Social Science Class 10 GSEB Notes in Gujarati Medium

 


Social Science Class 10 GSEB Notes in Gujarati Medium


  • Chapter 1 ભારતનો વારસો Class 10 Notes

 

ભારતનો વારસો Class 10 GSEB Notes

→ ભારતની ઉત્તરે હિમાલયની ગિરિમાળા, દક્ષિણે હિંદ મહાસાગર, પૂર્વે બંગાળાનો ઉપસાગર અને પશ્ચિમે અરબ સાગર જેવી કુદરતી સીમાઓ છે. વિશ્વમાં ભારત વિસ્તારની દષ્ટિએ સાતમું અને વસ્તીની દૃષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે.

→ ભારતે આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્વ સાંસ્કૃતિક વારસો આપ્યો છે.

→ ભારતની સંસ્કૃતિમાંથી ‘સત્ત’, વિત’ અને ‘માનઃ’ આ ત્રણ, બાબતોનો અનુભવ થાય છે. ભારતની સંસ્કૃતિનાં અહિંસા અને વિશ્વશાંતિ જેવાં મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યાં છે,

→ ‘વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ.’ શાળામાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણા વારસા અંગે આપણે કહીએ છીએ કે, “હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.

→ પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એ ભારતના વારસાના મુખ્ય બે વિભાગો છે. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવજીવનની વચ્ચેના નિતમ સંબંધોનું પરિણામ એટલે “પ્રાકૃતિક વારસો’,

→ ભારતના પ્રાકૃતિક વારસામાં પર્વતો, જંગલો, નદીઓ અને ખીણપ્રદેશો, ઝરણાં, સાગરો, દરિયાકિનારા, ફળદ્રુપ મેદાનો, રણો, ખનીજો, વનસ્પતિ, જીવજંતુઓ, પશુ-પક્ષીઓ વગેરે બાબતોનો સમાવેશ થાય છે, ભૂમિ- આકારો દ્વારા ભૂમિદશ્યો સર્જાય છે, દા. ત., હિમાલય.

→ ભારતની પ્રાચીન સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે વિકસી હતી. નદીઓ પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, જળમાર્ગ જેવી મહત્ત્વની જરૂરિયાતો સંતોષે છે.

→ વડ, પીપળો અને તુલસીની પૂજા તેમજ વડસાવિત્રીનું વ્રત વગેરે બાબતો વનસ્પતિનું ધાર્મિક મહત્ત્વ સૂચવે છે. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણપ્રેમી રહી છે. તેની સાક્ષી તેનો વૃક્ષપ્રેમ, પુષ્પપ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદર સૂચવે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરનાં જંગલોમાં જોવા મળે છે. વાધ, મૌર, મગર, ગરુડ વગેરે વન્ય જીવોને દેવ-દેવીઓના વાહન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ભારતની રાષ્ટ્રમુદ્રામાં ચાર સિહો, ધોડો, હાથી અને બળદ પ્રાણીઓની આકૃતિ દર્શાવાઈ છે.

→ વન્ય જીવોના સંરક્ષણ માટે દેશમાં અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો તેમજ કાયદા બનાવવામાં આવ્યા છે.

→ સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો. માનવીએ પોતાનાં કુનેહ, બુદ્ધિચાતુર્ય, આવત, ક્લા-કૌશલ્ય દ્વારા જે કાંઈ સર્યું છે, તેને ‘સાંસ્કૃતિક વારસો’ કહેવાય.

→ ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ ધર્મની અને જૈન ધર્મની ગુફાઓ જોવા મળે છે,

→ નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) આફ્રિકામાંથી બલૂચિસ્તાન થઈને ભારતમાં આવ્યા હતા. શ્યામ વર્ણ, 4થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ એ નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) પ્રજાની શારીરિક વિશેષતા છે.

→ શ્યામ રંગ, લાંબું અને પહોળું માથું, ચપટું નાક અને ટૂંકું કદ એ ઓસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજાની શારીરિક વિશેષતા હતી. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ મ્યાનમાર) વગેરે જાતિઓમાં આંસ્ટ્રેલૉઇડ નિષાદ) પ્રજાનાં લક્ષaો વિરોષ જોવા મળે છે.

→ દ્રવિડો મોહેં-જો-દડોની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર ગણાય છે. તેમનામાં માતૃમૂલક કે માતૃપ્રધાન કુટુંબપ્રથા પ્રચલિત હતી. દક્ષિજ્ઞ ભારતમાં દ્રવિડકુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો (દ્રવિડો) વસે છે.

→ મધ્ય એશિયામાંથી આવેલી અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ નામની પ્રજા સમાન ભૌતિક ગુણો ધરાવે છે.

→ ભારતની આય સભ્યતાના નિર્માતાઓ આર્ય (નોડિક) લોકો હતા. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં ‘સપ્તસિંધુના પ્રદેશમાં વસતી હતી. અન્ય સમકાલીન પ્રજા કરતાં તેઓ વધુ વિકસિત હતા. તેઓ પ્રકૃતિપ્રેમી હતા. તેમણે પ્રકૃતિનાં તત્ત્વોની સ્તુતિઓ વિદિક ગ્રાઓ – મંત્રો) રચી હતી. તેમણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે.

→ આપણા બંધારણની કલમ 57 (ક)માં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે, તેમાં (છ), (જ) અને (ટ) એટલે કે (6), (7) અને (9)માં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે કેટલીક ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

→ આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીકસમાં પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય અને મહત્ત્વ ધરાવતાં સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેમનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. ભારતનાં પ્રતિનિર્મિત રમ્ય ભૂમિદશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે.


  • Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા Class 10 Notes

 

ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા Class 10 GSEB Notes

→ માતા-પિતા તરફથી મળતો શારીરિક અને માનસિક લક્ષણોવાળો વારસો “જૈવિક વારસો’ કહેવાય.

→ માતા-પિતા તરફથી મળતો ઘરબાર, જમીન-જાયદાદ કે સ્થાવર જંગમનો વારસો ‘ભૌતિક વારસો’ કહેવાય.

→ પ્રાચીન સમયમાં ભારત હસ્તક્લા-કારીગરી, ચિત્રકલા, શિલ્પક્કા, સ્થાપત્યક્તા, સંગીતક્લા, નૃત્યકલા, નાટ્યકલા વગેરે કલાઓમાં વિશિષ્ટ લાયકાત ધરાવતો દેશ હતો.

→ ભારતની મુખ્ય હસ્તકલા-કારીગરીનાં નામ :

  • માટીકામ,
  • વણાટકામ
  • ધાતુકામ
  • ભરતગૂંથણ,
  • ચર્મઉદ્યોગ
  • મોતીકામ
  • જરીકામ
  • અકીકકામ અને
  • કાષ્ઠક્લા વગેરે..

→ કુંભારનો ચાકડો પ્રાચીન ભારતનું માટીકામ માટેનું પ્રથમ યંત્ર મનાય છે.

→ પ્રાચીન સમયમાં માટીમાંથી ઈંઢે, રમકડાં, માટલી, ધો, કોડિયાં, કુલડીઓ, ચૂલો; ઘી, તેલ, દૂધ અને દર્દી માટેનાં પાત્રો, રસોઈનાં સાધનો, અનાજનો સંગ્રહ કરવા માટે નાની-મોટી કોઠીઓ, દેવ દેવીની સ્થાપના માટેના તાકાઓ વગેરે બનાવવામાં આવતાં.

→ રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એક્બીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને “કાંતણ’ કહે છે.

→ ઢામ શહેરમાં બનાવવામાં આવતી મલમલનો તાકો (કાપડ) દીવાસળીની પેટીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પણ પસાર થઈ જતો હતો.

→ કશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા, પાટણનાં પટોળાં, કાંજીવરમ તથા બનારસી સાડીઓ, રાજસ્થાની બાંધણીઓ જેવા હાથવણાટના બેનમૂન હુન્નરના નમૂના ભારતની એક આગવી ઓળખ ગણાય છે.

→ પ્રાચીન સમયમાં આપણો દેશ પાટલનું પટોળું, રાજસ્થાની બાંધણી, કાંજીવરમની સાડીઓ અને ઢાકાની મલમલ માટે જાણીતો હતો.

→ પાટણમાં બનાવવામાં આવતા રેશમના વસાબેવડ-ઇક્ત)ને પાટણનાં પટોળાં’ કહેવાય છે. બેવડ એટલે બંને બાજુ અને ઈક્ત એટલે વણાટ પહેલાં રંગાયેલાં રેસામાંથી બનાવેલું કાપડ. આમ, બેવડ-ઇક્ત એટલે તાણા અને વાણાથી ગૂંથાયેલ સાડી, કે જેમાં સાડીની બંને બાજુએ એક જ આકાર દેખાય છે.

→ ચંદરવા, શાખ તોરણ, ચાકળા, ઓછાડ, તકિયા, પારણાં, ઓશીકાં, કેડીયાં વગેરે વસ્ત્રો પર ભરતગૂંથણ કરવાની કારીગરી આજે પન્ન પ્રખ્યાત છે. કચ્છના બન્ની વિસ્તારની “જત’ કોમના ભરતગૂંથણના નમૂના ગુજરાતની ગૂંથણકળાની અદ્દભુત સિદ્ધિ ગણાય છે.

→ પ્રાચીન સમયમાં ચર્મકારો મૃત પ્રાણીઓનાં ચામડાંમાંથી પખાલ મશકો, ધમણો, પગરખાં, કોશ, જીન, ઢોલ, નગારાં, તબલાં, ઢોલક, ઢાલ, પલાન્ન, લગામ, ચાબુક, પાકીટ, પટ્ટા તેમજ પાલતુ પ્રાણીઓને બાંધવા માટે વપરાતાં સાધનો વગેરે બનાવતા.

→ આભૂષજ્ઞો બનાવવામાં હીરા, માણેક, મોતી, પન્ના, નીલમ, પોખરાજ વગેરે રત્નોનો ઉપયોગ થાય છે. ગુજરાતમાં તારો, પછીત, બારી, ચાકળા, લગ્નનાં નારિયેળ અને મોડિયા, થોડિયાં, ઘૂઘરા, ઈંઢોણી, કળશ, બળદ માટેના મોડિયા અને તેનાં શીંગડાંની ફૂલ, પંખા વગેરે વસ્તુઓ મોતી ગૂંથીને બનાવવામાં આવે છે.

→ પ્રાચીન સમયમાં ભારતમાં તાંબુ, કાંસું, પિત્તળ વગેરે ધાતુઓમાંથી પાણી ભરવાના ઘડા, વાસણો, વિવિધ પાત્રો, મૂર્તિઓ વગેરે બનાવવામાં આવતાં.

→ વીંટી, હાર, દામણી, નેબ્લેસ, ચૂની, નથણી, ઐરિંગ, કાપ વગેરે સોનાના અલંકારોમાં હીરા જેવા કીમતી પથ્થરો અને સાચાં મોતી જડવાની ક્લા “જતરામ’ કહેવાય છે,

→ નદીઓના ખીણપ્રદેશમાંથી મળી આવતો કલ્લિડોનિક (સિલિકા મિશ્રિત) ભૂરા કે સફેદ રંગનો પથ્થર – સિલિકા હવામાનના ફેરફારો અને પાણીની પ્રક્રિયાઓથી તૈયાર થાય છે, જેને “અકીક’ કહેવામાં આવે છે. અકીક એક કિંમતી પથ્થર છે. અકીક પર પહેલ પાડી તેમાંથી વિવિધ પ્રકારનાં ઘરેણાં બનાવવામાં આવે છે.

→ ક્લાસમાં ચિત્રકલાનું સ્થાન સૌથી મોખરે છે. ચિત્રક્લાની વિશેષતા એ છે કે તે રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત થાય છે. રંગ અને રેખા વડે પ્રકૃતિનાં જડ તથા ચેતન તત્ત્વોનું અનુકરણ કરી આપન્ના મનની ઊર્મિઓને અભિવ્યક્ત કરવી તે ચિત્રકલાનો મુખ્ય હેતુ છે.

→ પાષાણયુગનાં પશુ-પંખીઓનાં આલેખનો આદિમાનવનાં ગુફા ચિત્રોમાં જોવા મળે છે.

→ ભારતીય સંગીતના મુખ્ય બે પ્રકાર છે :

  • શાસ્ત્રીય સંગીત અને
  • લોકસંગીત.

→ ભારતીય સંગીતના કુલ પાંચ રાગો છે :

  • શ્રી,
  • દીપક,
  • હીંડોળ,
  • મેઘ અને
  • ભૈરવી. આ બધા રાગો ભગવાન શંકરના પાંચ મુખમાંથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે.

→ આર્યોનો “સામવેદ’ નામનો ગ્રંથ “સંગીતનો વેદ’ ગણાય છે.

→ પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે ‘સંગીત રત્નાકર’ને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે.

→ સંગીત અને શાયરીના ક્ષેત્રે કરેલા અપૂર્વ પ્રદાનને કારણે અમીર ખુશરો ભારતીય ઇતિહાસમાં ‘તુતી-એ-હિંદ'(હિંદના પોપટ)ના નામે પ્રસિદ્ધ છે.

→ નૃત્યકલાનું મુખ્ય ધ્યેય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ ‘કરાવવાનું છે. નૃત્યકલાના આદિદેવ ભગવાન શંકર નટરાજ મનાય છે.

→ ભરતનાટ્યમ, કૂચીપુડી, કથકલી, કથક અને મણિપુરી – એ ભારતનાં શાસ્ત્રીય નૃત્યના મુખ્ય પ્રકારો છે.

→ પંડિત અહોબલે વિવિધ રાગોનું મહત્ત્વનું લક્ષણ જણાવ્યું છે કે બધા રાગો એકબીજાથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને વિશિષ્ટતા ધરાવે છે.

→ નાટ્યકલામાં બધી કલાઓનો સંયોગ છે. એવું વર્ણવતાં ભરતમુનિએ કહ્યું છે કે, “એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય.” મહાકવિ ભાસ, મહાકવિ કાલિદાસ અને મહાકવિ ભવભૂતિ સંસ્કૃત સાહિત્યના મહાન નાટ્યકારો છે.

→ શાસ્ત્રકારોએ ભવાઈને ‘ભાવપ્રધાન નાટકો’ કહ્યાં છે. પડદા વિના ભજવાતાં નાટકો, હળવી શૈલીની રમૂજ, ભૂંગળ વાદ્ય સાથે સંગીતપ્રધાન નાટકો અને વિવિધ વેશ (રામદેવનો વેશ, ઝંડા ઝુલણનો વેશ, કજોડાનો વેશ વગેરે) એ ભવાઈની વિશેષતાઓ છે.

→ ગુજરાતમાં કન્યાકેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા-રંગલી જેવાં પાત્રો સાથે ભવાઈ નાટ્ય-પ્રસંગો ભજવવામાં આવે છે.

→ ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં, લગ્નોમાં, દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે અને મેળાઓમાં નૃત્યો કરતા હોય છે. તેઓ મુખ્યત્વે વર્તુળાકારે ફરતાં ફરતાં, ઢોલ અને રૂઢિ મુજબનાં મંજીરાં, થાપી, તૂર, પાવરી, તંબૂરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં નૃત્યો કરે છે.

→ ભીલ અને કોળી જાતિઓ શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરે છે. આ નૃત્યમાં તેઓ જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન પર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય કરે છે.

→ ગરબો શબ્દ ‘ગર્ભદીપ’ પરથી બન્યો છે કોરાવેલા ઘડામાં દીવો મૂકી તેની ચોમેર કે તેને માથે મૂકી ગોળાકારે કરવામાં આવતા નૃત્યને “ગરબો’ કહે છે. ગુજરાતમાં ગરબા નવરાત્રી – આસો સુદ 1થી આસો સુદ 9 (ક્યાંક સુદ દસમ કે શરદપૂનમ) દરમિયાન ગરબા રમાય છે.

→ રાસ એટલે ગોળાકારે ફરતાં ફરતાં નૃત્ય સાથે ગાવું તે. ગુજરાતમાં મોટે ભાગે રાસ જન્માષ્ટમી અને નવરાત્રીના તહેવારો દરમિયાન રમાય છે. રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલાં ચણિયા-ચોળી અને પુરુષો કેડિયા-ધોતીનો પોશાક પહેરે છે.

→ ધમાલ નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં રહેતા સીદી લોકોનું નૃત્ય છે.

→ બનાસકાંઠાના વાવ વિસ્તારમાં રહેતા લોકો સરખડ કે ઝંઝાળી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવાં ઝૂમખાંનો મેરાયો ગૂંથી ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય કરે છે, જેને મેરાયો નૃત્ય કહે છે.

→ પઢાર નૃત્યમાં દાંડિયા કે મંજીરાં સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે.

→ કોળી નૃત્યમાં સૌરાષ્ટ્રના કોળીઓ માથે મધરાસિયો (માથે બાંધવાનું રંગીન કપડું), આંટીયાળી ગોળ પાઘડી અને તેને છેડે આભલાં ભરેલું લીલા પટ્ટાનું બાંધણું અને કેડે રંગીન ભેટ પહેરીને નૃત્ય કરે છે.


  • Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય Class 10 Notes

 

ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય Class 10 GSEB Notes

→ કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી હથોડી વડે પથ્થર, લાકડું કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે તેને “શિલ્પ” કહેવામાં આવે છે. આમ, આકાર બનાવવાની કલા ” શિલ્પકલા’ કહેવાય છે.

→ મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારા, મંદિરો, મકબરાઓ, સ્મારકો, સ્તંભો વગેરેના બાંધકામને “સ્થાપત્ય’ કહે છે.

→ પ્રાચીન ભારતનાં નગરોના મુખ્ય ત્રણ વિભાગો પડે છે :

  • શાસક અધિકારીઓનો ગઢ (સિટલ)
  • અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર અને
  • સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર,

→ મોહેં-જો-દડોનો અર્થ ‘મરેલાંનો ટેકરો’ એવો થાય છે. નદીઓનાં પૂર અને ભેજથી બચવા માટે મોહેં-જો-દડનાં મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતાં હતાં. મોહેં-જો-દડોમાં શ્રીમંત લોકોનાં મકાનો બે માળનાં અને પાંચથી સાત ઓરડાવાળાં હતાં, જ્યારે સામાન્ય વર્ગનાં મકાનો એક માળનાં અને બેથી ત્રણ ઓરડાવાળાં હતાં.

→ મોહેં-જો-દડોની નગરરચનાનું વિશિષ્ટ લક્ષણ તેની ગટર યોજના હતી. મોહેં-જો-દડો જેવી ગટર યોજના દુનિયામાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં હતી.

→ મોહેં-જો-દડોમાંથી મળી આવેલાં બે મકાનોનો ઉપયોગ સભાખંડ કે મનોરંજન ખંડ, વહીવટ કે રાજ્યના કોમ્બર તરીકે થતો હોવાનું મનાય છે,

→ ઈ. સ. 19માં સર જહોન માર્શલ અને કર્નલ મેંના નેતૃત્વ નીચે દયારામ સહાનીએ હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિપ્રાચીન અવશેષોની શોધ કરી હતી. સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ હડપ્પા પાસેથી મળી આવ્યા હતા. તેથી સિંધુખીણની સંસ્કૃતિને ‘હડપ્પીય સંસ્કૃતિ’ કહે છે.

→ પ્રાચીન નગર ધોળાવીરા કચ્છમાં ભુજથી આશરે 140 કિમી દૂર ભચાઉ તાલુકાના મોય રણના ખદીર બેટના ધોળાવીરા ગામથી 2 કિમી દૂર આવેલું છે.

→ લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી આ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે.

→ ‘સૂપ’ એટલે ભગવાન બુદ્ધના વાળ, દાંત, અસ્થિ, રાખ વગેરે શરીરના અવશેષો(કે એક અવશેષ)ને એક પાત્રમાં મૂકી તેના ઉપર બાંધવાની અર્ધગોળાકારે ઈમારત. સમ્રાટ અશોના સમયના આ પાંચ સ્તૂપો જાણીતા છે :

  • સાંચીનો સ્તૂપ,
  • સારનાથનો ધર્મરાજિકા સ્તૂપ,
  • બેરતનો સ્તૂપ,
  • નંદનગઢનો સ્તૂપ અને
  • દેવની મોરીનો સ્તુપ (સાબરકાંઠ).

→ સ્થાપત્યક્ષેત્રે બૌદ્ધ ધર્મે ગુફાવિહારો, મૈત્યો (ઉપાસના ગૃહ) અને તૂપોની ભેટ આપી છે.

→ સ્તંભલેખ એક જ શિલામાંથી – પથ્થરમાંથી કોતરીને, પસીપસીને ચળકાટ આપીને બનાવવામાં આવતા. મૌર્યસમ્રાટ અશોકની ધમશાઓ કોતરેલા સ્તંભલેખો શિલ્પ કલાના ઉત્તમ નમૂનાઓ છે. મૌર્યયુગ દરમિયાન સારનાથ, અંબાલા, મેરઠ, અલાહાબાદ, લોરિયા પાસે નંદનગઢ (બિહાર), સાંચી (મધ્ય ભારત), કાશી, પટેના, બુદ્ધગયા (બોધિગયા) વગેરે સ્થળોએ સ્તંભલેખો ઊભા કરવામાં આવ્યા હતા.

→ મૌર્યસમ્રાટ અશોકે બંધાવેલો સારનાથનો શિલાખંભ શિલ્પક્કાનો શ્રેષ્ઠ નમૂનો છે. સારનાથના સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડકીને ઊભેલા ચાર સિંહોની આકૃતિ છે. સારનાથના સ્તંભની મૅચ પરની સિંહોની આકૃતિની નીચે ચારે બાજુ ધર્મચક્રો અંકિત કરવામાં આવ્યા છે. સારનાથના સ્તંભના ધર્મચકને પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં અને ચાર સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે,

→ ગુજરાતમાં સમ્રાટ અશોક્ના સમયનો શિલાલેખ જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતાં રસ્તામાં – તળેટીમાં આવેલો છે.

→ ગુપ્તયુગ દરમિયાન શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત, નાટ્ય, કોતરકામ વગેરે ક્લાઓનો અપૂર્વ વિકાસ થયો હતો. આથી તે ભારતીય ક્ષાનો “સુવર્ણયુગ” કહેવાય છે.

→ દ્રવિડ શૈલીના સ્તૂપો અર્ધગોળાકાર અને અંડકાર તેમજ પંટાકાર ટોચવાળા છે. દ્રવિડ શૈલીના સ્તૂપો દક્ષિણ ભારતમાં કૃષ્ણા અને ગોઘવરી નદીઓની આસપાસના વિસ્તારમાં સાતવાહન રાજાઓના સમયમાં બંધાયા હતા.

→ સમ્રાટ અશોકના ગુફાલેખો ગયાથી 16 માઈલ દૂર આવેલા બર્બરના પહાડની ત્રણ ગુફાઓની દીવાલો પર કોતરાયેલા છે.

→ ખાપરા-કોડિયાની ગુફાઓ કચ્છના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં આવેલી છે. ગુજરાતમાં કડિયા ડુંગરની ત્રણ ગુફાઓ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી છે. ગુજરાતમાં ખંભાલીડા (ગોંડલ), ઢાંક (રાજકોટ) અને ઉપરકોટ (જૂનાગઢ) ખાતે ત્રણ ગુફાસમૂહો તેમજ તળાજા, સાણા વગેરે સ્થળેથી ગુફાઓ મળી આવેલ છે.

→ કાંચનું કૈલાસનાથનું મંદિર અને વૈકટપેરૂમલનું રથમંદિર ક્લા સ્થાપત્યનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે. પલ્લવ રાજાઓએ બનાવેલ મહાબલિપુરમ્’નો મંડપ (ગુફામંદિર) અને મહાબલિપુરના સાત રથનું મંદિર – આ બે રથમંદિરો વિશ્વવિખ્યાત છે. રથમંદિરોમાં સૌથી મોટું ધર્મરાજ યુધિષ્ઠિરે)નું અને સૌથી નાનું દ્રૌપદીનું છે.

→ ગુપ્તકાલીન સ્થાપત્યકલાના વિશિષ્ટ નમૂનારૂપ દક્ષિણ ભારતમાં બિજાપુર જિલ્લામાં આવેલું લારખાનનું મંદિર અને મધ્ય પ્રદેશમાં
જબલપુર પાસે આવેલું ભૂમરાનું શિવમંદિર પ્રસિદ્ધ છે.

→ દક્ષિણ ભારતમાં ગંતુર જિલ્લામાં આવેલો નાગાર્જુન કોંડાનો સ્તુપ અને અમરાવતીનો સ્તુપ દ્રવિડ શૈલીના બે ઉત્તમ નમૂનાઓ છે.

→ ગુપ્તકાલીન શિલ્પકલાની નાલંદા(સુલતાનગંજ)ની ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિઓ અને મથુરાના જૈનમંદિરની મૂર્તિ પ્રખ્યાત છે.

→ ચોલવંશની રાજધાની થંજાવુર ખાતે આવેલું બૃહદેશ્વર મંદિર પ્રાચીન ભારતનું અજોડ મંદિર છે. તે ચોલવંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું.

→ પાંડ્ય રાજાઓ દ્વારા નિર્મિત મંદિરોની બહાર ઊંચી દીવાલો તેમજ | ઊંચા અને સુશોભિત દરવાજાઓ બાંધવામાં આવ્યા હતા, જેને ગોપુરમ્’ કહેવામાં આવે છે. કાંચી અને મદુરાનાં મંદિરો જોઈને કલારસિકો મંત્રમુગ્ધ બને છે. તાંજોરના બૃહદેશ્વર મંદિરને તેર . માળનું ‘ગોપુરમ્ છે.

→ ખજૂરાહોનાં મંદિરો મધ્ય પ્રદેશમાં બુંદેલખંડના ચંદેલ રાજાઓએ બંધાવ્યાં હતાં.

→ રાજગૃહ(બિહાર)માં આ પાંચ જૈન મંદિરો આવેલાં છે:

  • વૈભાર
  • વિપુલાચલ
  • રત્નગિરિ
  • ઉદયગિરિ અને
  • શ્રમણગિરિ.

→ રાજસ્થાનમાં માઉન્ટ આબુના દેલવાડા અને રાણકપુરનાં જૈન દેરાસરો શિલ્પ-સ્થાપત્યકલાની દષ્ટિએ બેનમૂન અને અદ્ભુત છે. માઉન્ટ આબુ પર દેલવાડામાં સોલંકી યુગમાં ગુજરાતના મંત્રી વિમલશાહે બંધાવેલ “વિમલ-વસહી’ અને બીજા મંત્રી વસ્તુપાલે બંધાવેલ લૂણ-વસહી” નામનાં દેરાસરોની શિલ્પકલા દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.

→ ગુજરાતમાં મોઢેરા (મહેસાણા) ખાતે આવેલું સૂર્યમંદિર સોલંકી યુગના રાજા ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન બંધાયું હતું.

→ દિલ્લીના સુલતાન કુતબુદીન ઐબકે દિલ્લીમાં “કુવ્રત-ઉલ-ઇસ્લામ’ અને અજમેરમાં “હાઈ દિન કા ઝોંપડા’ નામની મસ્જિદ બંધાવી હતી. મધ્યકાલીન ભારતમાં બંગાળ પ્રાંતમાં પંઆ ખાતે અદીના મસ્જિદ, જલાલુદીન મુહમ્મદશાહનો મકબરો અને તાંતીપાડાની મસ્જિદનું નિર્માણ થયું હતું. અટાલા મસ્જિદ જૌનપુર(ઉત્તર પ્રદેશ)માં સુકે સુલતાનોએ બંધાવી હતી.

→ ભારતમાં ગોળગુંબજનું સ્થાપત્ય દક્ષિણ ભારતમાં બિજાપુર ખાતે આવેલું છે.

→ અમદાવાદ ખાતે આવેલી જામા મસ્જિદ ઈ. સ. 1424માં અમદાવાદના સુલતાન અહમદશાહ પહેલાએ બંધાવી હતી. મધ્યકાલીન ગુજરાતમાં અમદાવાદ શહેરમાં જામા મસ્જિદ, સીદી સૈયદની જાળી – મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ (મસ્જિદે નગીના) વગેરે મસ્જિદોનું નિર્માણ થયું હતું.

→ ગુજરાતમાં હઠીસિંગનાં જૈન દેરાસરો, કુંભારિયાજી, શંખેશ્વર, સિદ્ધગિરિ – શેત્રુંજયગિરિ પર આદેશ્વર ભગવાનનું મંદિર – પાલિતાણા વગેરે જૈન દેરાસરો (જૈનમંદિરો) શિલ્પ-સ્થાપત્યની દષ્ટિએ ઘણાં કલાત્મક છે.

→ ગુજરાતમાં અડાલજની વાવ, દાદા હરિની વાવ (અમદાવાદ), રાણકી (રાણીની) વાવ (પાટણ), ડભોઈની વાવ (ડભોઈ) વગેરે ભવ્ય વાવો આવેલી છે.


  • Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો Class 10 Notes

 

ભારતનો સાહિત્યિક વારસો Class 10 GSEB Notes

→ ભરતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે :

  • વૈદિક સાહિત્ય અને
  • પ્રશિષ્ટ સાહિત્ય.

→ સંસ્કૃત ભાષાને ‘આર્ય ભાષા’, ‘ઋષિઓની ભાષા’ કે ‘વિદ્વાનોની ભાષા’ના નામે ઓળખવામાં આવે છે.

→ સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન, વિવેચન વગેરે વિષયોની ભાષા હતી.

→ વેદો ચારે છે :

  • ત્રસ્વેદ
  • સામવેદ
  • યજુર્વેદ અને
  • અથર્વવેદ.

→ વેદમાં સપ્તસિંધુના પ્રદેશમાં આયોંની રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે.

→ સામવેદ ઋગ્વદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે, એ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે. તેથી સામવેદ સંગીતની ગંગોત્રી’ કહેવાય છે.

→ યજુર્વેદમાં વખતે બોલવામાં આવતા મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે.

→ અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોની માહિતી આપવામાં આવી છે.

→ ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને અન્ય અનેક દાર્શનિક વિષયોનું વિવેચન કરવામાં આવ્યું છે.

→ વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદસ્વરૂપમાં રચાયેલી – યકાઓનો બ્રાહ્મણગ્રંથોમાં સમાવેશ થાય છે.

→ આર્યોએ અરણ્યમાં -વનમાં, આશ્રમમાં રહીને સતત ચિંતન કરીને રચેલા તત્ત્વજ્ઞાનથી સભર એવા સાહિત્યને “આરણ્યકો’ કહે છે.

→ ભારતનાં મુખ્ય બે મહાકાવ્યો : (1) રામાયણ અને (2) મહાભારત.

→ મહાભારતના “શ્રીમદ્દભગવદ્ગીતા’માં જ્ઞાનમાર્ગ, કર્મમાર્ગ અને ભક્તિમાર્ગ – આ ત્રણ મોક્ષપ્રાપ્તિના દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે.

→ સ્મૃતિગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો દર્શાવવામાં આવ્યાં છે.

→ કાલિદાસ, ભવભૂતિ, માધ, ભારવિ, ભર્તુહરિ, બાણભટ્ટ વગેરે ગુપ્તયુગના સંસ્કૃત સાહિત્યના મહાન લેખકો છે.

→ ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’, ‘કુમારસંભવ’, ‘રઘુવંશ’, ‘મેઘદૂત’, ‘તુસંહાર’ વગેરે મહાકવિ કાલિદાસની ઉત્કૃષ્ટ નાટ્યરૌલીના શ્રેષ્ઠ ગ્રંથો છે.

→ ‘સુત્ત (સૂત્ર) પિટક”, ‘વિનય પિટક” અને ‘અભિધમ્મ પિટક’ – એ ત્રિપિટક બૌદ્ધ ગ્રંથો છે.

→ પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ – એ ચાર દ્રવિડ ભાષાઓનો વિકાસ થયો. ‘શીલપ્પતિકાર અને ‘મલિમેખલાઈ” એ બે પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે.

→ મધ્યયુગમાં કશ્મીરમાં સોમદેવે ‘કથાસરિતસાગર’ અને કઠ્ઠણે ‘રાજતરંગિણી’ નામના બે ગ્રંથો લખ્યા.

→ કશ્મીરના ઇતિહાસને આલેખતો હણનો “રાજતરંગિણી’ નામનો ગ્રંથ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે.

→ કવિ જયદેવરચિત “ગીતગોવિંદ’ નામનો કાવ્યસંગ્રહ સંસ્કૃત સાહિત્યનો અતિસુંદર કાવ્યગ્રંથ છે. ચંદબરદાઈરચિત “પૃથ્વીરાજરાસો’ હિંદી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે.

→ પંપા, પોના અને રન્ના – એ ત્રણ કવિઓને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ’ તરીકે ઓળખવામાં આવે છે.

→ “જ” અને “ખડીબોલી’ – એ હિંદી ભાષાનાં બે સ્વરૂપો છે.

→ મુલ્લા દાઉદરચિત “ચંદ્રાયન’ ગ્રંથ અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે.

→ આહા, ઉદલ, બીસલદેવરાસો વગેરે રાજસ્થાની ભાષાની પ્રખ્યાત વીરગાથાઓ છે.

→ અમીર ખુશરો દિલ્લી સલ્તનત સમયનો મહાન સાહિત્યકાર હતો. આસિકા’, ‘નૂહ’, ‘સિપિહર’ અને ‘કિરાતુલ-સાયન’ – એ અમીર ખુશરોની મહત્ત્વની કૃતિઓ છે.

→ તુલસીદાસ અને સૂરદાસ મધ્યયુગના હિંદી ભાષાના મહાન સાહિત્યકારો હતા. તુલસીદાસે અવધિ ભાષામાં “રામચરિતમાનસ’ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો. ભોજપુરી અને અવધી એ બે હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ છે.

→ મધ્યયુગ દરમિયાન બંગાળીમાં સંત ચૈતન્ય, ગુજરાતીમાં નરસિંહ મહેતાએ અને મરાઠીમાં સંત નામદેવ તથા સંત એકનાથે ભક્તિગીતો રચ્યાં.

→ “આમુક્તમાલ્યદા’ ગ્રંથની રચના વિજયનગરના મહાન સમ્રાટ – કૃષ્ણદેવરાયે કરી હતી.

→ અબુલ ફઝલે “આમને-અકબરી” અને “અકબરનામા’ નામનાં બે પુસ્તકો લખ્યાં. આમને-અકબરીમાં ભારતીય રીતરિવાજો, શિષ્યચારો, ધર્મ, દર્શન, દેશની આર્થિક સ્થિતિ તેમજ જીવનનાં લગભગ તમામ પાસાંનું વર્ણન કરવામાં આવ્યું છે.

→ મુઘલ બાદશાહ અકબરે ‘મહાભારત’, ‘રામાયણ’, ‘અથર્વવેદ’, “શ્રીમદ્ભગવદ્ગીતા’, ‘પંચતંત્ર’ વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી.

→ મધ્યયુગ દરમિયાન વલી, મરદર્દ, મરતકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લાખાન, ગાલીબ વગેરે મહાન કવિઓ થઈ ગયા હતા.

→ નાલંદા વિશ્વવિદ્યાપીઠ બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે આવેલી હતી. નાલંદામાંથી અભ્યાસ કરીને બહાર આવેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો.

→ નાલંદા વિદ્યાપીઠમાં વિશ્વભરમાં શૈક્તમ ગણાતાં ગ્રંથાલયો હતાં. અર્ટીનો ગ્રંથાલયવાળો વિસ્તાર “ધર્મગજ’ નામે ઓળખાતો હતો. ચીની પ્રવાસી યુએન-શવાંગે આ વિદ્યાપીઠમાં રહીને બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો હતો. તે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. ઈ. સ. 5મીથી 11મી સદી સુધી નાલંદા વિદ્યાપીઠની ખ્યાતિ અને પ્રસિદ્ધિ રહી હતી.

→ તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી. આ વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગાજવિધા, ધનુર્વિઘા, વ્યાકરણ, તત્ત્વજ્ઞાન, યુદ્ધવિઘા, ખગોળ, જ્યોતિષ વગેરે વિષયોનું શિક્ષા આપવામાં આવતું હતું.

→ વૈટિલ્ય, ચંદ્રગુપ્ત મૌર્યે, કૌશલ રાજા પ્રસેનજિતે અને વ્યાકરણશાસ્ત્રી પાણિનિએ આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું. વારાણસી(કાશી)ના રાજકુમારો તક્ષશિલા વિદ્યાપીઠમાં જ શિક્ષક્ષ લેતા હતા.

→ 5મી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.

→ યાત્રાધામ વારાજ્ઞસી (કાશી) ઈ. સ. પૂર્વે 7મા સૈકામાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યાકેન્દ્ર હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને હિંદુ ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું. આ સમયમાં અહીંના રાજા અજાતશત્રુ તત્ત્વજ્ઞાની અને વિદ્યાપ્રેમી હતા.

→ ભગવાન બુદ્ધ, આદિ શંકરાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલભાચાર્યજી વગેરે માટે વારાણસી(કાશી)નું મહત્ત્વ ઘણું હતું.

→ સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો.

→ વલભી વિદ્યાપીઠ ઈ. સ.ના 7મા સૈકામાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણકેન્દ્ર હતું. તે બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. વલભી વિદ્યાપીઠને વિશાળ અને અતિ સમૃદ્ધ બનાવવામાં મૈત્રક વંશના એ સમયના શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો.

→ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતિ અને ગુણમતિ વલભી વિદ્યાપીઠના અગ્રણી આચાર્યો હતા.

→ વલભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. મૈત્રક વંશના રાજવીઓ સનાતની હોવા છતાં તેઓ મહાન આશ્રયદાતાઓ હતા.

→ વલભી વિદ્યાપીઠમાં દેશ-વિદેશથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા. ખરેખર, તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી.

→ ચીની પ્રવાસી ઇન્સિંગ વલભી વિદ્યાપીઠથી પ્રભાવિત બન્યો હતો.

→ નાલંદા, તક્ષશિલા, વલભી, વારાણસી (કાશી) વગેરે પ્રાચીન ભારતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો હતી.


  • Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો Class 10 Notes

 

ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો Class 10 GSEB Notes

→ વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેક્નોલૉજી એટલે વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા. વિજ્ઞાન અને ટેક્નોલૉજી ક્ષેત્રે થયેલાં સંશોધનોએ વિશ્વના દેશોને એકબીજાની નજીક લાવી દીધા છે.

→ આપન્ના ઋષિમુનિઓએ ધાતુવિદ્યા, રસાયણવિદ્યા, વૈદકવિઘા, શલ્યચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે વિજ્ઞાનનાં ક્ષેત્રોમાં મહત્તમ ફાળો આપ્યો છે.

→ અવાચીન યુગનાં સંશોધનો દ્વારા સિદ્ધ થયું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દષ્ટિકોષ પણ ધરાવે છે.

→ પ્રાચીન ભારતે ધાતુવિઘામાં અદ્વિતીય સિદ્ધિઓ મેળવી હતી. સિંધુખીણની (હડપ્પીય) સંસ્કૃતિની ધાતુની નર્તકીની પ્રતિમા પ્રખ્યાત છે. કુષાણ વંશના રાજાઓના સમયની બુદ્ધની ધાતુની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે. પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતમાં ચોલ વંશના રાજાઓના સમય દરમિયાન વિપુલ પ્રમાણમાં ધાતુશિલ્પો તૈયાર થયાં હતાં. દલિન્ન ભારતમાં ચોલ રાજવીઓના સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજનું શિલ્પ કલાની દષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે, તમિલનાડુમાં ચેન્નઈ(મદ્રાસના સંગ્રહાલયમાં નટરાજનું શિલ્પ અને ધનુષધારી રામનું શિલ્પ – આ બે ધાતુશિલ્પો સંગૃહીત થયેલાં છે.

→ બૌદ્ધ આચાર્ય નાગાર્જુન ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય ગણાય છે, તેમણે ‘રસરત્નાકર’ અને ‘આરોગ્યમંજરી” નામનાં પુસ્તકો લખ્યાં હતાં. તેમણે વનસ્પતિ-ૌષધોની સાથે રસાયણ-ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. આ ઉપરાંત, તેમણે પારાની ભસ્મ બનાવી તેને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી.

→ નાલંદા વિદ્યાપીઠે રસાયણવિઘાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણશાળા અને ભકીઓ ઊભી કરી હતી.

→ મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાગભટ્ટ ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રતાઓ છે. મહર્ષિ ચરકે તેમના ‘ચરકસંહિતા” નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ-ઔષધિઓનું વર્ણન કર્યું છે. મહર્ષિ સુશ્રુતે તેમના ‘સુશ્રુતસંહિતા” નામના વૈદકશાસ્ત્રના ગ્રંથમાં શશુચિકિત્સા(વાઢકાપ – શસ્ત્રક્રિયા)નાં ધારદાર સાધનોનો ઉલ્લેખ ક્ય છે, જે માથાના વાળને ઊભા ચીરીને બે ભાગ કરી શક્તાં હતાં.

→ “હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રરચિત “અશ્વશાસ્ત્ર’ – આ બે પ્રાણીરોગોના પ્રખ્યાત ગ્રંથો છે.

→ ભારતે વિશ્વને ગણિતશાસ્ત્રના ક્ષેત્રે શૂન્યા0)ની સંશા, દશાંશ-પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગતિ, વૈદિક ગણિત વગેરે નોંધપાત્ર શોધો આપી છે. શૂન્ય(0)ની શોધ મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ કરી હતી. તેમણે “આર્યભટ્ટીયમ્’, ‘દસગીતિકા” અને ‘આર્યસિદ્ધાંત’ નામના ગ્રંથો લખ્યા હતા.

→ આર્યભટ્ટ સાબિત કર્યું હતું કે, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો પડે છે, તેથી ચંદ્રગ્રહણ થાય છે.

→ મૃત્સમદ ઋષિએ આંકડાની પાછળ શુન્ય લગાવીને લખવાની પદ્ધતિની શોધ કરી હતી.

→ પ્રાચીન સમયમાં મેધાતિથિએ “મોહેં-જો-દડો અને હડપ્પા’ના અવશેષોમાં માપવામાં અને તોલવાનાં સાધનોમાં ‘દશાંશ-પદ્ધતિ’ હતી તેની ઓળખ આપી હતી.

→ ભાસ્કરાચાર્યે ‘લીલાવતી ગણિત’ અને ‘બીજગણિત’ નામના ગ્રંથો લખ્યા હતા,

→ બધાં શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. ભારતમાં ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો લખાયા છે. તે ગ્રંથોનો પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત અને અભ્યાસ કરવામાં આવતો ખો.

→ મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિરે જ્યોતિષશાસને ‘તંત્ર’, ‘હોરા” અને “સંહિતા’ એમ ત્રણ વિભાગોમાં વહેંચ્યું હતું. તેમણે “બૃહત્સંહિતા” નામનો ગ્રંથ લખ્યો હતો. આ ગ્રંથમાં વરાહમિહિરે આકાશી ગ્રહોની મનુષ્યના જીવન પર થતી અસરો, મનુષ્યનાં લક્ષજ્ઞ, પ્રાણીઓના જુદા જુદ્ય વર્ગો, લગ્નસમય, તળાવો અને કૂવાઓનાં ખોદકામ, બગીચા બનાવવા અને ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોનાં શુભ મુહુર્તાની ચર્ચા કરી છે.

→ ખગોળશાસ્ત્રી બ્રહ્મગુપ્ત “બ્રહ્મસિદ્ધાંત’ નામનો ગ્રંથ લખ્યો હતો તેમજ “ગુરુત્વાકર્ષણ’ અંગેના પ્રખ્યાત નિયમની શોધ કરી હતી.

→ વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. વિશ્વકર્મા દેવોના પ્રથમ સ્થપતિ (આર્કિટેક) હતા. તેમણે વાસ્તુશાસને 8 વિભાગોમાં વહેંચ્યું હતું. બાબા, નારદ, હસ્પતિ, ભૃગુ, વસિષ્ઠ, વિકમાં વગેરે પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્રના મહાન પ્રણેતાઓ હતા.

→ વાસ્તુશાસ્ત્રમાં રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી એ માહિતીનો સમાવેશ થાય છે.

→ 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના પ્રાચીન ગ્રંથોમાં સુધારા-વધારા કરાવી નવા ગ્રંથની રચના કરાવી હતી.

→ ભારતીય સંસ્કૃતિ વિશાળ અને ભાતીગળ છે. તેમાં વિજ્ઞાન અને ધર્મ, પરંપરાગત આદર્શો અને વ્યાવહારિક જ્ઞાનનો સુભગ સમન્વય થયેલો છે.

→ ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક સહિષ્ણુતા અને સમાનતા છે. દેશની દરેક વ્યક્તિના ધર્મ, જીવનરાહ અને મૂલ્યોમાં વૈવિધ્ય છે. આમ છતાં, પ્રજામાં એકતાનાં દર્શન થાય છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે.


  • Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો Class 10 Notes

 

ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો Class 10 GSEB Notes

→ અજંતાની ગુફાઓ : આ ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. તેના બે ભાગ છે :

  • ચિત્રકલા (ભીંતચિત્રો) આધારિત ગુફાઓ અને
  • શિલ્યુક્લા આધારિત ગુફાઓ, ભીંતચિત્રો આધારિત ગુફાઓમાં 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓનાં ચિત્રો અજોડ અને ઉચ્ચ કક્ષાનાં છે. અજંતાની ગુફાઓના બે પ્રકાર છે(1) ચત્ય અને (2) વિહાર, અજંતાની ગુફાઓમાં ગુફા નંબર 9, 10, 19, 26 અને 29 – આ પાંચ ગુફાઓ ચૈત્ય છે. ઈ. સ. 1819માં અંગ્રેજ કૅપ્ટન હૉન સ્મિથે અજંતાની ગુફાઓને પુનઃસંશોધિત કરી હતી. અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુક્લા, ગુફા ચિત્રક્ષા અને શિલ્પકલાનાં ઉષ્ટ ઉદાહરણો છે.

→ ઇલોરાની ગુફાઓ : આ ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ પાસે આવેલી છે. ઇલોરાની ગુફાઓ કુલ 34 છે, જેમાં 1થી 12 નંબરની ગુફાઓ બૌદ્ધ ધર્મની, 13થી 29 નંબરની ગુફાઓ હિંદુ ધર્મની અને 30થી 34 નંબરની ગુફાઓ જૈન ધર્મની છે. ઇલોરાની ગુફાઓમાં હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મનો સંગમ થયેલો છે, કૈલાસ મંદિર ઇલોરાની 16 નંબરની ગુફામાં આવેલું છે. તે 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું છે.

→ એલિફન્ટાની ગુફાઓ મુંબઈમાં ગેટવે ઑફ ઇન્ડિયાની ઉત્તર-પૂર્વ દિશામાં લગભગ 12 કિમી દૂર અરબ સાગરમાં એક નાના યપુ પર આવેલી છે. અરબ સાગરમાં આવેલી ગુફાઓ પાસે પથ્થરમાંથી કોતરેલી હાથીની મૂર્તિ જોઈને પોર્ટુગીઝોએ એ ગુફાઓને ઍલિફન્ચ’ નામ આપ્યું. ઍલિફન્ટાની ગુફા નંબર 1માં ભગવાન શિવનાં ત્રણ સ્વરૂપો દર્શાવતી ‘ત્રિમૂર્તિ’ છે.

→ મહાબલિપુરમ્ શહેર તમિલનાડુ રાજ્યના પાટનગર ચેન્નઈથી 60 કિલોમીટર દૂર આવેલું છે. આ શહેર તેનાં ભવ્ય મંદિરો અને સાગરકિનારા માટે પ્રખ્યાત છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિહવર્મન પ્રથમના ઉપનામ મહામલ્લ પરથી આ નગરનું નામ મહાબલિપુરમ્ રાખવામાં આવ્યું છે.

→ પટ્ટદકલ શહેર કર્ણાટક રાજ્યમાં બાદામીથી 16 ક્લિોમીટર દૂર આવેલું છે. પદક્ષનાં મંદિરોના નિર્માણમાં નાગર શૈલી અને દ્રવિડ શૈલી નામની બે સ્થાપત્ય શૈલીઓનો ઉપયોગ થયો છે.

→ ખજૂરાહોનાં મંદિરો મધ્ય પ્રદેશમાં બુંદેલખંડના ચંદેલ રાજાઓએ બંધાવ્યાં હતાં. તે ગ્રેનાઈટ પથ્થરમાંથી નાગર ડીલીમાં બંધાયેલાં છે.

→ કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યના પુરી (જગન્નાથપુરી) જિલ્લામાં બંગાળના અખાત પાસે આવેલું છે. તેનું નિર્માણ 13મી સદીમાં ગંગ વંશના રાજા નરસિહવર્મન પ્રથમના સમયમાં થયું હતું. તે દિવ્ય, સાંસારિક અને સજાવટી – આ ત્રણ પ્રકારનાં શિલ્પોમાં થયેલું છે.

→ બૃહદેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યના તાંજોર(થંજાવુર)માં આવેલું છે. આ ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમ બંધાવ્યું હતું. બૃહદેકાર મંદિરની લંબાઈ 500 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ લગભગ 200 ફૂટ છે.

→ કુતુબમિનારનું નિમણિકાર્ય દિલ્લીના સુલતાન કુતબુદીન ઐબકે શરૂ કરાવ્યું હતું અને તેના જમાઈ તથા ઉત્તરાધિકારી ઇસ્તુત્મિશે પૂરું કરાવ્યું હતું.

→ હમ્પી નગર કર્ણાટકના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે. વિજયનગર રાજ્યના રાજા કુણદેવરાયના સમયમાં હમ્પીમાં સ્થાપત્યોનો વિકાસ થયો હતો. વિશાળ પથ્થરોને કોતરીને બનાવેલા ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભ એ વિજયનગરની સ્થાપત્યકલાની મુખ્ય વિશેષતા છે. હમ્પીના મુરાદેવરાયના સમયનાં વિઠ્ઠલ મંદિર, હજારા રામમંદિર, વિરૂપાક્ષ મંદિર, શ્રીકૃષણનું મંદિર, અયુતરાયનું મંદિર વગેરે ” મંદિરો સ્થાપત્યનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે.

→ હુમાયુના મકબરાનું નિમણિ હુમાયુના અવસાન પછી તેની પત્ની હમીદા બેગમે કરાવ્યું હતું. તે મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે.

→ આગરાનો (લાલ) કિલ્લો ઈ. સ. 1565માં યમુના નદીના કિનારે મુઘલ બાદશાહ અકબરે બંધાવ્યો હતો. તેનું નિર્માણ હિંદુ અને ઈરાની સ્થાપત્ય શૈલીમાં થયેલું છે. આગરાના કિલ્લાની અંદરના ‘જહાંગીર મહેલ’માં બંગાળી અને ગુજરાતી રોલીની અસર જણાય છે. શાહજહાંએ જિંદગીના છેલ્લા દિવસો આગરાના (લાલ) ફ્લિામાં ગુજાર્યા હતા,

→ મુસ્લિમ સ્થાપત્યો પૈકી તાજમહાલ વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન પામ્યું છે. શાહજહાંએ પોતાની પ્યારી બેગમ મુમતાજ મહલ(અર્જુમંદબાનું)ની યાદમાં તાજમહાલ બંધાવ્યો હતો. તાજમહાલના એક મહેરાબ પર આ ઉક્તિ કંવરેલી છે : સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.

→ લાલ કિલ્લો દિલ્લીમાં મુઘલ બાદશાહ શાહજહાંએ ઈ. સ. 1638માં બંધાવ્યો હતો. લાલ કિલ્લાદિલ્લી)માં દીવાન-એ-આમ, દીવાનએ-ખાસ, મુમતાજનો શીશમહલ, રંગમહલ, ઔરંગઝેબે બંધાવેલી મોતી મસ્જિદ, લાહોરી દરવાજો વગેરે ઇમારતોનો સમાવેશ થાય છે, ઈરાનનો નાદીરશાહ લાલ કિલ્લાની ‘મયૂરાસન’ નામની કલાત્મક વસ્તુ ઈરાન લઈ ગયો હતો. દર વર્ષે 15મી ઑગસ્ટ – સ્વાતંત્ર્યદિને અહીં ધ્વજવંદન કરવામાં આવે છે.

→ મુઘલ બાદશાહ અકબરે ઉત્તર પ્રદેશમાં આગરાની પશ્ચિમે 26 માઈલ દૂર “ફતેહપુર સિકરી” નામની નવી રાજધાની બનાવી હતી. એમ્બરે સૂફી સંત સલીમ ચિતીની યાદમાં ફતેહપુર સિકરી નામના નવા શહેરનું નિર્માણ કર્યું હતું. ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો 50 મીટર ઊંચો અને 41 મીટર પહોળો છે. તે દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો છે.

→ ગોવામાં બેસાલીકા ઑફ બોમ જીસસ (બેસાલીકા ઑફ ગુડ જીસસ) દેવળ આવેલું છે. અર્ધી સેન્ટ ફ્રાન્સીસ ઝેવિયરનો પાર્થિવ દેહ સાચવીને રાખવામાં આવ્યો છે. ગોવા તેના રમણીય દરિયાકિનારા માટે જાણીતું છે.

→ ચાંપાનેર ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં આવેલું છે. ઈ. સ. 2004માં યુનેસ્કોએ ચાંપાનેર વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સમાવિષ્ટ કર્યું છે.

→ ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે. તે તેની આદર્શ નગરરચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વાલિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે.

→ લોથલ પ્રાચીન સમયમાં વેપાર-વાણિજ્યથી ધમધમતું અને અનેક સગવડોવાળું, હડપ્પીયન સંસ્કૃતિનું બંદર હતું.

→ જૂનાગઢમાં અશોકનો શિલાલેખ, ખાપરા-કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ, જૈનમંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ, નવઘણ કૂવો, બહાઉદીન વઝીરની કબર વગેરે જોવાલાયક સ્થળો છે. મહાશિવરાત્રિએ ગિરનારની તળેટીમાં ભવનાથનો મોયે મેળો ભરાય છે,

→ અમદાવાદ ગુજરાતનું ઐતિહાસિક શહેર છે. તે ગુજરાતનું પાટનગરહતું. અમદાવાદમાં ભદ્રનો લિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયું તળાવ, ઝૂલતા મિનારા, હઠીસિંગના દેરાં, સીદી સૈયદની જાળી વગેરે જોવાલાયક સ્થળો છે.

→ પાટણમાં રાણીની વાવ પાટણના ભીમદેવ પહેલાની રાણી ઉદયમતિએ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે બંધાવી હતી. પાટણમાં ઈ. સ. 140માં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું.

→ શામળાજી મંદિર મેશ્વો નદીના કિનારે આવેલું છે. તે પ્રાચીન યાત્રાસ્થળ છે.

→ ગુજરાતમાં જૂનાગઢ જિલ્લાના બોરદેવી, શામળાજી નજીક દેવની મોરી, જૂનાગઢ-ગિરનારમાં ઈટવા વગેરે સ્થળોએથી બૌદ્ધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે.

→ ગુજરાતમાં બાવાપ્યારા, ઉપરકોટ, ખાપરા-કોડિયા, ખંભાલીડ, તળાજા, સામ્રા, ઢાંક, ઝીંઝુરીઝર, કડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા-સ્થાપત્યો આવેલાં છે.

→ ગુજરાતમાં તારંગા તીર્થ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામ નજીક આવેલી ટેકરીઓ પર આવેલું છે.

→ ભારતમાં ચાર ધામ યાત્રા અને બાર જ્યોતિર્લિંગની યાત્રા, પ્રચલિત છે. ચાર ધામ યાત્રામાં બદ્રીનાથ (ઉત્તરાખંડ), રામેશ્વરમ્ (તમિલનાડુ), દ્વારકા (ગુજરાત) અને જગન્નાથપુરી(ઓડિશા)નો સમાવેશ થાય છે. ગુજરાતમાં ગિરનાર (લીલી પરિક્રમા), શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું ખૂબ મહત્ત્વ છે.

→ યુનેસ્કોએ વૈશ્વિક વારસાનાં સ્થળોમાં ભારતનાં 32 જેટલાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનાં સ્થળોને સમાવિષ્ટ ક્યાં છે.


  • Chapter 7 આપણા વારસાનું જતન Class 10 Notes

 

આપણા વારસાનું જતન Class 10 GSEB Notes

→ આપણા દેશનો વારસો ભવ્ય, વિસ્તૃત, સમૃદ્ધ, વૈવિધ્યપૂર્ણ અને અનેક દષ્ટિએ અદ્વિતીય છે.

→ વારસો દેશની ઓળખ છે. વારસો આપણા માટે માર્ગદર્શક હોય છે. દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે.

→ વિદેશી પ્રજાના આક્રમો અને આપણી જાગૃતિના અભાવને લીધે આપણા વારસાને ભયંકર નુકસાન થયું છે.

→ વિદેશી પર્યટકો ભારતનાં સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાનાં સ્થળોને જોવા, જાણવા અને સંશોધન કરવા માટે ભારતમાં આવે છે. તેથી દેશના પર્યટન ઉદ્યોગ અને પરિવહન ઉદ્યોગનો વિકાસ થાય છે. દેશના પર્યટન ઉદ્યોગને આર્થિક લાભ થાય છે.

→ શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન ક્ષેત્રના અભ્યાસક્રમોનો વિકાસ થતાં પર્યટન માર્ગદર્શક(ટુરિઝમ ગાઇડ)નો સ્વતંત્ર વ્યવસાય વિકસ્યો છે.

→ વિદેશી પર્યટકોને લીધે દેશને વિદેશી હૂંડિયામણ મળે છે. સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ પાકા રસ્તા, રેલવે, પાણી, સંદેશાવ્યવહાર વગેરે સુવિધાઓ વિકસે છે. પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી, ઘોડેસવારી, નૌકાવિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અને ફેરિયાઓને રોજગારી મળી રહે છે. ભાતીગળ સંસ્કૃતિ, સ્થાનિક કલાકારીગરી તથા તેની વિશેષતાને એક મંચ મળી રહે છે.

→ આપણા પ્રાકૃતિક વારસાની જાળવણી માટે ઈ. સ. 1952માં ભારતીય વન્ય જીવો માટે બોર્ડની સ્થાપના કરવામાં આવી.

→ ઈ. સ. 1972ના વન્ય જીવોને લગતા કાયદામાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

→ ઈ. સ. 1883માં સ્થપાયેલી ‘મુંબઈ પ્રાકૃતિક ઈતિહાસ સમિતિ દેશના પર્યાવરણનું અને વન્ય જીવોના સંરક્ષશ્વનું કાર્ય કરે છે.

→ આપણા અમૂલ્ય વારસાને જાળવવા માટે સરકારે બંધારણમાં નાગરિકોએ બજાવવાની મૂળભૂત ફરજોમાં વારસાની જાળવણીનો સમાવેશ કર્યો છે.

→ આપણા પુરાતત્ત્વીય વારસાને સુરક્ષિત રાખવા કેન્દ્ર સરકારે ઈ. સ. 1958માં “પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો બનાવ્યો છે.

→ ભારત સરકારે દેશનાં મહત્ત્વનાં ઐતિહાસિક તથા પુરાતત્ત્વીય વારસાનાં સ્થળોને “રાષ્ટ્રીય સ્મારકો જાહેર કરીને તેમની સારસંભાળ અને સંરક્ષનું કાર્ય આપણા દેશના પુરાતત્ત્વ ખાતા(ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિયોલૉજી)ને સોંપ્યું છે.

→ ઐતિહાસિક સ્મારકના સમારકામ વખતે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે, તેનું મૂળ સ્વરૂપ તેમજ તેનો આકાર, કંદ, સ્થિતિ, રંગ વગેરે યથાવતું જળવાઈ રહેવાં જોઈએ, “ભારતીય yidra wae (Archaeological Survey of India)’ નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ નીચેનાં લગભગ 5000 સ્મારકો અને સ્થળોના સંરક્ષણનું કાર્ય કરે છે,

→ આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા નદી પર આવેલી નાગાર્જુનસાગર બહુહેતુક યોજનાને કારણે ડૂબમાં જતાં સંગમેશ્વર અને પાપનાશમ્ મંદિર સમૂહને ભારતીય પુરાતત્ત્વ ખાતાએ આંધ્ર પ્રદેશના મહેબૂબનગર જિલ્લામાં આલમપુર નામના સુરક્ષિત સ્થળે સ્થાનાંતરિત કર્યા છે.

→ તાજમહાલની આસપાસના વિસ્તારોમાં મથુરાની રિફાઈનરી સહિત ઝડપથી વધી અને વિસ્તરી રહેલા ઉદ્યોગોના ધુમાવને લીધે થતા વાયુ-પ્રદૂષને કારણે તાજમહાલના દૂધ જેવા સફેદ આરસ ઝાંખા અને પીળા પડી ગયા હતા.

→ તાજમહાલને વાયુ-પ્રદૂષણથી બચાવવા પુરાતત્ત્વ ખાતાએ તાત્કાલિક ધોરણે તાજમહાલની આજુબાજુના વાયુ-પ્રદૂષણ ફેલાવતા ઉઘોગો બંધ કરાવ્યા તેમજ તાજમહાલની ઇમારતની નિયમિત સફાઈ કરવાની વ્યવસ્થા કરી.

→ ઈ. સ. 1876ના ભારતીય નિધિ વ્યાપાર કાનૂન પ્રમાણે કોઈ પણ નાગરિકને ઘર, ખેતર, કૂવો, તળાવ વગેરે બનાવતાં ખોદકામ દરમિયાન અચાનક કોઈ પ્રાચીન મૂલ્યવાન ક્લાકારીગરીવાળી વસ્તુ મળી આવે તો તેની જાણ પુરાતત્વ ખાતાને કરવાની હોય છે.

→ પુરાતત્ત્વીય અથવા અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેના 1972ના કાયદા અન્વયે સરકારે વ્યક્તિગત કે ખાનગી સંગ્રહાલયોની જાણકારી મેળવી છે. અહીં સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી, વગેરે ઇરસ્તપ્રતોની જાળવણી અને તેનો સંગ્રહ થાય છે.

→ ‘રાષ્ટ્રીય સંગ્રહાલય’, નવી દિલ્લી: ‘ભારતીય સંગ્રહાલય’, કોલકાતા; “છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંચાલય (પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ)’, મુંબઈ; “સાહારગંજ સંગ્રહાલય’, હૈદરાબાદ; ‘રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય’, ભોપાલ; ‘લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય’, અમદાવાદ; “શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કૌભા-ગાંધીનગર; “શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય’, પાટણ; ‘વડોદરા મ્યુઝિયમ અને પિશ્ચર ગેલેરી’, વડોદરા વગેરે દેશનાં મહત્ત્વનાં સંગ્રહાલયો છે.

→ ઐતિહાસિક સ્મારકો, શિલ્પ-સ્થાપત્યો, કલાકારીગરીના નમૂનાઓ વગેરે એક વાર નષ્ટ થયા પછી તેની મૂળ સ્થિતિમાં લાવી શકાતા નથી, તેથી તેનો નાશ ન થવા દેવાય. તે મૂળ સ્થાનેથી બીજે ન જાય તેનું ધ્યાન રાખવાની સૌની પવિત્ર ફરજ બને છે. આપણો દેશ વિશાળ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. એમાં પ્રાચીન સમયનાં વાવ, ઝરણાં, તળાવો, સરોવરો વગેરે આવેલાં છે. તેની વર્ષાઋતુ દરમિયાન ખાસ સંભાળ લેવી જરૂરી છે.

→ આપણા દેશનાં પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે કેન્દ્ર ‘ અને રાજ્ય સરકારો મહત્ત્વનાં પગલાં લઈ રહી છે. એના પરિણામે પ્રવાસન સ્થાનો પર સ્વચ્છતા અને જતન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના પ્રવાસીઓને ઐતિહાસિક તેમજ ધાર્મિક મહત્ત્વ ધરાવતાં પ્રવાસન સ્થળોમાં વિશેષ રુચિ હોય છે. તેથી આપણી સરકાર આવાં સ્થળોની જાળવણી માટે પ્રયાસો કરી રહી છે.

→ પ્રવાસન સ્થળોનું સૌદર્ય, સ્વચ્છતા અને જતન ભારતને વિશ્વમાં નામના અપાવે છે. પ્રાચીન સમયના વારસાના મૂળ સ્વરૂપને આંચ ન આવે તે રીતે વિજ્ઞાન અને ટેકનોલૉજીના સહારે તેનું જતન કરવું જોઈએ.

→ ભારતે “વસુધૈવ કુટુમ્’ની ભાવનાને જગતમાં સાકાર કરી છે. સમગ્ર દુનિયા એક વિશાળ કટુંબ છે એવી ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે. ‘અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ’નો ઋગ્વદનો સંદેશ ભારતીય સંસ્કૃતિની વ્યાપતાનું દર્શન કરાવે છે.

→ યુ.એસ.એ.ના શિકાગો શહેરમાં મળેલી ‘વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ભારતના ધર્મની સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વની ભાવનાનાં જગતને દર્શન કરાવ્યાં હતાં. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે.

→ પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ સમગ્ર દેશને ‘ભારતવર્ષ’ એવું વિશાળ નામ આપ્યું હતું, કારણ કે તેમણે ભારતની સાંસ્કૃતિક એકતા પર ભાર મૂક્યો હતો.

→ ભારતના ઋષિમુનિઓ, સૂફી-સંતો અને સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધી જેવા યુગપુરુષોએ શાંતિ, સમન્વય, વિશ્વબંધુત્વ વગેરે બાબતો પર ભાર મૂક્યો છે.

→ વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે. બધા ભારતીય સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે.


  • Chapter 8 કુદરતી સંસાધનો Class 10 Notes

 

કુદરતી સંસાધનો Class 10 GSEB Notes

→ સંસાધનઃ જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી માનવીની જરૂરિયાતો સંતોષાતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તેને કુદરતી, સંસાધન’ કહેવાય.

→ કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બને છે. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા આ બે ગુણધર્મો હોવા જરૂરી છે.

→ સંસાધનોને માલિકીના આધારે, પુનઃપ્રાપ્યતાને આધારે અને વિતરણક્ષેત્રને આધારે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.

→ સંસાધનોના વિતરણને આધારે તેના આ ચાર પ્રકાર બને છે:

  • (1) સર્વસુલભ સંસાધન
  • સામાન્ય સુલભ સંસાધન
  • વિરલ સંસાધન અને
  • એક્લ સંસાધન.

→ જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અર્થાત્ તે અખૂટે હોય છે, તેને ‘નવીનીકરણીય (Renewable) અથવા પુનઃપ્રાપ્ય’ સંસાધનો કહેવાય, ઘ. ત., સૂર્યપ્રકાશ.

→ જે કુદરતી સંસાધનો એક વાર વપરાઈ ગયા પછી પુનઃ પ્રાપ્ત થતાં નથી કે ઉત્પન્ન કરી શકાતાં નથી, તે ‘અનવીનીકરણીય’ (Nonrenewable) અથવા “પુનઃઅપ્રાપ્ય” સંસાધનો કહેવાય. દા. ત., ખનીજો,

→ કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ અને સુયોજિત ઉપયોગ માટે કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાપનને “સંસાધનનું સંરક્ષણ’ કહે છે, સંસાધનોના સંરક્ષણથી વર્તમાન પેઢીને સંસાધનોનો લાંબા સમય સુધી એકધારો લાભ મળે છે અને ભાવિ પેઢીની જરૂરિયાતો સંતોષાય છે.

→ પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ જે અનેક પ્રકારના બારીક કક્કોથી બનેલું હોય છે અને જેમાં ખનીજો, ભેજ, ઘુમસ, હવા વગેરે તત્ત્વો ભળેલાં હૉય છે, તેને “જમીનકહે છે.

→ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીન નિમણિ થાય છે.

→ જમીનના પ્રકાર તેના રંગ, આબોહવા, માખડકો, કણરચના, ફળદ્રુપતા વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે.

→ “ભારતીય કૃષિ સંશોધન પરિષદ’ (ICAR) ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચી

→ કાંપની જમીન (Alluid soil): ભારતમાં પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં; દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણ અને કાવેરીના ખીણપ્રદેશમાં તેમજ મહાનદી, ગોદાવરી, અને કાવેરીના મુખત્રિકોણપ્રદેશોમાં કાંપની જમીન આવેલી છે. કાંપની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શાણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાક લેવાય છે.

→ રાત જમીન (Red soil): ભારતમાં રાતી અથવા લાલ જમીન દક્ષિણના દીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી, પૂર્વે રાજમહેલની ટેકરીઓ તથા પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે. આ ઉપરાંત, તે રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા વગેરે જિલ્લાઓમાં જોવા મળે છે. રાતી, અથવા લાલ જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાય વગેરે પાક લેવાય છે.

→ કાળી જમીન (Black soil): ભારતમાં કાળી જમીન સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશના અને કન્નટિકના કેટલાક વિસ્તારોમાં તેમજ ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી ડાંગ વગેરે જિલ્લાઓમાં જોવા મળે છે. કાળી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ વગેરે પાક લેવાય છે,

→ વેરાઇટ જમીન (Latedte soil): લેટેરાઇટ જમીનનું નામ લૅટિન ભાષાના શબ્દ “Later’ એટલે કે ઈટ પરથી પડ્યું છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બને છે. લેટેરાઇટ કે પડખાઉ જમીનનું નિમન્નિ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારણથી થયેલું છે. તે ઓછી ફળદ્રુપ હોવાથી તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કૉફી, કાજુ વગેરે પાક લેવાય છે.

→ પર્વતીય જમીન (Mountain soil): આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોનાં ક્ષેત્રોમાં 2700થી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે.

→ રણપ્રકારની જમીન (Desert soil): ભારતમાં રણપ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારમાં તેમજ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. આ જમીનમાં સિંચાઈની સુવિધાઓથી જુવાર અને બાજરીનો પાક લઈ શકાય છે,

→ જંગલપ્રકારની જમીન (Forest sol): ભારતમાં જંગલપ્રકારની જમીન હિમાલયનાં શૈક્મ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચેના વિસ્તારોમાં અને સહ્યાદ્રિ, પૂર્વધાટ અને મધ્યહિમાલયનાં તરાઈશ્રેત્રોમાં આવેલી છે. આ જમીનમાં ચા, કૉફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાક લેવાય છે.

→ દલદલ કે પીટપ્રકારની જમીન (Marshy or Peaty soil): ભારતમાં દલદલ કે પીટપ્રકારની જમીન ઓડિશા, તમિલનાડુના કિનારાના વિસ્તારો, ઉત્તર બિહારના મધ્યભાગમાં અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે.

→ જમીન-ધોવાણ: વહેતું પાણી અને પવન જેવાં કુદરતી બળો દ્વારા જમીનની માટીના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું જમીન-ધોવાણ’ કહેવાય છે. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચરેખીય પગથિયાંની તરાહથી વાવેતર કરવાથી જમીન-ધોવાણ અટકાવી શકાય. તદુપરાંત, ચરાણ પ્રવૃત્તિનું નિયંત્રણ, પડતર જમીન પર વૃક્ષોનું વાવેતર, પહોળામાં આડબંધ બાંધવા, ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ વગેરે દ્વારા જમીન-ધોવાણ અટકાવી શકાય.

→ ભૂમિ-સંરક્ષણ ભૂમિ-સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે.

→ ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનને ફળદ્રુપ બનાવવા જમીનમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ.

→ પડતર જમીન, નદીનાં કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવાથી, રણની નજીકનાં ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા બનાવવાથી, અનિયંત્રિત ચરાણને અટકાવવાથી તેમજ ક્ષિતિજ સમાંતર ખેડ અને સીડીદાર ખેતરો બનાવવાથી જમીનધોવાણ અટકાવી શકાય છે.


  • Chapter 9 વન અને વન્યજીવ સંસાધન Class 10 Notes

 

વન અને વન્યજીવ સંસાધન Class 10 GSEB Notes

→ જે વનસ્પતિનો ઉછેર માનવીની મદદ વિના કુદરતી રીતે જ થયો હોય તેને “કુદરતી’ (અક્ષત -virgin) વનસ્પતિ કહે છે.

→ વહીવર્ય હેતુસર જંગલોને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છેઃ

  • અનામત (આરક્ષિત) જંગલો
  • સંરક્ષિત જંગલો અને
  • અવર્ગીકૃત જંગલો.

→ ભારતનાં જંગલો માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનની દષ્ટિએ ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છેઃ

  • રાજ્યની માલિકીનું જંગલ
  • સામુદાયિક જંગલ અને
  • ખાનગી જંગલ.

→ નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું તે. નિર્વનીકરણ એ આપણા દેશની જ નહિ પરંતુ વિશ્વની મુખ્ય સમસ્યાઓ પૈકીની એક છે.

→ માનવી દ્વારા થતા જંગલોના વિનાશ માટેનાં કારણોમાં દેશનો વસ્તીવધારો, ખેતી માટે વધુ જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગીકરણ, નવી વસાહતોનું પ્રસ્થાપન, ઇમારતો અને બળતણ માટે લાકડાં મેળવવાની પ્રવૃત્તિ, જંગલવાસીઓની ગરીબી, ઝૂમ પદ્ધતિની ખેતી; રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ, ઉદ્યોગોને શહેરોથી દૂર લઈ જવાની નીતિ, બહુહેતુક યોજનાઓ, નહેરોનું નિર્માણ અને દાવાનળ વગેરે મુખ્ય છે.

→ નિર્વનીકરણની અસરોઃ જંગલોના વિનાશથી પ્રદૂષશ્વમાં વધારો થવો, વરસાદના પ્રમાણમાં ઘટાડો થવો, દુષ્કાળ પડવા, જમીનનું ધોવાણ થવું, વન્ય પશુઓ નિરાશ્રિત થવાં, કેટલાંક વન્ય પ્રાણીઓ લુપ્ત થવાં, વૈશ્વિક તાપવૃદ્ધિ થવી, હરિતગૃહ પ્રભાવ સમસ્યા સર્જાવી, પ્રાકૃતિક સૌંદર્યનો હ્રાસ થવો, નદીઓમાં પૂર આવવાં વગેરે માઠાં પરિણામો ભોગવવા પડે છે.

→ વન સંરક્ષણના ઉપાયોઃ ઊર્જા મેળવવા માટે લાકડાને બદલે સૌરઊર્જા, પવનઊર્જા, બાયોઊર્જા, કુદરતી વાયુ વગેરેનો ઉપયોગ કરવો, કપાતાં વૃક્ષોની જગ્યાએ એ જ પ્રજાતિનાં નવાં વૃક્ષો વાવવાં, અપરિપક્વ વૃક્ષોના છેદન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો, જંગલોમાંથી કાચો માલ મેળવતા ઉદ્યોગોને વનીકરણ માટે ફરજ પાડવી, ઇકો-ટુરિઝમથી જંગલની સ્થિતિ ન જોખમાય તેનું કડક નિયમન, વન-સંરક્ષણ માટેના જનજાગૃતિ માટે કાર્યક્રમોનું આયોજન, શાળાકોલેજોનાં પાઠ્યપુસ્તકોમાં વિદ્યાર્થીઓને વન-સંરક્ષણની જરૂરિયાત સમજાવવી, ઘાસચારા અને બળતણ માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ માટે આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં, વનસંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ, દાવાનળ અટકાવવા માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તંત્રની જોગવાઈ, જંગલના વિસ્તારોમાં ભરાતા મેળા, યોજાતા ભંડારો કે પરિક્રમા સમયે એકઠા થતા કચરાનો યોગ્ય નિકાલ વગેરે વન-સંરક્ષણના મુખ્ય ઉપાયો છે.

→ વૈવિધ્યસભર વન્ય જીવઃ ભારતમાં ભૌગોલિક વૈવિધ્યના કારણે જીવ-જંતુઓ, પશુ-પક્ષીઓ અને વનસ્પતિમાં ઘણી વિવિધતા છે. વિશ્વમાં પશુ-પક્ષીઓની આશરે પંદર લાખ જેટલી પ્રજાતિઓ છે. તેમાંથી 61,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. જૈવ વૈવિધ્યની દષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં બારમું છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકા આ ત્રણેય ખંડોનાં વન્ય જીવો જોવા મળે છે. ભારતમાં આફ્રિકાના ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ, કાશ્મીરી મૃગ, દક્ષિણ-પૂર્વ એશિયાના હાથી, ગીબન વાંદરા વગેરે જોવા મળે છે. ભારતના જૈવ વૈવિધ્યમાં કાળા રીંછ, એકલિંગી ભારતીય ગેંડા, હરણ, સાપ, અજગર, રાજનાગ, સમુદ્રી કાચબા, હિમાલયમાં જોવા મળતો હિમદીપડે, શીત વનોમાં જોવા મળતું લાલ પાંડ વગેરે વિશિષ્ટ પ્રાણીઓ છે. ભારતમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસોમાં વિચરે છે. શિયાળા દરમિયાન રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનમાં અને ગુજરાતમાં નળ સરોવરમાં દૂર દૂરથી અસંખ્ય યાયાવર પક્ષીઓ આવે છે.

→ લુપ્ત થતું વન્ય જીવનઃ આજે ઘણા વન્ય જીવોના અસ્તિત્વ સામે જોખમ તોળાઈ રહ્યું છે. તે લુપ્ત થઈ રહ્યા છે. ભારતનાં જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ગયો છે. ભારતમાં સિંહ, વાઘ, હિમદીપડો, ગીધ, ગુલાબી ડોકવાળી બતક, સારસ, ઘુવડ, ચિલોત્રો, કસ્તૂરીમૃગ, હંગુલ, ઘડિયાલ (મગરની પ્રજાતિ), ગંગેય ડૉનિ, સમુદ્રી કાચબા અને ગેંડાનું અસ્તિત્વ જોખમમાં છે. ગુજરાતમાં સિંહ, વાઘ, દીપડો, રીંછ અને જળબિલાડીનું અસ્તિત્વ જોખમમાં છે.

→ વન્ય જીવોના વિનાશનાં કારણો : માનવની વિવિધ પ્રવૃત્તિઓના પરિણામે અને દાવાનળના કારણે જંગલોનો વિનાશ થવાથી વન્ય પ્રાણીઓ નિરાશ્રિત થયાં છે અને કેટલાંક લુપ્ત થયાં છે. આ ઉપરાંત, વિવિધ ઉદેશોથી કરવામાં આવતા શિકાર, પ્રદૂષણ, શહેરી વિસ્તારનો વધારો, બહુહેતુક યોજનાઓનું નિમણિ, ખનીજ ખનન, ધાસચારો, બળતણ કે પશુચરાણ માટે જંગલો પર વધતું દબાણ, વન્ય જીવોનાં કુદરતી નિવાસો નષ્ટ થવાં વગેરે કારણોસર વન્ય જીવોનો વિનાશ થઈ રહ્યો છે.

→ વન્ય જીવ સંરક્ષણના ઉપાયોઃ જંગલો માટે આપણી માનસિકતા અને દષ્ટિકોષ બદલવાની જરૂરિયાત, જંગલોમાં તુલભલી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન, પાલતુ પશુઓના ચરાણ પર પ્રતિબંધ, શિકાર પ્રમવા કડક કાયદા અને તેનો સખતાઈથી અમલ, ગેરકાયદેસર ખનનકાર્યના પ્રતિબંધના ભંગ બદલ કડક સજા અને દંડની જોગવાઈ, વન્ય જીવોના પ્રજનનકાળમાં ખલેલ ન પડે તેવી વ્યવસ્થાની ગોદ્મણી, માછીમારી, વન્ય પૈઇશ એકઠી કરવી, પ્રવાસન પ્રવૃત્તિ વગેરેની વન્ય જીવો પર પડનારી અસરો પર યોગ્ય પગલાં, જનજાગૃતિ કાર્યક્રમો, સામાજિક સંસ્થાઓએ વન્ય જીવ સંરક્ષણકાર્ય માટે સરકારી તંત્રને સક્રિય બનાવવું વગેરે ઉપાયો દ્વારા વન્ય જીવ સંરક્ષ કરવું જોઈએ.

→ ભારતમાં વન્ય જીવોના સંરક્ષણ માટે સરકારે અમલમાં મૂકેલી ખાસ યોજનાઓ :

  • વાઘ પરિયોજનાઃ વાઘને બચાવવાના હેતુથી આ યોજના ઈ. સ. 1971માં શરૂ કરવામાં આવી છે. હાલમાં દેશમાં કુલ 44 ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે.
  • હાથી પરિયોજના : ઈ. સ. 1992માં આ યોજના શરૂ કરવામાં આવી છે. હાલ દેશમાં હાથીઓ માટે કુલ 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજના મુજબ પાલતુ હાથીઓના પાલનપષણ માટે પન્ન કામગીરી કરવામાં આવે છે.
  • ગેંડા પરિયોજના : આ યોજના અસમ રાજ્યના અને પશ્ચિમ બંગાળના સુંદરવનના એકશિગી ભારતીય ગેંઘના સંરક્ષણ માટે શરૂ કરવામાં આવી છે.
  • ઘડિયાલ પરિયોજના: મીઠા પાણીમાં રહેતી ઘડિયાલ નામની મગરોની પ્રજાતિ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.
  • ગીધ પરિયોજના ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ છે, ગીધોની સંખ્યામાં થઈ રહેલા પવને અટકાવવા માટે આ યોજના ઈ. સ. 2004માં શરૂ કરવામાં આવી.
  • હિમદીપ પરિયોજનાઃ હિમાલયના આશરે 3000 મીટરની ઊંચાઈએ હિમદીપડાની પ્રજાતિ વસે છે. સ્થાનિક લોકોમાં હિમદિપડા વિશે જાણકારી વધે તેમજ તેના સંરક્ષણ માટે લોકો જાગૃતિ કેળવે એ હેતુથી આ યોજના ઈ. સ. 2000માં શરૂ કરવામાં આવી. આ ઉપરાંત, દેશમાં કશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુર થામિલ પરિયોજના, ગંગા ડૉલ્ફિન પરિયોજના વગેરે પરિયોજનાઓ અમલમાં છે.

→ કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્ય સ્થાપે છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં માનવીને હરવા-ફરવાની અને પાળેલાં પશુઓને ચારવાની છૂટ મળે છે.

→ પેરિયાર, ચંદ્રપ્રભા, અતુરનાગર, સરિસ્કા વગેરે દેશનાં જાણીતાં અભયારણ્યો છે.

→ અભયારણ્યની સરખામણીએ રાષ્ટ્રીય ઉદ્યાન વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. અહીં વન્ય પ્રાણીઓ, વનસ્પતિ અને કુદરતી સૌંદર્ય તેમજ મહત્ત્વનાં રાષ્ટ્રીય સ્થળોને જાળવી રાખવામાં આવે છે. અહીં શિકાર કરવા પર પ્રતિબંધ હોય છે અને લોકોના હરવા-ફરવા પર નિયંત્રણ હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે,

→ કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચિગામ વગેરે દેશનાં મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો છે.

→ સરેરાશ 5000 ચોરસ કિલોમીટરથી પણ મોટા વિસ્તારમાં જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે કરવામાં આવે છે. તેનો હેતુ જે-તે પ્રદેશની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો છે. આ ક્ષેત્રમાં વનસ્પતિ, જીવજંતુઓ, જમીન અને ત્યાં વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ રક્ષણ કરવામાં આવે છે. અહીં વન્ય જીવોના સંશોધન અને પ્રશિક્ષણ માટે ખાસ સગવડો હોય છે. આ ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.

→ નીલગિરિ, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પચમઢ, કચ્છનું રણ વગેરે દેશનાં મહત્ત્વનાં જૈવ આરક્ષિત ક્ષેત્રો છે.


  • Chapter 10 ભારત : કૃષિ Class 10 Notes

 

ભારત : કૃષિ Class 10 GSEB Notes

→ ખેતી ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. ભારતની શ્રમશક્તિના લગભગ 60 % જેટલા લોકો ખેતી સાથે જોડાયેલા છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો લગભગ 22 % જેટલો છે. ભારતની નિકાસમાં કૃષિ-પદ્યશોનો હિસ્સો લગભગ 18 % જેટલો છે.

→ ભારતમાં કૃષિ માટે વિશાળ ફળદ્રુપ મેદાનો, બારે માસ પાક લઈ શકાય તેવી આબોહવા, મહેનતુ ખેડૂતો વગેરે હોવા છતાં સિંચાઈની અપૂરતી સગવડો, ગરીબ અને અભણ ખેડૂતો, વસ્તીવધારો, નાનાં કદનાં ખેતરો, રાસાયલિક ખાતરો અને સુધારેલાં બિયારબ્બો તથા આધુનિક યંત્રોનો ઓછો ઉપયોગ શિક્ષિત વર્ગનો કૃષિ પ્રત્યે રસનો અભાવ, સમાજમાં ખેતીનો કહેવાતો ઊતરતો દરજજો વગેરે કારણોને લીધે ખેતીક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી.

→ ભારતમાં ખેતીના છ મુખ્ય પ્રકારો નીચે મુજબ છે:

  • જીવનનિર્વાહ ખેતી
  • સૂકી ખેતી
  • આર્ટ્સ ખેતી
  • સ્થળાંતરિત (ઝૂમ) ખેતી
  • બાગાયતી ખેતી તથા
  • સધન ખેતી.

→ કૃષિ-પદ્ધતિઓ : ભારતનો ખેડૂત ખેત-ઉત્પાદનમાં વધારો કરવા અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી વગેરે વધુ પ્રચલિત પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.

→ સજીવ ખેતી : જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારનાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી, તેને સજીવ ખેતી કહે છે.

→ ટકાઉ ખેતી: આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવવા માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રક, જળ-સંરક્ષણ વગેરે બાબતોની ખૂબ કાળજી રાખવામાં આવે છે.

→ મિશ્ર ખેતી નાના ખેડૂતો આવની પૂર્તિ માટે ખેતી સાથે પશુપાલન, મરઘા-બતકાંઉછેર, મત્સ્યઉછેર, મધમાખી ઉછેર વગેરે પ્રવૃત્તિઓ કરે છે. તેને ‘મિશ્ર ખેતી’ કહે છે.

→ ભારતમાં જમીન અને આબોહવામાં વિવિધતા હોવાથી કૃષિપાકોમાં પણ વૈવિધ્ય છે. ભારતમાં

  • (1) ગંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ વગેરે ધાન્ય પાકો;
  • મગ, ચણા, તુવેર, વટાણા, વાલ, મઠ, અડદ વગેરે કઠેળ;
  • મગફળી, સરસવ, તલ, નાળિયેર, એરંડા વગેરે તેલીબિયાં;
  • ચા-કૉફી, કોકો જેવાં પીણાં;
  • કપાસ, શેરી, શ, તમાકુ, રબર જેવા રોકડિયા પાક અને
  • ફળો, શાકભાજી, ફૂલો, મરી-મસાલા અને ઔષધીય પાકો વગેરે અન્ય પાકો થાય છે.

→ પાકને તેમની ઋતુઓ પ્રમાણે ત્રણ વિભાગમાં વહેંચી શકાય ? ખરીફ (ચોમાસુ) પાક, રવી (શિયાળુ) પાક અને જાયદ (ઉનાળુ) પોકે, ખરીફ પાક: તે ચોમાસામાં લેવામાં આવે છે. ઉદા., ડાંગર, જુવાર, બાજરી, કપાસ, રવી પાક: તે શિયાળામાં લેવામાં આવે છે. ઉદા., ઘઉં, જવ, ચણો, સરસવ. જાયદ પાક : તે ઉનાળામાં લેવાય છે. ઉદા., વિવિધ શાકભાજી, કાકડી, તરબૂચ.

→ ભારતમાં ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ વગેરે ધાન્ય પાકો 75 % વાવેતર વિસ્તાર રોકે છે અને કુલ કૃષિ-ઉત્પાદનના 50 % આપે છે.

→ કઠોળ : ભારતનાં ભોય ભાગનાં રાજ્યોમાં જુદાં જુદાં કમૅળના પાક ઉગાડાય છે. ભારતમાં ચણા, મગ, મઠ, અડદ, તુવેર, મસૂર, વાલ, વટાણા વગેરે કઠોળ પાકે છે. અડદ અને મગ ખરીફ પાક છે, જ્યારે મસૂર અને ચત્તા રવી પાક છે.

→ ભારતમાં મગફળી, સરસવ, તલ, એરંડો, સોયાબીન વગેરે તેલીબિયાંના પાક લેવામાં આવે છે. ખાદ્ય તેલ તરીકે મગફળી, સરસવ અને કોપરાના તેલનો ઉપયોગ વિશેષ થાય છે. હાલમાં કપાસિયા અને સૂર્યમુખીના તેલનો ઉપયોગ વધતો જાય છે.

→ બધાં તેલીબિયામાં મગફળીનું મહત્ત્વ સૌથી વધુ છે, ગુજરાત, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં મગફળી વધુ પાકે છે. સૌરાષ્ટ્રમાં તેનું ઉત્પાદન થાય છે.

→ સરસવનો પાક ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ, અસમ અને બિહારમાં વધુ થાય છે.

→ નાળિયૂરનો પાક કેરલ, કર્ણાટક, તમિલનાડુ અને અંદમાન નિકોબારમાં સારો થાય છે.

→ તલના પાકનો આધાર વરસાદ પર છે. તે ઉત્તર ભારતમાં ખરીફ પાક તરીકે તથા દક્ષિણ ભારતમાં રવી પાકની ત્રાજુમાં ઉગાડવામાં આવે છે. તે ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં વધુ થાય છે.

→ એરંડો ખરીફ તેમજ રવી પાક છે. વિશ્વના કુલ ઉત્પાદનનો 64 % હિસ્સો ભારત ઉગાડે છે. આંધ્ર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં તે વધુ પાકે છે.

→ ચા : તે અસમ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વધુ પાકે છે. ભારત ચાનું સૌથી વધુ ઉત્પાદન અને નિકાસ કરતું રાષ્ટ્ર છે.

→ કોંદી તે કર્ણાટક, કેરલ અને તમિલનાડુમાં વધુ થાય છે. કર્ણાટકનો વિસ્તાર કૉફીના વધુ ઉત્પાદન માટે પ્રખ્યાત છે,

→ કોક કોકો વૃક્ષનાં બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે. તે પેય પદાર્થ છે. આફ્રિકાના દેશોમાં કોકોનું ઉત્પાદન થાય છે.

→ ક્યાસ : ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને હરિયાણામાં કપાસ સારો પાકે છે. કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં ભારતનું સ્થાન બીજે છે.

→ શેરડી : ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં શેરડી વધુ પાકે છે. ગુજરાતમાં તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ થાય છે, શેરડીમાંથી ગોળ, ખાંડ અને ખાંડસરી બને છે, ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં બીજું છે.

→ શણ: ભારતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન ગંગાના મુખત્રિકોણ પ્રદેશમાં થાય છે.

→ તમાકુ તે ખરીફ પાક છે. ભારતમાં આંધ્ર પ્રદેશ અને ગુજરાતમાં તમાકુ વધુ પાકે છે. ખેડા જિલ્લાનો ચરોતર પ્રદેશ તમાકુના ઊંચા . ઉત્પાદનના કારણે ‘સોનેરી પાનનો મુલક’ કહેવાય છે. તમાકુનું સેવન સ્વાથ્ય માટે નુકસાનકારક છે.

→ રબર તેનું ઉત્પાદન કેરલ, તમિલનાડુ, કર્ણાટક, અસમ અને ત્રિપુરામાં થાય છે. તેના ઉત્પાદનમાં મલેશિયા વિશ્વમાં પ્રથમ સ્થાને છે.

→ ભારતમાં કેળાં, કેરી, સફરજન, દ્રાક્ષ, સંતરાં વગેરે ફળોની ખેતી થાય છે. કેળાં મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં, સફરજન જમ્મુકશ્મીર, લડાખ અને હિમાચલ પ્રદેશમાં, દ્રાક્ષ મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં વિશેષ થાય છે. દેશભરમાં વિવિધ પ્રકારનાં શાકપાન અને ગુલાબ, મોગરો, જુઈ, એસ્ટર જેવાં ફૂલોની ખેતી થાય છે. આ ઉપરાંત તજ, મરી, ઇલાયચી જેવા તેજાના અને ધાણા, જીરું, હળદર, મરચાં જેવા મસાલાઓની પણ ખેતી થાય છે.

→ ટેનિકલ સુધારા : આઝાદી પછી ભારતમાં કૃષિક્ષેત્રે ઘડ્યા સુધારા થયા છે. ખેતીમાં હવે પાણીના પંપ, ટ્રેક્ટર, ટ્રેઇલર, થ્રેશર જેવાં યાંત્રિક સાધનો વપરાવા લાગ્યાં છે. સિંચાઈની સગવડો વધી છે. ખેડૂતો સુધારેલાં બિયારણો, રાસાયણિક ખાતરો અને બાયોફર્ટિલાઇઝર વાપરવા લાગ્યા છે. ખેડૂતો પાકને ક્રીટકોથી બચાવવા જંતુનાશક દવાઓ અને બાયોકંટ્રોલરનો ઉપયોગ કરવા લાગ્યા છે, પ્રસાર માધ્યમો દ્વારા ખેતીને લગતાં સંશોધનો અને જ્ઞાનની માહિતી ખેડૂતોને અપાય છે. લગભગ દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે, જ્યાં કૃષિવિદ અને કૃષિવૈજ્ઞાનિકો તૈયાર થાય છે, જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્રો સ્થપાયાં છે અને કૃષિને લગતી માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા ગ્રામસેવકોની નિમણૂક કરવામાં આવી છે.

→ સંસ્થાગત સુધારા સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી જમીન ખેડનારને માલિકીનો હક આપ્યો છે. જમીન મૅચ મર્યાદાના કાયદા દ્વારા જમીનની માલિકીની અસમાનતા દૂર કરી છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતીના પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાનાં કદનાં ખેતરોને એકત્રિત કરવાના પ્રયાસો થયા છે. ખેડૂતોને મદદ કરવા કૃષિ ધિરાણ યોજના બનાવાઈ છે. તે માટે સહકારી બૅન્કો, સહકારી મંડળીઓ, ખરીદ-વેચાણ સંયો, સહકારી ધોરણે ગૌદામો, શીતગૃહો અને પરિવહનની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

→ અસરો ઉપર્યુક્ત સુધારાના પરિણામે કૃષિ-ઉત્પાદનમાં મોઢે વધારો થયો છે અને ખેડૂતોની આવક વધી છે. અનાજની બાબતમાં દેશ સ્વાવલંબી બન્યો છે અને થોડા અનાજની નિકાસ પણ કરી શકે છે. દેશમાં હરિયાળી ક્રાંતિ” થઈ છે.

→ રાષ્ટ્રીય અર્થતંત્રમાં કૃષિનું યોગદાનઃ કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. તે ઉ0 % લોકોને રોજગારી પૂરી પાડે છે અને રાષ્ટ્રીય આવકનો 22 % હિસ્સો આપે છે. તે કાપડું, ખાંડ, કાગળ, જેવા કૃષિ-આધારિત ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે, ચા, કૉફી, કપાસ, શિલ, તેજાના જેવા પાકોની નિકાસથી ભારતને વિદેશી હૂંડિયામણ મળે છે.

→ કૃષિક્ષેત્રે રોજગારી અને પરિણામો : કૃષિક્ષેત્ર પર ભારતના 60 % લોકો નભે છે. આ બહુ મોટું ભારણ છે, કારણ કે ભારતની કૃષિ મોટા ભાગે વરસાદ પર આધારિત છે અને વરસાદ અનિયમિત તેમજ અનિશ્ચિત હોવાથી કૃષિ નિષ્ફળ જવાના સંજોગોમાં ઘણા લોકો બેકાર બને છે,

→ અનાજ-સંરક્ષણ ‘હરિયાળી ક્રાંતિથી દેશમાં અનાજનું ઉત્પાદન ઈ. સ. 2013-14માં 285.04 કરોડ ટન થયું હોવાથી અનાજ સ્વાવલંબન ક્ષેત્રે સારી સ્થિતિ ઊભી થઈ છે, પણ આ જ અરસામાં દેશની વસ્તી 38 કરોડથી વધીને 125 કરોડ થઈ ગઈ છે. હવે અનાજનું ઉત્પાદન ખાસ વધે તેમ નથી, પરંતુ વરની વળે જાય દુષ્કાળોનો સામનો કરવા અનાજનું ભંડોળ વધારવાની ખાસ જરૂર છે.

→ વૈશ્વિકીકરણની અસરોઃ ભારત સરકારે ખેતીક્ષેત્રે વૈશ્વિકીકરલ્સની નીતિ અપનાવી હોવાથી ખેતપેદાશોની આયાત-નિકાસ માટેની પ્રક્રિયા સરળ બની છે. તેના કારણે વિશ્વના બજારમાં આપણી ઊંચી ગુણવત્તાવાળી કૃષિપેદાશોનું “પેટન્ટ મેળવી લેવું હિતાવહ બન્યું છે, તો જ ભારત તેની મોટી માનવશક્તિ, ટેક્નોલૉજી અને આધુનિક સાધનોની મદદથી કૃષિક્ષેત્રે વિકસિત દેશો સાથે હરીફાઈ કરી શકશે.


  • Chapter 11 ભારત : જળ સંસાધન Class 10 Notes

 

ભારત : જળ સંસાધન Class 10 GSEB Notes

→ “જળ છે તો જીવન છે.” જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારની સજીવ સૃષ્ટિ અશક્ય છે. તમામ જીવોના આધારે જળ જ છે. દરેક દેશની સમૃદ્ધિનો આધાર ખેતી અને ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતા જળ પર જ છે.

→ વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યો માટે જે ઝડપે અને જથ્થામાં જળ વપરાય છે તેનાથી જળની અછત સર્જાતી જાય છે. જળ એ મર્યાદિત સંસાધન છે, તેથી તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે.

→ જળસ્ત્રોત : જળ સોતોના મુખ્ય ત્રણ પ્રકાર છે :

  • વૃષ્ટીય જળ
  • પૃષ્ઠીય જળ અને
  • ભૂમિગત જળ,

→ વૃષ્ટીય જળ: “વૃષ્ટિ’ એ પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત છે, નદીઓ, સરોવરો, ઝરણાં, કૂવા, માનવનિર્મિત જળાશયો વગેરે વૃષ્ટિને આભારી છે.

→ પૃષ્ઠીય જળ : તે નદીઓ, સરોવરો, તળાવો, ઝરલાં અને બંધથી બનેલાં જળાશયોમાં જોવા મળે છે, નદીઓ પૃષ્ઠીય જળનો મુખ્ય સોત છે.

→ ભૂમિગત જળ : જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે. તેનો જથ્થો અમર્યાદિત છે. ભારતના ભૂમિગત જળનો મોટો ભાગ મેદાની વિસ્તારોમાં જમા થયેલો જોવા મળે છે. તેનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે.

→ જળ સંસાધનો અને તેમનો ઉપયોગ : ભારતમાં પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે. બીજી સદીમાં કાવેરી નદી પર બંધાયેલો “રૅન્ડ નિકટ’ (ભવ્ય બંધ) અને ઈ. સ. 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેર તેનાં ઉઘહરણો છે. આજે ભારતમાં લગભગ 84 % જળ સિંચાઈ માટે વપરાય છે. હવે અન્ય ઉપયોગો પણ ઝડપથી વધવા લાગ્યા છે. તેની અસર સિંચાઈ પર થવા પૂરો સંભવ છે.

→ ભારતમાં સિંચાઈનાં મુખ્ય ત્રણ માધ્યમો છે, તેમાં

  • કૂવા અને ટયુબવેલ મુખ્ય માધ્યમો છે, જ્યારે
  • નહેરો અને
  • તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.

→ નહેરોનો મહત્તમ વિકાસ સમતલ મેદાની વિસ્તારોમાં થયો છે. આ મેદાનોમાં પુષ્કળ કૂવા અને ટયૂબવેલ પણ છે, તળાવો દ્વારા મુખ્યત્વે પૂર્વ અને દક્ષિણનાં રાજ્યોમાં સિંચાઈ થાય છે.

→ બહુહેતુક યોજનાઓ નદીઓ પર બંધ બાંધી મૌર્ય જળાશયો બનાવવા અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન, પૂર-નિયંત્રણ, જમીન-ધોવાણનું નિયંત્રણ, આંતરિક જળપરિવહન, મસ્યઉદ્યોગ, મનોરંજન વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજના કહે છે. સ્વતંત્રતા બાદ ભારતમાં અનેક નદીઓ પર બહુહેતુક યોજનાઓ કરવામાં આવી છે.

→ સિંચાઈ-ક્ષેત્રનું વિતરણ : ભારતના દરેક રાજ્યના સંદર્ભે સિંચાઈ ક્ષેત્રોમાં ઘડ્યો તફાવત છે. આઝાદી પછી ભારતમાં કુલ સિંચાઈક્ષેત્ર ચાર ગણું વધ્યું છે, ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 38 % ભાગમાં સિંચાઈ થાય છે.

→ ભારતમાં સિંચાઈ-ક્ષેત્રનું વિતરણ ઘણું અસમાન છે. મિઝરમમાં તેનું પ્રમાણ માત્ર 7.3%, તો પંજાબમાં 90.8% છે. નદીઓના મુખત્રિકોણપ્રદેશો, પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે દેશનાં સઘન સિંચાઈ-ક્ષેત્રો છે.

→ જળસંકટ: પાણીની તંગી માનવીની સુખાકારી, આજીવિકા અને તેના આર્થિક વિકાસ પર મોટી અસર કરે છે. દેશનાં શુષ્ક ક્ષેત્રોમાં જળસંકટની ગંભીર સમસ્યા છે. આજે પણ દેશનાં 8% શહેરમાં પીવાલાયક પાણી મળતું નથી. દેશનાં લગભગ 50 % ગામડાંઓમાં પણ આ જ હાલત છે. દેશમાં સિંચાઈની સગવડો વધવા છતાં આજે પણ દેશનું કૃષિક્ષેત્ર માત્ર વરસાદ પર નભે છે. કૂવા અને ટ્યૂબવેલ દ્વારા જમીનમાંથી વધુ પડતું પાન્ની ખેંચાવાથી ભૂમિગત જળસપાટી નીચી ગઈ છે. તેનાથી કેટલાંક રાજ્યોમાં વિકાસ કાર્યક્રમોને અસર પહોંચી છે. વિવિધ ઉપયોગો માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ કથળી છે. પાણીના પ્રદૂષણ માટે ઘરગથ્થુ અને ઔદ્યોગિક કચરાથી મલિન થયેલું પાણી જવાબદાર છે.

→ જળ સંસાધનોની જાળવણી અને તેનું વ્યવસ્થાપન : જળ સંસાધનના સંરક્ષણ માટે જળનો વિવેકપૂર્ણ ઉપયોગ, વધુમાં વધુ જળાશયોનું નિમણ, વધારાના જળનું એક નદી ખીજ્ઞવિસ્તારમાંથી બીજા નદી ખીણવિસ્તારમાં સ્થળાંતર અને ભૂમિગત જળસ્તર ઉપર લાવવાના પ્રયાસોની જરૂર છે.

→ જળ-સંરક્ષણ ક્ષેત્રે જળપ્લાવિત ક્ષેત્ર વિકાસ’ અને ‘વૃષ્ટિજળ સંચય” જરૂરી છે.

→ જળપ્લાવિત ક્ષેત્ર વિકાસ એક નદીમાં તેની આસપાસના જેટલા વિસ્તારનું વરસાદનું પાણી આવે છે, તે વિસ્તારને તે નદીનું “જળપ્લાવિત ક્ષેત્ર” કે “ખીણ-ક્ષેત્ર’ કહે છે.

→ વૃષ્ટિજળ સંચયઃ કૂવા, બંધારા, ખેત-તલાવડીઓ વગેરેમાં વરસાદનું પાણી એકઠું કરવાની પ્રવૃત્તિને “વૃષ્ટિજળ સંચયકહે છે. તેનાથી જળ-સંચય થાય છે અને ભૂમિગત જળની સપાટી ઊંચી આવે છે.

→ વૃષ્ટિજળ સંચય માટે ખાડાઓનું નિર્માણ કરવું, ખેતરોની ફરતે ઊંડી નીકો ખોદવી, નાની નાની નદીઓ પર બંધારા બાંધવા, મકાનોની છતનું પાણી એકઠું કરવા મકાનના પરિસરમાં વરસાદી ટાંકા બનાવવા વગેરે જરૂરી છે.

→ યોગ્ય જળવ્યવસ્થાપન માટે લોકોમાં જાગરૂકતા લાવવી, જળાશયોનું પ્રદૂષણ અટકાવવું, શુદ્ધ કરેલા પાણીનો ખોટો ઉપયોગ થતો અટકાવવો, પાણીની કરકસર કરવી, પાણી-પુરવઠાની પાઇપલાઈનમાં પ્રદૂષણ થતું અટકાવવા તેને સુકાવા ન દેવી તથા તેમાં ભંગાણ પડ્યું તેનું તાત્કાલિક સમારકામ કરી તેમાંથી પાણી વહી જતું અટકાવવું વગેરે બાબતો ઘણી મહત્ત્વની છે.


  • Chapter 12 ભારત : ખનિજ અને શક્તિનાં સંસાધનો Class 10 Notes

 

ભારત : ખનિજ અને શક્તિનાં સંસાધનો Class 10 GSEB Notes

→ માનવીની વિકાસયાત્રામાં ખનીજ સંસાધનોનો ફાળો અમૂલ્ય છે. તેથી માનવીની વિકાસયાત્રાના કેટલાક મહત્ત્વના તબકકાઓ ખનીજોથી ઓળખાય છે. જેમ કે પાષાણયુગ, તામ્રયુગ, બ્રેસ્યયુગ, લોહયુગ અને છેલ્લે અણુયુગ. તેથી જ કદાચ આધુનિક યુગને – “ખનીજયુગ” કહે છે.

→ આજના સમયમાં ખનીજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજુ ગણાય છે. યુ.એસ.એ. અને રશિયા જેવી મહાસત્તાઓનો વિકાસ ખનીજોથી થયો છે.

→ દરેક ખનીજને તેનું ચોક્કસ રાસાયણિક બંધારણ હોય છે. જુદા જુદા પ્રકારના ખડકોમાંથી જુદા જુદા પ્રકારનાં ખનીજો મળે છે, જેમ કે

  • આગ્નેય ખડકોમાંથી લોખંડ, તાંબુ, જસત, સૌનું, રૂપું વગેરે ધાતુમય ખનીજો મળે છે.
  • પ્રસ્તર ખડકોમાંથી ચૂનાના પથ્થર, જિસમ, કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ વગેરે મળે છે,
  • રૂપાંતરિત ખડકીમાંથી પ્લેઇટ, આરસપહાણ, હીરા વગેરે મળે છે.

→ ખનીજોનું સામાન્ય વર્ગીકરન્ન નીચે પ્રમાણે કરી શકાય? (1) ધાતુમય ખનીજો :

  1. કીમતી ધાતુમય ખનીજો સોનું, રૂપું (ચાંદી), પ્લેટિનમ વગેરે.
    • વજનમાં હલકી એવી ધાતુવાળાં ખનીજો મૅગ્નેશિયમ, બૉક્સાઇટ, યઇટેનિયમ વગેરે.
    • સામાન્ય ઉપયોગમાં લેવાતાં ખનીજો લોખંડ, તાંબું, સીસું, જસત, ક્લાઈ, નિલ વગેરે.
    • મિશ્રધાતુ બનાવવા વપરાતાં ખનીજો : મેંગેનીઝ, ક્રોમિયમ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે,
  2. અધાતુમય બનીજો ચૂનાના પથ્થર, ઍબ્રેસ્ટૉસ, અબરખ, ફ્લોરસ્પાર, જિસમ, સલ્ફર (ગંધક), હીરા વગેરે.
  3. સંચાલન શક્તિ માટે વપરાતાં ખનીજ કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે.

→ લોખંડ (લોહ, અયસ્ક, Iron ore) : તે વિશ્વવ્યાપી મહત્ત્વ ધરાવતી સરતી, મજબૂત અને ટકાઉ ધાતુ છે. પોલાદરૂપે તેની મોટી માંગ છે. લોખંડની કાચી ધાતુઓના હેમેટાઇટ, મૅગ્નેટઈટ, લિમોનાઈટ અને સિડેરાઈટ એમ ચાર પ્રકારો છે. આ ખનીજોનું પહેલાં લોખંડના ઑક્સાઇડમાં રૂપાંતર કરી તેને મોટી વાતભઠ્ઠીમાં કોક અને ચૂના સાથે ગાળવામાં આવતાં તેમાંથી જે લોખંડ મળે છે, તે ઢળનું લોખંડ (ie Iron) કહેવાય છે. ઢાળના લોખંડમાંથી કાર્બન તત્ત્વ દૂર કરતાં મળતું લોખંડ ઘડતરનું લોખંડ કહેવાય છે. ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાં મળે છે. તેના પછી ક્રમશઃ ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે.

→ મેંગેનીઝ તેનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે, જે ઘડ્યું લવચીક, મજબૂત અને ઘસારા સામે ટકી શકે તેવું હોય છે. ભારતમાં મેંગેનીઝ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓડિશા, ટિક, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન અને ગુજરાતમાંથી મળે છે. ગુજરાતમાં પંચમહાલ જિલ્લાની ખામાંથી મેંગેનીઝ મળે છે.

→ તાંબું: તેને ટીપીને કોઈ પણ આકાર આપી શકાય છે. તેને જસત સાથે ભેળવતાં પિત્તળ અને કલાઈ સાથે ભેળવતાં કાંસું બને છે. સોના, ચાંદી વગેરેમાં પણ તે ભેળવાય છે. ભારતમાં ઝારખંડ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન તાંબાનું ઉત્પાદન કરતાં મુખ્ય રાજ્યો છે. તે વિધુતનું સુવાહક છે. જંતુનાશક દવાઓ, સ્ફોટક પદાર્થો રંગીન કાચ, સિક્કા, છાપકામ વગેરેમાં તાંબાનો ઉપયોગ થાય છે.

→ બૉક્સાઇટ: તે ઍલ્યુમિનિયમની કાચી ધાતુ છે. ઍલ્યુમિનિયમ વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુત સુવાહક, કાટરોધક તેમજ ટીપી શકાય તેવી હોવાથી તેનો ઉપયોગ વાસણો, વિમાનો, વીજળીના તાર, વિદ્યુત સાધનો, રંગો વગેરે બનાવવામાં થાય છે. ભારતમાં બૉક્સાઇટનું ઉત્પાદન ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં થાય છે. ગુજરાતમાં તે બીજા નંબરનું અગત્યનું ખનીજ છે. જામનગર અને કચ્છ જિલ્લાઓમાં તેનો મોટો જથ્થો છે.

→ અબરખ : વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. તે પારદર્શક, અતુટ, સ્થિતિસ્થાપક, અગ્નિરક્ષક અને વિધુતનું અવાહક હોવાથી વીજસાધનો, રેડિયો, ટેલિકોન, વિમાન,મોટર, ગ્રામોફોન, ધ્વનિશોષક પડદા વગેરેમાં વપરાય છે. ભારતમાં મસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે. ભારતમાં બિહાર, ઝારખંડ, આંધ્ર પ્રદેશ અને રાજસ્થાન એબરખના ઉત્પાદનનો મુખ્ય રાજ્યો છે,

→ સીસું તેનું મુખ્ય ખનીજ શૈલેના નામે ઓળખાય છે, સૌનું નરમ પન્ન ભારે ધાતુ છે. તેનો ઉપયોગ મિશ્રધાતુ, ક્યૂઝ, સ્ટોરેજ બૅટરી, શસ્ત્રો, રંગ, કાચ, રબર વગેરે બનાવવામાં થાય છે, ભારતમાં સીસું મુખ્યત્વે રાજસ્થાન, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાંથી મળે છે.

→ ચૂનાનો પથ્થર (લાઇમએન) : તેને ભઠ્ઠીમાં સખત તપાવવાથી તેમાંથી ચૂનો બને છે. ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટા ભાગે સિમેન્ટ બનાવવામાં થાય છે. આ ઉપરાંત, તે લોખંડ-પોલાદ, કાગળ અને રંગ ઉઘોગોમાં, ખાંડના શુદ્ધીકરણમાં તેમજ ચૂનો, સોડા એંશ, કેલ્શિયમ કાર્બાઇડ વગેરે બનાવવા માટે વપરાય છે. ભારતમાં ચૂનાના પથ્થરના કુલ ઉત્પાદનના 70 % જેટલું ઉત્પાદન મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને તમિલનાડુમાં થાય છે. ગુજરાતના જૂનાગઢ, જામનગર, કચ્છ, અમરેલી, ખેડા વગેરે જિલ્લાઓમાં ચૂનાનો પથ્થર વધુ પ્રમાણમાં મળે છે. જામનગર જિલ્લામાં મળતા ચૂનાના પથ્થરમાં ચૂનાનું તત્વ 07 % જેટલું છે.

→ સંચાલન શક્તિનાં ખનીજો દરેક રાષ્ટ્રના ઉદ્યોગો અને અર્થતંત્રને ધભક્ત રાખે છે, કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, અણુ – ખનીજો વગેરે સંચાલન શક્તિનાં ખનીજો છે.

→ શક્તિ સંસાધનોને પરંપરાગત અને બિનપરંપરાગત સંસાધનોમાં વહેંચવામાં આવે છે. પરંપરાગત શક્તિ સંસાધનો : કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ અને અશુ ખનીજો, બિનપરંપરાગત શક્તિ સંસાધનોઃ સૌરશક્તિ, પવનઊર્જા, ભરતી ઊર્જા, ભૂતાપીય ઊજાં અને બાયોગેસ. શક્તિ સંસાધનોને ઉપયોગના આધારે તેમને વ્યાપારી (Commercial) 24 Butonu (Non-commercial) કહેવામાં આવે છે. ખનીજ કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ વગેરે વ્યાપારી શક્તિ સંસાધનો છે; જ્યારે બળતણનું લાકડું, લક્કડિયો કોલસો, છાણાં વગેરે બિનવ્યાપારી શક્તિ સંસાધનો છે.

→ કોલસો : તે બળતણ તરીકે, કારખાનાંઓમાં ઊર્જાના સોત તરીકે તથા કેટલાક ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે. ખનીજ કોલસો અશ્મીભૂત થયેલી વનસ્પતિ છે. આ કોલસાના નિમશિમાં અનેક સદીઓ લાગે છે. તેનો જથ્થો મર્યાદિત છે. તે નવેસરથી ઉત્પન્ન ન થઈ શકે તેવો ઊર્જાસ્ત્રોત છે. જળ અને જમીન પરનાં વરાળયંત્રથી ચાલતાં વાહનોમાં અને લોખંડ પિગાળવાની ભઠ્ઠીમાં તેનો બહોળો ઉપયોગ થવા લાગતાં કોલસાનું મહત્ત્વ ઘણું વધી ગયું. આજે તેનો મહત્તમ ઉપયોગ તાપવિદ્યુતના ઉત્પાદનમાં અને ધાતુ ગાળવાનાં કારખાનાંઓમાં થાય છે. કોલસો પ્રસ્તર ખડકોમાંથી મળે છે. તેમાં રહેલા કાર્બનના પ્રમાણ મુજબ તેના મુખ્ય ચાર પ્રકાર છે : (1) એન્થસાઇટ કોલસો, (2) બિટ્યૂમિનસ કોલસો, (3) લિગ્નાઇટ કોલસો અને (4) પીટ કોલસો. ભારતમાં મુખ્યત્વે ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, જમ્મુ-કશ્મીર, લડાખ અને મધ્ય પ્રદેશમાં કોલસો મળે છે. (કોલસાની મુખ્ય ખાણો ઝરિયા, રાણીગંજ, બોકારો, ગિરિદિઠ અને કરણપુરમાં છે.) ગુજરાતમાંથી લિગ્નાઈટ કોલસો મળે છે.

→ ખનીજ તેલઃ તે પ્રસ્તર ખડકોમાં મળી આવે છે. તે પણ કોલસાની માફક જળચર જીવોના ટાવાથી બન્યું છે. ભારતના ખનીજ તેલના ભંડારોને પાંચ વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે :

  • ઉત્તર-પૂર્વનાં ક્ષેત્રો
  • ગુજરાતનાં તેલક્ષેત્રો
  • બૉમ્બે હાઈના તેલક્ષેત્રો
  • પૂર્વકિનારાનાં તેલક્ષેત્રો અને
  • રાજસ્થાનનાં તેલક્ષેત્રો.

ભારતમાં સૌપ્રથમ 1866માં અસમ રાજ્યના કૂવામાંથી તેલ મળી આવ્યું હતું. ગુજરાતમાં સૌથી પહેલાં ખેડા જિલ્લાના લુણેજ ખાતે 1958માં તેલ મળ્યું હતું. આજે અંકલેશ્વર, મહેસાણા, ક્લોલ, નવાગામ, કોસંબા, સાણંદ, અમઘવાદ, ગાંધીનગર, વડેદરા, ભરૂચભાવનગર વગેરે સ્થળોએથી ખનીજ તેલ મળી આવે છે.

→ ખનીજ તેલનું શુદ્ધીકરણ : ભારતમાં ગુવાહાટી, બરીની, કોયલ, કોચીન, ચેન્નઈ, મથુરા, કોલકાતા, હલ્દિયા વગેરે સ્થળોએ ખનીજ તેલની રિફાઇનરીઓ કાર્યરત છે. વિશ્વનું સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધીકરણ સંકુલ્લ ગુજરાતના જામનગર શહેરમાં આવેલું છે.

→ કુદરતી વાયુ તે ખનીજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પડેલો વાયું છે. તે સસ્તો અને પ્રદૂષણ રહિત ઊર્જાસ્રોત ગવાય છે. ભારતમાં કુદરતી વાયુના ભંડારો ખંભાત બેસિન, કાર્વરી બેસિન અને રાજસ્થાનમાં જેસલમેર ખાતે આવેલા છે. ગુજરાતમાં અંકલેશ્વર ખનીજ તેલ અને કુદરતી વાયુનો મોટો ભંવર ધરાવતું ક્ષેત્ર છે.

→ બિનપરંપરાગત ઊર્જાનાં સાધનો તેમાં સૌરઊર્જા, પવનઊર્જા, બાયોગેસ, ભૂતાપીય ઊર્જા અને ભરતી શક્તિનો સમાવેશ થાય છે.

19. સૌરઊર્જા પૃથ્વીનો મૂળ ઊર્જાસત સૂર્ય છે. ભારતમાં સૌરઊર્જા મેળવવામાં ઘણી પ્રગતિ થઈ છે. સૌરઊર્જાનો ઉપયોગ રસોઈ માટે, પાણી ગરમ કરવા માટે, રેફ્રિજરેટર ચલાવવા માટે અને રસ્તા પરની લાઇટમાં થઈ શકે છે. ગુજરાતમાં સૌરશક્તિથી ચાલતું એક શીતાગાર છાણી – વડોદરામાં સ્થાપવામાં આવ્યું છે. આ ઉપરાંત, વીજળી વગરનાં ગામોમાં દીવાબત્તી તેમજ ખેતરોમાં સિંચાઈ અને ટીવી માટે સોલર સેલ સંચાલિત સોલર પ્લાન્ટ ગોઠવવામાં આવ્યા છે. ગુજરાતમાં ભુજ પાસે માધોપુરમાં દરિયાના ખારા પાણીને મીઠું પાણી બનાવવાનો સૌરઊજાં પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.

→ પવનઊર્જા તે સૂર્ય ઊર્જાનું જ એક સ્વરૂપ છે. તે અખૂટ અને પ્રદૂષણ રહિત છે. આ ફેંકાયેલી ઉર્જાને પવનચક્કી દ્વારા એકઠી કરવામાં આવે છે. વિશ્વમાં ભારત પવનઊર્જા મેળવતો પાંચમો દેશ છે. ભારતમાં ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, ઓડિશા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, કેરલ વગેરે પવનઊર્જા મેળવતાં રાજ્યો છે. ગુજરાતમાં કચ્છ-માંડવીમાં તથા જામનગર જિલ્લાના લાંબામાં વિન્ડ ફાર્મ શરૂ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત, જામનગર, રાજકોટ અને પોરબંદર જિલ્લાઓમાં પવનચક્કીઓ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે.

→ બાયોગેસઃ ખેતરનો કચરો, નકામા કૃષિપદાર્થો, છાણ, માનવ મળમૂત્ર વગેરેને કોહડાવી તેમાંથી મેળવવામાં આવતો ગૅસ બાયોગૅસ’ કહેવાય છે. બાયોગૅસના પદાર્થો સડવાથી દહનશીલ મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. ફક્ત છાણમાંથી મળતા ગૅસને ગોબર ગેસ’ કહે છે. બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરાનું કીમતી ખાતર બને છે. ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ પ્રથમ અને ગુજરાત બીજા સ્થાને છે. ભારતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ સિદ્ધપુર તાલુકાના મેથાણ ગામમાં છે. અમદાવાદ નજીક રૂદાતલમાં અને બનાસકાંઠામાં દાંતીવાડા ખાતે પણ વિશાળ બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે.

→ ભૂતાપીય ઊર્જા ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી પર આવે છે. આ વરાળને નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી ઊર્જા ‘ભૂતાપીય ઊર્જા’ કહેવાય છે. ગુજરાતમાં લસુન્દ્રા, ઉનાઈ, યુવા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે. તેમાંથી ભૂતાપીય ઊર્જા મેળવવાની શક્યતાઓ રહેલી છે.

→ ભરતીશક્તિ કેટલાક અખાતોમાં મોટી ભરતીના પાણીને બંધ વડે અવરોધીને ઓટ વખતે ધોધરૂપે ટર્બાઇન પર વહેવરાવવામાં આવે, તો વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. ઈ. સ. 1968માં ફ્રાન્સે ભરતી-ઓટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના શરૂ કરી હતી. ભારતમાં વિશાળ દરિયાકિનારો હોવાથી ભરતીશક્તિ દ્વારા ઊર્જા મેળવવાની ઘણી શક્યતાઓ રહેલી છે. ગુજરાતમાં કચ્છના અખાતમાં અને ખંભાતના અખાતમાં ભરતીશક્તિ દ્વારા ઊર્જા મેળવવાની યોજનાઓ અમલમાં મુકાઈ છે.

→ ખનીજ સંરક્ષણ ખનીજોનો કરકસરયુક્ત અને સુયોજિત ઉપયોગ એટલે ખનીજ સંરક્ષણ. આજે દરેક દેશ નિકાસ વધારી હૂંડિયામણ મેળવવા ખનીજોનો બેફામ ઉપયોગ કરી રહ્યો છે. પરિણામે કેટલાંક ખનીજો ખૂટી જવાનો સંભવ ઊભો થયો છે. આથી ખનીજોનું સંરક્ષણ જરૂરી બન્યું છે.

→ ખનીજોનો ઉપયોગ વિવેકપૂર્ણ હોવો જોઈએ. તેમના ઉપયોગમાં નવીનીકરણ પદ્ધતિ અપનાવવી જોઈએ, જેથી તે લાંબો સમય ચાલી શકે. ખલાસ થવાની અણી પર આવેલાં ખનીજોના વિકલ્પો શોધીને વાપરવા જોઈએ. ચોક્કસ અને અનિવાર્ય હોય ત્યાં જ ખનીજો વાપરવાં જોઈએ. ખનીજોનો આયોજનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ખનીજોનો ફરી ફરીને અનેક વખત ઉપયોગ થાય તેવી પ્રક્રિયાને ઉત્તેજન આપવું જોઈએ. ખનીજોની જાળવણી અને સંવર્ધન અત્યંત આવશ્યક છે.


  • Chapter 13 ઉત્પાદન ઉદ્યોગો Class 10 Notes

 

ઉત્પાદન ઉદ્યોગો Class 10 GSEB Notes

→ ઉદ્યોગ માનવી દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા મુજબ કુદરતી સંસાધનોનાં સ્વરૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ‘ઉઘોગ’ કહેવામાં આવે છે.

→ ઔદ્યોગિક વિકાસના પાયામાં કુદરતી સંસાધનોનો પર્યાપ્ત ઉપયોગ રહેલો છે,

→ ભારતમાં સૌપ્રથમ ઈ. સ. 1853માં ચારકોલ આધારિત ‘લોહ ગાળણ’ ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું, પરંતુ તે ચાલુ રહી શક્યું નહિ,

→ ભારતમાં ઈ. સ. 1907માં જમશેદપુરમાં ‘યટા લોખંડ-પોલાદની કંપની’ની સ્થાપના થવાથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળી.

→ ઉદ્યોગોનું વર્ગીકરણ : ઉદ્યોગોને માનવશ્રમ, કાચો માલ, કાચા – માલનો સ્ત્રોત અને માલિકીના ધોરણના આધારે કેટલાંક જૂથોમાં વહેંચવામાં આવે છે.

→ મોટા પાયા પરના અને નાના પાયા પરના ઉદ્યોગો જે ઉઘોગોમાં ઘણા લોકોને રોજગારી મળી શકે તે મોટા પાયા પરના ઉદ્યોગો છે. દા. ત., સુતરાઉ કાપડનો ઉદ્યોગ, જેમાં કારીગરોની સંખ્યા ઓછી હોય તે નાના પાયા પરના ઉદ્યોગો છે. દા. ત., ખાંડસરી ઉદ્યોગ.

→ માલિકીના આધારે ઉદ્યોગોને ખાનગી, જાહેર, સંયુક્ત અને સહકારી જૂથોમાં વહેંચી શકાય.

→ કાચા માલના સૌતના આધારે ઉદ્યોગોને કૃષિ આધારિત અને ખનીજ-આધારિત જૂથોમાં વહેંચી શકાય. સુતરાઉ, રેશમી અને શણનું કાપડ, ખાંડ, ખાધ તેલ વગેરે ઉદ્યોગો કૃષિ-આધારિત છે.

→ સુતરાઉ કાપડ : આ ઉદ્યોગ ભારતનો સૌથી મોટો ઉદ્યોગ છે. તે 3.5 કરોડ લોકોને રોજી આપે છે. શરૂઆતમાં મોટા ભાગની મિલો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થપાઈ હતી. આજે તે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં વધુ છે, મહારાષ્ટ્રમાં મુંબઈ, સોલાપુર, નાગપુર: ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા; તમિલનાડુમાં કોઇમ્બતુર, ચેન્નઈ, મદુરાઈ; પશ્ચિમ બંગાળમાં હાવડા, મુર્શિદાબાદ, ઉત્તર પ્રદેશમાં કાનપુર, આગરા, મોદીનગર અને મધ્ય પ્રદેશમાં સ્વાલિયર, ઇંઘેર, ઉજ્જૈન તેમજ દેવાસ સુતરાઉ કાપડ ઉદ્યોગનાં મહત્ત્વનાં કેન્દ્રો છે. ભારત અનેક દેશોમાં સુતરાઉ કાપડ અને વસ્ત્રોની નિકાસ કરે છે.

→ શણનું કાપડ : શણ અને તેની ચીજોના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. દેશના શલના કુલ ઉત્પાદનમાં પશ્ચિમ બંગાળ લગભગ 80 %, આંધ્ર પ્રદેશ લગભગ 10 % અને બાકીનું બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, અસમ, ત્રિપુરા વગેરે રાજ્યોમાં થાય છે. પશ્ચિમ બંગાળની મોટા ભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે.

→ રેશમી કાપડ : ભારતમાં શેતૂર, ઈરી, ટસર અને મૂગા એમ ચાર પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે. રેશમના ઉત્પાદનમાં ભારત, ચીન પછી દ્વિતીય ક્રમ ધરાવે છે. કર્ણાટક, તમિલનાડુ, આંધ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, પંજાબ તથા જમ્મુ-કશ્મીરમાં થાય છે. બેંગલૂરુ, મૈસૂર, કાંચીપુરમ, મુર્શિદાબાદ, શ્રીનગર વગેરે રેશમનાં મુખ્ય ઉત્પાદક કેન્દ્રો છે.

→ ગરમ (ઊન) કાપડ : આ ઉદ્યોગ મુખ્યત્વે પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા અને રાજસ્થાનમાં કેન્દ્રિત થયો છે. પંજાબમાં ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર; મહારાષ્ટ્રમાં મુંબઈ ઉત્તર પ્રદેશમાં કાનપુર, શાહજહાંપુર, આગરા અને મિઝપુર, ગુજરાતમાં અમદાવાદ અને જામનગર; હરિયાલ્લામાં પાનીપત અને ગુડગાંવ, કરમીરમાં શ્રીનગર અને કર્ણાટકમાં બેંગલુર આ ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો છે. ભારતમાં ઉનમાંથી ગાલીચા પન્ન બનાવવામાં આવે છે.

→ ત્રિમ કાપડ માનવ-નિર્મિત રેસામાંથી બનેલું કાપડ મજબૂત અને ટકાઉ હોય છે. ઊંચી જાતનું કાપડ બનાવવા માટે કૃત્રિમ રેસામાં કપાસ, રેશમ કે ઊનના રેસા પણ ભેળવવામાં આવે છે. આ ઉદ્યોગ કેરલ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં વિકસ્યો છે. મુંબઈ, અમદાવાદ, સુરત, દિલ્લી, અમૃતસર, ગ્વાલિયર, વડોદરા, કાનપુર, મોદીનગર અને કોલકાતા તેનાં મુખ્ય કેન્દ્રો છે.

→ ખાંડ ઉદ્યોગઃ ગોળ, ખાંડસરી મળીને ખાંડના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. શેરડી વજનમાં ભારે છે અને કપાયા પછી તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે. આથી ખાંડનાં કારખાનાં શેરડી-ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થાપવામાં આવે છે. ભારતમાં ખાંડની મોય ભાગની મિલો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં છે. કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ગુજરાત અને પંજાબ પણ મહત્ત્વના ખાંડ ઉત્પાદકો છે.

→ કાગળ ઉદ્યોગ પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે. ભારતમાં આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં કાગળ ઉદ્યોગ વિકસ્યો છે.

→ લોખંડ-પોલાદ, તાંબુ, ઍલ્યુમિનિયમ, રસાયણ, ખાતર, સિમેન્ટ, પરિવહન ઉપકરણો, ઇલેક્ટ્રોનિક વગેરે ઉદ્યોગો ખનીજ-આધારિત , ઉઘોગો છે.

→ લોખંડ અને પોલાદ ઉદ્યોગ : ભારતમાં આધુનિક લોખંડ ઉદ્યોગનો વાસ્તવિક પ્રારંભ પશ્ચિમ બંગાળના કુલ્ટી ખાતે થયો. તેનું મોટા પાયા પરનું ઉત્પાદન 1907માં જમશેદપુરમાં શરૂ થયું. તે પછી બર્નપુર અને ભદ્રાવતીમાં પોલાદનાં કારખાનાં સ્થપાયાં. ત્યારબાદ ભિલાઈ, રાઉરકેલા, દુગપુર, બોકારો, વિશાખાપર્તમ અને સેલમમાં સ્થપાયાં. લોખંડ-પોલાદ ઉદ્યોગમાં કાચા માલ તરીકે લોહ અયસ્ક, કોલસો, ચૂના-પથ્થર અને મેંગેનીઝની કાચી ધાતુ વપરાય છે. આ પદાર્થો ભારે છે અને મોટી જગ્યા રોકતા હોવાથી લોખંડપોલાદ ઉદ્યોગ કાચા માલનાં ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થપાયો છે. સિવાયનાં લોખંડ-પોલાદનાં બધાં કારખાનાંનો વહીવટ Dલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ(SAIL)ને સોંપવામાં આવ્યો છે. લોખંડ-પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પાંચમા ક્રમે છે.

→ ઍલ્યુમિનિયમ-ગાળણ: તે ભારતનો મહત્ત્વનો ધાતુ ઉદ્યોગ છે. ઍલ્યુમિનિયમ હલકી, મજબૂત, ટિપાઉં, વિદ્યુત અને ગરમીની સુવાહક તથા કટાય નહિ એવી ધાતુ હોવાથી મેંગેનીઝ, તાંબું, જસત અને મૅગ્નેશિયમ સાથેની તેની મિશ્રધાતુઓ મોટરકાર, રેલવે, હવાઈ જહાજ તથા અનેક યાંત્રિક સાધનો બનાવવા માટે
વપરાય છે.


  • Chapter 14 પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર Class 10 Notes

 

પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર Class 10 GSEB Notes

→ પરિવહન એટલે માલસામાન અને મુસાફરોની એક સ્થળેથી બીજે સ્થળે હેરફેર. પ્રારંભમાં માનવી પોતે અને પછી ભારવાહક પશુઓ દ્વારા પરિવહન કરતો હતો. હવે મહદંશે વિવિધ વાહનો દ્વારા પરિવહન થાય છે.

→ પરિવહન પદ્ધતિનો પ્રકાર પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ તથા તે પ્રદેશની માનવ-સંસ્કૃતિના વિકાસના તબક્કા પર આધાર રાખે છે. પરિવહન પદ્ધતિને પ્રદેશનાં સ્થાન, ભૂપૃષ્ઠ, આબોહવા, જમીનનો પ્રકાર માનવવસ્તીનું પ્રમા વગેરે અસર કરે છે. આ ઉપરાંત તનિકી વિકાસ, આર્થિક વિકાસ, બજાર ક્ષેત્રે મૂડીરોકાણ, રાજકીય નિર્ણયો વગેરે સાંસ્કૃતિક પરિબળો અસર કરે છે.

→ આજે પણ માનવી બોજવાહક તરીકે કામ કરે છે તેમજ બાજવહન માટે ધોડા, ગધેડા, ખચ્ચર, ઊંટ, હાથી વગેરે પ્રાણીઓનો ઉપયોગ કરે છે. યાંત્રિક વાહનોમાં કુદરતી વાયુ, કોલસો, ખનીજ તેલ, વિદ્યુત જેવી સંચાલનશક્તિનો ઉપયોગ થાય છે.

→ પરિવહન દેશના સામાજિક, આર્થિક અને રાજકીય વિકાસનો માપદંડ છે, તેના અનેકવિધ ઉપયોગો છે.

→ પરિવહન પદ્ધતિ સ્થળ કે પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ, માનવસમૂહો અને તેઓનો સાંસ્કૃતિક વિકાસ, સમયગાળા તથા સંચાલનશક્તિ પર આધાર રાખે છે. ભારતમાં

  • જમીન પરના સડક અને રેલમાર્ગે
  • જળમાર્ગે
  • હવાઈ માર્ગે તથા
  • પાઇપલાઇનો તેમજ
  • રોપ-વે દ્વારા પરિવહન થાય છે, આ માટે વિવિધ સાધનોનો ઉપયોગ થાય છે,

→ સડકમાર્ગ : દેશમાં જ્યાં રૅલમાર્ગો કે હવાઈ માગ વિક્સાવવાનું શક્ય હોતું નથી, ત્યાં મોટા ભાગે સડકમાર્ગે પરિવહન કરવામાં આવે છે. ભારતના સડકમાગ વિશ્વમાં પૂ.એસ.એ. અને ચીન પછી ત્રીજા ક્રમે છે.

→ ભારતમાં સડકમાગના મુખ્ય પ્રકારોમાં

  • રાષ્ટ્રીય ધોરી માર્ગો
  • રાજ્ય ધોરી માગ
  • જિલ્લા માગ
  • ગ્રામીણ માગ અને
  • સરહદી (સીમાવર્તી) માગનો સમાવેશ થાય છે.

→ રાષ્ટ્રીય ધોરી માર્ગો: તે દેશનાં અગત્યનાં મહાનગરો, બંદરો, પાટનગરો, વહીવટી મથકે અને ભૂહાત્મક સ્થાનોને જોડે છે, તેનું નિર્માણ અને જાળવણી કેન્દ્ર સરકાર કરે છે, તે ભારતને પાડોશી દેશો સાથે જોડે છે શ્રીનગર – કન્યાકુમારીને જોડતો ધોરી માર્ગ નંબર 44 દેશનો સૌથી લાંબી રાષ્ટ્રીય ધોરી માર્ગ છે. આ માર્ગોને ક્રમાંક આપવામાં આવ્યા છે. ગુજરાતમાંથી 27, 41, 47, 48, 143, 147 વગેરે નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગો પસાર થાય છે.

→ રાજ્ય ધોરી માર્ગો: તે રાજ્યના પાટનગર જિલ્લાનાં મુખ્ય મથકો તથા મહત્ત્વનાં અન્ય શહેરો સાથે સાંકળે છે. તેનું નિર્માણ અને જાળવણી જે-તે રાજ્ય સરકાર કરે છે.

→ જિલ્લા માર્ગો તે જિલ્લાના મુખ્ય મથકને જિલ્લાનાં મુખ્ય ગામો સાથે જોડે છે, તેનું નિર્માણ અને જાળવણી જે-ને જિલ્લા પંચાયત કરે છે.

→ ગ્રામીણ માર્ગો: તે ગામને ગામ પાસેથી પસાર થતા હોય માગ સાથે જોડતા “અપ્રોચ રોડ છે. તેનું નિર્માણ અને તેની દેખભાળ ગ્રામપંચાયત કરે છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામ્ય માગને પાકી સડકોમાં ફેરવવામાં આવી રહ્યા છે.

→ સરહદી માર્ગો ટ્યૂહાત્મક દષ્ટિએ મહત્ત્વના આ માગનું નિમણિ સંરક્ષણના હેતુથી કરવામાં આવ્યું છે. તેનું નિમણિ સરહદ માર્ગ સંસ્થાન (Border Road Organization) કરે છે.

→ એક્સપ્રેસ ધોરી માર્ગઃ દેશના આર્થિક વિકાસને વૈગ આપવા માટે દેશના રાષ્ટ્રીય ધોરી માર્ગોને 4થી 6 લેનવાળા ધોરી માગમાં ફેરવી નાખવાની એક યોજના તૈયાર કરવામાં આવી છે.

→ ટ્રાફિક સમસ્યાઃ મોટાં શહેરોમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ઓવર બ્રિજ, બાયપાસ રોડ અને શહેરની ફરતે રિંગરોડ બનાવવામાં આવે છે. આમ છતાં, વધતી જતી વાહનોની સંખ્યાને કારણે મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે.

→ રેલમાર્ગો: લાંબા અંતરની મુસાફરી અને વજનદાર તેમજ મોટા કંદના પઘર્ષોની હેરફેર માટે રેલમાગ પ્રમાણમાં સસ્તા, ઝડપી, સરળ અને અનુકૂળ છે. દેશના ઔદ્યોગિક વિકાસ, આંતરરાજ્ય વ્યાપાર, સંરક્ષણ અને આપત્તિકાળમાં રાહત પહોંચાડવાની બાબતમાં રેલવેનો ફાળો ખૂબ મહત્ત્વનો છે. રેલમાર્ગમાં એશિયામાં ભારતનું સ્થાન પ્રથમ અને વિશ્વમાં દ્વિતીય છે. ભારતનો પહેલો રેલમાર્ગ ઈ. સ. 1853માં મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થયો હતો. ગીચ વસ્તીવાળા મૈધની પ્રદેશોમાં રેલમાર્ગોનાં ગીચ જાળાં. જોવા મળે છે, જ્યારે ઓછી વસ્તીવાળાં દુર્ગમ પર્વતીય ક્ષેત્રો, ગીચ જંગલો, રણપ્રદેશો અને વેરાન પ્રદેશોમાં રેલમાર્ગો બહુ ઓછા છે. રેલવેના બે પાય વચ્ચેના અંતર પરથી રેલવેના ત્રણ પ્રકાર પડે છે :

  • જોડગેજ
  • મીટરગેજ અને
  • નેરોગેજ.

હાલમાં મીટરગેજ રેલમાર્ગો બ્રોડગેજમાં ફેરવાઈ રહ્યા છે. એકમાર્ગી રેલમાર્ગોને દિમાગ બનાવવાના કાર્યક્રમો પત્ત ચાલે છે, ભારતમાં સૌથી લાંબા માર્ગ પર દોડતી ટ્રેન “વિવેક એક્સપ્રેસ’ છે. તે દિબ્રુગઢથી કન્યાકુમારીની વચ્ચે દોડે છે. પશ્ચિમઘાટની કોંકણપટ્ટીમાંથી જતી કોંકણ રેલવે ઈજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે. ગુજરાતમાં મહેસાણા, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા અને સુરત જિલ્લામાં રેલવેનો સારો વિકાસ થયો છે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું જંક્શન છે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલાક મીટરગેજ રેલમાર્ગો બ્રોડગેજમાં ફેરવાયા છે.

→ જળમાર્ગ નદી, સરોવરો કે નહેરો દ્વારા દેશના અંદરના ભાગોને જોડતા જળમાર્ગને આંતરિક જળમાર્ગ કહે છે. જુદા જુદા દેશોને જોડતા સમુદ્ર કે મહાસાગરના માર્ગને આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળમાર્ગ કહે છે, વજનમાં ભારે, વધારે જગ્યા રોકતા, કિંમતમાં સસ્તા અને જલદી બગડી ન જય તેવા માલને લાંબા અંતરે લઈ જવા જળમાગ ઘણા અનુકૂળ અને સૌથી સસ્તા છે. આંતરિક જળપરિવહનને જાળવવા માટે સરકારે નીચેના જવા માગોને રાષ્ટ્રીય ધોરી માર્ગોનો દરજ્જો આપ્યો છે :

  • રાષ્ટ્રીય જળમાર્ગ 1 ગંગા નદી – હલ્દિયા – અલાહાબાદ (1620 કિમી)
  • રાષ્ટ્રીય જળમાર્ગ 2 બ્રહ્મપુત્ર નદી – ધૂણી – સાદિયા (891 કિમી)
  • રાષ્ટ્રીય જળમાર્ગ 3 પશ્ચિમ કિનારાની નહેર – કોલમ – કોકાપુરમ (250 કિમી)
  • રાષ્ટ્રીય જળમાર્ગ 4 ગોઘવરી-કૃષ્ણા નદી – કાકીનાડ – પુડુચેરી (1078 કિમી)
  • રાષ્ટ્રીય જળમાર્ગ 5 બ્રહ્માણી નદી – ગોએનબલી – તાલચેર (588 કિમી)

→ દરિયાઈ જળમાર્ગ : ભારતના 7516 કિમી લાંબા ધરિયાકાંઠે 13 મોટાં અને 200 નાનાં બંદરો છે. મુંબઈ દેશનું સૌથી મોટું બંદર અને પ્રવેશદ્વાર છે, પશ્ચિમ કિનારે કંડલા, મુંબઈ, નહાવા શવા, મામગિોવા, ન્યૂ મેંગલોર અને કોચી તથા પૂર્વ કિનારે કોલકાતા, હદિયા, પારાદ્વીપ, વિશાખાપટ્ટનમ, એન્નોર, ચેન્નઈ અને તુતીકોરીન મુખ્ય બંદરો છે, ગુજરાતના 1600 કિમી લાંબા દરિયાકિનારે કંલ્લા, મુંદ્રા, ભાવનગર, પોરબંદર, વેરાવળ, સિક્કા, નવલખી, સલાયા, પીપાવાવ, પૌશિત્રા, ઓખા, હજીરા વગેરે અગત્યનાં બંદરો છે. કંડલા ગુજરાતનું સૌથી મોટું બંદર છે,

→ હવાઈ માર્ગો : હવાઈ પરિવહન સૌથી ઝડપી, પરંતુ સૌથી મોંઘું છે. દુર્ગમ સ્થળોએ ઝડપથી પહોંચવા માટે તે ઉપયોગી છે. ભારતમાં ઇન્ડિયન એરલાઇન્સ અને કેટલીક ખાનગી કંપનીઓ દેશનાં શહેરો વચ્ચે તથા કેટલાક પડોશી દેશો વચ્ચે વિમાનસેવા આપે છે. ‘એર ઇન્ડિયા’ વિદેશોનો વિમાનવ્યવહાર સંભાળે છે, “પવનહંસ દુર્ગમ વિસ્તારોમાં તથા ONGCને અને રાજ્ય સરકારોને હેલિકોપ્ટર સેવા આપે છે. ભારતમાં “ભારતીય વિમાન મથક સત્તામંડળ’ દ્વારા આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય હવાઈ મથકો, નાગરિક વિમાન ટર્મિનલ સહિત હવાઈ મથકોનું સંચાલન કરે છે, દિલ્લી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, તિરુવનંતપુરમ, પણજી, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ, પુણે, કોચી અને અમૃતસર મુખ્ય આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે,

→ પાઇપલાઇનો ભારતમાં ખનીજ તેલ, કુદરતી વાયુ અને અન્ય પ્રવાહી પદાર્થોને પાઇપલાઇન દ્વારા પરિવહન કરવામાં આવે છે. દેશમાં અસમ, ગુજરાત, બોંમ્બે હાઈ વગેરે ક્ષેત્રોમાં પાઇપ લાઇનો કાર્યરત છે.

→ રજ માર્ગ (રોપવે): કેટલાકે પર્વતીય વિસ્તારોમાં માલસામાન, શ્રમિકો, મુસાફરો, પર્યટ કે યાત્રિકોની હેરફેર માટે રજજુ માર્ગ પર સરકતી ટ્રોલીનો ઉપયોગ થાય છે. ભારતમાં 100થી વધુ રોપ-વે છે. ગુજરાતમાં પાવાગઢ, સાપુતારા અને અંબાજી ખાતે રજુ માર્ગો આવેલા છે.

→ સંદેશાવ્યવહાર : તાર-ટપાલ, બિનતારી સંદેશા, ટેલિફૉન, કૅલિમિંટર, ફેંક્સ, કમ્યુટર, ઇ-મેઇલ, ઇન્ટરનેટ, રેડિયો, ટૅલિવિઝન, સમાચારપત્રો, પત્રિકાઓ, સામયિકો, પુસ્તકો, વિવિધ પ્રકારની ફિલ્મો, કેસેયે, સેટેલાઈટ વગેરે સંદેશાવ્યવહારનાં સાધનો છે. વ્યક્તિગત સંચારતંત્ર : ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોન વ્યક્તિગત સંચારતંત્રનાં સૌથી અસરકારક સાધનો છે. ઈ-મેઈલ, ઇ-કૉમર્સ, મુદ્રાની લેવડદેવડ ઇન્ટરનેટને કારણે ઝડપી બન્યાં છે. – સામુહિક સંચારતંત્ર તેના બે માધ્યમો છે: 1. મઢિત , માધ્યમ: જેમાં અખબારો, ટપાલ અને પત્રિકાઓનો અને 2. ઈલેક્ટ્રોનિક માધ્યમઃ જેમાં આકાશવાણી અને દૂરદર્શનનો સમાવેશ થાય છે. પ્રસારભારતી દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે. તેના આકાશવાણી અને દૂરદર્શન એમ બે વિભાગો છે. દેશમાં આકાશવાણીનાં 41s સ્ટેશનો છે. તે દેશની 23 ભાષામાં કાર્યક્રમો પ્રસારિત કરે છે. દૂરદર્શન ઉપગ્રહોના ઉપયોગ દ્વારા સમાચારો, હવામાનની વિગતો તેમજ શિક્ષણ અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત કરે છે.

→ ઉપગ્રહો : ભારત સરકારે અવકાશમાં છોડેલા કૃત્રિમ ઉપગ્રહો પણ દેશનાં સંચાર સાધનોનું નિયમન કરે છે. તે દૂરસંચાર, સંશોધન તેમજ કુદરતી આપત્તિઓમાં મદદરૂપ બને છે.

→ આંતરિક કે રાષ્ટ્રીય વ્યાપાર: તે રાજ્યો વચ્ચે થતી પંઘશની લે-વેચ છે, તેનાથી દેશના બધા પ્રદેશોને એકબીજાનાં ઉત્પાદનોનો લાભ મળે છે.

→ આંતરરાષ્ટ્રીય વ્યાપાર: તે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચેનો વ્યાપાર છે. આ વ્યાપારનાં બે પાસાં છે : આયાત અને નિકાસ. દેશમાં આયાત થયેલા માલની કિંમત અને દેશમાંથી નિકાસ થયેલા માલની કિંમત સરખી હોય તો દેશની વ્યાપારની તુલા સંતુલિત છે એમ કહેવાય. જે દેશ ઉત્પાદિત વસ્તુઓની નિકાસ વધારે કરે અને માથાત મૌછી કરે ત્યારે તે દેશની વ્યાપારતુલા હકારાત્મક છે એમ કહી શકાય. ભારતના આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં નિકાસ કરતાં આયાતની કિંમત વધારે રહે છે. તેથી વ્યાપારતુલા નકારાત્મક રહે છે. આ કારણે વિદેશવ્યાપારમાં વિદેશી હૂંડિયામણની ખાધ રહે છે.

→ ભારતનો આયાત વ્યાપાર ભારત ખનીજ તેલ અને તેની પેદાશો, યંત્રસામગ્રી, સોનું, ચાંદી, હીરા અને કીમતી પથ્થરો, પોલાદ, ધાતુઓ, રસાયણો, ખાતરો, કાગળ, દવાઓ, ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો વગેરેની આયાત કરે છે. ભારતનો સૌથી વધુ વ્યાપાર યુ.એસ.એ. સાથે થાય છે. ઈરાન, સાઉદી અરેબિયા વગેરે પશ્ચિમ એશિયાના દેશો, જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ વગેરે યુરોપના દેશો, રશિયા અને જાપાનમાંથી પણ મોટી આયાત થાય છે.

→ ભારતનો નિકાસ વ્યાપાર : ભારત સુતરાઉ કાપડ અને વસ્ત્રો, ઝવેરાત અને આભૂષણો, ઇજનેરી સામાન, શણ, શણનું કાપડ, વાહનો, પંખા, સિલાઈ મશીનો, રેલવેના ડબ્બા, ચા, કૉફી, તેજાના, તમાકુ, ખોળ, ચામડાં અને ચામડાનો સામાન, કાચું લોખંડ, યંત્રો, રસાયણો, માછલી અને તેની પેદાશો, હસ્તકલાની વસ્તુઓ વગેરેની નિકાસ કરે છે. આ નિકાસ મુખ્યત્વે એશિયા અને યુરોપના દેશો તથા યુ.એસ.એ.માં થાય છે.


  • Chapter 15 આર્થિક વિકાસ Class 10 Notes

 

આર્થિક વિકાસ Class 10 GSEB Notes

→ આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે; જેના પરિણામે લોકોના જીવનધોરણમાં સુધારો થાય છે.

→ આર્થિક વિકાસનો ખ્યાલ દેશના લોકોની માથાદીઠ આવક તેમજ લોકોના જીવનધોરણ સાથે સંકળાયેલો છે.

→ વર્ષ દરમિયાન મળતી દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતાં જે આંક મળે તે સરેરાશ આવક ગણાય છે. એ સરેરાશ આવકને માથાદીઠ આવક કહેવામાં આવે છે.

→ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત

  • આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે.
  • દેશના ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે.
  • વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય; જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો આર્થિક વિકાસ કહેવાય.

→ વિશ્વ બેન્કના 2004ના વિશ્વ વિકાસ અહેવાલ પ્રમાણે વાર્ષિક 735 ડૉલરથી ઓછી આવક ધરાવતા દેશો વિકાસશીલ અર્થતંત્ર કહેવાય.

→ વિકાસશીલ અર્થતંત્રનાં મુખ્ય લક્ષણો :

  • નીચી માથાદીઠ આવક,
  • વસ્તીવૃદ્ધિ,
  • કૃષિક્ષેત્ર પર અવલંબન,
  • આવકની વહેંચણીની અસમાનતા,
  • બેરોજગારી,
  • ગરીબી,
  • દ્વિમુખી અર્થતંત્ર,
  • પાયાની અપર્યાપ્ત સેવાઓ અને
  • આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ.

→ વિકાસશીલ અર્થતંત્રમાં વસ્તીવૃદ્ધિનો વાર્ષિક દર 9% કે તેથી વધારે હોય છે.

→ વિકાસશીલ અર્થતંત્રમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. વિકાસશીલ દેશોમાં મોસમી બેરોજગારી, છૂપી (પ્રચ્છન્ન) બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી વગેરે પ્રકારની બેરોજગારી હોય છે.

→ ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકાય તેટલી આવક ધરાવતા ન હોય એવા લોકો ગરીબ કહેવાય. વિકાસશીલ દેશોમાં ગરીબ લોકોનું પ્રમાણ દેશની કુલ વસ્તીના ત્રીજા ભાગ જેટલું હોય છે.

→ ચીજવસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. દા. ત., ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક, ડૉક્ટર, વકીલ, ઇજનેર વગેરેની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય.

→ જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો મેળવવાનો હોતો નથી, તે પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે. દા. ત., માતા પોતાના બાળકને ઉછેરે, ડૉક્ટર ફી લીધા વિના ગરીબ દર્દીઓની સેવા કરે, વ્યક્તિ સમાજસેવાનાં કાર્યો કરે વગેરેની પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય.

→ ભારતીય અર્થતંત્રનાં ત્રણ ક્ષેત્રો છે:

  • પ્રાથમિક ક્ષેત્ર,
  • માધ્યમિક ક્ષેત્ર અને
  • સેવાક્ષેત્ર.

→ પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા-બતકાં ઉછેર, વનસંવર્ધન, વન્ય પાર્થોનું એકત્રીકરણ, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

→ માધ્યમિક ક્ષેત્રમાં નાના-મોટા ઉદ્યોગો, બાંધકામ, વીજળી, ગૅસ ‘ અને પાણી-પુરવઠો, યંત્રસામગ્રી વગેરેની આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ક્ષેત્ર ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે.

→ સેવાક્ષેત્રમાં વ્યાપાર, માર્ગ-પરિવહન અને સંચાર-માધ્યમો, હવાઈ અને દરિયાઈ માગ, શિક્ષણ, આરોગ્ય, બૅન્કિંગ તથા વીમાકંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ થાય છે.

→ સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે.

→ ઉત્પાદનનાં સાધનો ચાર છે :

  • જમીન
  • મૂડી
  • શ્રમ અને
  • નિયોજક (નિયોજન).

→ ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતાં યંત્રો, ઓજારો, મકાનો વગેરે માનવસર્જિત સાધનોનો મૂડીમાં સમાવેશ થાય છે.

→ ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક અને માનસિક કાર્યને “શ્રમ’ કહે છે. ખેતમજૂરો, કામદારો, કારીગરો, શિક્ષકો, ડૉક્ટરો વગેરેના કાર્યને શ્રમ કહે છે.

→ જમીન, મૂડી અને શ્રમ એ ઉત્પાદનનાં સાધનોનું, કુશળતાપૂર્વક સંયોજન કરીને ઉત્પાદન-પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને “નિયોજક કહેવામાં આવે છે.

→ ઉત્પાદનનાં સાધનોની ફાળવણીઃ

  • માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે.
  • ઉત્પાદનનાં સાધનો મર્યાદિત છે,
  • ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોને અગત્યનુક્રમ નક્કી કરવો પડે છે.
  • ઉત્પાદનનાં સાધનો વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે.

→ ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની બે મુખ્ય પદ્ધતિઓ છે :

  • બજાર પદ્ધતિ અથવા મૂડીવાદી પદ્ધતિ અને
  • સમાજવાદી પદ્ધતિ,

→ બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિતરીકે પણ ઑળખવામાં આવે છે. બજાર પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે. બજાર પદ્ધતિમાં ઉદ્યોગોમાં થતા નફાના આધારે આર્થિક નિર્ણયો લેવામાં આવે છે. બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયોનું સ્વાતંત્ર્ય હોય છે. તેમાં રાજ્ય કોઈ હસ્તક્ષેપ કરતું નથી, તેથી બજાર પદ્ધતિને “મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.

→ સમાજવાદી પદ્ધતિનો ઉદ્દભવ બજાર પદ્ધતિની અનેક ખામીઓ અને નિષ્ફળતામાંથી થયો છે. સમાજવાદી પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કેન્દ્રીય સત્તા એટલે કે રાજ્યતંત્ર લે છે. સમાજવાદી પદ્ધતિમાં રાજ્ય નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકો સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય-સંચાલિત કારખાનાઓની હોય છે.

→ સમાજવાદી પદ્ધતિનું એક લક્ષણ આ છે: સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનોની માલિકી રાજ્યની હોય છે.

→ સમાજવાદી પદ્ધતિનો એક લાભ આ છે : આ પદ્ધતિમાં સમાજની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન થતું હોવાથી કુદરતી સંપત્તિનો દુર્થય થતો નથી.

→ સમાજવાદી પદ્ધતિની એક મર્યાદા આ છે : આ પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા પ્રોત્સાહન મળતું નથી.

→ મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય તથા આ બંને ક્ષેત્રો એકબીજાનાં હરીફ નહિ, પરંતુ પૂરક બનીને કામ કરતાં હોય. મિશ્ર અર્થતંત્ર એટલે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો સમન્વય.

→ મિશ્ર અર્થતંત્રમાં સરકાર બજાર પર જુદી જુદી રીતે અંકુશો મૂકે છે. જેમ કે, સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા રાજ્ય એ વસ્તુઓ પર ઊંચા અને આકરા કરવેરા નાખે છે. આ ઉપરાંત, પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય દ્વારા સબસિડી, કરવેરામાં રાહત વગેરે જેવા પ્રોત્સાહનો આપવામાં આવે છે. તેથી એમ કહી શકાય કે મિશ્ર અર્થતંત્રમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર (મુક્ત) હોતાં નથી. મિશ્ર અર્થતંત્રમાં જાહેર ક્ષેત્ર રાજ્યની માલિકીનું હોય છે તેમજ ખાનગી ક્ષેત્ર પર રાજ્યનું નિયંત્રણ હોય છે, તેથી મિશ્ર અર્થતંત્રમાં આયોજન શક્ય અને જરૂરી હોય છે. ભારત, ફ્રાન્સ, ગ્રેટબ્રિટન વગેરે દેશોએ મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે. મિશ્ર અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે. મિશ્ર અર્થતંત્રમાં આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક વિકાસનો નીચો દર, આર્થિક નીતિઓમાં સાતત્યનો અભાવ વગેરે મર્યાદાઓ જોવા મળી છે.


  • Chapter 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ Class 10 Notes

 

આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ Class 10 GSEB Notes

→ 1991ની નવી ઔદ્યોગિક નીતિમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરલ – આ ત્રણ બાબતોનો સમાવેશ થયો છે.

→ આર્થિક ઉદારીકરણ: આર્થિક ઉદારીકરણ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી, દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી નીતિ.

→ આર્થિક ઉદારીકરણ અનુસાર થયેલા આર્થિક સુધારાઃ

  • 18 ઉઘોગો સિવાયના ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરી.
  • રેલવે, અવ્રુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયનાં ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લો મૂક્યાં.
  • ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા નાબૂદ કરી.
  • પ્રદૂષણ અને પર્યાવરણને નુક્સાનકર્તા ન હોય તેવા ઉદ્યોગો માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરી.

→ આર્થિક ઉદારીકરણના લાભઃ

  • ઉત્પાદન વધ્યું.
  • વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ.
  • હૂંડિયામણની અનામતમાં વધારો થયો.
  • આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો.

→ આર્થિક ઉદારીકરણના ગેરલાભઃ

  • ઇજારાશાહી ઓછી ન થઈ.
  • કૃષિક્ષેત્ર પછાત રહ્યું.
  • આવકની અસમાનતા વધી.
  • દેશના વિદેશી દેવામાં વધારો થયો.

→ ખાનગીકરણ: ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવું.

→ ખાનગીકરણના લાભઃ

  • ઉઘોગોની સંખ્યા વધી
  • મૂડીલક્ષી અને વપરાશી વસ્તુઓનું ઉત્પાદન વધ્યું.
  • જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતા સુધરી.

→ ખાનગીકરણના ગેરલાભ :

  • ઇજારાશાહીને વેગ મળ્યો.
  • માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ મળ્યો.
  • ભાવવધારાની સમસ્યા સર્જાઈ.

→ વૈશ્વિકીકરણઃ વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે ચીજવસ્તુઓ, સેવાઓ, ટેકનોલૉજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે.

→ વૈશ્વિકીકરણ અન્વયે હાથ ધરવામાં આવેલા સુધારા

  • બે દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા.
  • બે દેશો વચ્ચે મૂડીની સરળતાથી હેરફેર કરવી.
  • ટેક્નોલૉજીની હેરફેરના અવરોધો દૂર કરવા.
  • શ્રમની મુક્ત રીતે હેરફેર કરવી.

→ વૈશ્વિકીકરણના લાભ :

  • વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે.
  • વિકસિત દેશોની વસ્તુઓ સરળતાથી મળી શકે છે.
  • વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પધમિાં ટકી શકે છે.

→ વૈશ્વિકીકરણના ગેરલાભ :

  • ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ થઈ શકી નહિ
  • નિકાસવૃદ્ધિના લાભ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નથી.
  • નાના ઉદ્યોગોને લાભ ઓછો મળ્યો.

→ વિશ્વવ્યાપાર સંગઠન (WTO-World Trade Organlition) સંયુક્ત રાષ્ટ્રના સભ્ય-દેશોએ આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે

→ જાન્યુઆરી, 1995ના રોજ આ સંસ્થાની સ્થાપના કરી.

→ આ સંસ્થાનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના જિનીવા શહેરમાં આવેલું છે.

→ વિશ્વ-વ્યાપાર સંગઠનનાં ધ્યેયો

  • વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા.
  • દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું.
  • વૈશ્વિક વ્યાપાર નીતિ સાથે આર્થિક નીતિઓનું સંકલન કરવું.
  • વિશ્વના વ્યાપારી ઝઘડાનું નિરાકરણ કરવું.

→ વિશ્વ-વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને થનારા લાભઃ

  • વિશ્વ-વ્યાપાર સંગઠનમાં ભારતનો હિસ્સો વધીને 1 %થી વધુ થયો છે.
  • તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે.
  • કૃષિપેદાશોની નિકાસમાં વૃદ્ધિ થશે.
  • વિદેશી હૂંડિયામણમાં વધારો થશે.

→ ટકાઉ વિકાસ (સુપોષિત વિકાસ) ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી.

→ પર્યાવરણની સુરક્ષા માટે સ્વિડનના હોમ શહેરમાં ઈ. સ. 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજાઈ.

→ પર્યાવરણની સુરક્ષા માટે ભારતે લીધેલાં પગલાં

  • દેશના મુખ્ય શહેરના પ્રદૂષજ્ઞની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
  • કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરી છે.
  • વિશ્વભરમાં 5 જૂનના દિવસને પર્યાવરણદિન’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
  • ઈ. સ. 1981માં ભારત સરકારે વાયુ-પ્રદૂષણ નિયંત્રણ ધારો’ પસાર કર્યો છે.
  • વાતાવરલૂમાં ઓઝોન વાયુના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ, જૈવિક વિવિધતાની જાળવણી વગેરે વૈશ્વિક સમજૂતીઓનું પાલન ભારત કરે છે.

  • Chapter 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો : ગરીબી અને બેરોજગારી Class 10 Notes

 

આર્થિક સમસ્યાઓ અને પડકારો : ગરીબી અને બેરોજગારી Class 10 GSEB Notes

→ આજનું ભારત વસ્તીવધારો, ફુગાવો, કાળું નાણું, ગરીબી, બેરોજગારી, ભાવવધારો, ભૂખમરો, ભ્રચાર, આતંકવાદ વગેરે ગંભીર અને જટિલ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.

→ ગરીબીરેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO World Health Organisation)ના નિયામક ખ્યોર્ડ ઓરેએ રજૂ કર્યો હતો.

→ અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન-પરિવહન વગેરે પાછળ ધતા ખર્ચ તેમજ ખાવક મુજબ તથા કલરીને આધારે જીવનધોરણની નક્કી કરેલ સપાટીને “ગરીબીરેખા’ કહે છે.

→ ગરીબીરેખાથી નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવાની બે રીતો છે :

  • કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પર કરવામાં આવેલ ખર્ચને આધારે અને
  • કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે (કુટુંબ એટલે વધુમાં વધુ 5 સભ્યસંખ્યા).

→ નિરપેક્ષ રીતે ગરીબ હોવું એટલે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદન પ્રાથમિક જીવનજરૂરિયાતો લઘુતમ બજારભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોવું તે.

→ સાપેક્ષ ગરીબી એટલે સમાજના બીજા વર્ગોની તુલનામાં અમુક એક વર્ગની ગરીબ હોવાની સ્થિતિ. ગરીબીના આ ખ્યાલમાં સમાજના ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચે થયેલ વહેંચીનું સ્વરૂપ અને તેમની જીવનશૈલીની આવકની તુલના અભિપ્રેત હોવાથી આવી ગરીબીને સાપેક્ષ તુલનાત્મક) ગરીબી કહે છે.

→ વિશ્વબેન્કે આંતરરાષ્ટ્રીય ધોરણે તુલના થઈ શકે એ માટે 2012માં 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક 190 s (યુ.એસ.એ. ડૉલર) નક્કી કરી હતી.

→ UNDP-2015ના રિપોર્ટ મુજબ ભારતમાં ઈ. સ. 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92 % હતું, તે પૈકી ગ્રામ્ય વિસ્તારમાં 25,7 % અને શહેરી વિસ્તારમાં 13.7 % ગરીબીનું પ્રમાણ હતું. છે. ભારતમાં સૌથી વધારે ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ (38, 93 %) છે; જ્યારે સૌથી ઓછી ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય ગોવા (5.09 %) છે.

→ ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 16.63 % છે.

→ ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે મુખ્યત્વે જમીનવિહોણા ખેતમજૂરો, ગૃહઉદ્યોગો કે કુટિર ઉદ્યોગોના કારીગરો, સીમાંત ખેડૂતો, ભિખારીઓ, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો વગેરે ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા છે,

→ ભારતમાં શહેરી ક્ષેત્રે મુખ્યત્વે કામચલાઉ મજૂરો, બેરોજગાર દૈનિક શ્રમિકો, ઘરનોકરો, રિક્ષાચાલકો, ચા-નાસ્તાની લારી-ગલ્લા કે હોટલ-ઢાબા પર કે ઑટોમૅરેજમાં કામ કરનારા શ્રમિકો, ભિલુકો વગેરે ગરીબીરેખા નીચે જીવન જીવી રહ્યા છે.

→ હાલની ભારત સરકારે “ગ્રામોદયથી ભારતઉદય’ના કાર્યક્રમ દ્વારા ગ્રામોદ્ધાર થકી દેશોદ્ધારનો મૂળ વિચારે અમલમાં મૂક્યો છે.

→ આર્થિક લાભોનું વિસ્તરણ ન થતાં ભારતમાં ધનિક વર્ગ વધુ ધનિક અને ગરીબો વધુ ગરીબ બન્યા છે.

→ ભારત સરકારે ગરીબોની જીવનજરૂરિયાતની વપરાશી વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ “વાજબી ભાવની દુકાનો” (FPSS) દ્વારા નિયત જગ્યામાં રાહતદરે પૂરી પાડીને ગરીબોના જીવનધોરણને ઊંચું લાવવા જોગવાઈ કરી છે.

→ ગરીબીનિર્મુલન યોજના અન્વયે ભારત સરકારે કૃષિક્ષેત્રે આ લાભદાયક કાર્યક્રમો અમલમાં મૂક્યા છે :

  • પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના
  • પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના
  • રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ અને
  • ઈ-નામ્ યોજના.

→ ભારત સરકારે રાજ્યોના ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબદીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવા – મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના (MGNREGA- મનરેગા) અમલમાં મૂકી છે.

→ ઍરો બિઝનેસ પૉલિસી 2018 દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટની નિકાસમાં મદદ કરવાની તેમજ એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે.

→ જે વ્યક્તિની ઉંમર 15થી 60 વર્ષની હોય અને રોજગારીની શોધમાં હોય તથા વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની ઈચ્છા, યોગ્ય લાયકાત અને શક્તિ ધરાવતી હોય છતાં પૂરતા સમયનું કામ મેળવી શકતી ન હોય તે વ્યક્તિને બેરોજગાર” કે “બેકાર’ કહેવાય.

→ ભારતીય અર્થતંત્રમાં ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રચ્છન કે છૂપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, શિક્ષિત બેરોજગારી વગેરે વિવિધ સ્વરૂપની બેરોજગારી જોવા મળે છે,

→ ઈ. સ. 2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં 118 મિલિયન લોકો બેરોજગાર હતા. તેમાં 12 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગાર અને 84 મિલિયન લોકો શિક્ષિત બેરોજગાર હતા.

→ લેબર બ્યુરોના સર્વે મુજબ ઈ. સ. 2013-14માં ભારતમાં બેરોજગારીનો દર 6.4 % અને ગુજરાતમાં દર હજારે 12 વ્યક્તિઓનો એટલે કે 1.2 % હતો.

→ ભારતમાં સિક્કિમ, કેરલ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ‘ જમ્મુ-કશ્મીર, ત્રિપુરા વગેરે રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી વધારે છે.

→ બેરોજગારીની સમસ્યા એ આપણા આયોજનની એક સૌથી નબળી કડી છે.

→ ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારે યુવા બેરોજગારોને તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલના વિકાસ માટે મેક ઈન ઈન્ડિયા’, ‘સ્કિલ ઇન્ડિયા” અને “ડિજિટલ ઇન્ડિયા જેવા કાર્યક્રમો અમલમાં મુક્યા છે.

→ નવા ધંધા-ઉદ્યોગ શરૂ કરવા માટે ઉદ્યોગસાહસિકોને ‘સ્યટ-અપ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ સસ્તી લોનની મદદ આપવામાં આવે છે.

→ રોજગાર વિનિમય કેન્દ્રો રોજગારીની શોધ કરતી વ્યક્તિઓ, શ્રમિકો, કામદારો કે શિક્ષિત કુશળ-અકુશળ યુવાનોને કામ આપવા માગતા માલિકો સાથે જોડવાનું કડીરૂપ કાર્ય કરે છે.

→ રોજગાર વિનિમય કેન્દ્ર રોજગાર, કારકિર્દી જેવાં મૅગેઝિનો પ્રસિદ્ધ કરે છે.

→ વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું પરસ્પર આદાન-પ્રદાન કરે છે, તેને “વિશ્વ-શ્રમબજાર’ કહે છે.

→ શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને કૌશલ મેળવવા માટે તેમજ વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં દેશના બુદ્ધિધનનું બહિર્ગમન બ્રેઇન ડ્રેઇન’ (Brain Drain) એ આંતરરાષ્ટ્રીય સ્તરે થતું સ્થળાંતર છે.


  • Chapter 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ Class 10 Notes

 

ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ Class 10 GSEB Notes

→ અર્થતંત્રમાં તમામ ક્ષેત્રે ભાવોમાં સતત અને એકધારા ઊંચા દરે થતા વધારાને ફુગાવારૂપી ભાવવધારો કહે છે, જે એક સમસ્યારૂપ છે; પરંતુ સ્થિરતા સાથે થતો ભાવવધારો અર્થતંત્ર માટે પોષણારૂપ છે.

→ સ્થિરતા સાથેનો ભાવવધારો એ આર્થિક વિકાસની પૂર્વશરત છે.

→ ભાવવૃદ્ધિનાં કારણો (પરિબળો):

  • નાણાંના પુરવઠમાં વધારો
  • વસ્તીવધારો
  • નિકાસમાં વધારો
  • કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ
  • બિનનોંધાયેલ નાણાંનું ચલણ (કાળું નાણું)
  • સરકાર દ્વારા ભાવવધારો
  • કુદરતી પરિબળો
  • દાણચોરી, સંગ્રહખોરી અને કાળાબજાર

→ ભાવવધારાની અસર:

  • બચત અને મૂડસર્જનમાં ઘટાડો થાય છે.
  • વિદેશી મૂડીરોકાણ ઘટે છે.
  • આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે, અછત સર્જાય છે.
  • આયાત-નિકાસના ખર્ચમાં અસમતુલન સર્જાય છે.
  • ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન કથળે છે. સમાજનું નૈતિક અધ:પતન થાય છે.

→ ભાવવધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો :

  • નાણાકીય પગલાં
  • રાજકોષીય પગલાં
  • મૂડીરોકાણ પર અંકુશ
  • ભાવનિયમન અને માપબંધી
  • ભાવનિર્ધારિશ તંત્ર

→ ગ્રાહક શોષણનાં કારણો :

  • ગ્રાહક પોતે જવાબદાર
  • મર્યાદિત માહિતી
  • મર્યાદિત પુરવઠો
  • મર્યાદિત હરીફાઈ.

→ ગ્રાહક જે વસ્તુ, માલ કે સેવા નાણાં કે અવેજના બદલામાં ખરીદે તે નિશ્ચિત ગુણવત્તા, વજન અને વાજબી કિંમતે મેળવી શકે તેવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહે છે. ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે.

→ સરકારે ગ્રાહકોનાં હિતો અને અધિકારોના રક્ષણ માટે “ગ્રાહક સુરક્ષા અધિનિયમ-1986′ નામનો સર્વગ્રાહી કાયદો અમલમાં મૂકીને કાયદાકીય પગલું ભર્યું છે.

→ ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા તેમજ લોકોમાં જાગૃતિ લાવવા દર વર્ષે 15 માર્ચનો દિવસ “વિશ્વ ગ્રાહક અધિકારદિન’ તરીકે ઉજવવામાં આવે છે.

→ ગ્રાહકોના અધિકાર :

  • સલામતીનો અધિકાર
  • માહિતી મેળવવાનો અધિકાર
  • પસંદગી કરવાનો અધિકાર
  • રજૂઆત કરવાનો અધિકાર
  • ફરિયાદ-નિવારજ્ઞનો અધિકાર
  • ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર

→ ગ્રાહકોની ફરજો :

  • ચીજવસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ.
  • વસ્તુ વિશેની સંપૂર્ણ માહિતીની ખાતરી કરીને જવાબદારીપૂર્વક નિર્ણય કરવો જોઈએ.
  • એક સજ્જન અને પ્રામાણિક ગ્રાહકની ખાતરી કરાવવી જોઈએ.
  • ખરીદીનું પાકું બિલ કે નાણાં ચૂકવ્યાની રસીદ લેવી જોઈએ.
  • સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે સંગઠનો રચવાં જોઈએ.
  • સંબંધિત અધિકારીને મૌખિક કે લેખિત સ્વરૂપમાં ફરિયાદ કરવી જોઈએ.
  • સલામતીનાં ધોરણોમાં કોઈ બાંધછોડ ન કરવી જોઈએ.
  • ફરિયાદના નિકાલમાં વિલંબ થાય તો સત્તામંડળો કે કોર્ટ સમક્ષ ઇદ માગતી અરજી કરવી જોઈએ.
  • જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં જ વસ્તુઓ ખરીદવી જોઈએ.
  • તોલમાપનાં સાધનો ચકાસવાં જોઈએ.
  • ગૅસ સિલેન્ડર, પેટ્રોલ અને કેરોસીનની ખરીદીમાં કાળજી રાખવી જોઈએ.
  • રેલવે, બૅન્ક, વીમો, ટેલિફોન, હોસ્પિટલ વગેરેની સેવાઓમાં નુકસાન થાય તો “ગ્રાહક ફોરમ’માં ફરિયાદ કરવી જોઈએ.
  • ગ્રાહક જાગૃતિની કાર્યશિબિરો, પરિસંવાદો કે સેમિનારમાં ભાગ લેવો જોઈએ.

→ ચાહક સુરક્ષાના ઉપાયોઃ

1. ત્રિસ્તરીય અદાલતો

  • જિલ્લા કક્ષાની ગ્રાહક સુરક્ષા અદાલત “ જિલ્લા ફોરમ’ – (જિલ્લા મંચ)ના નામે ઓળખાય છે.
  • રાજ્ય કક્ષાએ ગ્રાહક સુરક્ષાનો અમલ ‘રાજ્ય મિશન’ (રાજ્ય ફોરમ) કરે છે.
  • ગ્રાહક સુરક્ષા કાયદાનો અમલ કરનારી સૌથી મોટી અદાલત “રાષ્ટ્રીય કમિશન’ (રાષ્ટ્રીય ફોર) છે.
  • રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલ પક્ષકાર દેશની સુપ્રીમ કોર્ટ(સર્વોચ્ચ અદાલતમાં નિર્ધારિત શરતોએ અપીલ કરી શકે છે.

2. ગ્રાહક મંડળો (ગ્રાહક સુરક્ષા પરિષદ)

3. જાહેર વિતરણ પ્રણાલી (PDS)

4. તોલમાપ અને ચીજવસ્તુઓની શુદ્ધતાનું પ્રમાણિત કરતું તંત્ર.

  • ચીજવસ્તુઓની ગુણવત્તાનું ધોરણ જાળવવા માટે, ઈ. સ. 1947માં ભારત સરકારે ‘ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ’(ISI)ની સ્થાપના કરી છે, જે હવે બ્યુ ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડઝ'(BISના નામે ઓળખાય છે.
  • આપણા દેશમાં માલની ગુણવત્તા પ્રમાણિત કરવા માટે ખેતી પર આધારિત ચીજવસ્તુઓ પર “એગમાર્ક (Agmark) અને તે સિવાયની ચીજવસ્તુઓ પર ‘આઈ.એસ.આઈ.’ (ISI) નામના માકલગાડવામાં આવે છે.
  • ISOનું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય સ્તર પર વેચાતી વિશિષ્ટ કક્ષાની વસ્તુઓને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું છે. તેની સ્થાપના ઈ. સ. 1947માં થઈ હતી. તેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલૅન્ડના જિનીવામાં આવેલું છે.
  • “કોડેક્સ એલિમેરિયસ કમિશન (CAC) નામની સંસ્થા આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરે છે.
  • “CAc’ નામની સંસ્થાની સ્થાપના ઈ. સ. 1963માં સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)ના “ખાઘ અને ખેતી સંગઠને (FAO) અને “વિશ્વ-સ્વાથ્ય સંગઠન (WHO) કરી હતી. તેનું મુખ્ય કાર્યાલય ઇટલીના પાટનગર રોમમાં આવેલું છે.

  • Chapter 19 માનવ વિકાસ Class 10 Notes

 

માનવ વિકાસ Class 10 GSEB Notes

→ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ -UNDP મુજબ ”માનવવિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવનનિવહિની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે.

→ માનવવિકાસનો ઉદેશ દરેક માટે જીવનની એકસરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે.

→ માનવવિકાસના ચાર આવશ્યક સ્તંભો છે : સમાનતા, સ્થિરતા, ઉત્પાદક્તા અને સશક્તીકરણ.

→ માનવવિકાસ આંકની વિભાવના ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને રજૂ કરી હતી. પ્રથમ માનવવિકાસ અહેવાલ ઈ. સ. 1990માં પ્રકાશિત થયો હતો.

→ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (United Nations Development Programme – UNDP) દ્વારા દર વર્ષે માનવવિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેમાં વિશ્વના જુદા જુદા દેશોના વિકાસના વિભિન્ન નિર્દેશકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે.

→ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવવિકાસ અહેવાલમાં માનવવિકાસ આંક(Human | Development Index-HDI)નો ખ્યાલ પ્રસ્તુત થયો હતો.

→ તેમાં માનવવિકાસ આંકમાં આ ત્રણ નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો :

  • સરેરાશ આયુષ્ય (આરોગ્ય,
  • શિક્ષણ-સંપાદન (જ્ઞાન) અને
  • જીવનધોરણ (માથાદીઠ આવક).

આ ત્રણેય નિર્દેશકોના સંયુક્ત ના આધારે કોઈ એક દેશનો માનવવિકાસ આંકનો ક્રમ નિર્ધારિત કરવામાં આવતો. UNDP દ્વારા માનવવિકાસ અહેવાલ માટે માનવવિકાસ આંક(HD)ની ગણતરી માટે વર્ષ 2009 સુધી ઉપરના ત્રણ નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવતો હતો.

→ આ માટે વર્ષ 2010થી નીચે મુજબની નવી પ્રવિધિનો ઉપયોગ કરવામાં આવે છે:

  • અપેક્ષિત આયુષ્ય આંક (સરેરાશ આયુષ્ય),
  • શિક્ષણ આંક (શિક્ષણ-સંપાદન) અને
  • આવક અંક (જીવનધોરક્ષ).

→ માનવવિકાસ અહેવાલ 2015માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક 5497 5 અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ 5238s છે. માથાદીઠ આવકની ગણતરી માટે જે-તે દેશની આવકને યુ.એસ.એ.ના ચલણ મૂલ્યમાં ગણવામાં આવે છે. તેને સમખરીદશક્તિ (Purchasing Power Party) તરીકે ઓળખવામાં આવે છે.

→ વિશ્વના 188 દેશોમાં સૌથી વધારે માનવવિકાસ આંક ધરાવતા દેશોમાં નોર્વે પ્રથમ, ઑસ્ટ્રેલિયા દ્વિતીય અને સ્વિટ્ઝરલેન્ડ તૃતીય સ્થાન ધરાવે છે; જ્યારે ભારત 130મું સ્થાન ધરાવે છે. સૌથી નીચેના 188મા ક્રમે નાઇઝર (0.348) છે.

→ માનવવિકાસમાં શ્રીલંકા, ચીન અને માલદીવ ભારતથી ઉપરના ક્રમે છે; જ્યારે ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન ભારતથી નીચેના ક્રમે છે.

→ માનવવિકાસ આંકમાં માનવવિકાસની પ્રગતિની સામે આ ત્રણ મુખ્ય પ્રકારો છે :

  • સ્વાથ્ય (આરોગ્ય)
  • લૈંગિક સમાનતા (સ્ત્રી-પુરુષ સમાનતા) અને
  • મહિલા સશક્તીકરણ.

→ સ્વાથ્ય (આરોગ્ય) : બાળ-રસીકરણ કાર્યક્રમ દ્વારા બાળકોને વિવિધ રસીઓ આપવાથી બાળ આરોગ્ય અને બાળ-મૃત્યુદરમાં ઘણો ઘટાડો થયો છે. આ ઉપરાંત, અનેક રોગોને નિર્મૂળ કરી શકાયા છે તેમજ બીજા રોગો પર નિયંત્રણ સાધી શકાયું છે. તેથી આજે ભારતમાં માનવી લાંબું, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી રહ્યો છે. – વસ્તીવૃદ્ધિનો ઊંચો દર, પાણીજન્ય રોગો, શ્વસન રોગો, કુપોષણ, મૂળભૂત ખનીજો અને વિટામિન્સ તથા પ્રોટીનની ઊણપ, પર્યાવરણીય પ્રદૂષ, ઝેરી પદાર્થોનો ઉદ્ભવ, ગીચ વસવાટ્યમાં આરોગ્યની સુવિધાઓ વગેરે બાબતો સ્વાસ્ય માટે પડકારરૂપ બની છે.

→ વૈગિક સમાનતા (સ્ત્રી-પુરુષ સમાનતા) : ઈ. સ. 2011ની વસ્તીગણતરી મુજબ ભારતની લ વસ્તીમાં 48.46 % સ્ત્રીઓ અને 51.54 % પુરુષો છે. – સાક્ષરતાના નીચા પ્રમાણને કારણે મહિલાઓને બાળલગ્ન, પડદાપ્રધા, દહેજપ્રથા વગેરે સામાજિક કુરિવાજો સહન કરવા પડે છે. – સમાજમાં ભૂલહત્યા, નીચો આદરભાવ, પુત્રજન્મ માટેની ઘેલછા, સામાજિક પરંપરાઓ અને જાતીય ભેદભાવને લીધે સ્ત્રીઓએ જ અન્યાયનો ભોગ બનવું પડે છે. ભારતમાં આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તક તથા નિર્ણય લેવાની પ્રક્રિયામાં સ્ત્રી-પુરુષમાં અસમાનતા પ્રવર્તે છે.

→ મહિલા સશક્તીકરણ: આ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ છે. કોઈ પણ વિકાસશીલ રાષ્ટ્રમાં આર્થિક સશકતીકરણ એ મહિલા સશક્તીકરશનું મહત્ત્વનું પાસું છે. મહિલા સશક્તીકરણ માટે આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે. એક સ્ત્રી શિક્ષિત બને તો એક ઘર, એક સમાજ અને અંતે એક રાષ્ટ્ર સશક્ત બને છે.

→ ભારતમાં ઈ. સ. 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી. ઈ. સ. 2002માં સરકારે મહિલા સશક્તીકરણની રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી.

→ યુનાઇટેડ નેશન્સે 1975ના વર્ષને “મહિલા વર્ષ’ અને 1975-1985ના દશકાને મહિલા દસકા’ તરીકે જાહેર કર્યો હતો. ઈ. સ. 2002ના વર્ષને “મહિલા સશક્તીકરણ વર્ષ’ તરીકે ઊજવવામાં આવ્યું હતું.

→ ગુજરાત સરકારે મહિલા સુરક્ષા માટે 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન શરૂ કરી છે.

→ ઈ. સ. 2003માં ગુજરાત સરકારે મહિલા અને બાળવિકાસ વિભાગની રચના કરી. મહિલાઓનું શૈક્ષણિક સશક્તીકરણ, મહિલા આરોગ્ય અને મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.

→ તેમાં વિદ્યાલક્ષ્મી બૉન્ડ’, “સરસ્વતી સાધના યોજના”, “સબલા યોજના”, “રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના’, “મિશન મંગલમ યોજના’, ઇ-મમતા કાર્યક્રમ’, ‘ચિરંજીવી યોજના” મુખ્ય યોજનાઓ છે.

→ ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં 33 % અનામતની જોગવાઈ કરી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામતની ટકાવારી 33 %થી વધારીને 50 % કરવામાં આવી છે.


  • Chapter 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો Class 10 Notes

 

ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો Class 10 GSEB Notes

→ ભારત વસ્તીની સંખ્યામાં ચીન પછી દ્વિતીય ક્રમે છે તેમજ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે.

→ ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને સર્વધર્મસમભાવની વિશેષતા ધરાવે છે. દેશમાં વિવિધ ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા, રીત-રિવાજો ધરાવતા લોકો વસે છે.

→ સાંપ્રદાયિકતા : ભારત બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે, તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ બંધારણની ભાવનાની વિરુદ્ધ છે. કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે ત્યારે સાંપ્રદાયિક તનાવ ઉત્પન્ન થાય છે.

→ અન્ય ધમની તુલનામાં પોતાના ધર્મને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ, પોતાનાં ધાર્મિક હિતોને વધુ મહત્ત્વ આપવું અને દરેક નાગરિકને સાંપ્રદાયિક દૃષ્ટિથી જોવો – આ વિચારધારા સમાજને વિઘટન તરફ લઈ જાય છે.

→ ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર નાગરિકને કોઈ પણ ધર્મનું પાલન કરવા માટેની સ્વતંત્રતા આપે છે.

→ રાષ્ટ્રીય લઘુમતી પંચની સ્થાપનાનો મુખ્ય હેતુ ભારતના લઘુમતી વગના અધિકારો, હિતો, કલ્યાણ અને વિકાસ માટે કામ કરવાનો છે.

→ જાતિવાદઃ ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે. પ્રાચીન સમયમાં સમાજરચના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ ચાર વર્ષો – શાતિઓ પર આધારિત હતી. જ્ઞાતિ-આધારિત રહેઠાણો અને વ્યવસાયો હતા. સમાજમાં કેટલીક જ્ઞાતિઓની આવક ઓછી હોવાથી તેઓ અન્ય જ્ઞાતિઓની તુલનામાં આર્થિક સ્થિતિમાં નબળી રહી ગઈ.

→ સમાજની કેટલીક જાતિઓ દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશમાં રહેતી હતી. તેમનું સામાજિક અને સાંસ્કૃતિક જીવને અન્ય પ્રજાસમૂહોથી અલગ હતું. અલગ વસવાટ, એકાકી જીવન અને ઓછા વળતરવાળા વ્યવસાયોને કારણે તેઓની આર્થિક સ્થિતિ નબળી રહી ગઈ.

→ ભારતના બંધારણમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોનાં કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે.

→ બંધારણની કલમ 341માં જબ્રાવ્યા પ્રમાણેની અનુસૂચિ (Schedules)માં સમાવિષ્ટ જાતિઓને ‘અનુસૂચિત જાતિઓ” (Scheduled Castes) અને બંધારણની કલમ 342માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિતchedules)માં સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિઓ’ (Scheduled Castes) કહેવામાં આવે છે.

→ અનુસૂચિત જનજાતિના લોકો મોટે ભાગે જંગલો કે પહાડી વિસ્તારોમાં વસે છે.

→ રાજ્ય હસ્તકની નોકરીઓમાં અનુસૂચિત જાતિઓ માટે 15 ટકા જગ્યાઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે 7.5 ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે.

→ સમાજના નબળા વર્ગોના ઉદ્ધાર, ક્યાણ, સામાજિક પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કામ કરનારને ડૉ. આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનવામાં આવે છે. હિંદુઓમાં હિંદુ, શીખ, જૈન અને બૌદ્ધ ધર્મનો સમાવેશ થાય છે.

→ નક્સલવાદનો ઉદ્ભવ છે, સ, 1987માં પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારથી થયો હતો. પિપલ્સ વૉર સૂપ અને માઓવાદી – સામ્યવાદી કેન્દ્ર આ બે નક્સલવાદી સંગઠનો છે.

→ જે લોકો પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ત્રાસ, હિંસા, ભય, અસલામતી કે અરાજકતા ફેલાવે છે તેઓ આતંકવાદીઓ કહેવાય છે. તેમણે સર્જેલું વાતાવરણ “આતંકવાદ’ કહેવાય છે.

→ માત્ર હિંસા કે કોઈ રાજનીતિ અથવા ચોક્કસ નીતિ-આધારિત વિચારધારાથી પ્રેરાઈને કરાતી પ્રવૃત્તિને “આતંકવાદી પ્રવૃત્તિ’ કહી શકાય.

→ પોતાના રાષ્ટ્રની સરહદો વચ્ચે, પોતાની જ સરકાર વિરુદ્ધ સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હિંસક પ્રવૃત્તિને બળવાખોરી’ કહેવાય. બળવાખોરીને આતંકવાદનું નાનું અને સ્થાનિક સ્વરૂપ ગલી શકાય.

→ ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશોમાં થતી બળવાખોરીને અનેક જનજાતિઓ, જંગલી અને પહાડી વિસ્તાર, જુદાં જુદાં બળવાખોર સંગઠનોનો એકબીજા સાથે મેળ, કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા, વિદેશી એજન્સીઓનો હસ્તક્ષેપ વગેરે પરિબળો ઉત્તેજિત રાખે છે.

→ ઈ. સ. 1988 પછી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે. સીમાપારથી સતત સહાય મેળવતા આતંકવાદીઓ બૉમ્બવિસ્ફોટ, અપહરણ, હત્યા વગેરે દ્વારા ભય ફ્લાવી રહ્યા છે. પરિણામે અનેક પંડિત કુટુંબોએ નાછૂટકે વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે.

→ આતંકવાદની સામાજિક અસરો સમાજને વિઘટન તરફ લઈ જાય છે. સમાજમાં ભય, અવ્યવસ્થા અને શાંતિ ઉત્પન્ન થાય છે. શિક્ષણ કથળે છે. લોકોમાં ભાઈચારાની ભાવના ઓછી થાય છે. સાંપ્રદાયિક ઝઘડાઓ સમાજવ્યવસ્થાને છિન્નભિન્ન કરે છે. આંતરવ્યવહાર ખોરવાય છે.

→ આતંકવાદની આર્થિક અસરો જે-તે પ્રદેશના વિકાસ પર માઠી અસર થતાં લોકો રોજગાર માટે સ્થળાંતર કરે છે. આતંકવાદીઓ ભય ઉત્પન્ન કરી નાણાં પડાવે છે. તેઓ માદક દ્રવ્યોની હેરાફેરી, કાળાં નાણાં જેવાં અસામાજિક કાર્યો કરે છે. મિલકતોને નુકસાન થતાં તેના પુનઃસ્થાપન માટે કરોડોનો ખર્ચ કરવો પડે છે. પ્રદેશના પરિવહન અને પર્યટન ઉદ્યોગને નુકસાન થાય છે.


  • Chapter 21 સામાજિક પરિવર્તન Class 10 Notes

સામાજિક પરિવર્તન Class 10 GSEB Notes

→ સામાજિક પરિવર્તન એટલે સમાજના રચનાતંત્રમાં, સામાજિક સંગઠનમાં, સામાજિક સંસ્થાઓમાં તેમજ સામાજિક સંબંધોમાં આવતું પરિવર્તન.

→ પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરલ્સ અને શહેરીકરણને લીધે ભારતીય સમાજમાં સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યાં છે.

→ સમાજમાં આવેલાં ભૌતિક પરિવર્તનોથી લોકોનાં જીવનધોરણમાં સુધારો થયો છે.

→ સાક્ષરતાનો દર ઘણો નીચો હોવાથી આપણા દેશમાં સામાન્ય લોકોને કાયદાની જાણકારી ઓછી છે.

→ કાયાની જાણકારીના અભાવે આપણે કાયદાનો ભંગ કરીએ છીએ. કાયદાના ભંગ બદલ થયેલી સજા કે દંડ માફ થઈ શક્તો નથી.

→ માનવ-અધિકારો એ નાગરિકતાનું અનિવાર્ય લક્ષણ છે. સંયુક્ત રાષ્ટ્ર(UN)એ માનવહકોના ઘોષણાપત્ર(Charter of Rights)માં નાગરિકોના અધિકારોની રજૂઆત કરી છે.

→ નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે મળવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓને મૂળભૂત અધિકારો કહે છે.

→ પોતાના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે દરેક નાગરિશ્ન બંધારણીય ઇલાજોનો અધિકાર આપવામાં આવ્યો છે.

→ ઈ. સ. 1992માં સંયુક્ત રાષ્ટ્રીયુ.એન.)એ બાળકોના અધિકારોની ધોષણા કરી છે.

→ બાળમજૂરી એ વૈશ્વિક સમસ્યા છે. બાળકો પર જાણીબૂઝીને માનસિક કે શારીરિક પીડા પહોંચાડવી એ બાળ અત્યાચાર છે.

→ 14 વર્ષથી ઓછી ઉંમરના શ્રમિકને બાળમજુર કહેવાય છે. વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો ભારતમાં છે.

→ બાળકોની બાળમજૂરી પાછળના કારણોમાં તેના કુટુંબની ગરીબી, માતાપિતાની નિરક્ષરતા, મોટું કુટુંબ, અનાથ કે નિરાધારતા વગેરે મુખ્ય છે.

→ બાળમજૂરી કે બાળશોષણ કે અત્યાચારોને રોકવા માટે સરકારે કેટલીક બંધારણીય જોગવાઈઓ અને કાયદાઓ ઘડીને તેનો અમલ કરાવીને તથા બાળ સુરક્ષા, બાળકલ્યાણ-વિકાસ સંબંધિત વિવિધ યોજનાઓ અમલમાં મૂકીને સહાય કરી છે.

→ ભારતમાં વૃદ્ધોની વધતી જતી વસ્તીએ અને તેમના સરેરાશ આયુષ્યમાં થયેલા વધારાએ વૃદ્ધો માટે સામાજિક અને શારીરિક સમસ્યાઓ જન્માવી છે,

→ વૃદ્ધ માતાપિતા પ્રત્યે સંવૈદનાહીન કે લાગણીશૂન્ય વર્તનવ્યવહારથી મજબૂર બનીને વૃદ્ધોને ઘરડાંધર(વૃદ્ધાશ્રમમાં રહેવાની ફરજ પડે છે.

→ સંયુક્ત રાષ્ટ્રUિN)એ ઈ. સ. 1999ના વર્ષને “આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ” તરીકે તેમજ 1ઑક્ટોબરના દિવસને “વિશ્વ વૃદ્ધદિન” તરીકે ઊજવવાનું જાહેર કર્યું હતું.

→ ભારત સરકારે ઈ. સ. 1999માં વૃદ્ધો માટે “રાષ્ટ્રીય નીતિ’ નિશનલ પૉલિસી ફૉર ઓલ પરસનું જાહેર કરી છે.

→ સમાજ અને કાયદા દ્વારા જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય એવી વ્યક્તિ કે સમૂહની પ્રવૃત્તિને અસામાજિક પ્રવૃત્તિ કહેવાય.

→ ભ્રષ્ટાચાર એ વૈશ્વિક દૂષણ છે. વિશ્વબેંન્કે ભ્રષ્ટાચારની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે “સાર્વજનિક હોદ્દાની વ્યક્તિગત લાભ માટે ઉપયોગ એટલે કાષ્ટાચાર.” ભારતમાં કેટલાંક જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર વ્યાપક સ્વરૂપે જોવા મળે છે.

→ ઈ. સ. 1984માં સ્થપાયેલ કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યુરોનું મુખ્ય કાર્ય સરકારી કર્મચારીઓ વિરુદ્ધ થયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવાનું અને એ આરોપો સાચા જણાય તો ગુનેગારોને અદાલતી શિક્ષા કરાવવાનું છે. ગુજરાતમાં આ સંસ્થાની કચેરી શાહીબાગ, અમદાવાદમાં આવેલી છે.

→ ભારત સરકારનો ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ -1988 બધા સરકારી કર્મચારીઓને લાગુ પડે છે.

→ કેન્દ્ર સરકારે માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ (RTI) 15 જૂન, 2005ના રોજ બહાર પાડ્યો છે. તે ભારતનાં જમ્મુ-કશ્મીર સિવાયનાં બધાં રાજ્યોને લાગુ પડે છે. ગુજરાત સરકારે પણ આ અધિનિયમની જોગવાઈઓને આધીન “ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો -2005′ 5 ઑક્ટોબર, 2005ના રોજ બહાર પાડ્યા છે.

→ કેન્દ્ર સરકારે ઈ. સ. 2009માં બાળકોને “મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો પ્રયદો-2009*(RTE-2009) અમલમાં મૂક્યો, જે કાયદા અનુસાર ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી, 2012ના રોજ “બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો 2012′ જાહેર ક્યાં છે.

→ ભારતીય બંધારકૂના 80મા સુધારા મુજબ 6થી 14 વર્ષની વયજૂથનાં તમામ બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

→ ભારતીય બંધારણના અનુચ્છેદ 47માં કરેલી જોગવાઈ મુજબ રાજ્ય દેશના લોકોના પોષણક્ષમ આહારના સ્તરને અને જીવનધોરણને ઊંચું લાવવા તેમજ જનસુખાકારી અને લોકકલ્યાણમાં સુધારો કરવા ભારત સરકારે 5 જુલાઈ, 2013ના રોજ “રાષ્ટ્રીય અન સલામતી કાયદો-2018′ (RTE-2013) અમલમાં મૂક્યો છે.

→ ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના કાયદા મુજબ શહેર અને ગ્રામ્ય વિસ્તારનાં અંત્યોદય કુટુંબોને, ગરીબીરેખાથી નીચે જીવન જીવતાં કુટુંબોને તથા મધ્યમ વર્ગનાં જરૂરિયાતમંદ ગરીબ કુટુંબોને રાહતદરે અનાજ તથા અન્ય કેટલીક જરૂરિયાતો પૂરી પાડવા જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા “મા અન્નપૂર્ણા યોજના’ શરૂ કરી છે.

Post a Comment

Previous Post Next Post