ફાનસ અજવાળે ફળીયા ભાળું,
ભાળું હું ઢોર દૂધાળું
ભાળુંતો ભાળું ગાવલડી તારી
જયારે નેહમાં થાતું અંધારું
માણસ ભાળું ઓસરી ભાળું
માધવ તું ને ના ભાળું
તારો ચાકર ગોસ્વામી ગોરો
ભગત હું છું કાળું
હું ક્યાંથી ભાળું
નદી નાળા જંપી ગયા વાલા
જંપી ગયું અજવાળું
ઝાંઝરી તારી વાંસળી તારી
તમરા બોલે એક ધારું
સુતા પહેલા વાલા શાલ ઓઢાડીશ
ધ્યાન રેશે નોધારું
હું તો ભગત છું કાળુ
સૂરજ ડુબ્યો સાંજ પડી
એકવડી ચાદર મારી
કદ kya નાનું તારું
ગાયનો ગોવાળ ગોંદરે પોગ્યો
લઈ તારા પાદરનું પારૂ
હૂતો ભગત છું કાળું
સાત સમન્દર તો લઇ આવ્યો
પણ શેષનાગ હું ક્યાંથી લાવું
પાથરણું તો હું લઇ આવ્યો
વાલા પનો ક્યાંથી હું લાવું ?
માથે ચમકતા તારા જોતો
તોય મનમાં ઘોર અંધારું
તેજ હોયતો વરતી જાવ વાલા
શ્યામલ તને કેમ જાણું
હૂતો ભગત છું કાળું
ક્યાંથી લાવું કમળ લક્ષ્મીના
,ક્યાંથી કાઢું બ્રહ્માની વાણી
ક્યાંથી લાવું દવારકાના ગવૈયા
રાગ બિહાગ કેમ કાઠું
હુતો ભગત છું કાળુ
વિજોગી વાદળું લઇ આવ્યો
પણ તેજ શશીનું ટાણું
કોને ગોતે રાંધા ગોવિંદ
કોણ કોનીથી સંતાણું
હૂતો ભગત છું કાળું
કાળી આંખો લઇ આવ્યો
પણ આંખના કામણ ક્યાંથી કાઢું
પદ વૈષ્ણવના લઇ આવ્યો
પણ ગોપી ગીત કેમ જગાડું
તારું ગરુડ , ભૂધર પણ તારો
ગોકુલ તારું ,ગોવર્ધન તારો
ઝારી હું તો લઈને હાલુ
જળ જમના ક્યાંથી લાવું
હું તો ભગત કાળું
મસરી માખણ ભોગ લગાવે
છપ્પન વાના કાનો માંગે
તગમગ પૈયા ઝગમગ તારા
મૈયા યશોદા દૂર છે કનૈયા
કાલી કામળી લઇ આવું હું
કાળું બ્રહ્માંડ ક્યાંથી લાવું
કહેતા હો તો રાવ લઈ આવું
વનરાવન હું ક્યાંથી લાવું
હુતો ભગત છું કાળુ
કાળું ભગતને નિંદર ના આવે
કૃષ્ણ કનૈયો રોજ બોલાવે
એક તો અંધારું ને ગામછે મોટું
સાકેત તારું સરનામું
ડેલી હોઈ તો ખખડાવું વાલા
આભમાં શું ખખડાવું
ગોપીઓ ગોરી ગોસ્વામી ગોરો
હૂતો ભગત છું કાળું

Post a Comment