બે કરતાં વધુ બાળકો અંગેની જોગવાઇઓ






ગુજરાત સરકારે ગુજરાત લોકલ ઓથોરીટીસ એકટ, 2005 થી સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓના ગુજરાત પંચાયત એકટ, ગુજરાત નગરપાલિકા એકટ અને ગુજરાત મહાનગરપાલિકા ના કાયદાઓમાં ચૂંટણીઓમાં ઉભા રહેતા ઉમેદવારો માટે લાયકાત અને ગેરલાયકાત અંગે સુધારો કરી જોગવાઇઓ કરેલ છે.

ભારતમાં દિવસે ને દિવસે કુદકે ને ભુસકે વધતી વસ્તી એ એક ચિતાંનો વિષય હોઇ તેના હિતુ અને કારણો નો વિચાર કરી વધતી જતી વસ્તી ઉપર નિયંત્રણ રાખવા ગુજરાત સરકારે પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકા ની ચૂંટણીઓમાં ઉભા રહેતા ઉમેદવારોને બે કરતાં વધુ બાળકો હોય તો ચૂંટણી લડી શકે નહી તેવો લોકલ ઓથોરીટીસ એકટમાં જરુરી સુધારો કરેલ છે. જેના દ્વારા “રાષ્ટ્રીય વસ્તીનિતી” ને અમલમાં લાવવા માટેનું ગુજરાત સરકારનું એક અતિ મહત્વનું પગલું ગણી શકાય. જેથી કોઇ વ્યકતિને બે કરતાં વધુ બાળકો હોય તો તેવી વ્યકતિ આ સંસ્થાઓની ચૂંટણીઓ લડી શકશે નહી. જો કોઇ વ્યકતિ ચૂંટાયેલ હશે અને ત્યારબાદ તેને ત્રીજા બાળકનો જન્મ થયેલ હશે તો તેને યોગ્ય સત્તાધીકારી ગેરલાયક ઠરાવશે.

આ કાયદો સમગ્ર ગુજરાતની 14,000 ગ્રામપંચાયતો, 33 જિલ્લા પંચાયતો અને 254 તાલુકા પંચાયતો, 160 નગરપાલિકાઓ અને 8 મહાનગરપાલિકાઓને લાગુ પડે છે. પંચાયતો એ પંચાયત ગ્રામગૃહ નિર્માણ વિભાગના, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળ છે જેથી જુદા જુદા ક્ષેત્રે જુદી જુદી સત્તાઓ દ્વારા બે કરતાં વધુ બાળકોની જોગવાઇને અમલ કરવા નકકી થયેલ છે.

ગુજરાત સરકારે તા.23-3-2005 થી સ્થાનીક સ્વરાજયના કાયદાઓમાં સને 2005 ના ગુજરાત અધિનિયમ ક્રમાંક. 17 થી જરુરી સુધારો કરી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં બે કરતાં વધુ બાળકો ધરાવતા હોય તેવી વ્યકતિ સભ્ય થવા માટે ગેરલાયક ઠરાવવા ગુજરાત પ્રોવિન્શિયલ કોર્પોરેશન અધિનિયમ, 1994 ની કલમ-10 માં પેટા કલમ (1)માં, ખંડ (6) થી, ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963 માં, કલમ- 11 માં પેટા-કલમ (1)માં, ખંડ (ઝ) થી ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 માં, કલમ-30 માં, પેટા કલમ (1)માં, ખંડ (ત)થી સુધાસે કરી દાખલ કરેલ છે. આ નોટિફીકેશનનો અમલ તા.4-8-2005 થી કરવાનો રહેશે.

ચૂંટણી અધિકારીશ્રીએ સ્થાનીક સ્વરાજયની સંસ્થાની ચૂંટણીઓમા ઉમેદવારીપત્ર ચકાસણી વખતે ધ્યાન રાખવા


Post a Comment

Previous Post Next Post