને તેના પાટનગર બર્લિનને ચાર વિભાગોમાં વહેંચવામાં આવ્યું. જર્મનીના પૂર્વ ભાગ પર શરૂઆતથી જ સોવિયેત યુનિયને કબજો જમાવ્યો હોવાથી એ ભાગ તેને સોંપ્યો.

→ અમેરિકા અને બ્રિટને જર્મની વિશે નવી વ્યવસ્થા ગોઠવવાનું શરૂ કરતાં સોવિયેત યુનિયને પૂર્વ જર્મનીમાં પોતાના કહ્યામાં રહે એવી ‘પૂતળા સરકાર’ સ્થાપી દીધી. ત્રણેય દેશોએ જર્મનીના ત્રણેય પ્રદેશોનું એકીકરણ કરી પશ્ચિમ જર્મનીનું સ્વતંત્ર રાજ્ય બનાવ્યું. એ જ રીતે તેમણે બર્લિનના ત્રણ વહીવટી વિભાગોનું એકીકરણ કર્યું.

→ આ પ્રક્રિયાના વળતા પગલા તરીકે સોવિયેત યુનિયને ‘બર્લિનની નાકાબંધી” જાહેર કરી. પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાતી 42 કિમી લાંબી, ઊંચી દીવાલ બાંધવામાં આવી.

→ 3 ઑક્ટોબર, 1990ના રોજ બંને જર્મનીનું એકીકરણ થયું. જર્મનીના વિભાજનના પ્રતીક સમી બર્લિનની દીવાલને તોડી નાખવામાં આવી.

→ 11 માર્ચ, 1985ના રોજ મિખાઈલ ગોર્બોચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તાસ્થાને આવ્યા. તે ઉદારમતવાદી હતા. તેમના શાસન દરમિયાન દેશે વિશાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી,

→ ‘ગ્લાસનોસ્ત’ (ખુલ્લાપણું) અને ‘પેરેગ્નેઇકા’ (આર્થિક અને સામાજિક સુધારણાની) નીતિઓને કારણે સોવિયેત સમાજવાદી પ્રજાસત્તાક સંધનાં રાજ્યો સ્વતંત્ર અને સાર્વભૌમ થવા લાગ્યાં.

→ ઈ. સ. 1990માં સોવિયેત યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ.

→ ડિસેમ્બર, 1991 સુધીમાં દેશનાં કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થતાં વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ.

→ આઝાદી પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ અને રંગભેદ જેવાં દૂષણો દૂર કરવા ચાલતી ચળવળોને તેણે હંમેશાં સહકાર આપ્યો છે.

→ ભારતે વિશ્વશાંતિ અને સલામતી માટે નિઃશસ્ત્રીકરણની જરૂરિયાત પર સતત ભાર મૂક્યો છે.

→ સંયુક્ત રાષ્ટ્રોની વિવિધ સમિતિઓ અને અંગોમાં ભારતે સક્રિય ભૂમિકા ભજવી છે.

→ ત્રીજી વિશ્વના વિકાસશીલ દેશોના નેતા તરીકે ભારતે એ દેશોના વિવિધ પ્રશ્નોને વાચા આપવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

→ વિશ્વશાંતિ એ ભારતની વિદેશનીતિનો મુખ્ય સિદ્ધાંત રહ્યો છે.

→ ભારત-અમેરિકા સંબંધો બંને લોકશાહી દેશો હોવા છતાં છેલ્લા પાંચ દાયકા દરમિયાન ભારત અને યૂ.એસ.એ. વચ્ચેના સંબંધોમાં ઠીક ઠીક પ્રમાણમાં ચડાવ-ઉતાર થતા આવ્યા છે, 11 સપ્ટેમ્બર, 2001ના રોજ યુ.એસ.એ. પ૨ થયેલા આતંકવાદી હુમલા પછી
બંને દેશો વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર સુધારો થયો છે.

→ ભારત-સોવિયેત યુનિયન (રશિયા) સંબંધો : ભારતના સોવિયેત યુનિયન સાથેના સંબંધો એકંદરે સારા અને ઉષ્માપૂર્ણ રહ્યા છે. ભારતમાં ભારે અને ચાવીરૂપ ઉઘોગો સ્થાપવામાં સોવિયેત યુનિયને ગણનાપાત્ર સહાય કરી છે. તેણે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કાશ્મીરના ભારતનો પક્ષ લઈ અનેક વખત ‘વીટો’ સત્તાનો ઉપયોગ કર્યો છે.

→ ભારત-પાકિસ્તાન સંબંધો : ઈ. સ. 1948, 1965 અને 1971 એમ ત્રણ વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયાં. ઈ. સ. 1999માં કારગિલમાં ઘૂસી આવેલા પાકિસ્તાનના લશ્કરને ભારતે લકરી બળનો ઉપયોગ કરી ભગાડી મૂક્યું હતું. બંને દેશના વડાઓના શાંતિ પ્રયાસો છતાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સારા અને સુમેળભર્યા બની શક્યા નથી.

→ ભારત-ચીન સંબંધોઃ ચીને પોતાની સરહદોના નકશામાં ભારતનો ઘણો મોઢે વિસ્તાર પોતાનો શવ્યો. ભારત અને ચીન વચ્ચેની સરહદ વિતી મેકમોહન રેખાનો ચીને અસ્વીકાર કર્યો. ત્યારપછી બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા. ઑક્ટોબર, 1962માં ચીને ભારત પર આક્રમણ કરી પોતાના પ્રદેશ તરીકે બતાવેલા ભારતના પ્રદેશો પર લશ્કરી કબજો જમાવ્યો. એ પછી ભારતના ચીન સાથેના સંબંધો વધુ બગડ્યા. છેલ્લા દાયકા દરમિયાન બંને દેશો વચ્ચે પરસ્પર સહકાર અને મૈત્રીભર્યા સંબંધો વિકસતા રહ્યા છે.

→ ભારત-બાંગ્લાદેશ સંબંધો પહેલાં પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતા બાંગ્લાદેશનો ઈ. સ. 1971માં એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ઉદ્ભવ થયો. શરૂઆતમાં ભારતે બાંગ્લાદેશને નાણાકીય તેમજ ટેકનિકલ અને ભૌતિક સાધનોની મદદ કરી, પરંતુ કેટલીક બાબતોમાં બંને દેશો વચ્ચે મતભેદો ઊભા થયા છે. ઈ. સ. 2015માં બંને દેશો વચ્ચેના વિવાદિત સરહદી જમીનના વિસ્તારોનો ઉકેલ લાવવામાં આવ્યો છે.

→ ભારત-ભૂતાન (ભૂટાન) સંબંધોઃ ઈ. સ. 1949માં ભારતે ભૂતાન સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરી. ભારતે ભૂતાનને સંદેશાવ્યવહાર અને વાહનવ્યવહારના વિકાસ માટે મદદ કરીને સંબંધો મજબૂત બનાવ્યા. ઈ. સ. 1971માં ભારતે ભૂતાનને યુ.એન.નું સભ્યપદ અપાવવામાં મદદ કરી.

→ ભારત-શ્રીલંકા સંબંધોઃ ભારત સાથે જૂના સંબંધો ધરાવતા શ્રીલંકામાં વર્ષોથી સ્થાયી થયેલા ભારતના તમિલ લોકોના નાગરિકત્વના પ્રશ્ન બંને દેશો વચ્ચે મતભેદ ઊભો થયો, પરંતુ બંને દેશોએ આ પ્રશ્નને વાટાઘાટો દ્વારા ઉકેલવા પ્રયત્નો કર્યા છે. આજે બંને દેશો વચ્ચે મૈત્રીભર્યા સંબંધો છે.

→ ભારત-નેપાલ સંબંધોઃ ઈ. સ. 1950માં ભારત અને નેપાલ વચ્ચે થયેલી સમજૂતીમાં બંને દેશોએ એકબીજાના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સ્વીકાર્યા છે. નેપાલના આર્થિક વિકાસ માટે ભારતે ઘણી મદદ કરી છે. નેપાલના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારત આવે છે. 25 એપ્રિલ, 2015ના રોજ નેપાલમાં આવેલા ભયંકર ભૂકંપમાં ભારતે અનેક પ્રકારની બચાવ કામગીરી કરી હતી.

→ ભારત-અફઘાનિસ્તાન સંબંધોઃ ભારત અફઘાનિસ્તાન સાથે મૈત્રીભર્યા સંબંધો ધરાવે છે. અફઘાનિસ્તાનના નવસર્જનમાં ભારતે નોંધપાત્ર ફાળો આપ્યો છે. ભારતે અફઘાનિસ્તાનના વિકાસ માટે આર્થિક મદદ કરી છે.

→ ભારત-મ્યાનમાર સંબંધો : ઈ. સ. 1948માં મ્યાનમારે આઝાદી મેળવી ત્યારથી ભારત તેની સાથે સુમેળભર્યા સંબંધો ધરાવે છે. મ્યાનમારને આર્થિક રીતે મજબૂત કરવા ભારતે તેને પૂરતી આર્થિક મદદ કરી છે.

 

  • Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત Class 9 Notes

સ્વાતંત્ર્યોત્તર ભારત Class 9 GSEB Notes

→ આઝાદી પછી સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવું અને દેશી રાજ્યોને ભારતીય સંઘ સાથે જોડી અખંડ ભારતની રચના કરવી આ બે અગત્યનાં કાર્યો હતો.

→ રાણ સ્વતંત્રતા મેળવ્યા પછી ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ વી. પી. મેનને ‘જોડાણખત” અને “જૈસે થે કરાર’(15 ઑગસ્ટ, 1947ની સ્થિતિ જાળવી રાખવી.)નો મુસદ્દો બનાવીને 562 જેટલાં દેશી રાજ્યોના વિલિનીકરણની યોજના હાથ ધરી.

→ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોને લીધે હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ-કશ્મીર સિવાયનાં રાજ્યો ભારતીય સંઘ સાથે જોડાઈ ગયાં.

→ હૈદરાબાદના નવાબે સ્વતંત્ર રહેવાની જાહેરાત કરીને ભારતની એકતા સામે ખતરો ઊભો કર્યો. નિઝામ સાથેની વાટાઘાટો નિષ્ફળ જતાં સરદાર વલ્લભભાઈ પટેલે તેની સામે “પોલીસ પગલું ભરીને હૈદરાબાદને ભારતીય સંઘમાં જોડી દીધું. ભારતને સરદાર પટેલની અસાધારણ કુનેહ અને ધીરજનો વિજય થયો. કનૈયાલાલ મુનશીએ
આ પ્રશ્નમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

→ આઝાદીના દિવસે જ જૂનાગઢના નવાબે જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. જૂનાગઢની પ્રજાએ તેનો પ્રચંડ વિરોધ કર્યો. સરદાર પટેલની કુનેહ અને જૂનાગઢની પ્રજાની પ્રબળ ઇચ્છાશક્તિ વડે જૂનાગઢનું ભારતીય સંધમાં જોડાણ થયું.

→ કશ્મીરના મહારાજા હરિસિંહે સમયસૂચકતા ન દાખવતાં પાકિસ્તાને કશ્મીર પર આક્રમણ કર્યું. એ પછી તેમણે કશ્મીરનું રક્ષણ કરવા માટે કશ્મીરનું ભારતીય સંઘ સાથે તાત્કાલિક જોડાણ કર્યું. ભારતના લશ્કરે કશ્મીર જઈને પાકિસ્તાનના સૈન્યને ભગાડી મૂક્યું, પરંતુ એ દરમિયાન પાકિસ્તાને કશ્મીરની પશ્ચિમે તેના ત્રીજા ભાગ પર કબજો જમાવી દીધો હતો. કશ્મીરનો એ ભાગ હજુ આપણે પાછો મેળવી શક્યા નથી. કશ્મીરનો પ્રશ્ન ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં આજે પણ સળગતો રહ્યો છે.

→ 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારત સાર્વભૌમ, પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું ત્યારે પુડુચેરી (પોંડિચેરી), કરાઇકલ (તમિલનાડુ), માટે (કેરલ), નામ (આંધ્ર પ્રદેશ) અને ચંદ્રનગર (પશ્ચિમ બંગાળ) પર ફ્રેંચોની સત્તા હતી. એ પ્રદેશોની પ્રજાએ ભારતીય સંઘ સાથે જોડાવા માટે ઉગ્ર ચળવળો ચલાવી. જોડાણના પ્રશ્નનું શાંતિમય સમાધાન કરવા ભારત સરકારે ફ્રેંચ સરકાર સાથે વાટાઘાટો કરી, પણ કોઈ પરિણામ ન આવ્યું. અંતે એ પ્રદેશોની પ્રજાનો મિજાજ પારખીને ફેંચ સરકારે એ પ્રદેશો ભારત સરકારને સોંપી દીધા.

→ ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું એ સમયે દીવ, દમણ, દાદરા નગરહવેલી અને ગોવા પર પોર્ટુગીઝોનો અંકુશ હતો. એ સંસ્થાનો ભારતને સોંપી દેવા ભારત સરકારે પોર્ટુગીઝ સરકાર સાથે વાટાઘાટો કરી, પરંતુ તેમાં સફળતા ન મળી. લોકોએ પણ “ગોવા મુક્તિ આંદોલન’ શરૂ કરી સત્યાગ્રહ કર્યો. છેવટે ભારતે લશ્કરી અભિયાન ‘ઑપરેશન વિજય” દ્વારા ગોવા, દીવ અને દમણ કબજે કર્યો.

→ બ્રિટિશ પ્રાંતો અને દેશી રાજ્યોનું એકીકરણ કરીને ઈ. સ. 1950માં ભારતનાં રાજ્યોને ચાર વર્ગોમાં વિભાજિત કર્યો. એ રાજ્યોનો દરજ્જો એકસરખો નહોતો.

→ રાજ્યોની પુનર્રચના કરવા માટે ભારત સરકારે સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલઅલીના અધ્યક્ષપદે ‘રાજ્ય પુનર્રચનાપંચ’ની નિમણૂક કરી.

→ એ પંચના અહેવાલ પરથી બંધારણમાં સુધારો કરી ભારત સરકારે રાજ્યોની પુનર્ચના માટે કાયદો ઘડ્યો. એ કાયદા મુજબ ચાર પ્રકારનાં રાજ્યો રદ કરી ભાષાના ધોરણે 14 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારતનાં રાજ્યોની પુનર્ચના કરવામાં આવી. પરંતુ તેમાં મુંબઈ અને પંજાબની રચના ભાષાના ધોરણે થઈ નહોતી. મુંબઈની દ્વિભાષી રચના સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં લોકોએ આંદોલન ચલાવ્યું. અંતે 1 મે, 1960ના રોજ મુંબઈ રાજ્યનું મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોમાં વિભાજન થયું.

→ ભારતની ઉત્તર-પૂર્વ દિશામાં અસમ સહિત નવાં 7 રાજ્યોની રચના કરવામાં આવી. એ સાતેય રાજ્યોને ‘સાત બહેનો” (Seven Sisters) તરીકે ઓળખવામાં આવે છે.

→ ઈ. સ. 2000માં બિહારમાંથી નવા ઝારખંડ રાજ્યની અને મધ્ય પ્રદેશમાંથી નવા છત્તીસગઢ રાજ્યની રચના કરવામાં આવી તેમજ ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ નામના નવા રાજ્યની રચના કરવામાં આવી.

→ ઈ. સ. 2014માં આંધ્ર પ્રદેશમાંથી નવા તેલંગણા રાજ્યની રચના કરવામાં આવી. જ આજે (ઈ. સ. 2016માં ભારતીય સંધમાં 29 રાજ્યો અને 6 સંધશાસિત પ્રદેશો તેમજ ભારતના પાટનગર દિલ્હીના રાજ્ય
સહિત કુલ 36 ઘટ છે.

→ એક ઉપખંડ કહી શકાય એવો ભારતદેશ અનેક વિવિધતાઓ ધરાવે છે. વિવિધ ધર્મો, ભાષા, જાતિઓ, જ્ઞાતિઓ અને સંસ્કૃતિઓ ધરાવતા લોકો સદીઓથી એકસાથે રહેતા હોવાથી તેમની વચ્ચે ભાવાત્મક એકતા જન્મી છે.

→ ચોક્કસ પ્રાદેશિક વિસ્તારમાં કાયમી વસવાટ કરીને રહેતી પ્રજામાં પોતાના વિસ્તારની ભૂમિ માટે એક પ્રકારની ભાવાત્મક લાગણી જન્મે છે, તેને ‘પ્રદેશવાદ’ કહે છે,

→ પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસ માટે મુખ્યત્વે ભાષા, જાતિ અને ધર્મ આ ત્રણ પરિબળો જવાબદાર છે.

→ ભારતના બંધારણે ભારતને ‘સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર કર્યો છે.

→ પ્રાદેશિક અસમાનતાને લીધે પ્રદેશવાદની ભાવના જન્મે છે. દેશમાં પ્રવર્તતી પ્રાદેશિક અસમાનતા નાબૂદ કરી દેશનો સમતોલ સામાજિક અને આર્થિક વિકાસ સાધવા આપણે કેન્દ્રીય આયોજનનો માર્ગ અપનાવ્યો. એ માટે ભારત સરકારે ઈ. સ. 1950માં આયોજનપંચની રચના કરી.

→ દેશનાં વિકસિત, મધ્યમ વિકસિત અને અલ્પવિકસિત રાજ્યોમાં પણ આંતરિક પ્રાદેશિક અસમાનતાઓ પ્રવર્તે છે.

→ છે છેલ્લાં 50 વર્ષોમાં ભારતે વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે. વિકસિત દેશોની તુલનામાં ભારતે આ ક્ષેત્રે સાધેલો વિકાસ અદ્વિતીય છે.

→ ભારતમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજીના વિકાસમાં ડૉ. હોમી ભાભા, ડ, રાજા રામન્ના, ડૉ. વિક્રમ સારાભાઈ, ડૉ. સી. વી. રામન, સર એમ. વિશ્વેશ્વરયા, સામ પિત્રો, ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ, ઈ. શ્રીધરન વગેરે વૈજ્ઞાનિકો, ઇજનેરો, ટેક્નોક્રેટો વગેરેએ નોંધપાત્ર ફાળો આપ્યો છે,

→ ભારતમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે મહિલાઓનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે. આ ઉપરાંત, મહિલાઓએ વિવિધ ક્ષેત્રોમાં સુંદર કામગીરી બજાવીને રાષ્ટ્રીય વિકાસમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો છે.

→ વિજ્ઞાન અને ટેક્નોલૉજીના શિક્ષણ અને સંશોધન માટે ‘ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ સાયન્સિસ’, ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલૉજી’, ‘ઇન્ડિયન રિસર્ચ ઓર્ગેનાઇઝેશન” (ઇસરો)’, ‘ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી’ વગેરે સંસ્થાઓએ મહત્વનો ફાળો આપ્યો છે,

→ ભારતે અદ્યતન કૃષિ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમજ સિંચાઈ યોજનાઓ દ્વારા “હરિયાળી ક્રાંતિ’ કરી છે. આ ક્રાંતિના પરિણામે ભારત અન્ન-ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે,

→ પરમાણુ વિજ્ઞાન અને ટેક્નોલૉજીમાં ભારતે હરણફાળ ભરી છે. ભારતે અઘતન પરમાણુ મથકો ઊભાં ક્યાં છે. ભારતે પરમાણુ બૉમ્બ અને વિવિધ અંતરની મિસાઇલો વિકસાવી છે. દેશના સંરક્ષણ માટે ભારતે રાજસ્થાનમાં પોખરલ ખાતે બે વખત સફળ પરમાડ્યું પરીક્ષણ કર્યા છે

→ ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ભારતે ‘આર્યભટ્ટ’, ‘ભાસ્કર’, ‘રોહિણી’ જેવા ઉપગ્રહો બાહ્ય અવકાશમાં છોડ્યા છે તેમજ ઉપગ્રહો છોડવા માટેનાં વહીકલ [GSLV) વિકસાવ્યાં છે.

→ છેલ્લા એક દાયકામાં ભારતે ટેલિકમ્યુનિકેશન અને માહિતી ટેક્નોલૉજી ક્ષેત્રે અદ્વિતીય પ્રગતિ સાધી છે. દેશમાં ટેલિફોન, મોબાઇલ ટેલિફોન, ટી.વી., કમ્યુટર વગેરે ઉપકરણોનો ઉપયોગ ઉત્તરોત્તર વધતો રહ્યો છે, જ ભારતમાં ઉદ્યોગો, ઊર્જા, કૃષિ, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં બાયોટેક્નોલૉજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે.

→ વિશ્વ-સંસ્થા સંયુક્ત રાષ્ટ્રો (United Nations) એ 21 જૂનનો દિવસ વિશ્વ-યોગદિન તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ માટે ભારત ગૌરવ અનુભવે છે.

 

  • Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો Class 9 Notes

ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો Class 9 GSEB Notes

→ દેશનો વહીવટ કરવા માટે ઘડવામાં આવેલા નિયમોના સુવ્યવસ્થિત સંગ્રહને બંધારણ’ કહેવામાં આવે છે.

→ બંધારણ એ ભારતનો પાયાનો, જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે.

→ કૅબિનેટ મિશનની યોજના મુજબ રચાયેલી બંધારણસભાએ 9 ડિસેમ્બર, 1946ના રોજથી સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવાની કામગીરી શરૂ કરી.

→ બંધારણસભામાં કુલ 389 સભ્યો હતા. તેમાં બધા વગને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું.

→ ડૉ. રાજેન્દ્રપ્રસાદ બંધારણસભાના અધ્યક્ષ હતા, જ્યારે ડૉ. ભીમરાવ આંબેડકર ખરડા સમિતિના અધ્યક્ષ હતા.

→ 166 બેઠકોને અંતે બંધારણસભાએ 28 નવેમ્બર, 1949ના રોજ સ્વતંત્ર ભારતનું બંધારણ સર્વાનુમતે પસાર કર્યું.

→ બંધારણમાં પ્રથમ 395 અનુચ્છેદો અને 8 પરિશિષ્ય હતાં. એ પછી તેમાં સુધારાવધારા કરતાં 461 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો થયાં.

→ 26 જાન્યુઆરી, 1950થી બંધારણનો અમલ શરૂ થયો. ભારત સાર્વભૌમ, પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાકદિન તરીકે જાહેર કરવામાં આવ્યો.

→ ભારતનું બંધારણ આમુખથી શરૂ થાય છે. આમુખમાં ભારતીય પ્રજાના મુખ્ય આદશ, ઉદેશો અને ભવ્ય ભાવનાઓ રજૂ કરવામાં આવ્યાં છે. આમુખ બંધારણનો અર્થ છે. બંધારણની જોગવાઈઓને સમજવામાં તે હોકાયંત્રની ગરજ સારે છે. આમુખ બંધારણને સમજવાની ગુરુચાવી છે.

→ ઈ. સ. 1976માં બંધારણમાં સુધારો કરી આમુખમાં “સમાજવાદી’, ‘બિનસાંપ્રદાયિક’, “રાષ્ટ્રીય એકતા” અને “રાષ્ટ્રની અખંડિતતા’ જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા.

→ આમુખના આધારસ્તંભો આ પ્રમાણે છે : (1) ભારત સાર્વભૌમ સત્તા ધરાવે છે. (2) ભારત લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે. (3) ભારત સમાજવાદી, બિનસાંપ્રદાયિક રાજ્ય છે.

→ ભારતના બંધારણનાં મુખ્ય લક્ષણો :

  • ભારતનું બંધારણ લિખિત સ્વરૂપમાં છે.
  • ભારતનું બંધારણ વિશ્વનાં બંધારણો કરતાં લાંબું, વિસ્તૃત અને વિગતપૂર્ણ છે.
  • ભારતના બધા નાગરિકો (જમ્મુકશમીર રાજ્ય સિવાય) માત્ર સંઘનું એક જ નાગરિકત્વ ધરાવે છે.
  • ભારત રાજ્યોનો બનેલો સંઘ છે.
  • ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કાર્યો અને સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે.
  • બંધારણમાં કટોકટીની પરિસ્થિતિ માટેની જોગવાઈઓ કરવામાં આવી છે.
  • ભારતમાં સંસદીય પદ્ધતિની સરકાર છે.
  • ભારતમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે. ‘બંધારણના રક્ષક અને વાલી’ તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે.
  • બંધારણમાં ભારતને બિનસાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે.
  • ભારતનું બંધારણ સુપરિવર્તનશીલ છે.
  • ભારતના 18 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર આપવામાં આવ્યો છે.
  • અદાલતી સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંસદ અને ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે. સર્વોચ્ચ અદાલત બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા ધરાવે છે.
  • બંધારણે નાગરિકોને મૂળભૂત હકો આપ્યા છે.
  • “કલ્યાણ રાજ્ય સ્થાપવામાં મદદરૂપ બને એ માટે બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
  • દેશના પછાત વર્ગો, જાતિઓ અને વંચિત સમુદાયોના ઉત્કર્ષ માટે બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.

 

  • Chapter 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો Class 9 Notes

મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો Class 9 GSEB Notes

→ માનવ હકો – માનવ અધિકારો (Human Rights):
માનવ હકો (Hurman Rights] એ માનવના જન્મસિદ્ધ અધિકારો છે. વ્યક્તિના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે જરૂરી સામાજિક પરિસ્થિતિઓને “માનવ અધિકારો” કહે છે.

→ 10 ડિસેમ્બર, 1948ના રોજ સંયુક્ત રાષ્ટ્રોયૂિ.એન.)ની સામાન્ય સભાએ માનવ અધિકારો અંગેનું જાહેરનામું મંજૂર કર્યું હતું. આથી સમગ્ર વિશ્વમાં 10 ડિસેમ્બરના દિવસે ‘માનવ અધિકારદિન’ તરીકે ઊજવવામાં આવે છે.

→ મૂળભૂત હકો (Fundamental Rights): મૂળભૂત હકો એટલે નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે મળવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓ.

→ ભારતના બંધારણે નાગરિકોને આ છ મૂળભૂત હકો આપ્યા છે ;

  • સમાનતાનો હક
  • સ્વતંત્રતાનો હક
  • શોષણ વિરોધી હક,
  • ધાર્મિક સ્વતંત્રતાનો હક
  • સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક તથા
  • બંધારણીય ઇલાજોનો ઉક.

→ મૂળભૂત હકોના અમલ અંગે બંધારણમાં વિવિધ જોગવાઈ કરવામાં આવી છે. મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતમાં ફરિયાદ કરી રક્ષણ મેળવી શકાય છે.

→ સમાનતાના હકમાં

  • (1) કાયાની સમાનતા
  • જાહેર સ્થળોના ઉપયોગની સમાનતા
  • જાહેર નોકરીઓમાં સમાનતા
  • અસ્પૃશ્યતા પર પ્રતિબંધ તથા
  • ઇલકાબો અને ખિતાબો પર પ્રતિબંધનો સમાવેશ કરવામાં આવ્યો છે.

→ સ્વતંત્રતાના હકમાં

  • વિચાર, વાણી અને લેખનની સ્વતંત્રતા
  • શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના એકઠા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા
  • મંડળો, સંસ્થાઓ અને સંઘો રચવાની સ્વતંત્રતા
  • દેશભરમાં મુક્તપણે હરવા-ફરવાની સ્વતંત્રતા
  • ભારતના સમગ્ર વિસ્તારના જિમ્મુ-કશ્મીર સિવાય) કોઈ પક્ષ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા તથા
  • કોઈ પણ વ્યવસાય, ધંધો-રોજગાર કે વેપારની સ્વતંત્રતા વગેરે,

→ શોષણ વિરોધી હક દ્વારા દરેક નાગરિકને કોઈ પણ ક્ષેત્રમાં શોષણ સામે રક્ષણ આપવામાં આવ્યું છે, આ હક દ્વારા ગુલામીની પ્રથા, ફરજિયાત વેઠપ્રથા, બાળમજૂરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

→ ધાર્મિક સ્વતંત્રતાના હક દ્વારા કેટલીક મર્યાદાઓ સાથે દરેક નાગરિકને પોતાનો મનપસંદ ધર્મ પાળવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. બધા ધર્મો રાજ્ય સમક્ષ સરખા હોવાથી તે કોઈ પણ ધર્મ પ્રત્યે પક્ષપાત બતાવશે નહિ કે ભેદભાવ રાખશે નહિ,

→ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક દ્વારા બંધારણે ધર્મ, ભાષા અને સંસ્કૃતિના આધારે રચાયેલી લઘુમતીઓના હકોનું રક્ષણ કરવાની ખાતરી આપી છે.

→ બંધારણીય ઇલાજોનો હક એ મૂળભૂત હકોનું જ નહિ, બલકે ભારતના બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ છે. આ ઇંક દરેક નાગરિકને મૂળભૂત કોના અમલની ખાતરી આપે છે, ડૉ. આંબેડકરના મત મુજબ, બંધારણીય ઇલાજો સંબંધી જોગવાઈ સમગ્ર “બંધારણના આત્મા સમાન” છે.

→ મૂળભૂત ફરજો: ઈ. સ. 1976માં બંધારત્રમાં સુધારો કરીને બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો સમાવવામાં આવી છે. મૂળભૂત ફરજોનો મુખ્ય હેતુ દેશપ્રેમ, કેટલાક ઉચ્ચ આદશોં અને મૂલ્યો પ્રતિ જાગૃતિ તેમજ રાષ્ટ્રને ઉન્નત બનાવવા માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો છે. આ વિષયના પાઠ્યપુસ્તકની શરૂઆતમાં મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે.

→ દર વર્ષે 6 જાન્યુઆરીના દિવસને “મૂળભૂત ફરજદિન’ તરીકે ઊજવવાનું સૂચન થયું છે.

→ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો: દેશના રાષ્ટ્રીય જીવન અને સામાજિક જીવનનાં વિવિધ ક્ષેત્રો વિશે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નીતિઓ નક્કી કરવામાં માર્ગદર્શક બનતા સિદ્ધાંતોને “રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો’ કહે છે. આ સિદ્ધાંતોને બંધારજ્ઞમાં સ્થાન આપવામાં આવ્યું છે.

→ દેશમાં સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના માટે રાજ્ય સનિષ્ઠ પ્રયાસો કરે એવું માર્ગદર્શન આ સિદ્ધાંતોમાં આપવામાં આવ્યું છે.

→ આ સિદ્ધાંતોએ કલ્યાણકારી સમાજવાદી સમાજવ્યવસ્થાનું નિર્માણ કરવાની રૂપરેખા આપી છે.

→ સ્વસ્થ વિદેશનીતિના ઘડતર માટે પણ આ સિદ્ધાંતો પાયાનાં રચનાત્મક સૂચનો કરે છે.

→ આ સિદ્ધાંતોનો અમલ રાજ્ય માટે ફરજિયાત હોતો નથી.

→ આ સિદ્ધાંતોના અમલ માટે નાગરિકો અદાલતનો આશરો લઈ શક્તા નથી.

→ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરે આ સિદ્ધાંતોને દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો ગણાવ્યા છે.

→ બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું વર્ગીકરણ આ પ્રમાણે કરવામાં આવ્યું છે :

  • આર્થિક નીતિઓના સિદ્ધાંતો
  • સામાજિક નીતિઓના સિદ્ધાંતો
  • રાજકીય અને વિદેશનીતિના સિદ્ધાંતો તથા
  • શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓના સિદ્ધાંતો.

→ મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે; જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે; જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે.

→ આમ, મૂળભૂત હકો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એકબીજાના વિરોધી નથી બલકે એકબીજાના પૂરક છે.

 

  • Chapter 10 સરકારનાં અંગો Class 9 Notes

સરકારનાં અંગો Class 9 GSEB Notes

→ સરકારનાં ત્રણ અંગો છે :

  • ધારાસભા
  • કારોબારી અને
  • ન્યાયતંત્ર.

→ ધારાસભા કાયદાઓ ઘડે છે, કારોબારી કાયદાઓનો અમલ કરે છે અને ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનારને સજા કે દંડ કરે છે તેમજ ન્યાય આપે છે.

→ ભારતમાં સંધ અને રાજ્ય કક્ષાએ સત્તા વિશ્લેષના સિદ્ધાંત મુજબ સરકારનાં કાર્યોને તેનાં ત્રણેય અંગો વચ્ચે વહેંચવામાં આવ્યાં છે. ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ રાખવામાં
આવ્યું છે.

→ સંઘની સંસદમાં રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે.

→ સંસદ દ્વિગૃહી છે. સંસદનું નીચલું ગૃહ લોકસભા” તરીકે અને ઉપલું ગૃહ રાજ્યસભાતરીકે ઓળખાય છે.

→ લોકસભાના કુલ 54s સભ્યો પુખ્તવય મતાધિકારના ધોરણે લોકો દ્વારા ચૂંટાય છે, લોક્સભાની મુદત પાંચ વર્ષની છે, કટોકટી દરમિયાન તેની મુદત એક વર્ષ લંબાવી શકાય છે.

→ લોકસભાના સભ્યો તેમનામાંથી અધ્યક્ષ (સ્પી ક૨) અને ઉપાધ્યક્ષડિપ્યુટી સ્પીક૨)ની ચૂંટણી કરે છે, અધ્યા લોકસભાની બેઠકોનું અધ્યક્ષપદ સંભાળી તેનું સંચાલન કરે છે. કોઈ ખરડા પર સરખા મત પડે ત્યારે અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત આપી શકે છે.

→ રાજ્યસભા કુલ 250 સભ્યોની બનેલી છે. તેમાં 238 સભ્યો રાજ્યોની વિધાનસભા દ્વારા ચૂંટાયેલા હોય છે અને 12 સભ્યો રાષ્ટ્રપ્રમુખ દ્વારા નિયુક્ત થયેલા હોય છે. છે સંસદને ધારાકીય, નાણાકીય, કારોબારીવિષયક અને ન્યાયવિષયક સત્તાઓ મળેલી છે, સંઘસરકારમાં કાયદા ઘડવાનું કામ સંસદ કરે છે, બિનનાણાકીય ખરડો સંસદના કોઈ પક્ષ ચૂકમાં રજૂ થઈ શકે છે, નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની મંજૂરી મેળવી લોકસભામાં જ રજૂ થઈ શકે છે. રાષ્ટ્રપ્રમુખની સહી થતાં સંસદે પસાર કરેલો ખરડો કાયદો બને છે,

→ લોકસભાના સભ્યો પોતાની પહેલી બેઠકમાં પોતાનામાંથી એક સભ્યની સ્પીકર (અધ્યક્ષ તરીકે ચૂંટણી કરે છે. સ્પીકર લોકસભાના અધ્યક્ષ સ્થાને બેસીને ગૃહનું સંચાલન કરે છે, તે ગૃહનું ગૌરવ, વ્યવસ્થા, શિસ્ત અને માનમરતબો જાળવે છે. ગૃહમાં ઠરાવ પર સરખા મત પડે ત્યારે અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત’ (casting Vote) આપીને ઠરાવ પસાર કરાવવામાં સહાય કરે છે.

→ કાયદા માટેની દરખાસ્ત ખરડો’ કહેવાય છે, ખરડાના બે પ્રકારો છે :

  • સામાન્ય ખરડો અને
  • નાણાકીય ખરો.

→ સામાન્ય ખરડો કાયદો બને તે પહેલાં તેને બંને ગૃwોમાંથી પસાર થવું પડે છે. ત્યારપછી રાષ્ટ્રપ્રમુખ ખરડા પર સહી કરે ત્યારે જ તે કાયદો બને છે,

→ નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વમંજૂરીથી પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે, લોકસભામાં પસાર કર્યા પછી જ એ ખાને રાજ્યસભામાં મોકલવામાં આવે છે. રાજ્યસભાએ 14 દિવસમાં તેને પાછો મોકલવાનો હોય છે, આ મુદત દરમિયાન રાજ્યસભા નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરે તોપણ તે પસાર થયેલો ગન્નાય છે, રાષ્ટ્રપ્રમુખની સહી થતાં નાણાકીય ખરડો કાયદો બને છે

→ છે રાજ્યની ધારાસભા એકગૃહીં કે દ્વિગૃહી હોઈ શકે છે. ધારાસભાનું નીચલું ગૃહ વિધાનસભા” તરીકે અને ઉપલું ગૃહ વિધાનપરિષદ’ તરીકે ઓળખાય છે.

→ વિધાનસભાની સભ્યસંખ્યા વધુમાં વધુ 500 અને ઓછામાં ઓછી 60 હોય છે. વિધાનસભાના સભ્યો રાજ્યના લોકો દ્વારા ચૂંટાય છે. તેઓ તેમનામાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટે છે.

→ વિધાનપરિષદના સભ્યો રાજ્યનાં વિવિધ મતદારમંડળો દ્વારા ચૂંટાય છે. વિધાનપરિષદ કાયમી ગૃહે છે. તેનો દરેક સભ્ય 6 વર્ષની– મુદત માટે ચૂંથય છેવિધાનસભા વિધાનપરિષદ કરતાં વધારે સત્તાઓ ધરાવે છે.

→ સંઘસરકારની કારોબારીમાં રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ અને વડા પ્રધાન સહિત તેમના નેતૃત્વ હેઠળના પ્રધાનમંડળનો સમાવેશ થાય છે.

→ ભારતના રાષ્ટ્રપ્રમુખ દેશના બંધારણીય વડા છે. તેમની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. 35 વર્ષ કે તેથી વધુ ઉંમરનો ભારતીય નાગરિક બંધારણે નક્કી કરેલી અન્ય લાયકાત ધરાવતો હોય, તો તે રાષ્ટ્રપ્રમુખના પદ માટે ઉમેદવારી નોંધાવી શકે છે. રાષ્ટ્રપ્રમુખના હોદાની મુદત પાંચ વર્ષની છે. બંધારણમાં દર્શાવેલી “મહાભિયોગ’ (tampeachment)ની કાર્યવાહી દ્વારા તેમને હોદ ‘ પરથી દૂર કરી શકાય છે,

→ રાષ્ટ્રપ્રમુખને પાંચ પ્રકારની સત્તાઓ મળેલી છે :

  • કારોબારી સત્તાઓ
  • ધારાકીય સત્તાઓ
  • નાણાકીય સત્તાઓ
  • ન્યાયવિષયક સત્તાઓ અને
  • કટોકી વિશેની સત્તાઓ.

રાષ્ટ્રપ્રમુખ સંઘસરકારની કારોબારીના સર્વોચ્ચ વડા છે. તેઓ વધ્ય પ્રધાનની નિમણુક કરે છે અને તેમની સલાહથી અન્ય પ્રધાનોને નીમે છે. તેઓ દેશના મહત્ત્વના અનેક હોદાઓ પર લાયકાત ધરાવતી વ્યક્તિઓની નિમણૂકો કરે છે, સંઘસરકારનો સઘળો વહીવટ રાષ્ટ્રપ્રમુખના નામે ચાલે છે, પરંતુ વાસ્તવમાં બધી સત્તાઓ વડા પ્રધાન અને તેમનું પ્રધાનમંડળ ભોગવે છે.

→ રાષ્ટ્રપ્રમુખ સંસદની બેઠક બોલાવે છે. દર વર્ષે સંસદના પ્રથમ સત્રની શરૂઆતમાં તેઓ સંસદની સંયુક્ત બેઠકને સંબોધે છે. સંસદે પસાર કરેલા ખરડા પર રાષ્ટ્રપ્રમુખ સહી કરે તો જ તે કાયદો અને છે. સંસદની બેઠક ચાલું ન હોય એ સમયે તેઓ વટહુકમ બહાર પાડવાની સત્તા ધરાવે છે.

→ દેશના સર્વોચ્ચ વડા તરીકે રાષ્ટ્રપ્રમુખ લશકરી અદાલતના ગુનેગારો સિવાયના ગુનેગારોને માફી આપવાની, ફોજદારી ગુનાની સજાની મુદત ઘટાડવાની, તેનો અમલ મોકૂફ રાખવાની અથવા સજાનું સ્વરૂપ બદલવાની સત્તા ધરાવે છે.

→ બાહ્ય આક્રમણ કે આંતરિક અશાંતિના કારણે દેશની સલામતી ભયમાં મુકાઈ હોય ત્યારે રાષ્ટ્રપ્રમુખ એક જાહેરનામું બહાર પાડી કટોક્ટીની સ્થિતિ જાહેર કરે છે. દેશના કોઈ રાજ્યમાં બંધારણ પ્રમાણે વહીવટ ન ચાલી શકે એમ હોય ત્યારે તેઓ બંધારણીય કટોકટી જાહેર કરી એ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન જાહેર કરે છે. દેશમાં નાણાકીય અસ્થિરતા સર્જાય ત્યારે રાષ્ટ્રપ્રમુખ નાણાકીય

સ્પેકટી જાહેર કરે છે.

→ રામમુખની ગેરહાજરીમાં રાષ્ટ્રપ્રમુખની ફરજો ઉપરાષ્ટ્રમુખ બજાવે છે. ઉપરાષ્ટ્રપ્રમુખ પોતાના હોદની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ છે.

→ વડા પ્રધાન સંઘસરકારની કારોબારીના વાસ્તવિક વા છે. લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડા પ્રધાન તરીકે નીમે છે. વડા પ્રધાનની સલાહ અનુસાર તેઓ અન્ય પ્રધાનોને નીમે છે. સરકાર વડા પ્રધાનના નામથી ઓળખાય છે. તેઓ પોતાના હોદાની રૂએ નીતિપંચ(આયોજનપંચ)ના અધ્યક્ષ બને છે. સમગ્ર પ્રધાનમંડળ સંયુક્તપણે લોકસભાને જવાબદાર છે. લોકસભા પ્રધાનમંડળ પર અવિશ્વાસનો ઠરાવ પસાર કરે તો સમગ્ર પ્રધાનમંડળને રાજીનામું આપવું પડે છે.

→ સંધીય પ્રધાનમંડળની સલાહ અનુસાર રાષ્ટ્રપ્રમુખ રાજ્યના બંધારણીય વડા તરીકે રાજ્યપાલને નિયુક્ત કરે છે. રાજ્યપાલની મુદત પાંચ વર્ષની છે. તેઓ મહત્ત્વની ધારાકીય સત્તાઓ ધરાવે છે.

→ વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને રાજ્યપાલ રાજ્યના મુખ્યમંત્રી તરીકે નીમે છે. મુખ્યમંત્રીની સલાહથી તેઓ અન્ય પ્રધાનોની નિમણૂક કરે છે. રાજ્યપાલને મળેલી સત્તાઓ વાસ્તવમાં મુખ્ય પ્રધાન અને તેમનું પ્રધાનમંડળ ભોગવે છે.

→ સરકારનું વહીવટી તંત્ર સનદી સેવા તરીકે ઓળખાય છે, સનદી સેવકો દેશના વિકાસલક્ષી કાર્યોને ફળીભૂત કરવામાં મહત્ત્વનો ફાળો આપે છે. સનદી સેવકોના કાર્યદક્ષ વહીવટથી દેશ પ્રગતિશીલ બને છે.

→ પોતાના ક્ષેત્રમાં નિરાત, તજ્જ્ઞ અને બાહોશ સનદી અધિકારીઓ સરકારની કરોડરજજુ સમાન છે.

→ રાજકીય કારોબારી લોકોનાં કલ્યાણ અને સુખાકારીની ચિંતા કરતા મગજ સમાન છે; જ્યારે વહીવટી કારોબારી તેના હાથપગ છે. બંને વચ્ચેના નિખાલસ અને મૈત્રીપૂર્ણ સંબંધી રાજ્યના સુશાસન અને વિકાસની પૂર્વશરત છે.

→ ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્વશાસનની સંસ્થા છે. તે ‘પંચાયતીરાજની સંસ્થાઓ’ કહેવાય છે. છે પંચાયતીરાજનું માળખું ત્રણ સ્તરનું છે :

  • ગ્રામ્ય કક્ષાએ ગ્રામપંચાયત
  • તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને
  • જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત,

→ ગ્રામપંચાયતના વડાને ‘સરપંચ’ કહે છે. ગામના નોંધાયેલા બધા મતદારો પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા સરપંચની ચૂંટણી કરે છે.

→ જે ગામના નોંધાયેલા બધા મતદારો ગ્રામપંચાયતના સભ્યો અને સરપંચની સર્વાનુમતે પસંદગી કરે છે એ ગામને ‘સમરસ ગામ’ કહે છે.

→ ગામનો સઘળો વહીવટ ‘તલાટી-કમ-મંત્રી’ સંભાળે છે, તાલુકા પંચાયતના વહીવટી વડા તાલુકા વિકાસ અધિકારી’ના નામે ઓળખાય છે,

→ જિલ્લા પંચાયતના વહીવર્ય વઢ “જિલ્લા વિકાસ અધિકારી”ના નામે ઓળખાય છે.

→ નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગરનિગમ શહેરી સ્વશાસનની સંસ્થાઓ છે. આ સંસ્થાઓની ચૂંટણી ગુપ્ત મતદાન પદ્ધતિ દ્વારા પ્રત્યક્ષ રીતે થાય છે.

→ નગરપાલિકાના વડા “પ્રમુખ’ના નામે અને વહીવટી વડા “ચીફ ઑફિસર”ના નામે ઓળખાય છે.

→ મહાનગરપાલિકા અને મહાનગરનિગમના વડને ‘મેયર’ કહે છે. આ સંસ્થાઓના વહીવટી વડા “મ્યુનિસિપલ કમિશનર’ના નામે ઓળખાય છે. તેમની નિમણૂક રાજ્ય સરકારે કરે છે.

→ ન્યાયતંત્ર ભારતના બંધારવાનું અને નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે. ધારાસભાએ ઘડેલા કાયદાઓ જ બંધારણ સાથે સુસંગત ન હોય, તો તે તેને ગેરબંધારણીય ગણીને રદબાતલ કરી શકે છે.

 

  • Chapter 11 ભારતનું ન્યાયતંત્ર Class 9 Notes

ભારતનું ન્યાયતંત્ર Class 9 GSEB Notes

→ ભારતીય સંધરાજ્યમાં સમગ્ર દેશ માટે સળંગ, સુગ્રથિત, એકસૂત્રી અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે.

→ ભારતના ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. એ પછી અનુક્રમે રાજ્યોની વડી અદાલતો, જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોનું સ્થાન છે.

→ ભારતના બંધારશ્ન મુજબ સવાઁચ અદાલત દેશની સૌથી ઊંચી ન્યાયિક સંસ્થા છે.

→ આપણા દેશમાં સર્વોચ્ચ અદાલત દિલ્લીમાં છે. & સર્વોચ્ચ અદાલતમાં વરિષ્ઠ ન્યાયાધીશ સહિત 29 ન્યાયાધીશો છે, આ ન્યાયાધીશોની નિમણૂંક રાષ્ટ્રપ્રમુખ કરે છે. સંસદ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં ફેરફાર કરી શકે છે.

→ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશની નિમણૂક સીનિયોરિટીના ધોરણે થાય છે,

→ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની લાયકાતો અને તેમના હોદા પરથી દૂર કરવાની મહાભિયોગની પદ્ધતિ બંધારણ નક્કી કરે છે.

→ સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રને મૂળભૂત ક્ષેત્રાધિકાર, અપીલ (વિવાદ) ક્ષેત્રાધિકાર અને સલાહકારી ક્ષેત્રાધિકાર એમ ત્રણ પ્રકારોમાં વહેંચવામાં આવ્યું છે.

→ સર્વોચ્ચ અદાલત નાગરિક-નાગરિક વચ્ચેના, નાગરિક અને સરકાર વચ્ચેના, રાજ્ય-રાજ્ય વચ્ચેના તથા રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના વિવાદો ઉકેલવાનું કાર્ય કરે છે.

→ સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે. તેમને ભારતની કોઈ અદાલતમાં પડકારી શકાતા નથી.

→ સવૉચ અદાલત ભારતના બંધારણનું અને નાગરિકોના મૂળભૂત – અધિકારોનું રક્ષણ કરે છે.

→ સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદલતો નઝીરી અદાલત (Court of Records) તરીકે પણ કામ કરે છે.

→ ભારતનાં ઉત્તર-પૂર્વનાં અસમ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને અજ્ઞાચલ પ્રદેશ – આ સાત રાજ્યો માટે અસમમાં એક જ વડી અદાલત છે. આ ઉપરાંત, પંજાબ અને હરિયાણા વચ્ચે અને આંધ્ર પ્રદેશ અને તેલંગડ્યા વચ્ચે પણ એક જ વડી અદાલત છે, આ રાજ્યો સિવાય ભારતના દરેક રાજ્યમાં એક વડી અદલત છે,

→ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સહિત અન્ય ન્યાયાધીશોની નિમલૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે.

→ વડી અદાલતના કાર્યક્ષેત્રને મૂળભૂત અધિકારક્ષેત્ર, વિવાદી (અપીલ) અધિકારક્ષેત્ર, વહીવટી અધિકારક્ષેત્ર અને નઝીરી અદાલત એમ ચાર પ્રકારોમાં વહેંચવામાં આવ્યું છે.

→દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલતો હોય છે. આ અંદાલતોના ન્યાયાધીશોની નિમણૂક રાજ્યપાલ કરે છે.

→ દીવાની દવા ચલાવનાર અદાલતને જિલ્લા અદાલત અને તેના ન્યાયાધીશને જિલ્લા ન્યાયાધીશ કહે છે; જ્યારે ફૉજદારી દવા ચલાવનાર અદાલતને સેશન્સ અદાલત અને તેના ન્યાયાધીશને સેશન્સ ન્યાયાધીશ કહે છે.

→ જિલ્લા અદાલતો તાબાની – નીચલી અદાલતોના ચુકાદાઓ સામેની અરજીઓની સુનાવણી કરીને ચુકાદા આપે છે,

→ દીવાની અદાલતો રૂપિયા એક લાખ સુધીના સરકારે કરેલા કે સરકાર સામેના કેસો ચલાવવાની સત્તા ધરાવે છે.

→ ફોજદારી અદાલતોમાં ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની કોર્ટ તથા મામલતદાર અને ઍઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ વગેરેનો સમાવેશ થાય છે. આ કોર્ટે 3 વર્ષથી 10 વર્ષ સુધીની કેદની સજા તથા ૪ 5,000થી વધારે રકમના દંડની તેમજ હત્યાના મુકદમામાં જન્મટીપ કે મૃત્યુદંડની સજા કરવાની સત્તા ધરાવે છે.

→ જિલ્લામાં સ્મોલ કૉઝ કોર્ટ, ફૅમિલી કોર્ટ, લેબર કોર્ટ, ફાસ્ટ ટ્રેક કોર્ટ, પોય કોર્ટ, ટ્રિબ્યુનલો (ખાસ અદાલતો) વગેરે કોર્ટે પણ હોય છે.

→ આપણા બંધારણમાં ન્યાયતંત્રને સરકારનાં બીજાં બે અંગો – કારોબારી અને ધારાસભાથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે, જેથી તે નિષ્પક્ષ, તટસ્થ અને નિર્ભિક બનીને ન્યાય આપી શકે.

→ સ્થાનિક કક્ષાએ સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે, ઝડપી અને સસ્તો ન્યાય મળે એ હેતુથી લોકઅદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે.

→ જાહેર હિતની અરજીઓ વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં કરી શકાય છે, બને અદાલતો જાહેર હિતના દાવાને માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદની અરજી તરીકે સ્વીકારે છે અને સંબંધિતોને એ અંગે જરૂરી આદેશો આપે છે.

 

  • Chapter 12 ભારતીય લોકશાહી Class 9 Notes

ભારતીય લોકશાહી Class 9 GSEB Notes

→ ભારત વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટું લોકશાહી દેશ છે, વિશ્વના બધા લોકશાહી દેશોમાં સૌથી વધારે મતદારો ભારતમાં છે.

→ ચૂંટણી લોકશાહીનું અનિવાર્ય અંગ છે. ચૂંટણી દ્વારા લોકશાહી ચરિતાર્થ થાય છે.

→ ભારતમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર છે, સાર્વત્રિક પુખ્તવય મતાધિકારમાં ‘વ્યક્તિદીઠ એક મત’નો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે.

→ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના, જેનું મતદારયાદીમાં નામ નોંધાયેલું હોય એવા, ભારતના નાગરિકને મતાધિકાર આપવામાં આવ્યો છે,

→ ભારતમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર હોવાથી મોટા ભાગના મતદારો મતદાન કરે છે

→ ચૂંટણીમાં મતદાન કરવું એ દરેક નાગરિકનો હક જ નહિ, પવિત્ર ફરજ પણ છે.

→ ચૂંટણી લોકશાહીનો આધારરતંભ છે, લોકશાહીમાં ચૂંટણી દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓને દેશનું શાસન સોંપે છે, ચૂંટણી લોકશાહીને જીવંત રાખે છે.

→ રાજકીય પક્ષો તેમજ ચૂંટણીના ઉમેદવારો માટે ચૂંટણીનું મૂલ્ય ઘણું ઊંચું છે. ચૂંટણી લોકશાહીની પારાશીશી છે. ચૂંટણી દ્વારા સરકારોનું ભવિષ્ય નક્કી થાય છે. લોકશાહીમાં લોકોનું સમર્થન ચૂંટણી દ્વારા જ જાણી શકાય છે, ચૂંટણી લોકશાહીનો પ્રાણ હોવાથી તેની પ્રક્રિયામાં પારદર્શકતા હોવી જરૂરી છે.

→ આપણા દેશમાં પ્રતિનિધિક લોકશાહી છે. મતદાન દ્વારા વિજેતા બનનાર નાગરિક લોકપ્રતિનિધિ બને છે.

→ લોકશાહીમાં લોકમત મુજબ જ રાજ્યવહીવટ ચાલે છે. લોકમત રાજકીય પક્ષો, પ્રતિનિધિઓ અને સંગઠનો માટે ખૂબ ઉપયોગી છે. પ્રબળ, જાગ્રત અને સંગઠિત લોકમત લોકશાહીમાં અત્યંત નોંધપાત્ર ભાગ ભજવે છે.

→ મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમો લોકમતના ઘડતરમાં ફાળો ‘ આપતાં બે મુખ્ય માધ્યમો છે.

→ દૈનિક વર્તમાનપત્રો, સામયિકો, વિવિધ સમસ્યા અંગેનાં ચચપિત્રો, વિશિષ્ટ લેખો વગેરે લોકમત ઘડનારાં મુદ્રિત માધ્યમો છે,

→ રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો જેવાં દશ્ય-શ્રાવ્ય સાધનો લોકમત ઘડનારાં વીજાણુ માધ્યમો છે.

→ વિશ્વમાં અનેક દેશોમાં લોકશાહી છે. સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી એમ લોકશાહી શાસનવ્યવસ્થાના મુખ્ય બે પ્રકાર છે,

→ ભારતમાં સંસદીય લોકશાહી છે; જ્યારે યુ.એસ.એ.માં પ્રમુખીય લોકશાહી છે. સંસદીય લોકશાહીમાં સરકાર સંસદને સંપૂર્ણપણે જવાબદાર છે; જ્યારે પ્રમુખીય લોકશાહીમાં પ્રમુખ અને તેમનું પ્રધાનમંડળ સેનેટને જવાબદાર હોતું નથી.

→ ચૂંટણીઓ લોકશાહીની તેમજ લોકમતની પારાશીશી ગણાય છે. દેશમાં મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ થાય એ ખૂબ જરૂરી છે.

→ લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા લોકોનું સમર્થન મેળવીને જ સત્તા પર આવી શકાય છે અને રહી શકાય છે.

→ ભારતમાં સમગ્ર ચૂંટણી-પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ વાયત્ત અને સ્વતંત્ર ચૂંટણીપંચ કરે છે. ચૂંટણીપંચ સંસદ, રાજ્યોની ધારાસભાઓ, રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની કાર્યવાહી કરે છે.

→ ચૂંટણીપંચ દેશમાં કે રાજ્યમાં કેટલીક વાર પેટાચૂંટણી અને મધ્યસત્ર ચૂંટણી યોજે છે.

→ ભારતમાં મતદાન ગુપ્ત મતદાન પદ્ધતિથી થાય છે. આધુનિક સમયમાં મતદાન પદ્ધતિમાં વીજાશુ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. EVM (Electronic Voting Machine) sa છે. હમણાં નકારાત્મક મત આપવા માટે મશીનમાં ‘નોટા'(નન ઑફ ધી બોવ)ની સગવડ કરવામાં આવી છે,

→ લોકશાહીમાં રાજકીય વિવિધ પક્ષો હોય છે. રાજ કીય પક્ષો વિના લોકશાહી ચાલી શકે નહિ. ચૂંટણીમાં બહુમતી મેળવનાર પક્ષ સરકાર રચે છે.

→ ભારતમાં બહુપક્ષીય લોકશાહી છે. ભારતમાં કેટલાક મૌય રાષ્ટ્રીય પક્ષો છે, તો કેટલાક નાના પ્રાદેશિક પક્ષો છે, રાષ્ટ્રીય પક્ષો દેશવ્યાપી હોય છે, જ્યારે પ્રાદેશિક પક્ષો કોઈ એક રાજ્ય કે પ્રદેશ પૂરતા

મર્યાદિત હોય છે.

→ લોકશાહીમાં વિરોધપક્ષોનું મૂલ્ય ખૂબ ઊંચું છે, વિરોધપકો સંસદમાં અને ધારાગૃષ્ઠોમાં રચનાત્મક ભૂમિકા ભજવી લોકશાહીનું રફાલ કરે છે. સત્તાપક્ષ અને વિરોધપક્ષના સમતોલ સંબંધો પર લોકશાહીની સફળતાનો આધાર છે, અસરકારક અને સબળ વિરોધપક્ષ જીવંત લોકશાહી માટે અનિવાર્ય છે. લોકશાહીરૂપી રથ સત્તાધારી પક્ષ અને વિરોધપક્ષ એ બે પૈડાં પર ચાલતો રહે છે,

 

  • Chapter 13 ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ-1 Class 9 Notes

ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ-1 Class 9 GSEB Notes

→ ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે.

→ ભારત જગતની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે.

→ બધા ધમ, જાતિ કે પ્રજા પ્રત્યે સમભાવ એ ભારતની સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. તેથી ભારત “સંસ્કૃતિનું સંગમતીર્થ” બન્યું છે,

→ ભારતની અવિરત પ્રગતિમાં તેમજ ભારતની સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં દેશની ભૌગોલિક પરિસ્થિતિનું યોગદાન નોંધપાત્ર છે.

→ ભારત 84 અને 37°6 ઉત્તર અક્ષાંશવૃત્તોની વચ્ચે તેમજ 687′ થી 972s પૂર્વ રેખાંશવૃત્તોની વચ્ચે આવેલો દેશ છે.

→ કવૃત્ત (2330 ઉ.અ.) ભારતની લગભગ મધ્યમાંથી પસાર થાય છે. તેની ઉત્તરે આવેલા વધુ વિસ્તૃત ભાગમાં હિમાલય અને ઉત્તરનાં મેદાનો છે તથા દક્ષિણે આવેલા ત્રિકોણાકાર ભાગમાં દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશનો ઘણો મોયે ભાગ અને દરિયાકિનારાનાં મેદાનો છે. ભારતનો ઉત્તર-દક્ષિણ વિસ્તાર આશરે 3214 કિમી અને પૂર્વપશ્ચિમ વિસ્તાર આશરે 2933 કિમી છે.

→ ભારતના પૂર્વ અને પશ્ચિમના દૂરનાં સ્થળોના સ્થાનિક સમયમાં લગભગ બે કલાકનો તફાવત છે. તેથી સમગ્ર ભારતનો પ્રમાણસમય આ બંને સ્થળોથી સરખા અંતરે આવેલા 82°30 પૂર્વ રેખાંશના સ્થાનિક સમય પ્રમાણે રાખવામાં આવ્યો છે.

→ ભારતની પ્રમાણસમય રેખા (82°30 પૂ.રે.) પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે,

→ ભારતનું ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિમી છે, જે જગતના ભુ-ક્ષેત્રનું 2.42 % છે. હૌત્રફળની બાબતમાં ભારતનો ક્રમ સાતમો છે.

→ અનુક્રમે રશિયા, કેનેડા, યુ.એસ.એ., ચીન, બ્રાઝિલ અને ઑસ્ટ્રેલિયા દેશો વિસ્તારમાં ભારતથી મોય છે.

→ ઉત્તરની આખી સરહદે હિમાલયની ઉત્તુંગ ગિરિમાળા પશ્ચિમથી પૂર્વ તરફ પથરાયેલી છે. દક્ષિણમાં ભારતીય દ્વીપદ્મ ત્રણે બાજુએ સમુદ્રોથી ઘેરાયેલો છે.

→ ભારતીય દ્વીપકલ્પની પૂર્વે બંગાળની ખાડી, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણે હિંદ મહાસાગર છે.

→ ભારતમાં જમીનમાર્ગે અને જળમાર્ગે બહારથી આવેલાં સાંસ્કૃતિક તત્ત્વોને આત્મસાત કરીને ભારતે સમરસતા અને એકતા વિકસાવી છે.

→ પ્રાચીન કાળથી ભારતે પોતાના વિશિષ્ટ દરિયાઈ સ્થાનને આધારે પૂર્વ, દલિલ-પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ એશિયાના દેશો તથા પૂર્વ આફ્રિકા સાથે સમુદ્રમાર્ગે સંપર્ક સાધી ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારી સંબંધો સ્થાપ્યા છે. આ સંબંધો દ્વારા ભારતની ફિલસૂફી, ભારતીય અંકો, દશાંશપદ્ધતિ, ચિકિત્સા-પદ્ધતિ વગેરે જગતના વિભિન્ન ભાગો સુધી પહોંચાડ્યા છે.

→ ભારતીય સંઘમાં આજે (ઈ. સ. 2018) 29 રાજ્યો અને 6 સંઘશાસિત પ્રદેશો છે.

→ પાકિસ્તાન, અફધાનિસ્તાન, ચીન, તિબેટ, નેપાળ, ભૂતાન,
બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, માલદીવ આપણા પાડોશી દેશો છે.

→ લક્ષદ્વીપ યપુઓ અરબ સાગરમાં અને અંદમાન-નિકોબાર યપુઓ બંગાળની ખાડીમાં આવેલા છે.

→ ભારતનાં વર્તમાન ભૂમિસ્વરૂપોનું નિર્માણ લાખો વર્ષ દરમિયાન ભૂપૃષ્ઠ હેઠળ થયેલા આંતરિક હલનચલન અને સપાટી પર અસર કરનારાં પરિબળોને આભારી છે.

→ પૃથ્વીનો પોપડે ‘એસ્ટેનોસ્ફિયર (મિશ્રાવરણ)ના અર્ધપ્રવાહી ખડકોની ઉપર તરી રહ્યો છે. આ પોપડા પર પૃથ્વીના પેટાળની ગરમીથી ઉદ્ભવતા સંવહનિક તરંગો ભૂ-સપાટી તરફ દબાણ કરે છે, તેના પરિણામે પોપડાના મોય મોય ટુકડાઓ થઈ, મુખ્ય સાત “મૃદાવરણીય પ્લેટ’ (લિથોરિફરિક પ્લેટ) રચાઈ છે.

→ ક્ટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે, તેને અપસારી પ્લેટ’ કહે છે. કેટલીક પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે, તેને “અભિસારી પ્લેટ’ કહે છે.

→ અપસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ થાય છે, જ્યારે અભિસરણની ક્રિયાથી ગેડ પડે છે. પ્લેટોની હિલચાલથી ભૂમિખંડના આકારોમાં ફેરફાર થયા કરે છે. ભારતનાં વર્તમાન ભૂમિ સ્વરૂપો આવી પ્રક્રિયાઓથી રચાયાં છે.

→ કરોડો વર્ષ પૂર્વે ભારત ગોંડવાનાલૅન્ડ નામના ખૂબ વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. ગોંડવાનાલેન્ડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા તથા ઍન્ટાર્કટિકા ખંડોનો સમાવેશ થતો હતો. મિશ્રાવરણ(એન્થનોસ્ફિયર)ના સંવહનિક તરંગોએ ગોંડવાનાલૅન્ડને અનેક ભાગોમાં વહેંચી નાખ્યો.

→ આમાંનો એક ભાગ ઇન્ડો-ઑસ્ટ્રેલિયન પ્લેટ બન્યો. આ પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી, તેનો ઉત્તર ભાગ આજથી લગભગ પાંચ કરોડ વર્ષો પહેલાં યુરેશિયન પ્લેટની નીચે ધસી ગયો. આ અથડામલથી બંને પ્લેટો વચ્ચે આવેલા ટેથિસ સાગરના તળના પ્રસ્તર ખડકોમાં ગેડ પડી. તેના પરિણામસ્વરૂપે હિમાલય અને મધ્ય એશિયાની પર્વતશ્રેણીઓનું નિર્માણ થયું. એ સાથે હિમાલયની દવિશ્વમાં એક વિશાળ ગર્ત (બેસિન) અસ્તિત્વમાં આવ્યો.

→ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. લિલનો દ્વીપકલ્પીય પ્રદેશ, પ્રાચીનતમ પ્રદેશ છે,

 

  • Chapter 14 ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ-2 Class 9 Notes

ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ-2 Class 9 GSEB Notes

→ ભૂપૃષ્ઠની વિવિધતાના આધારે ભારતના પાંચ પ્રાકૃતિક વિભાગો છે:

  • ઉત્તરનો પર્વતીય પ્રદેશ
  • ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ
  • દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ
  • તટીય મેઘનો રિયાકિનારાના મેદ્યની પ્રદેશો) અને
  • દ્વીપસમૂહો.

1. ઉત્તરનો પર્વતીય પ્રદેશ તે ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમમાં આશરે 2400 કિમીની લંબાઈમાં પથરાયેલી હિમાલય પર્વતશ્રેણી કહેવાય છે, તેની પહોળાઈ આશરે 240થી 320 કિમી છે. સમગ્ર હિમાલય પર્વતશ્રેણીના મુખ્ય બે વિભાગ છે :

  • ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને
  • પૂર્વ હિમાલય.

1. ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ :
આ પ્રદેશમાં એકબીજીને સમાંતર એવી ત્રણ પર્વતશ્રેણીઓ છે, સૌથી ઉત્તર તરફની પર્વતશ્રેણી “બૃહંદ હિમાલય’ કે ‘હિમાદ્રિ’ કહેવાય છે. તેની સરાસરી ઊંચાઈ 7000 મીટર કરતાં વધારે છે. હિમાલયનાં ઊંચાં શિખરો આ પ્રદેશમાં આવેલાં છે. અહીં નેપાળ-ચીનની સરહદે આવેલું માઉન્ટ એવરેસ્ટ (8848 મીટર) શિખર વિશ્વનું સર્વોચ્ચ શિખર છે. ભારતનું સર્વોચ્ચ શિખર માઉન્ટ ગોંડવિન ઑસ્ટિન પણ (F2 861 મીટર) અ આવેલું છે. હિમાલયમાં શિષ્ઠી લા, એલોપલા, નાયુ લા વગેરે મહત્ત્વના ઘાટ છે. અર્થી પ્રખ્યાત પવિત્ર યાત્રાધામ માનસરોવર આવેલું છે. હિમાદ્રિની દક્ષિશ્વમાં “મધ્ય હિમાલય’ અથવા હિમાચલ’ શ્રેણી આવેલી છે. તેની પહોળાઈ 80થી 100 કિમી અને ઊંચાઈ 1700થી 4500 મીટર છે. આ ક્ષેત્રમાં પીર પંજાલ, ધૌલાધાર, નાગાટીબા અને મહાભારત શ્રેણીઓ છે. ઉત્તર ભારતનાં બધાં હવા ખાવાનાં સ્થળો તેમજ જાણીતાં યાત્રાધામો આ પર્વતશ્રેબ્રીમાં આવેલાં છે. મધ્ય હિમાલયની દક્ષિણે આવેલી પર્વતશ્રેણી ‘બાહ્ય હિમાલય’ કે ‘શિવાલિક’ નામે ઓળખાય છે. તે 10થી 15 કિમી પહોળી અને સરેરાશ 1000 મીટર ઊંચી છે. આ પર્વતશ્રેણીમાં આવેલી સમથળ ખીણો ‘દૂન (DUN) કહેવાય છે. દા. ત., દેહરાદૂન, પાટલદૂન, કોયરીદુન વગેરે.

2. પૂર્વ હિમાલયઃ હિમાલય પર્વતશ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ ટેકરીઓ તરીકે પ્રખ્યાત છે. તે ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી છે. તેમાં પતકાઈ, નાગા અને લુશાઈ (મિઝો) ટેકરીઓ તેમજ ગારો, ખાસી અને જેનિયા ટેકરીઓ આવેલી છે.

2. ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ :
આ પ્રદેશ સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્ર તેમજ તેમની શાખા-નદીઓના કાંપથી રચાયું છે. તે લગભગ 2400 કિમી લાંબો છે. દિલ્લીની પશ્ચિમે સતલુજનું અને પૂર્વે ગંગાનું મેદાન આવેલું છે. તેથી દિલ્લીને ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર” કહેવામાં આવે છે. આ મેદાનમાં દિલ્લી, આગરા, કાનપુર, લખનઉ, વારાણસી, પટના, કોલકાતા વગેરે મોટાં શહેરો આવેલાં છે. સિંધુ અને તેની પાંચ સહાયક નદીઓએ રચેલું મેદાન પંજાબ કહેવાય છે. તેનો થોડો ભાગ ભારતમાં અને મોટો ભાગ પાકિસ્તાનમાં છે. સિંધુ નદી અરબ સાગરને મળે છે. ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશના ચાર વિભાગો પડે છે :

  • ભાભર
  • તરાઈ
  • બાંગર અને
  • ખદર, શિવાલિકના તળેટીપ્રદેશમાં પર્વતમાળાને સમાંતર રચાયેલી કંકર-પથ્થરોની 8થી 16 કિમી પહોળી પટ્ટીને ભાબર કહે છે. ભાબર પછી તરાઈનું ક્ષેત્ર આવે છે. તે ભીનાશવાળું અને દલદલીય છે. અર્શી ગીચ જંગલો છે. જૂના કાંપના થરોને બાંગર કહે છે અને નવા કાંપવાળા થરોને ખદર કહે છે.

3. દીપકલ્પીય ઉચ્ચપ્રદેશ :
આ દેશનો સૌથી પ્રાચીન ભાગ છે. આ ત્રિભુજાકાર ક્ષેત્રનો પાયો ઉત્તરમાં અને શીર્ષભાગ દલિમાં છે. તેની સામાન્ય ઊંચાઈ 600થી 900 મીટર છે. તેના ઉત્તર ભાગનો ઢળાવ ઉત્તર-પૂર્વ તરફ અને દક્ષિણ ભાગનાં ઢોળાવ દક્ષિણ-પૂર્વ તરફ છે. તેના બે ભાગ પડે છે :

  • માળવાનો ઉચ્ચપ્રદેશ અને
  • દખ્ખણનો ઉચ્ચપ્રદેશ. માળવાના ઉચ્ચપ્રદેશનો ઉત્તર ભાગ નક્કર અગ્નિકૃત ખડકોનો બનેલો છે. તેની ઉત્તર-પશ્ચિમે અરવલ્લી પર્વતશ્રેણી છે અને ગુજરાતથી દિલ્લી સુધી વિચ્છિન્ન ટેકરીઓ સ્વરૂપે છે. અરવલ્લી પ્રાચીન ગેડ પર્વતનો અવશિષ્ટ ભાગ છે.

માળવાના ઉચ્ચભૂમિની દક્ષિણ સરહદે વિંધ્યાચળ ગિરિમાળા અને પૂર્વ સરહદે કૈમૂર ટેકરીઓ છે. અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે માળવાનો ઉચ્ચપ્રદેશ છે, તેમાં ચંબલ અને બેતવા મુખ્ય નદીઓ છે. તેનો ઉત્તર-પૂર્વ ભાગ બુંદેલખંડ કહેવાય છે. ઉચ્ચભૂમિ ક્ષેત્રના વચ્ચેના ભાગમાં નર્મદા અને શોણ નદીખીણોની મધ્યે વિંધ્યાચળ-કેમૂર ટેકરીઓની ભેખડો બની છે, શોલ નદીની પૂર્વે ઝારખંડમાં આવેલો છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ પણ આ ક્ષેત્રનો ભાગ છે. તે લાવાનો બનેલો છે. માળવાના ઉચ્ચભૂમિની લગભગ બધી નદીઓ ઉત્તર તરફ વહી યમુના કે ગંગાને મળે છે. રાજમહલની ટેકરીઓ અને શિલાંગનો ઉચ્ચપ્રદેશ પણ દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશનો ભાગ છે. દાખણનો ઉચ્ચપ્રદેશ ઉત્તરે સાતપુડા, મહાદેવ અને મૈકલની ટેકરીઓથી લઈને દ્વીપકલ્પના દક્ષિણ છેડા સુધી ફેલાયેલો છે. તેની પશ્ચિમ સરહદે પશ્ચિમઘાટ અને પૂર્વ સરહદે પૂર્વથાટે છે.

પશ્ચિમધાટ અરબ સાગરને કિનારે લગભગ અવિચ્છિરૂપે વ્યાપ્ત છે. તેને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રિ તથા તમિલનાડુમાં નીલગિરિ કહે છે. કેરળ-તમિલનાડુની સરહદ પર તે અન્નામલાઈ અને કામમની ટેકરીઓના નામે ઓળખાય છે. પૂર્વઘાટ તૂટક છે. દખ્ખણના ઉચ્ચપ્રદેશનો દક્ષિણ ભાગ પ્રમાણમાં વધારે ઊંચો છે. દખ્ખણના ઉચ્ચપ્રદેશની ઊંચાઈ 900થી 100 મીટર છે. તેનો ઢાળ પૂર્વ અને દક્ષિણ-પૂર્વ તરફનો છે. દખ્ખણના ઉચ્ચપ્રદેશની નર્મદા અને તાપી નદીઓ પશ્ચિમ તરફ વહી અરબ સાગરને મળે છે. આ સિવાયની મોટા ભાગની નદીઓ પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે.

4. દરિયાકિનારાના મેદાની પ્રદેશો :
પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી કેરલ સુધી ફેલાયેલું છે. ગુજરાતને બાદ કરતાં તે સાંકડું છે. મહારાષ્ટ્ર અને ગોવામાં તે કોંક્ષ તથા ગોવાની દક્ષિણે મલબાર કહેવાય છે. કોંકક્ષનું મેદાન અસંખ્ય ટેકરીઓને લીધે ઘણું અસમતલ છે. પશ્ચિમ તટની નદીઓનાં મુખ પહોળી ખાડી સ્વરૂપે છે. તે માછીમારી અને બંદરોના વિકાસ માટે ઉપયોગી છે. પશ્ચિમ કિનારે ઘણાં કુદરતી બંદરો આવેલાં છે, તેમાં મુંબઈ, મામગોવા (મુડગાંવ) અને કોચીન મુખ્ય છે. કેરલના તટ પર પશ્ચાદ્દ જળા(back water)થી નિર્માણ થયેલાં ખારા પાણીનાં ‘લગૂન’ તેમજ રેત-પાળા (કand bars) અને સાંકડી ભૂશિર (sptts) જેવાં ભૂસ્વરૂપો જોવા મળે છે. પૂર્વનું તટીય મેદાન પશ્ચિમના તટીય મેદાન કરતાં વધારે પહોળું છે. અહીં મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ડેલ્ટાપ્રદેશોમાં કાંપ નિક્ષેપણ વધારે થયું છે.
આ મેદાનનો ઉત્તર ભાગ ઉત્તર સરકાર તટના નામે અને દકિન્ન ભાગ કોરોમંડલ તટના નામે ઓળખાય છે.

5. દ્વીપસમૂહો :
લક્ષદ્વીપ અને અંદમાન-નિકોબાર આ બે ભારતના મુખ્ય દ્વીપસમૂહો છે. લક્ષદ્વીપ ટાપુઓ કેરલથી થોડે દૂર અરબ સાગરમાં આવેલા છે, તે પરવાળાના નિક્ષેપથી બનેલા છે. તેમાંના ઘણાનો આકાર ઘોડાની નાળ જેવો છે. તેને “ઍટલ’ કહે છે, બંગાળની ખાડીમાં આવેલા અંદમાન અને નિકોબાર રાપુઓ લક્ષદ્વીપ ટાપુઓ કરતાં મોટા, સંખ્યામાં વધુ અને વધારે વિસ્તૃત ક્ષેત્રમાં પથરાયેલા છે. તે નિમજજન-પર્વત શ્રેણીઓનાં શિખરો છે. કેટલાક જ્વાળામુખીય ક્રિયા દ્વારા બનેલા છે. આ વીપસમૂહો દેશની સુરક્ષાની દષ્ટિએ બૂાત્મક મહત્વ ધરાવે છે, ભારતના પ્રાકૃતિક વિભાગો એકબીજાના પૂરક છે. ઉત્તરના પર્વતો જળ અને જંગલોના મુખ્ય સ્રોત છે. ઉત્તરનું મેદાન દેશનો અન્નભંડાર છે. ઉચ્ચપ્રદેશ ખનીજોના ભંડાર છે તથા તટીય મેદાનો માછીમારી અને બંદર-સંબંધિત પ્રવૃત્તિઓ માટે મહત્વનાં છે,

→ ખડક એક કે તેથી વધુ ખનીજોના બનેલા સંગઠિત પદાર્થને ખડકી કહે છે.

→ ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો છે : (1) આગ્નેય ખડકો, (2) પ્રસ્તર અથવા નિક્ષેપકૃત ખડકો અને (3) રૂપાંતરિત ખડકો.

→ પૃથ્વીના પેટાળમાં અર્ધપ્રવાહી સ્થિતિમાં રહેલો લાવા સપાટી પર આવી મૅગ્મા (magma)રૂપે ઠંડું પડે છે ત્યારે આગ્નેય ખડકો રચાય છે. તે પૃથ્વીની આંતરિક ગરમી વડે બનેલા હોવાથી તેમને આગ્નેય ખડકો’ કે ‘અગ્નિકૃત ખડકો’ કહે છે. દા. ત., ગ્રેનાઇટ

→ ધોવાણ અને ખવાણનાં પરિબળોના નિક્ષેપણ કાર્યથી મહાસાગર, સમુદ્ર કે સરોવર જેવાં જળાશયોના તળિયે નિક્ષિપ્ત દ્રવ્યોની જમાવટથી બનતા ખડકોને “પ્રસ્તર” અથવા “નિક્ષેપકૃત ખડકો કહે
છે, દાત., કોલસો.

→ પૃથ્વીની ભૂસંચલન ક્રિયાને લીધે અગ્નિત અને પ્રસ્તર ખડકોનાં કન્નરચના, સ્તરરચના અને બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે તેમને ‘રૂપાંતરિત ખડકો’ કહે છે.

→ નિશ્ચિત અણુરચના, અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુબ્રધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુરૂપ પદાર્થોને ખનીજ કહેવામાં આવે છે.

→ ખનીજોના મુખ્ય બે વિભાગો છે :

  • ધાતુમય ખનીજો અને
  • અધાતુમય ખનીજો.

→ ધાતુમય બનીજો

  • કીમતી ધાતુમય ખનીજો દા. ત., સોનું, ૩૬ (ચાંદી), પ્લેટિનમ વગેરે
  • હલકી ધાતુમય ખનીજો દા. ત., મૅગ્નેશિયમ, બોક્સાઈટ, ટીટાનિયમ વગેરે
  • સામાન્ય ઉપયોગમાં લેવાતાં ખનીજો દા. ત., લોખંડ, તાંબું વગેરે
  • મિશ્રધાતુ રૂપે વપરાતાં ખનીજો દા. ત., મેંગેનીઝ, ટંગસ્ટન વગેરે.

→ અધાતુમય બનીજો ચૂનાના ખડકો, ચૌક, ફ્લોરસ્પાર, અબરખ વગેરે.

→ સંચાલનશક્તિ માટે ઉપયોગમાં લેવાતાં ખનીજ કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે.

→ મુખ્ય ખનીજો અને તેનું ક્ષેત્રિય વિતરણ :

  • લોખંડઃ ઝારખંડ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, ગોવા, ઓરિસ્સા (ઓડિશા), તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કન્નટિક, બિહાર, મધ્ય પ્રદેશ વગેરે.
  • મેંગેનીઝ : કર્ણાટક, ઓરિસા (ઓડિશા), મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા વગેરે.
  • તાંબું ગુજરાત, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વગેરે.
  • બૉક્સાઇટ: ઓરિસ્સા (ઓડિશા), આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ગુજરાત વગેરે.
  • સીસું રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા (ઓડિશા), મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ, ગુજરાત વગેરે.
  • અબરખઃ આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ વગેરે.
  • ચૂનાના ખડકોઃ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, હિમાચલ પ્રદેશ વગેરે.

→ પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને “જમીન’ કહે છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોનું ખવાણ થતાં ભૂકો બને છે અને જમીન તૈયાર થાય છે.

→ ભૂમિ-આવરણમાં ખડકોના નાના-મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને “રેગોલિથ’ કહેવામાં આવે છે.

→ ભારતની જમીનોના છ પ્રકારો છે :

  • કાંપની જમીન
  • કાળી કે રેગુર જમીન
  • રાતી જમીન
  • પડખાઉ કે લેટેરાઇટ જમીન
  • પર્વતીય જમીન અને
  • રણપ્રકારની જમીન.

1. કાંપની જમીનના ખદર અને બાંગર એમ બે પેટાપ્રકારો છે. ખદર જમીન નદીના તટની નવા કાંપની બનેલી છે. તે રેતાળ અને આછા રંગની હોય છે. બાંગર જમીન નદીન જૂના કાંપની બનેલી છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે.

2. કાળી કે રેગુર જમીનઃ તે દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશની ભેટ છે. તે ચીકણી અને કસવાળી હોય છે. તે કપાસના પાક માટે વધુ અનુકૂળ હોવાથી તેને “કપાસની કાળી જમીન’ પણ કહે છે. તે “રેગુર’ના નામે પણ ઓળખાય છે.

3. રાતી જમીન : લોહતત્ત્વ અને અન્ય સેન્દ્રિય તત્ત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. તે પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે.

4. પડખાઉ કે લેટેરાઇટ જમીનઃ વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણ થતાં પડખાઉ જમીન તૈયાર થાય છે. તેમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપ છે.

5. પર્વતીય જમીનઃ તે દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. તે રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી હોય છે.

6. રણપ્રકારની જમીનઃ તે મુખ્યત્વે શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે. તેમાં ક્ષારકણો વધારે અને જૈવિક પદાર્થો ઓછા હોય છે.

 

  • Chapter 15 જળ-પરિવાહ Class 9 Notes

જળ-પરિવાહ Class 9 GSEB Notes

→ નદી અને તેની શાખા-પ્રશાખાઓનું ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા સામૂહિક તંત્રને ‘જળપરિવાહ પ્રણાલી’ કહે છે,

→ જે કોઈ પર્વતધાર કે ઉરચ ભૂમિ વડે બે પડોશી જળપરિવાહ અલગ થાય છે, તે પર્વતધાર કે ઉચ ભૂમિને “જળવિભાજક” કહે છે.

→ ભારતની નદી પ્રણાલીને બે પ્રકારોમાં વહેંચી શકાય :

  • હિમાલયની નદીઓ અને
  • દીપકલ્પીય નદીઓ.

→ હિમાલયની નદીઓનાં બેસિન (ખીણક્ષેત્રો) મોય છે. અનેક નદીઓએ હિમાલયમાં તીવ્ર ઢોળાવવાળી ઊંડી ખીન્નો અને વિશિષ્ટ કોતરો બનાવ્યાં છે. આ નદીઓ બારમાસી છે. તેમાં ચોમાસામાં વરસાદથી અને ઉનાળામાં હિમાલયનાં શિખરોનો બરફ પીગળવાથી પાણી આવ્યા કરે છે.

→ હિમાલયની નદીઓ તેના ઉદ્ભવસ્થાનેથી નીકળીને સમુદ્રને મળે છે ત્યાં સુધીનો જળમાર્ગ ઘણો લાંબો છે.

→ નદીપરિવાહની મુખ્ય ત્રણ અવસ્થાઓ છે :

  • ઉપરવાસ
  • મધ્યસ્થ ભાગ અને
  • હેઠવાસ.

→ નદીઓના વિસર્ષણને લીધે તેમજ પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા આકારનાં સરોવરો રચાય છે. જ નદી મુખપ્રદેશ આગળ અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. કાળક્રમે એ ભાગમાં ત્રિકોણ આકારનો અતિશય ફળદ્રુપ પ્રદેશ બને છે. તેને “3” (Delta) કહે છે.

→ કીપાની નદીઓ છીછરી ખીણોમાં થઈને વહે છે. તેમાંની મોય ભાગની નદીઓ હંગામી (મોસમીં) હોય છે. ઉનાળાની સૂકી ઋતુમાં મોટી નદીઓમાં પણ પાણી ઘણું ઓછું થઈ જાય છે. મોટા ભાગની નદીઓ પશ્ચિમઘાટમાંથી નીકળી, પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળી છે.

→ હિમાલયની નદીઓને ત્રણ વિભાગમાં વહેંચી શકાય :

  • સિંધુ નદી પ્રણાલી
  • ગંગા નદી પ્રણાલી અને
  • બ્રહ્મપુત્ર નદી પ્રણાલી.

1. સિંધુ નદી પ્રણાલી : સિંધુ તિબેટમાં માનસરોવર પાસેથી નીકળી ઉત્તર-પશ્ચિમ તરફ વહે છે. જમ્મુ-કરમીરમાં તેને જાકાર, થોક, બરા, હુંઝા વગેરે નદીઓ મળે છે. પાકિસ્તાનમાં તેને પંજાબની પાંચ નદીઓ – સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમનો સંયુક્ત પ્રવાહ પંજનદ મિથાનકોટ પાસે મળે છે. એ પછી સિંધુ નદી અરબ સાગરને મળે છે. સિંધુના બેસિનનો ત્રીજો ભાગ ભારતમાં જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં આવેલો છે.

2. ગંગા નદી પ્રણાલી : ઉત્તરાખંડમાં દેવપ્રયાગ પાસે અલકનંદા અને ભાગીરથી નદીઓનો સંયુક્ત પ્રવાહ ગંગા નામે ઓળખાય છે. તે હરદ્વાર પાસે મેદાનમાં પ્રવેશે છે. તેને ઉત્તરે નેપાળ તરફથી આવીને ઘાઘરા, ગંડક અને કોસી નદીઓ મળે છે. આ નદીઓ મોટા પ્રમાણમાં જળવિદ્યુત પેદા કરવાની અને સિંચાઈ માટે પાણી આપવાની ક્ષમતા ધરાવે છે. ગંગાના જમણા કિનારે અલાહાબાદ પાસે ગંગા અને યમુનાનો તથા પટના પાસે ગંગા અને સોનનો સંગમ થાય છે.

પશ્ચિમ બંગાળમાં ફરાક્કા પાસે ગંગા બે ફાંટાઓમાં વહેંચાઈ જાય છે. તેનો મુખ્ય ફાંટો આગળ દક્ષિણ-પૂર્વ તરફ વહીને “પદ્મા’ નામથી બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. દક્ષિણ તરન્નો બીજો ફાંયે ‘ભાગીરથી-હુગલી’ નામે પશ્ચિમ બંગાળમાં વહી બંગાળની ખાડીને મળે છે. પદ્માને બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્ર મળે છે. આગળ વધતાં તેને મેઘના મળે છે. ત્યાંથી બંગાળની ખાડી સુધીનો તેનો સંયુક્ત પ્રવાહ “મેઘના” નામે જ ઓળખાય છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ ફળદ્રુપ મુખત્રિકોણપ્રદેશ બનાવ્યો છે, જે ‘સુંદરવન’ના નામે ઓળખાય છે.

3. બ્રહ્મપુત્ર નદી પ્રણાલી બ્રહ્મપુત્ર નદી તિબેટમાં સિંધુ અને સતલુજના ઉદ્ગમની નજીક નીકળે છે. તે સિંધુથી સહેજ વધારે લાંબી છે. તિબેટમાં તે હિમાલયને સમાંતર પૂર્વ તરફ વહી નામચા બરવા શિખરની ફરતે અંગ્રેજી અક્ષર “U” જેવો વળાંક લઈ અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. અહીં તેણે 5500 મીટર ઊંડી કોતર જેવી ખીણ બનાવી છે. ભારતમાં તે અરુણાચલ પ્રદેશ અને અસમમાં થઈને વહે છે. અહીં તેને ઘણી નદીઓ મળે છે. તિબેટમાં તે ‘ત્સાંગપો’, અરુણાચલ પ્રદેશમાં “સિતાંગ’ કે “દિહાંગ’, અસમમાં બ્રહ્મપુત્ર’ અને બાંગ્લાદેશમાં ‘જમુના’ નામે ઓળખાય છે.

સાંગપોમાં પાણી અને કાંપ ઓછાં હોય છે, પણ ભારતમાં તે ભારે વરસાદવાળા પ્રદેશમાં થઈને વહેતી હોવાથી તેમાં પુષ્કળ પાણી અને કાંપ હોય છે. અસમમાં તે એકબીજા સાથે ગૂંથાયેલા ફાંટાઓમાં વહેંચાઈને એક ગુંફિત નદી [Braided river) સ્વરૂપે વહે છે. તેના પ્રવાહની વચ્ચે કેટલાક મોટા દીપ પણ બનેલા છે. ચોમાસામાં બ્રહ્મપુત્રમાં અવારનવાર ભારે પૂર આવે છે ત્યારે અસમ અને બાંગ્લાદેશમાં ભયંકર તારાજી સર્જાય છે.

→ દ્વીપકલ્પીય ભારતમાં પશ્ચિમઘાટ મુખ્ય જળવિભાજક છે. તે પશ્ચિમ કિનારાથી ઘણો નજીક છે. પશ્ચિમઘાટની પશ્ચિમે અનેક નાની નાની
નદીઓ વહે છે.

→ દ્વીપકલ્પની મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે મૉય ભાગની મોટી નદીઓ પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે. નર્મદા અને તાપી નદીઓ પશ્ચિમ તરફ વહે છે. જ હીપકલ્પીય નદીઓનાં પ્રવાહ-ક્ષેત્રો (બેસિન) પ્રમાણમાં નાનાં છે.

→ નર્મદા બેસિન : નર્મદા અમરકંટક પાસેથી નીકળી એક ફાટમાં થઈને લગભગ 1312 કિમી દૂર વહે છે અને અરબ સાગરને મળે છે. માર્ગમાં નર્મદા નદીએ ધુંઆધાર નામના જળધોધની રચના કરી
છે. તેનું બૅસિન મધ્ય પ્રદેશ અને ગુજરાત પૂરતું સીમિત છે.

→ તાપી બેસિનઃ તાપી નદી મધ્ય પ્રદેશના બૈતૂલ જિલ્લામાંથી નીકળી
નર્મદાને સમાંતર એક ફાટખીમાં વહીને અરબ સાગરને મળે છે. તેનું બેસિન મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે.

→ ગોદાવરી બેસિન : ગોઘવરી ભારતીય દ્વીપકલ્પની સૌથી મોટી નદી છે. તેની લંબાઈ આશરે 1465 કિમી છે. તે દ્વીપકલ્પમાં સૌથી મોટું બેસિન ક્ષેત્ર ધરાવે છે, તેનો 50 % ભાગ મહારાષ્ટ્રમાં અને બાકીનો આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં છે.
ગોદાવરીની શાખા-નદીઓમાં પૂર્ણા, માંજરા, પેનગંગા, વર્ધા, વનગંગા, પ્રાણહિતા અને ઈંદ્રાવતી મુખ્ય છે. ગોદાવરી તેના લાંબા માર્ગ અને વિસ્તૃત બેસિનને કારણે દક્ષિણની ગંગા’ કહેવાય છે,

→ મહાનદી બેસિન : મહાનદી છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાંથી નીકળી ઓડિશામાં થઈને બંગાળની ખાડીને મળે છે. તેની લંબાઈ 860 કિમી છે. તેનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં છે.

→ કૃષ્ણા બેસિનઃ કૃષ્ણા નદી મહાબળેશ્વર પાસેથી નીકળી લગભગ 1400 કિમી વહીને બંગાળની ખાડીને મળે છે. કોયના, ઘાટપ્રભા, ભીમા, તુંગભદ્રા, મુસી વગેરે તેની શાખા-નદીઓ છે, તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં છે.

→ કાવેરી બેસિન : કાવેરી નદી પશ્ચિમઘાટની બ્રહ્મગિરિ શ્રેણીમાંથી નીકળીને 760 કિમી વહી જૂના કાવેરીપનમની પાસે બંગાળની ખાડીને મળે છે. તેનું બેસિન ક્ષેત્ર કર્ણાટક, કેરલ અને તમિલનાડુમાં છે.

→ આ સિવાય દામોદર, પેનેરુ, સુવર્ણરેખા, મહી વગેરે નાની નદીઓનાં બેસિન ક્ષેત્રો છે.

→ ભારતનાં સરોવરો: ભારતમાં કુદરતી સરોવરો પ્રમાણમાં ઓછાં છે. મીઠા પાણીનાં મોટા ભાગનાં સરોવરો હિમાલય ક્ષેત્રમાં છે. તે મુખ્યત્વે હિમનદીઓથી બન્યાં છે.

→ જમ્મુ-કશ્મીરનું વુલર સરોવર ભારતમાં મીઠા પાણીનું સૌથી મોટું કુદરતી સરોવર છે. ડાલ સરોવર, ભીમતાલ, નૈનિતાલ, લોકતક, કોલેરુ તથા બાપાની મહત્ત્વનાં અન્ય સરોવરો છે,

→ સમુદ્રની ભરતીના કારણે ભારતના પૂર્વ કિનારે ચિલિકા (ચિક્કા), કોલેરુ અને પુલિકટ જેવાં લગૂન (પજળ) સરોવરો રચાયાં છે.

→ રાજસ્થાનનું સાંભર ખારા પાણીનું સરોવર છે. તેના પાણીમાંથી મીઠું પકવાય છે. ભારતનાં અનેક માનવરચિત સરોવરો નદીઓ પર બંધ બાંધવાથી રચાયેલાં છે.

→ સરોવરોની ઉપયોગિતા : સિંચાઈ, જલવિદ્યુત, મત્સ્ય ઉદ્યોગ, પ્રવાસન, પીવા અને ઘરવપરાશ, નૌકાવિહાર, દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ વગેરે માટે સરોવરો ઉપયોગી છે.

→ નદીઓનું આર્થિક મહત્ત્વા: નદીનું પાણી એક કુદરતી સંસાધન છે, પ્રાચીન સંસ્કૃતિઓ નધનિારે જ જન્મી અને વિકાસ પામી હતી. નદીનું પાણી ખેતીવાડી માટે ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત, તે સિચાઈ, જલવિદ્યુત, પીવા અને ઘરવપરાશ, કારખાનાં અને ઉદ્યોગો, નૌકાવિહાર વગેરે માટે ઉપયોગી છે.

→ નદી પ્રદૂષણ પહેરીકરણ અને ઉદ્યોગીકરણના પરિણામે નદીઓના પાણીના પ્રદૂષશ્વમાં સતત વધારો થઈ રહ્યો છે. નદી પ્રદૂષણ એ દેશની એક રાષ્ટ્રીય સમસ્યા બની છે.

→ જળ-પ્રદૂષણ અટકાવવાના ઉપાયો (1) રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના (NRCP) દ્વારા જળ શુદ્ધીકરણના કાર્યક્રમોનો અમલ કરવો. (2) ઔદ્યોગિક એકમો પોતાનું ગંદુ પાલ્લી નદીઓમાં ન ઠાલવે તે માટેના કાયદા બનાવવા અને તેનો કડકપણે અમલ કરવો. (3) ઔદ્યોગિક એકમોએ પોતાનું દૂષિત પાણી નદીઓમાં કાલવતાં પહેલાં તેમાં રહેલાં હાનિકારક તત્ત્વો નાબૂદ કરવા પ્લાન્ટ્સ બનાવવા. (4) નદીનું પાણી ચોખ્ખું રહે એ માટે ઘરનો કચરો નદીમાં ન ભળે તેની બધા નાગરિકોએ કાળજી રાખવી.

 

  • Chapter 16 આબોહવા Class 9 Notes

આબોહવા Class 9 GSEB Notes

→ આબોહવા એટલે કોઈ પણ પ્રદેશની લાંબા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ,

→ હવામાન એટલે કોઈ પણ સ્થળની, કોઈ એક સમયની કે નિશ્ચિત એવા કોઈ ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ,

→ હવામાનનો આધાર મુખ્ય રૂપે હવાનું તાપમાન, હવાનું દબાણ, પવનોની દિશા અને વેગ, હવામાં ભેજનું પ્રમાણ, વરસાદ, ધુમ્મસ, ઝાકળા, વાદળાં વગેરે પર રહેલો છે.

→ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે. એશિયા ખંડમાં મોસમી આબોહવા ધરાવતા મુખ્ય દેશો ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર છે.

→ પૃથ્વી પોતાની ધરી પર 23.5નો અને ક્ષાની સાથે ઉ6.5નો ખૂણો બનાવે છે. 21 જૂનના દિવસે કર્કવૃત્ત પર અને 22 ડિસેમ્બરના દિવસે મકરવૃત્ત પર સૂર્યનાં કિરણો બરાબર લંબ પડે છે. છે ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થતું હોવાથી ભારતનો દક્ષિણ ભાગ ઉષ્ણ કટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે. તેથી ભારતના જુદા જુદા ભાગોમાં આવેલાં સ્થળોના તાપમાનમાં ઘણો મોટો તફાવત નોંધાય છે.

→ ભારતની ઉત્તરે આવેલા લેહ અને દ્રાસનું તાપમાન શિયાળામાં – 45 સે જેટલું નીચું જાય છે, જ્યારે રાજસ્થાનમાં આવેલા શ્રીગંગાનગર અને અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51 સે જેટલું ઊંચું નોંધાયેલું છે. ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલા મેધાલયના ચેરાપુંજીમાં વાર્ષિક 1200 સેમી વરસાદ પડે છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. ચેરાપુંજીથી 16 કિમી દૂર આવેલું મૌસિનરમ ચોવીસ કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે જાણીતું બન્યું છે, જ્યારે રાજસ્થાનના રણપ્રદેશમાં વાર્ષિક માત્ર 10થી 12 સેમી વરસાદ પડે છે.

→ ભારતની આબોહવાને અસર કરતાં પરિબળો અક્ષાંશ વિષુવવૃત્તથી અંત૨), સમુદ્રથી અંતર, સમુદ્રની સપાટીથી ઊંચાઈ, વાતાવરણીય દબાલ અને પવનો છે. & સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી ઊંચે તરફ જતાં 165 મીટરે 1°સે અથવા 1000 મીટરે 6.5 સે જેટલું તાપમાન ઘટે છે,

→ ભારતની આબોહવાને દૂરના પ્રદેશોની જેટ સ્ટીમ, પશ્ચિમી વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીઝ), અલનીનો, આઈ. ટી. સી. ઝોન વગેરે ઘટનાઓ અસર કરે છે. દભારતમાં પરંપરાગત રીતે છ ઋતુઓ ગણાય છે : હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષ અને શરદ.

→ ભારત સરકારની દિલ્લી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની ઋતુઓને ચાર વિભાગમાં વર્ગીકૃત કરી છે :

  • શિયાળો – ડિસેમ્બરથી ફેબ્રુઆરી
  • ઉનાળો – માર્ચથી મે
  • ચોમાસું – જૂનથી સપ્ટેમ્બર તથા
  • પાછા ફરતા મોસમી પવનોની તુ- ઑક્ટોબર અને નવેમ્બર.

→ શિયાળાના મહિના દરમિયાન ભારત પર સૂર્યનાં કિરણો ત્રાંસા પડતાં હોવાથી ઘણી ઓછી ગરમી પડે છે. આ સમય દરમિયાન મધ્ય એશિયામાંથી ઉત્તર-પૂર્વીય પવનો વાય છે. તે સૂકા અને ઠંડ હોય છે. તેથી દેશમાં હવામાન સૂકું રહે છે. સમુદ્રથી વધુ દૂર હોવાથી ઉત્તર-પૂર્વ ભારતમાં ખૂબ ઠંડી પડે છે. હિમાલયમાં થતી હિમવર્ષાથી ઉત્તર ભારતનાં મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. શિયાળામાં હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયાથી આવતા અત્યંત ઠંડા પવનો રોકે છે. તેથી ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ઘરબિંદુથી નીચું જતું નથી,

→ ઉત્તર-પૂર્વીય પવનો તમિલનાડુના કોરોમંડલ તટીય ક્ષેત્રમાં બંગાળની ખાડી પર થઈને આવતા હોવાથી ભેજવાળા બને છે, જે તમિલનાડુમાં વરસાદ આપે છે.

→ માર્ચથી મે દરમિયાન સૂર્ય વધુ ને વધુ ઉત્તર તરફ ખસે છે. આથી ભારતમાં ઉનાળો હોય છે. માર્ચથી દક્ષિણ ભારતનું અધિકતમ તાપમાન 40 °સેની આસપાસ પહોંચી જાય છે. એપ્રિલ-મે મહિનાઓમાં મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં સૌથી વધુ ગરમી પડે છે. અહીં કેટલાંક સ્થળોનું તાપમાન 40થી 45 °સે સુધી પહોંચી જાય છે. દ્વીપકલ્પીય ભારતમાં સમુદ્રની સમીપતા અને ઉચ્ચપ્રદેશની ઊંચાઈને લીધે તાપમાન બહુ ઊંચું જતું નથી.

→ મે માસ દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે, જે કેરી પાકવામાં મદદરૂપ થતો હોવાથી “આમ્રવૃષ્ટિ’ કહેવાય છે. તે કૉફીના પાકને પણ ફાયદાકારક છે.

→ ભારતીય દ્વીપકલ્પ નેત્યકોણીય મોસમી પવનોને બે શાખાઓમાં વહેંચી દે છે : અરબ સાગરની શાખા અને બંગાળની ખાડીની શાખા. અરબ સાગરની શાખાના માર્ગમાં પશ્ચિમધાટ અવરોધરૂપ બનતાં તેના વાતાભિમુખ ઢોળાવો પર 200 સેમી કરતાં વધુ વરસાદ પડે છે. આ પવનો પશ્ચિમધાટની વાતવિમુખ બાજુએ આગળ જતાં ઓછો વરસાદ આપે છે.

→ અરબ સાગરની એક શાખા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ થઈને રાજસ્થાન સુધી પહોંચે છે. તે માર્ગમાં પણ ઓછો વરસાદ આપે છે. રાજસ્થાનના રણપ્રદેશમાં 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે,

→ બંગાળની ખાડીની એક શાખા પશ્ચિમ બંગાળ થઈને મેઘાલય જાય છે. મેઘાલયમાં ખાસી ટેકરીઓમાં આવેલાં ચેરાપુંજી અને મૌસિનરમમાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે. સૂફ મોસમી પવનોની સાથે બંગાળની ખાડી અને અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો વર્ષાઋતુને વધુ તીવ્ર બનાવે છે.

→ મોસમી પવનોની સાથે “વરસાદના ક્રમભંગ’ની ઘટના સંકળાયેલી છે. વરસાદ પડવાના અને નહિ પડવાના સમયગાળાઓ વારાફરતી આવ્યા કરે છે. નથી.

→ ભારતની પ્રાકૃતિક રચનામાં ઘણું વૈવિધ્ય છે. તેને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ અસમાન બન્યું છે. દા. ત., અસમ અને મેઘાલયમાં ખૂબ વરસાદ પડે છે, જ્યારે રાજસ્થાનના રણપ્રદેશમાં અને કાશ્મીરના લેહમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે.

→ ઑક્ટોબર અને નવેમ્બર માસમાં ભારતમાં હળવા દબાણનું ક્ષેત્ર નબળું પડે છે અને તેના સ્થાને ક્રમશઃ ભારે દબાણનું ક્ષેત્ર રચાય છે. આથી મોસમી પવનો ભારતના ભૂમિ-ભાગો પરથી સમુદ્રો તરફ વાય છે. તેથી આ ઋતુ “પાછા ફરતા મોસમી પવનોની ઋતુ” કહેવાય છે. ભેજવાળી જમીન, સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન તેનાં પૂર્વલક્ષણો છે. ઊંચા તાપમાન અને ભેજને લીધે દિવસનું તાપમાન અકળાવનારું રહે છે. તેને “ઑક્ટોબર હિીટ’ કે ભાદરવી તાપ” કહે છે.

→ મોસમી પવનોની અનિયમિતતા અને અનિશ્ચિતતાની અસરો ભારતની આબોહવા પર અને લોકોનાં ખાનપાન, રહેણીકરણી, સ્વભાવ અને ખેતપ્રવૃત્તિ પર પડે છે. પણ

→ આબોહવાની માનવજીવન પર અસરોઃ

  • સિંચાઈની સગવડો વિનાના વિસ્તારોમાં માત્ર વરસાદના આધારે એક જ પાક લઈ શકાય છે
  • પાકોને યોગ્ય સમયે વરસાદી પાણી મળતું ન હોવાથી બિયારણ નિષ્ફળ જાય છે કે પાક બળી જાય છે.
  • અતિવૃષ્ટિ થવાથી પાકો નાશ પામે છે.
  • પૂરથી જમીનનું ધોવાણ થતાં જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે. લાંબા ગાળે ખેત-ઉત્પાદન ઘટી જાય છે.
  • વર્ષાઋતુ પછી ખેતમજૂરો બેકાર બને છે, તેથી તેમની આજીવિકાનો પ્રશ્ન વિકટ બને છે. તેઓ રોજગારી માટે શહેરો તરફ સ્થળાંતર કરે છે.
  • વરસાદની અનિશ્ચિતતાથી કાચો માલ ન મળવાથી ખેત આધારિત ઉદ્યોગોને સહન કરવું પડે છે.
  • અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા વિકટ બને છે. રણવિસ્તાર અને પહાડોની તળેટીમાં રહેતા લોકોનું જીવન હાડમારીભર્યું બને છે.

 

  • Chapter 17 કુદરતી વનસ્પતિ Class 9 Notes

કુદરતી વનસ્પતિ Class 9 GSEB Notes

→ ભારતમાં વિવિધ પ્રકારની વનસ્પતિ છે. વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં દસમું અને એશિયામાં ચોથું છે.

→ વિશાળ વિસ્તારમાં પથરાયેલાં વૃક્ષો અને અન્ય વનસ્પતિના સમૂહને ‘જંગલ’ કહે છે.

→ માણસની સહાય વગર ઊગતી અને વિકસતી વનસ્પતિ “કુદરતી વનસ્પતિ’ કહેવાય છે.

→ ભારતની કુદરતી વનસ્પતિની વિવિધતા પર અસર કરનારાં પરિબળોમાં ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન અને ભેજ, સૂર્યપ્રકાશ અને વરસાદનું પ્રમાણ મુખ્ય છે.

→ ભારતમાં આશરે 5000 જાતનાં વૃક્ષો થાય છે. તેમાંથી 450 જાતનાં વૃક્ષો વેપારી દષ્ટિએ ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત આશરે 15,000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે, જે વિશ્વના 6% છે. હંસરાજ (ફની, લીલ, શેવાળ અને ફૂગ જેવી અપુષ્પ વનસ્પતિ પણ

થાય છે,

→ ભારત સર્પગંધા જેવી ઘણી જડીબુટ્ટીઓ માટે વિખ્યાત છે, સર્પગંધા લોહીના ઊંચા દબાણનો રોગ મટાડે છે. તે ફક્ત ભારતમાં જ થાય છે. આયુર્વેદમાં લગભગ 2000 ઔષધિઓનું વર્ણન છે.

→ ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની વિવિધતાના આધારે ભારતમાં કુદરતી વનસ્પતિના પાંચ પ્રદેશો રચાયા છે :

  • ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો
  • ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો
  • ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલો
  • સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસનાં મેદાનો અને
  • ભરતીનાં જંગલો (મેન્યુવ જંગલો).

1. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો 200 સેમીથી વધુ વરસાદવાળા ગરમ પ્રદેશોમાં જોવા મળે છે. આ જંગલો બારે માસ લીલાં રહે છે, વૃક્ષો જાડા થડવાળાં અને 60 મીટરથી વધુ ઊંચાં હોય છે. વૃક્ષોનું લાકડું કન્ન અને વજનદાર હોય છે. અબનૂસ, મહોગની, રોઝવુડ અને રબર અહીંનાં મુખ્ય વૃક્ષો છે.

2. ઉષણ કટિબંધીય ખરાઉ જંગલોને “મોસમી જંગલો’ પણ કહે છે, અર્શી 70થી 200 સેમી જેટલો વરસાદ પડે છે, અઠ્ઠીંનાં વૃક્ષો પાનખર ઋતુમાં પોતાનાં બધાં પાન ખેરવી નાખે છે. સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર અને વાંસ અહીંના મુખ્ય વૃક્ષો છે.

3. ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલો 70 સેમીથી ઓછો વરસાદ મેળવતા પ્રદેશોમાં જોવા મળે છે. અર્લી ખજૂર, બાવળ, બોરડી, થોર અને ખીજડો મુખ્ય વનસ્પતિ છે. તેનાં મૂળ લાંબાં, ઊંડાં અને પાણી મેળવવા માટે ચોતરફ ફેલાયેલાં હોય છે. પાન નાનાં હોય છે, જેથી બાધ્યનિષ્કાસન ઓછું થાય છે.

4. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસનાં મેદાનો મુખ્યત્વે હિમાલયમાં જોવા મળે છે. હિમાલયના તળેટી વિસ્તારમાં ખરાઉ જંગલો, 1000થી 2000 મીટરની ઊંચાઈએ પહોળાં પાનવાળાં ઓક, ચેસ્ટનટ અને ચિનારનાં વૃક્ષો તથા 1500થી 3000 મીટરની ઊંચાઈએ પાઇન, દેવદાર, સિલ્વર ફરે, સૂસ, સીડર વગેરે શંકુ આકારનાં વૃક્ષો જોવા મળે છે. આ વૃક્ષોનું લાકડું પોચું અને માવાદાર હોવાથી કાગળ બનાવવામાં વપરાય છે. હિમાલયના 3600 મીટરથી વધુ ઊંચાઈએ આલ્પાઇન ઘાસ અને ટ્રેડ વનસ્પતિ જોવા મળે છે. અહીં સિલ્વર ફેર, જુનિફર બર્ચ મુખ્ય વનસ્પતિ છે,

5. ભારતનાં દરિયાકિનારે નદીઓના મુખત્રિકૌપ્રદેશોમાં ભરતીનાં જંગલો (મેન્યુવ જંગલો) આવેલાં છે. સુંદરી અને ચેર અહીંની મુખ્ય વનસ્પતિ છે.

→ ભારતનાં જંગલો અનેક પ્રકારની પેદાશો આપે છે. તેમાં લાકડું મુખ્ય છે. જંગલો ઇમારતી લાકડું, બળતણ, ઔષધિઓ અને કાગળ, દીવાસળી, કૃત્રિમ રેસા જેવા વિવિધ ઉદ્યોગો માટે કાચો . માલ આપે છે. તે કેટલાક ગૃહઉદ્યોગો માટે વાંસ અને વિવિધ પ્રકારનાં પાન આપે છે. આ ઉપરાંત, લાખ, ગુંદર, રાળ, મધ, ટર્પેન્ટાઇન, નેતર, રબર, ફળો વગેરે તેની ગૌણ પેદાશો છે.

→ પર્યાવરણની સમતુલા જાળવવા માટે જંગલો બહુ મહત્ત્વનાં છે. લીલી વનસ્પતિ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી ઑક્સિજન વાયુ આપે છે. તેથી હવા શુદ્ધ થાય છે. વનસ્પતિ વાતાવરણને ઠડું રાખે છે અને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, તે પવન અને વરસાદથી ધતું જમીનનું ધોવાણ ધટાડે છે અને રણને આગળ વધતું અટકાવે છે. તે ભેજ સંઘરી રાખે છે અને ભૂમિગત જળને જાળવી રાખે છે, હે જંગલોના વિનાશ માટેનાં કારણોમાં દેશનો વસ્તીવધારો, ખેતી માટે વધુ જમીન મેળવવાની ઘેલછા, ઉદ્યોગીકરણ, ઝૂમ પદ્ધતિની ખેતી, જંગલવાર્તાઓની ગરીબી, બળતણ માટે લાકડાં મેળવવાની પ્રવૃત્તિ, નવી વસાહતોનું પ્રસ્થાપન, સડકોનું નિર્માણ, બહુહેતુક યોજનાઓ વગેરે મુખ્ય છે. જંગલોના વિનાશના કારણે માનવ સમક્ષ ધણી વિકટ સમસ્યાઓ ઊભી થઈ છે.

→ જંગલોના વિનાશથી પર્યાવરણીય સમતુલા ખોરવાઈ છે. આ અસરોમાં વરસાદનું પ્રમાણ ઘટવું, દુષ્કાળ, ગ્લોબલ વોર્મિંગ વિશ્વિક તાપવૃદ્ધિ), ગ્રીનહાઉસ ઇફેક્ટ હરિતગૃહ પ્રભાવ), રણવિસ્તારમાં વધારો થવો, વન્ય જીવો નિરાશ્રિત થવાં વગેરે મુખ્ય છે.

→ ભારતની ઈ. સ. 1952ની રાષ્ટ્રીય વનનીતિ મુજબ દેશના 33 % વિસ્તારમાં જંગલો હોવાં જોઈએ. તેને બદલે માત્ર 23 % વિસ્તારમાં જંગલો છે. ગુજરાતમાં આ પ્રમાણ કેવળ 10 % છે.

→ જંગલોનું જતન અને સંવર્ધન કરવા માટે ભારત સરકારે ઈ. સ. 1952માં રાષ્ટ્રીય વનનીતિ અમલમાં મૂકી છે. ઈ. સ. 1980માં સંસદે વનસંરક્ષણ અધિનિયમ પસાર કર્યો. ભારત સરકારે ઈ. સ. 1988માં નવી રાષ્ટ્રીય વનનીતિ જાહેર કરી.

→ જંગલોના જતન અને સંરક્ષણ માટે નીચે પ્રમાણેના ઉપાયો હાથ ધરવા જોઈએ:

  • જંગલો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, તેથી તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે એવી નાગરિકોમાં સમજ કેળવવી.
  • વૃક્ષછેદન પર કડક નિયંત્રણો મૂકવાં અને ગેરકાયદે વૃક્ષ કાપતી વ્યક્તિને કડક સજા કરવી.
  • વનમહોત્સવ અને સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમોમાં લોકભાગીદારી વધારવી.
  • વૃક્ષારોપણની પ્રવૃત્તિ વિકસાવવી.
  • શાળા-કૉલેજોમાં પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ વિકસાવવી.
  • પર્યાવરણલક્ષી દિન ઊજવવા.
  • જંગલોમાં આગ ન લાગે તે માટેની તકેદારીઓ રાખવી અને આગનું શમન કરવા પૂરતી વ્યવસ્થા કરવી.
  • સૌર-ઊર્જા, બાયો-ઊર્જા, પવન-ઊર્જા વગેરેના ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહન આપવું.
  • પ્રચાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવી, લોકજાગૃતિ લાવવી.

 

  • Chapter 18 વન્યજીવન Class 9 Notes

વન્યજીવન Class 9 GSEB Notes

→ સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની આશરે 15 લાખ પ્રજાતિઓ છે, તે પૈકી આશરે 81,251 પ્રજાતિઓ ભારતમાં છે. તેમાં 1230 જાતનાં પક્ષીઓ, 496 જાતના સરીસૃપો, 210 જાતનાં ઉભયજીવી પ્રાણીઓ, 398 સસ્તનો, 2546 જાતનાં માછલાં અને 60,000 જાતનાં કીટકો છે.

→ જૈવિક વૈવિધ્યની દષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદજૈવ વૈવિધ્ય ધરાવતા કુલ આઠ દેશોમાં ભારત છઠ્ઠા ક્રમે છે,

→ ભારતના પ્રાણ-ભૌગોલિક પ્રદેશોના કુલ 9 ભાગ છે :

  • હિમાલય પ્રદેશ
  • લાખ અને શુદ્ધ શીત ક્ષેત્ર
  • હિમાલયનું નાચ્છાદિત નીચલું ક્ષેત્ર
  • હિમાલયનાં વનસ્પતિવિહીન ઊંચાં ક્ષેત્રો
  • ઉત્તરનું મેઘન
  • રાજસ્થાનનો રમ્રપ્રદેશ
  • દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ
  • સમુદ્રકિનારો અને
  • નીલગિરિની પહાડીઓ.

→ ભારત વૈવિધ્યસભર વન્ય જીવસૃષ્ટિ ધરાવે છે. તેમાં એશિયાઈ હાથી, એકશિગી ગેંડા, હિમદીપડા, જંગલી બકરીઓ, કસ્તુરી મૃગ, જંગલી ભેંસ (ભારતીય બાયસન), રાષ્ટ્રીય પ્રાજ્ઞી વાઘ, એશિયાઈ સિંહ, ઘુડખર (જંગલી ગધેડાં) વગેરે પ્રાણીઓ જોવા મળે છે.

→ ભારતમાં સુરખાબ, ઘોરાડ (ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ), નિકોબારી કબૂતર વગેરે વિશિષ્ટ પક્ષીઓ જોવા મળે છે.

→ પશ્ચિમઘાટનાં ગીચ જંગલોમાં ઊડતી ખિસકોલીઓ જોવા મળે છે.

→ શિયાળા દરમિયાન ભારતના જલપ્લાવિત વિસ્તારોમાં ઠંડા પ્રદેશોમાંથી સાઇબીરિયન ક્રેન, પેલીકન, તિબેટીયન બતક, કુંજ કરકરા વગેરે યાયાવર (ભટકતાં) પક્ષીઓ આવે છે. છે કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ ટાપુસમૂહમાં પરવાળાંની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે.

→ ભારતમાં રાજનાગ, સાપ, અજગર, પાટલા ઘો વગેરે સરીસૃપોની જાતો છે.

→ ભારતના દરિયાકિનારા તથા અન્ય જળવિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડૉલ્ફિન, ડુગાંગ (દરિયાઈ ગાય, ઑક્ટોપસ સિંગાર), વહેલ જેવી જીવસૃષ્ટિ છે.

→ દેશના કૃષિ-વિસ્તારો અને ગોચર તથા પડતર જમીનો પર શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલાં, જંગલી સૂવર, શેળો જેવાં પ્રાણીઓ તેમજ કોયલ, પોપટ, મોર, સુઘરી, ઘુવડ, ચીબરી, પીળક, સમડી, કાબર, શ્રેરબગલા જેવાં પક્ષીઓ વિહરતાં જોઈ શકાય છે.

→ ભારતમાં મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં આજે (ઈ. સ. 2014) વાઘની સંખ્યા 2228 જેટલી છે.

→ ભારતમાં નામશેષ થયેલાં પ્રાણીઓમાં ચિત્તો મુખ્ય છે. ગીધ પક્ષી નામશેષ થવાના આરે છે. એશિયાઈ સિંહો માત્ર ગુજરાતનાં ગીરનાં જંગલોમાં જ જોવા મળે છે. આજે (ઈ. સ. 2015) તેની સંખ્યા આશરે 523 જેટલી છે. એક સમયે ગુજરાતમાં સારસ પક્ષી મોટી સંખ્યામાં જોવા મળતું હતું. આજે તેની સંખ્યા ઘટી ગઈ છે. ગુજરાતનાં પર્વતીય જંગલોનું મુળ રહેવાસી શ્યામ ગરુડ ક્યારેક જોવા મળે છે. એ જ રીતે ચિલોત્રો પક્ષી પણ ભાગ્યેજ જોવા મળે છે,

→ ભારતનાં જંગલોના વિનાશને કારણે વન્યજીવન સંકટમાં મુકાયું છે. પશુ-પક્ષીઓના માંસ, ચામડાં, હાડકાં, શિંગડાં, દાંત, પીંછાં વગેરે મેળવવા કે માત્ર શોખ ખાતર પશુ-પક્ષીઓનો શિકાર કરવામાં આવે છે. જંગલોમાં પાલતુ પશુઓ દ્વારા થતું ચરાણ, તૃણાહારી પ્રાણીઓની ઘટતી જતી સંખ્યા, પ્રદૂષણનો ફેલાવો, માનવીની પ્રાણીવિરોધી પ્રવૃત્તિઓ વગેરેને કારણે વન્ય જીવો માટે સંકટ ઊભું થયું છે.

→ જંગલોના વિસ્તારોમાં થતા ઘટાડાને કારણે વન્ય જીવો ખોરાક અને આશ્રયની શોધમાં માનવવસ્તી તરફ આવે છે, જેથી પ્રાણીઓ અને માનવો વચ્ચે અથડામણો થાય છે. પરિવ્રામે વન્ય જીવોને જીવ ગુમાવવો પડે

→ દક્ષિણ ભારત અને દક્ષિણ-પૂર્વ ભારતનાં જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓનાં ઝુંડ કૃષિ-વિસ્તારોમાં આવી ભારે ઉત્પાત મચાવે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાઓના હુમલામાં તેમજ ગુજરાતના ઉત્તર-પૂર્વનાં જંગલોની નજીક કે જેગલમાં રીંછના હુમલાઓમાં માનવોને ઈજા પહોંચાડવાની કે તેમને મારવાની ઘટનાઓ બને છે. આવી દુર્ઘટનાઓથી બચવા માટે અગમચેતી રાખવી જરૂરી છે.

→ વન્ય જીવ સંરક્ષણ માટે જંગલોના જતનનું ચુસ્ત આયોજન, કાયદાની જોગવાઈ અને તેનું કડકપણે પાલન થાય, સામાજિક સ્વૈચ્છિક સંગઠનોના જનજાગૃતિ કાર્યક્રમો, શાળાના અભ્યાસક્રમોમાં વન્ય જીવોની સમસ્યાઓનો સમાવેશ, દેશની વિકાસ યોજનાઓ ઘતાં પહેલાં તેની પર્યાવરણ અને જીવસૃષ્ટિ પર થનારી અસરોની તપાસ, ગેરકાયદેસર થતી વૃક્ષછેદનની પ્રવૃત્તિ પર અંકુશ; તળાવો, ખેત-તલાવીઓ અને અન્ય જળાશયોની જાળવણી, ખેતરોમાં જંતુનાશકોને બદલે કીટનાશકોનો વપરાશ, પ્રદૂષણની માત્રામાં ઘટાડો, જંગલોમાં થતા દાવાનળને અટકાવવા પેટ્રોલિંગ અને અન્ય સાવચેતીઓનું આયોજન વગેરે ઉપાયો હાથ ધરવા જોઈએ.

→ પ્રાચીન સમયમાં મૌર્યયુગના મહાન રાજા અશોકે વન્ય જીવ સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા.

→ નાગરિકની મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં વનો અને વન્ય જીવોનું સંરક્ષણ કરવાની ફરજ સામેલ કરવામાં આવી છે. વન્ય જીવ બોર્ડની ભલામણો સંદર્ભે ભારતીય સંસદ ‘વન્ય જીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે. તદ્દ અનુસાર દેશમાં અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવી છે. તે પૈકી ગુજરાતમાં 22 અભયારણ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર તૈયાર કરવામાં આવ્યું છે. કેટલાંક વિશિષ્ટ પ્રાણીઓની પ્રજાતિના રક્ષણ માટે સરકારે ખાસ યોજનાઓ બનાવી છે.

→ વાઘના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકારે ઈ. સ. 1973માં પ્રોજેક્ટ ટાઇગર’ કાર્યક્રમ હેઠળ 48 વિસ્તારોને આવરી લેતા 9 આરક્ષિત વિસ્તારો બનાવ્યા છે.

→ એશિયાઈ સિંહોની સુરક્ષા માટે ગીરમાં ‘સિંહ પરિયોજના’ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, બારસિંગા હરણ, મગરમચ્છ, ભારતીય ગેંડા, હિમદીપડા, હાથી વગેરે પ્રાણીઓના રક્ષણ માટે પરિયોજનાઓ શરૂ કરવામાં આવી છે.

 

  • Chapter 19 ભારત : લોકજીવન Class 9 Notes

ભારત : લોકજીવન Class 9 GSEB Notes

→ ભારતના લોકોના ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, બોલી, ઉત્સવો, તહેવારો, ધર્મ વગેરેમાં ભિન્નતા છે. આથી ભારત વિવિધતામાં એકતા ધરાવતો ભાતીગળ દેશ ગણાય છે.

→ લોક જીવનની દૃષ્ટિએ ભારતને ચાર વિભાગોમાં વહેંચી શકાય :

  • પશ્ચિમ ભારત
  • ઉત્તર ભારત
  • દક્ષિણ ભારત અને
  • પૂર્વ ભારત.

1. પશ્ચિમ ભારતનું લોકજીવન:
→ પશ્ચિમ ભારતનાં મુખ્ય રાજ્યો રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગોવા છે. ગુજરાતમાં સંધશાસિત પ્રદેશો દમણ અને દીવ તથા દાદરા અને નગરહવેલીનો સમાવેશ થાય છે.

→ લોકોનો ખોરાક: અહીંના લોકો ખોરાકમાં અનાજ, કઠોળ, લીલાં શાકભાજી, દાળ-ભાત, ખીચડી, કઢી તેમજ દૂધ, દહીં, છાશ, માખણ વગેરેનો ઉપયોગ કરે છે. આ પ્રદેશમાં દરિયાકિનારે રહેતા લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માછલી છે.

→ પહેરવેશ : રાજસ્થાનમાં પુરુષો ધોતિયું, અંગરખું અને રંગબેરંગી પાઘડી પહેરે છે; જ્યારે સ્ત્રીઓ ઘેરવાળો રંગીન ચણિયો અને કબજો પહેરે છે અને માથે ઓઢક્ષી ઓઢે છે. ગુજરાતમાં પુરુષો ધોતિયું, ઝભ્ભો કે ચોરણો અને માથે સફેદ ટોપી કે પાઘડી પહેરે છે; જ્યારે સ્ત્રીઓ સાડી, ચલિયો અને કબજો પહેરે છે. મહારાષ્ટ્રમાં પુરુષો ધોતિયું, પહેરણ અને માથે ટોપી કે પાઘડી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ કછોટો વાળીને સાડી (મહારાષ્ટ્રીયન ઢબની સાડી પહેરે છે. મધ્ય પ્રદેશના લોકોનો પોશાક ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો જેવો જ છે. ગોવામાં પુરુષો ધોતી અને પહેરણ પહેરે છે; જ્યારે સ્ત્રીઓ સાડી, ચણિયો અને કબજો પહેરે છે. આજે બધાં રાજ્યોમાં પુરુષો પેન્ટ-શર્ટ અને ટી-શર્ટ તથા સ્ત્રીઓ સલવાર-કમીઝ કે જીન્સ પહેરતી થઈ ગઈ છે

→ રહેઠાણઃ આ પ્રદેશમાં ઈંટ કે પથ્થર અને સિમેન્ટનાં ધાબાવાળાં મકાનો છે, ગામડાંઓમાં લોકો ઘાસ-માટીનાં બનાવેલાં મકાનોમાં રહે છે. અર્ધીની આદિવાસી પ્રજા વાસ અને લાકડાથી બનાવેલાં છૂટાંછવાયાં ઝૂંપડાંમાં રહે છે, કોંકણમાં મકાનોનાં છાપરાં ઢાળવાળાં હોય છે.

→ ભાષાઓ અહીંના લોકો મુખ્યત્વે હિન્દી, ગુજરાતી, મરાઠી અને કોંકણી ભાષા બોલે છે, દરેક રાજ્યમાં વિસ્તાર પ્રમાણે પ્રાદેશિક બોલીઓ બોલાય છે.

→ તહેવારો -ઉત્સવો: રાજસ્થાનનાં ઘુમ્મર, કચ્ચીપો) અને કાલબૈલિયા નૃત્યો તથા મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય ખૂબ જ જાણીતાં છે. ગુજરાતના રાસ-ગરબા દુનિયાભરમાં જાણીતા છે. અહીંના લોકો દિવાળી, નવરાત્રી, શિવરાત્રી, ગણેશચતુર્થી, હોળી, દશેરા, મહાવીર જયંતી, ઈદ, મોરમ, નાતાલ, પતેતી, ચેટીચાંદ વગેરે તહેવારો ઊજવે છે.

→ મેળાઓ : આ પ્રદેશના પુષ્કર, સિદ્ધપુર, વૌઠા, તરણેતર, ભવનાથ, ડાંગ દરબાર વગેરે મેળાઓ ખૂબ જાણીતા છે. મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરનો અને મહારાષ્ટ્રમાં નાશિકનો અર્ધકુંભમેળો અને ગોવાનો કાર્નિવલ ખૂબ જાણીતા છે,

2. ઉત્તર ભારતનું લોકજીવન:
→ ઉત્તર ભારતનાં મુખ્ય રાજ્યો પંજાબ, હરિયાણા, જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્લી (રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ) વગેરે છે.

→ લોકોનો ખોરાક આર્ટીના લોકો ખોરાકમાં ઘઉની વાનગીઓ, કઠોળ, લીલાં શાકભાજી, દાળ-ભાત, માંસ-મચ્છી વગેરેનો ઉપયોગ કરે છે. પંજાબની લસ્સી, પરાઠાઓ, પનીર મિશ્રિત શાક વગેરે દેશભરમાં જાણીતાં છે.

→ પહેરવેશ: પંજાબ અને હરિયાણાના પુરુષો ખૂલતી સલવાર, લાંબી બાંયનો ઝભ્ભો અને માથે પંજાબી પાઘડી પહેરે છે, કેટલાક પુરુષો ઝભા પર ભરત કરેલ કોટી પહેરે છે; જ્યારે સ્ત્રીઓ સલવાર અને કમીઝ પહેરે છે, તે જ પંજાબી ડ્રેસ છે. જમ્મુ-કાશ્મીરના પુરુષો ચોરણો, લાંબી બાંયનો ઝભ્ભો અને જાકીટ પહેરે છે; સ્ત્રીઓ સલવાર-કમીઝ અને માથે સ્કાર્ફ બાંધે છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના લોકોનો પોશાક જમ્મુ-કાશ્મીરના લોકોના પોશાક જેવો જ છે. વિશેષમાં, પુરુષો માથે ગઢવાલી રોપી પહેરે છે અને સ્ત્રીઓ માથે રૂમાલ બાંધે છે. ઉત્તર પ્રદેશના પુરુષો ધોતિયું, પહેરણ અને માથે ગમછો બાંધે છે; સ્ત્રીઓ સાડી, ચણિયો અને કબજો પહેરે છે.

→ રહેઠાણ : ઉત્તર ભારતના મેદાન પ્રદેશમાં ઈંટ અને સિમેન્ટનાં ધાબાવાળાં મકાનો હોય છે; જ્યારે ગામડાંમાં મોટા ભાગનાં મકાનો માટીનાં હોય છે. ઠંડા પહાડી વિસ્તારોમાં મકાનો લોકડાનાં અને – ઢળતા છાપરાવાળાં હોય છે.

→ ભાષાઓ પંજાબમાં પંજાબ, હરિયાણામાં હરિયાણવી, ઉત્તર પ્રદેશમાં હિન્દી અને ઉર્દૂ, જમ્મુ-કરમીરમાં ઉર્દૂ, કશ્મીરી અને ડોંગરી, ઉત્તરાખંડમાં હિન્દી અને હિમાચલ પ્રદેશમાં પહાડી ભાષાઓ બોલાય છે. આ ઉપરાંત, દરેક રાજ્યમાં પ્રાદેશિક બોલીઓ પણ બોલાય છે.

→ તહેવારો -ઉત્સવો : વૈશાખી અને લાહોરી પંજાબના તથા ઈદ અને મહોરમ જમ્મુ-કાશ્મીરનો મુખ્ય તહેવાર છે. હિમાચલમાં કુલુમાં દશેરાનો તહેવાર ઉજવાય છે. હોળી ઉત્તર પ્રદેશના મુખ્ય તહેવાર છે. આ ઉપરાંત, ઉત્તર ભારતમાં શિવરાત્રી, રામનવમી, જન્માષ્ટમી, દશેરા, ઈદ, મહોરમ, નાતાલ વગેરે તહેવારો ઊજવાય છે. ભાંગડા પંજાબનું અને કથક ઉત્તર પ્રદેશનું પ્રસિદ્ધ નૃત્ય છે.

→ મેળાઓ: હિમાચલ પ્રદેશમાં કુલુનો દશેરાનો, પંજાબનો શહીદોનો મેળો, ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજનો (અલાહાબાદનો) કુંભમેળો અને માઘમેળો વગેરે જાણીતા મેળાઓ છે. ઉત્તરાખંડમાં કુંભ અને અર્ધકુંભમેળા પ્રખ્યાત છે.

3. દક્ષિણ ભારતનું લોકજીવન:

→ દક્ષિણ ભારતનાં મુખ્ય રાજ્યો આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, તમિલનાડુ અને કેરલ છે. આ પ્રદેશમાં સંઘશાસિત પ્રદેશ પુડુચેરી(પોંડિચેરી)નો સમાવેશ થાય છે. ભૂપૃષ્ઠની દષ્ટિએ દક્ષિણ ભારત દ્વીપકલ્પ છે. દક્ષિણ ભારતનાં બધાં જ રાજ્યો દરિયાકિનારે આવેલાં છે.

→ લોકોનો ખોરાક: દક્ષિણ ભારતના લોકોનો મુખ્ય ખોરાક ભાત, માછલી અને કઠોળ છે. આ ઉપરાંત, તેઓ ખોરાકમાં ચોખામાંથી બનાવેલ ઈડલી, ડોસા અને મેંદુવડા જેવી વાનગીઓ કોપરાની ચટણી તથા ‘રસમ’ નામે જાણીતી દાળ સાથે લે છે. કૉફી અહીંનું લોકપ્રિય પીણું છે.

→ પહેરવેશ: દક્ષિણ ભારતની આબોહવા ગરમ અને ભેજવાળી હોવાથી અહીંના લોકો ખૂલતાં સુતરાઉ કપડાં પહેરે છે. અહીંના પુરુષો લુંગી કે ટૂંકી ધોતી, પહેરણ, ખભે ખેસ અને માથે પાઘડી પહેરે છે; જ્યારે સ્ત્રીઓ દક્ષિણી સાડી, ચણિયો અને કબજો પહેરે છે. ફૂલોની શોખીન સ્ત્રીઓ માથામાં વેણી પહેરે છે.

→ રહેઠાણ : દક્ષિણ ભારતનાં શહેરોમાં ઈંટ-સિમેન્ટનાં ધાબાવાળાં આધુનિક ઢબનાં મકાનો હોય છે. અહીંના ગરમ વિસ્તારોમાં ઘાસ અને નાળિયેરનાં પાનથી છાજેલાં ઝૂંપડાં હોય છે. અહીંના વધુ વરસાદવાળા પ્રદેશોમાં ઢાળવાળાં છાપરાં હોય છે. દક્ષિણ ભારતના દરેક રાજ્યમાં લોકો ઘરના આંગણે રોજ રંગોળી પૂરે છે.

→ ભાષાઓ : આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં તેલુગુ, કર્ણાટકમાં કન્નડ, તમિલનાડુમાં તમિલ અને કેરલમાં મલયાલમ ભાષા બોલાય છે. આ બધી ભાષાઓ દ્રવિડ કુળની ભાષાઓ છે.

→ તહેવારો – ઉત્સવોઃ આંધ્ર પ્રદેશમાં શિવરાત્રી, મકરસંક્રાંતિ અને | વિશાખા; કર્ણાટકમાં દશેરા, ઈદ અને નવરાત્રી; કેરલમાં ઓણમ, નાતાલ, ઈદ અને શિવરાત્રી તથા તમિલનાડુમાં પોંગલ વગેરે તહેવારો ઊજવાય છે.

4. પૂર્વ ભારતનું લોકજીવન:
→ પૂર્વ ભારતમાં બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, સિક્કિમ વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળ આ બે રાજ્યો દરિયાકિનારે આવેલાં છે.

→ લોકોનો ખોરાક: પૂર્વ ભારતના લોકોનો ખોરાક ભાત, માછલી, રોટલી, કઠોળ, લીલાં શાકભાજી વગેરે છે. રસગુલ્લાં’ અને ‘સંદેશ’ પશ્ચિમ બંગાળની પ્રિય મીઠાઈઓ છે.

→ પહેરવેશઃ બિહારમાં પુરુષો ધોતિયું, ઝભ્યો અને માથે પાઘડી પહેરે છે અને ખભે ખેસ નાખે છે; સ્ત્રીઓ સાડી, ચણિયો અને કબજો પહેરે છે. પશ્ચિમ બંગાળના પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી ઝભ્ભો પહેરે છે; જ્યારે સ્ત્રીઓ બંગાળી ઢબે સાડી પહેરે છે.

→ રહેઠાણઃ પૂર્વ ભારતનાં મેદાનોમાં ઈંટ-સિમેન્ટનાં બનેલાં પાકાં મકાનો હોય છે. પહાડી વિસ્તારોનાં મકાનો લાકડાં અને વાંસનાં બનેલાં હોય છે. અહીંના વધારે વરસાદવાળા વિસ્તારોમાં ઝૂંપડાંનાં છાપરાં ઢાળવાળાં હોય છે. પશ્ચિમ બંગાળના લોકો ઘરના પાછલા ભાગમાં પુકુર (નાનકડું તળાવ) બનાવી તેમાં માછલાં ઉછેરે છે.

→ ભાષાઓ પૂર્વ ભારતમાં ઝારખંડ, છત્તીસગઢ અને બિહારમાં હિન્દી, અસમમાં અસમી, ઓડિશામાં ઉડિયા, પશ્ચિમ બંગાળમાં બંગાળી (બાંગ્લા), મેઘાલયમાં ગારો અને ખાસી તથા મિઝોરમમાં મિઝો ભાષા બોલાય છે.

→ તહેવારો – ઉત્સવોઃ પૂર્વ ભારતમાં બિહારમાં છઠ્ઠ અને ભૈયાદૂજ તથા પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજાના તહેવારો ભવ્ય રીતે ઊજવવામાં આવે છે. આ ઉપરાંત, અહીં ઈદ અને ક્રિસમસના તહેવારો પણ ઊજવાય છે. પુરી(જગન્નાથપુરી)ની રથયાત્રા જગપ્રસિદ્ધ છે. પશ્ચિમ બંગાળનું રવીન્દ્ર સંગીત અને છાઉ નૃત્ય, અસમનાં બિહુ અને ઓજમાલી નૃત્યો, ઓડિશાનું ઓડિશી નૃત્ય અને મણિપુરનું મણીપુરી નૃત્ય જાણીતાં છે.

 

  • Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન Class 9 Notes

આપત્તિ-વ્યવસ્થાપન Class 9 GSEB Notes

→ આપત્તિ-વ્યવસ્થાપનના નિષ્ણાતોએ આપત્તિઓના મુખ્ય બે પ્રકાર પાડ્યા છે :

  • કુદરતી આપત્તિઓ અને
  • માનવસર્જિત આપત્તિઓ.

→ પૂર, વાવાઝોડું, સુનામી, દુકાળ, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ વગેરે કુદરતી આપત્તિઓ છે; જ્યારે આગ, ઔદ્યોગિક અકસ્માત, બૉમ્બ વિસ્ફોટ, હુલ્લડ, ટ્રાફિક-સમસ્યા વગેરે માનવસર્જિત આપત્તિઓ છે.

→ કુદરતી આપત્તિઓ :
1. પૂરઃ વર્ષાઋતુમાં નદીના ઉપરવાસમાં એકધારો ભારે વરસાદ પડવાથી નદીમાં આવતો પાણીનો ધસમસતો પ્રવાહ ‘પૂર’ કહેવાય છે. પૂરને લીધે કિનારાના જમીન વિસ્તારો પાણીમાં ડૂબી જાય છે. પૂર આવે ત્યારે પોતાની કીમતી અને અંગત વસ્તુઓ લઈ સલામત સ્થળે જતા રહેવું; સ્વચ્છ પાણી, સૂકો નાસ્તો, ફાનસ, મીણબત્તી, દીવાસળીની પેટી, રેડિયો, મોબાઇલ વગેરે પોતાની પાસે રાખવાં; બાળકોને ભૂખ્યાં ન રાખવાં; પાણી ઉકાળીને જ પીવું; સાપ અને અન્ય જીવજંતુઓને દૂર રાખવા વાંસની લાકડી સાથે રાખવી. ખોરાક બનાવવા પૂરના પાણીનો ઉપયોગ ન કરવો તેમજ રસ્તાઓ અને પૂરની પરિસ્થિતિની ચોક્કસ માહિતી મેળવ્યા વિના સલામત સ્થળેથી નીકળવું નહિ.

2. વાવાઝોડું (ચક્રવાત) : હવાના અસમાન દબાણથી સર્જાતું વિનાશકારી વાવાઝોડું ભારતમાં ચક્રવાત, યુ.એસ.એ.માં હરિકેન અને ટૉર્નેડો તથા ચીન અને જાપાનમાં ટાઇકૂનના નામે ઓળખાય છે. ભારતના પૂર્વ કિનારે અને કચ્છ-સૌરાષ્ટ્રના કિનારે ચક્રવાત ત્રાટકે છે. વાવાઝોડું ફેંકાય ત્યારે ટી.વી.ના સમાચાર જોવા; રેડિયો પરથી પ્રસારિત થતા સમાચારો સાંભળવા અને તેનો અમલ કરવો; મોબાઇલ ચાર્જ કરી લેવા; અફવાઓને અનુસરવું નહિ; વધારાનો ખોરાક, સૂકો નાસ્તો, પીવાનું પાણી વગેરેનો સંગ્રહ કરવો; બધાં માટે દવાની જોગવાઈ કરવી; બચાવતંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવું; પીવા માટે શુદ્ધ પાણી વાપરવું; પાલતુ પ્રાણીઓને ખીલેથી છોડી દેવાં વગેરે. વાવાઝોડું ફૂંકાય ત્યારે ઊડી શકે એવી ચીજવસ્તુઓ છૂટી ન રાખવી; હવામાન વિભાગ દ્વારા અપાતી ચેતવણી

સિવાયની વાતો કે અફવાઓ ધ્યાનમાં ન લેવી; ખુલ્લામાં બહાર નીકળવું નહિ; વીજળીના થાંભલા કે વીજળીના છૂટા વાયરને એડકવું નહિ; જાહેરાતનાં મોટું પાટિયાં કે મોટાં વૃક્ષો નીચે ઊભા રહેવું નહિ વગેરે.

3. ભૂકંપ: પૃથ્વીના પેટાળમાં થતી ક્રિયાઓને લીધે પૃથ્વીની સપાર્ટનો નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઊઠે છે. પૃથ્વી સપાટીની આ આકસ્મિક ધ્રુજારીને ‘ભૂકંપ કહે છે. ભૂકંપ થાય ત્યારે તમે શાળામાં હો તો પાટલીઓ કે ટેબલની નીચે બેસો, ખુલ્લામાં હો તો મકાનો, વરંડા, વીજળીના થાંભલા અને લાઇનોથી દૂર રહેવું, વાહન ચલાવતા હો તો પુલની નીચે કે ઉપર, વીજળીના થાંભલા કે વીજળીની લાઇન અને ટ્રાફિક સિગ્નલથી વાહન દૂર ઊભું રાખવું તથા વાહનમાં જ બેસી રહેવું, ભૂકંપના આંચકા પછી ઘરમાં નીચે પડી જાય એવી વસ્તુઓથી દૂર ઊભા રહેવું; રેડિયો પરથી પ્રસારિત થતા સમાચાર સાંભળવા વગેરે.

ભૂકંપ સમયે ગભરાઈને બૂમાબૂમ કે નાસભાગ ન કરવી; ઘરમાં નીચે પડતી વસ્તુઓને અટકાવવી નહિ; બહુમાળી મકાનમાંથી નીચે ઉતરવા લિફટનો ઉપયોગ ન કરવો; તમે ઘરમાં હો તો લાકડાનાં કબાટ, તિજોરી, અરીસા કે કાચના ઝુમ્મર નીચે ઊભા ન રહેવું; રસોઈ માટેના ગેસ લીકેજની ખાતરી કર્યા વિના ઘરમાં ધ્રવાસળી, લાઈટર કે વીજળીનાં સાધનો ચાલુ ન કરવાં, કારણ કે તેનાથી વિસ્ફોટ થઈ શકે છે; તબીબી સારવારની મદદ માટે અને આગની કટોકટી સિવાય ફોન ન કરવા વગેરે.

4. સુનામી ત્સુનામી શબ્દ જાપાનીઝ ભાષાનો છે, તેનો અર્થ વિનાશક મોજાં એવો થાય છે. સમુદ્રના પેટાળમાં જવાળામુખી ફાટવાથી કે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદનાં, શક્તિશાળી અને અસાધારણ લંબાઈનાં મોજાં ઉત્પન્ન થાય છે, તેને ‘સુનામી’ કહેવામાં આવે છે.

સુનામી સમયે સૂચના મળતાં જ ક્વિારાથી દૂર સલામત સ્થળે જતા રહેવું તેમજ રેડિયો પાસે રાખવો અને તેના દ્વારા મળતી સૂચનાઓ મુજબ વર્તવું. સુનામી સમયે સમુદ્રકિનારે આવેલાં ઊંચાં મકાનોમાં આશ્રય ન લેવો, કારણ કે તે વિનાશક મોજાથી ધરાશયી થઈ શકે છે. સુનામી ઓસરી જાય એ પછી તંત્ર દ્વારા સુચના મળે તે પહેલાં કિનારા તરફ ન જવું.

5. દુકાળ : વ સ્તુમાં વરસાદ આવે જ નહિ કે નહિવતુ વરસાદ આવે ત્યારે પાણીની તીવ્ર અછતની જે પરિસ્થિતિ સર્જાય તેને ‘દુકાળ’ કહે છે. દુષ્કાળનો સામનો કરવા માટે ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિનો વ્યાપ વધારવો; અનાજની માપબંધી કરવી તેમજ સસ્તા દરના અનાજના વિતરણની વ્યવસ્થા કરવી; ઉપલબ્ધ પાન્નીના પુરવઠાની વપરાશનું આયોજન કરવું; રાહતકામ શરૂ કરવાં; તાકીદનાં કામો સિવાયનાં બાંધકામનાં બીજાં કામો બંધ કરવાં વગેરે. અનાજનો બગાડ અટકાવવા મોટા ભોજનસમારંભો બંધ કરવા તેમજ સુખી અને સમૃદ્ધ લોકોએ અનાજ કે ઘાસચારાનો સંગ્રહ ન કરવો.

6. દાવાનળ : જંગલોમાં લાગતી ભયાનક અને વિનાશકારી આગ ‘દાવાનળ’ કહેવાય છે. ઘવાનળની ધટના માટે વીજળી પડવી સિવાયનાં બધાં કારણો માટે માણસ જ જવાબદાર છે. હવા અને જલદી સળગી શકે એવું ઈંધણ હને સૂકાં હોય તો દાવાનળ પ્રગટી શકે છે. ઘવાનળ ન પ્રગટે એ માટે જંગલની આસપાસ રહેતા લોકોએ વનવિભાગની સૂચનાઓ મુજબ જ વર્તવું; સૂકી ઋતુ દરમિયાન જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ ગોઠવવું તેમજ વનવિભાગના કર્મચારીઓને ઘવાનળ બુઝાવવાની વિશેષ તાલીમ આપવી.

દાવાનળ ન લાગે એ માટે વન વિસ્તારમાં પ્રવાસ કરતા લોકોએ સળગતી ચીજો તેમજ સિગરેટ-બીડીનાં ટૂંઠાં ગમે ત્યાં ન ફેંકવાં તથા જંગલ વિસ્તારની નજીક રહેતા લોકોએ વનવિભાગની સૂચનાઓ અવગણવી નહિ.

→ માનવસર્જિત આપત્તિઓઃ

1. ઔધોગિક અકસ્માત : સીદ્યોગિક વસાહતો, મિલો, કારખાનાં વગેરેમાં અકસ્માતો થાય છે. તેના માટે માનવીની ભૂલો જવાબદાર છે. ઔદ્યોગિક અકસ્માતોથી માણસો અને પશુઓની જાનહાનિ થાય છે તેમજ પર્યાવરણને મોટું નુકસાન થાય છે. ભોપાલ ગેંસકાંડ: મધ્ય પ્રદેશ રાજ્યના પાટનગર ભોપાલમાં આવેલા યુનિયન કાર્બાઇડ નામના જંતુનાશક દવાઓ બનાવતા કારખાનાની ટાંકીઓમાંથી 3 ડિસેમ્બર, 1984ના રોજ મીક નામનો અત્યંત ઝેરી વાયુ લગભગ 45 મિનિટ સુધી લીક થતો રહ્યો. તેની જીવલેણ અસરથી કાઢેરના લગભગ 2500 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. લગભગ 10,000 જેટલા લોકો કાયમી વિકલાંગ બન્યા હતા, જ્યારે 1.5 લાખ જેટલા લોકો આંશિક વિકલાંગ બન્યા હતા.

ગેસ ગળતરની ઘટના ન બને તે માટે કારખાનામાં આધુનિક વૉર્નિગ સિસ્ટમ લગાડવી; સલામતીનાં ઉચ્ચ ધોરøનું ચુસ્તપણે પાલન કરવું; ગૅસ ગળતર શરૂ થાય તો ગૅસટેન્કરોને માનવવસાહતોથી દૂર લઈ જવાં : પવનની દિશા જોઈ તેનાથી વિરુદ્ધ દિશામાં દોડી જવું, શારીરિક તક્લીફો માટે નજીકના ડૉક્ટર પાસે જવું, બેહોશ કે અશક્ત બનેલી વ્યક્તિઓને તાત્કાલિક દૂર લઈ જવી; ફાયરબ્રિગેડ અને પોલીસતંત્રને જાણ કરવી; બચાવ કામગીરીમાં રોકાયેલાં વાહનોને અવરોધે નહિ તેમ લોકોએ પોતાનાં વાહનો મુક્વાં, બચાવ કામગીરી ચાલતી હોય ત્યારે બીજા લોકોએ એકઠા ન થવું, ગેસ ગળતરનો વિસ્તાર સંપૂર્ણ સલામત જાહેર ન થાય ત્યાં સુધી એ વિસ્તારમાં જવું નહિ; બચાવ કામગીરીનું પ્રશિક્ષણ અને તે માટેનો જરૂરી સરંજામ લીધા વિના બચાવ કામગીરીમાં જોડવું નહિ,

2. વિષાણુજન્ય રોગઃ ડેગ્ય, ઇબોલા, સ્વાઇન ફ્લ, ઇલુએન્ઝા વગેરે વિષાણુજન્ય રોગોથી હજારો લોકોનાં મૃત્યુ થયાં છે. અગાઉના સમયમાં પ્લેગ જેવા રોગથી લાખો લોકો અવસાન પામ્યા હતા. વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક શોધખોળો અને રોગપ્રતિકારક રસીઓ તેમજ બચાવ માટેનો શ્રેષ્ઠ સાધનોને લીધે રોગચાળાના પ્રકોપનો સામનો કરી શકાય છે, સપ્ટેમ્બર, 1994માં સુરત શહેરમાં પ્લેગના રોગચાળાને અને ઈ. સ. 2015માં ગુજરાત તથા દિલ્લી સહિત દેશના અન્ય ભાગોમાં પ્રસરેલા સ્વાઇન ફ્લના રોગચાળાને આરોગ્યતંત્રે ચાંપતાં પગલાં ભરી મોટી જાનહાનિ રોકવામાં સફળતા મેળવી હતી. વિષાણુજન્ય રોગોથી બચવા માટે રોગપ્રતિકારક રસી મુકાવવી; પ્રચાર માધ્યમો દ્વારા રોગોનાં તમામ પાસાંથી લોકોને માહિતગાર કરવા; હૉસ્પિટલોમાં ચેપી રોગની સારવાર માટે અલાયદા વૉર્ડની વ્યવસ્થા કરવી; વિશ્વ-આરોગ્ય સંસ્થાએ વિષાણુજન્ય રોગો અટકાવવા માટે આપેલી સુચનાઓ અને માર્ગદર્શન પ્રમાણે પગલાં લેવાં વગેરે.

3. આતંકવાદી હુમલો : જે લોકો પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શાસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ભય, ત્રાસ, હિંસા, અસલામતી કે અરાજકતા ફેલાવે છે તેઓ “આતંકવાદીઓ’ કહેવાય છે. તેમ ઊભું કરેલું વાતાવરણ આતંકવાદ” કહેવાય છે. આતંકવાદ ફેલાવવા આતંકવાદીઓ આ પ્રવૃત્તિઓ કરે છે :

  • આત્મઘાતી હુમલા કરવા
  • માનવબૉમ્બનો ઉપયોગ કરવો
  • બૉમ્બ ફેંકવા, રોકેટો છોડવાં અને સુરંગો બિછાવવી
  • હિટલિસ્ટ બનાવવું
  • વિમાનો હાઇજેક કરવાં
  • વ્યક્તિઓનું અપહરલ કરવું અને તેમને મારી નાખવી
  • માદક દ્રવ્યોની હેરાફરી કરી નાલ્લાં એકઠાં કરવાં
  • ધાર્મિક સ્થળો પર હુમલા કરવા
  • રેલગાડી કે બસમાં બોંબુ મૂકવા વગેરે.

આતંકવાદી હુમલાથી બચવા માટે કોઈ પણ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલની પોલીસને જાણ કરવી, જાહેર સ્થળોએ જોવા મળતી બિનવારસી વસ્તુઓને અડકવું નહિ, આ બાબતની જાણ એ સ્થળના સુરક્ષાકર્મીને કરવી, સુરકાના હેતુથી કરવામાં આવતી તપાસ કે અંગજડતીની પ્રક્રિયામાં સહકાર આપવો, ઘરના ભાડુઆત વિશેની નોંધ નજીકના પોલીસ સ્ટેશનમાં કરાવવી, જાહેર સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવા, બસ કે ટ્રેનમાં કોઈ બિનવારસી સામાન જોવા મળે તો તેની તાત્કાલિક રૅલતંત્રની જવાબદાર વ્યક્તિને જાણ કરવી, પાડોશમાં રહેતી એકલી વ્યક્તિ મોડી રાત સુધી કમ્યુટર પર શંકાસ્પદ કામ કરતી જોવા મળે તો તેની પોલીસતંત્રને જાણ કરવી, બિનવારસી વાહનોની પોલીસને જાણ કરવી.

આતંકવાદીઓને કોઈ તક ન મળે એ માટે અજાણી વ્યક્તિ કોઈ વસ્તુ કે પાર્સલ આપે તો લેવું નહિ, અજાણી વ્યક્તિને પૂરતી તપાસ ર્યા વિના ઘર ભાડે આપવું નહિ તેમજ અજાણી વ્યક્તિ સાથે ઘર, વાહન કે મોબાઇલની લે-વેચ કરવી નહિ.

વિશ્વની કેટલીક આતંકવાદી ઘટનાઓ:

  • 11 સપ્ટેમ્બર, 2001ના રોજ સવારે 19 જેટલા આતંકવાદીઓએ 4 ઉતારુ જૅટ વિમાનોનું અપહરણ કર્યું. તેમાંના બે વિમાનોને ન્યૂ યૉર્ક શહેરના વન . યવર (PTC) સાથે અથડાવ્યાં, તેનાથી લગભગ ત્રણ હજાર નિર્દોષ નાગરિકો મૃત્યુ પામ્યા; જ્યારે લગભગ છ હજારથી વધારે નાગરિકો ઘાયલ થયા.
  • 13 ડિસેમ્બર, 2001ના રોજ 5 આતંકવાદીઓએ રાજધાની દિલ્લીમાં ભારતના સંસદભવન પર સશસ્ત્ર હુમલો કર્યો. સંસદના સુરક્ષાદળના જવાનોએ જાનને હોડમાં મૂકી હુમલાને નિષ્ફળ બનાવ્યો. આતંકવાદીઓ સાથેની અથડામણમાં 8 જવાનો શહીદ થયા; જ્યારે 16 જવાનો ઘાયલ થયા.
  • 26 નવેમ્બર, 2008ની મોડી રાત્રે આતંકવાદીઓએ મુંબઈની જાણીતી હૉટલો પર અને ભારે ભીડવાળાં સ્થળોએ શ્રેણીબદ્ધ વિસ્ફોટે તથા અંધાધૂંધ ગોળીબાર કર્યા. તેમાં 166 જેટલા લોકો મૃત્યુ પામ્યા; જ્યારે 137 જેટલા લોકો ઘાયલ થયા.
  • ડિસેમ્બર 2014માં આતંકવાદીઓએ પાકિસ્તાનના પેશાવર શહેરની આર્મી સ્કૂલમાં આડેધડ ગોળીબાર કરી 132 જેટલાં નિર્દોષ બાળકો સહિત 141 જેટલા લોકોને મોતના મુખમાં ધકેલ્યા હતા.
  • 13-14 નવેમ્બર, 2015ના દિવસો દરમિયાન આતંકવાદીઓએ ફ્રાન્સની રાજધાની પેરિસ શહેરમાં 7 સ્થળોએ વિસ્ફોટો ક્યું. તેમાં 130 જેટલા માણસો મૃત્યુ પામ્યા; જ્યારે 368 જેટલા માણસો ઘાયલ થયા.

4. હુલ્લડ બુલડ સમયે અફવાઓથી દોરવાવું નહિ તેમજ તેને ફેલાતી અટકાવવી; મહોલ્લા કે પોળોમાં શાંતિ સમિતિઓ રચવી તેમજ અસરગ્રસ્તોને તમામ પ્રકારની મદદ પહોંચાડવી, હુલ્લડ સમયે અફવાઓ ફેલાવવામાં નિમિત્ત ન બનવું, સત્તાવાળાઓના આદેશો કે સંચારબંધીનું ઉલ્લંઘન કરવું નહિ તેમજ સોશિયલ મીડિયામાં આવતી આધારહીન અને ભ્રામક વાતો માનવી નહિ. તથા તેને ફેલાવવી નહિ,

5. ટ્રફ્રિક-સમસ્યા મોટાં શહેરોની સડકો પર એકબીજાની અડોઅડ ચાલતાં અને ગોકળગતિએ આગળ વધતાં વાહનોની પરિસ્થિતિ ‘ટ્રફિકજામ” કહેવાય છે. જ્યારે વાહનો સડક પર અટકી જાય છે ત્યારે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. આ સમસ્યાને લીધે વાહનચાલકો, મુસાફરો અને રાહદારીઓ માનસિક તાણ અનુભવે છે,

સૂફિકજામ થતાં વાહનોમાંથી નીકળતો ધુમાડો અને મોટી માત્રામાં બહાર પડતાં મલિન દ્રવ્યોથી વાયુ અને અવાજનું પ્રદૂષણ જન્મે છે. પરિણામે તે વિસ્તારના લોકોના આરોગ્ય પર માઠી અસરો પડે છે તેમજ વનસ્પતિનો વિકાસ જોખમાય છે.

સમગ્ર વિશ્વમાં વધતા જતા શહેરીકરણને લીધે લગભગ બધાં મોટાં શહેરોમાં ‘ગ્રાફિકજામની સમસ્યા જોવા મળે છે.
ભારતની સડકો પર થતા અકસ્માતોમાં થતાં મૃત્યુનો આંક ઘણો ઊંચો છે, કેટલીક વાર સડક દુર્ઘટનામાં ભોગ બનનાર વ્યક્તિ ક્યારેક કાયમી અપંગ બને છે, ધોરી માર્ગો પર વાહનોના અતિશય ભારણથી અને અનિયંત્રિત ગતિના કારણે મોટી દુર્ઘટનાઓ સર્જાય છે.

વધુ પડતા ટ્રાફિકથી સમય અને ઈંધલનો મોટી માત્રામાં બગાડ થાય છે. સમયસર અસરકારક પગલાં, પરિવહન વ્યવસ્થાનું આગોતરું આયોજન અને ટ્રાફિકના નિયમોના પાલન માટેની પ્રતિબદ્ધતા – આ બાબતોથી ટ્રાફિકની સમસ્યાને હળવી બનાવી શકાય છે. નહિતર આ સમસ્યાથી આગામી દિવસોમાં અનેક લોકોની જિંદગી જોખમમાં મુકાશે એ ચોક્કસ છે,

→ આપત્તિઓની માનવજીવન પર થતી અસરો :
1. ભૌતિક અસરો :

  • મિલકતોને ભારે નુકસાન થાય છે.
  • આંતરમાળખાકીય સગવડોને ક્ષતિ પહોંચે છે, તેમના પુનઃનિર્માસ્ત્રમાં ખર્ચનું નવેસરથી આયોજન કરવું પડે છે.
  • પૂરને લીધે ઊભો પાક ધોવાઈ જાય છે. ફળદ્રુપ જમીનનું ધોવાણ થતાં ખેતીનું ઉત્પાદન ધટી જાય છે. કિનારા પરની માલમિલકતને અતિ નુક્સાન પહોંચે છે તેમજ જાનહાનિ થાય છે.

2. જનજીવન પર થતી અસરો :

  • આબાલવૃદ્ધનું અકાળે અવસાન થાય છે; કેટલાય લોકો વિકલાંગ બને છે. તંદુરસ્ત માણસોનું વાસ્થ બગડે છે.
  • સ્વજનો ગુમાવવાથી કુટુંબીજનો માનસિક સ્વસ્થતા ગુમાવે છે.
  • અનાથ બાળકોની અને નિરાધાર વૃદ્ધોની હાલત કફોડી બને છે.
  • સામાન્ય લોકોને મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠવી પડે છે.

3. આર્થિક અસરો :

  • નવેસરથી બાંધકામો કરવા માટે નાણાંની જરૂર પડે છે, તેથી વિકાસનાં ચાલુ કામ બંધ કરવાં પડે છે. ચાલ યોજનાઓ વિલંબમાં મુકાય છે.
  • ઔદ્યોગિક એકમો બંધ થતાં કામદારોની બેરોજગારીનો પ્રશ્ન વિકટ બને છે.
  • અસરગ્રસ્ત લોકોની આર્થિક સ્થિતિ નબળી પડે છે,

4. સામાજિક અસરોઃ

  • ભયભીત બનેલા લોકોનું સ્થળાંતર થતાં સામાજિક સંબંધોના તાણાવાણા કમજોર બને છે.
  • ધાર્મિક ઉત્સવોની ઉજવણી નીરસ બને છે, લોકોમાં તહેવારનો આનંદઉત્સાહ પ્રગટૅ થતાં સમય લાગે છે. સામાજિક સંબંધોમાં પરિવર્તન આવતાં સામાજિક સંસ્થાઓનું માળખું શિથિલ બને છે.

 

Post a Comment

Previous Post Next Post