સંદર્ભ હેઠળના ઠરાવથી સાધારણ રીતે વ્યાપારિક હેતુ માટે સરકારી પડતર ગામતળ અને ગૌચરની જમીન વ્યાપારિક હેતુ માટે કાયમી કે ભાડાપટ્ટાથી આપવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે, પરંતુ પેટ્રોલ પંપ કે ક્રૂડ કેરોસીનના ડેપો માટે જમીન આપવાના પ્રકરણ અપવાદ રૂપે જરૂરી વિતરણ સેવા ગણી ખાસ કિસ્સામાં મંજૂર કરવામાં આવે છે.
૨. સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયા, રાષ્ટ્રિયકૃત બેન્કો અને અન્ય સહકારી બેન્કો વ્યાપારી પ્રકારની પ્રવૃત્તિ કરતી હોવા છતાં, વિકાસલક્ષી આવશ્યક સેવાઓ આપતી હોઈ, તેમની સેવાઓ વિકાસલક્ષી, આવશ્યક સેવા ગણી સરકારી પડતર જમીન વિના હરાજીએ બેઠેથાળે આપવી જોઈએ તેવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવેલ હતી.
૩. ઉપરોક્ત ફકરા-રની રજૂઆતના સંદર્ભમાં સરકારે પુખ્ત વિચારણાને અંતે નાણાવિભાગના અભિપ્રાય અનુસાર બૅન્કિંગ સેક્ટર પણ વિકાસલક્ષી આવશ્યક સેવાઓ આપે છે અને વિકાસલક્ષી પ્રવૃત્તિ કરે છે. આથી આ સંસ્થાઓને બૅન્કના મકાન બનાવવાના હેતુ માટે પણ વગર હરાજીએ જમીન આપવાની જોગવાઈ કરવામાં આવે તો તેમાં હરકત સરખું જણાતું નથી. આના સંદર્ભમાં સરકારે ઉપર ફકરા (૧)માં દર્શાવેલ જોગવાઈ બાબતમાં પુનઃવિચારણા કરી છે અને તે અન્વયે સરકારી પડતર જમીન રાષ્ટ્રીયકૃત બેંકો તથા સહકારી બેંકોને બૅન્કના મકાન માટેની જમીનની માંગણીના કિસ્સામાં પ્રવર્તમાન બજાર કિંમત લઈને બેઠેથાળે ગ્રાન્ટ કરી શકાશે. આ જમીનની કિંમત નાયબ નગર નિયોજકશ્રી પાસે નક્કી કરાવવાની રહેશે.
૪. દૂધ ઉત્પાદક સહકારી મંડળી જે ગ્રામ્ય કક્ષાએ અર્થતંત્રની કરોડરજ્જુ છે અને ગ્રામવિકાસમાં ગણનાપાત્ર યોગદાન આપે છે, તેમને પણ ગોડાઉન સિવાયના હેતુ જેવા કે પશુકેન્દ્ર ઓફિસ વગેરે હેતુ માટે વિના હરાજીએ ૨૦૦ ચો.મી. જમીન આપવાનું આથી સરકારે ઠરાવેલ છે. શહેરી વિસ્તારની ૧૦ કિમી.ની ત્રિજ્યામાં આવતાં ગામો વિકાસલક્ષી ગામો હોય, તેવી જમીનોની કિંમત નાયબ નગર નિયોજકશ્રી પાસે કરાવવાની રહેશે.
૫. મહેસૂલ વિભાગના તા. ૨૮-૩-૮૯ના ઠરાવ ક્રમાંક : જમન-૩૯૮૮-૧૭૮૫-અ ના ફકરા-૧૩માં તે પ્રમાણે આંશિક સુધારો કરવાનો રહે છે.
૬. આ હુકમો આ વિભાગની ફાઈલ ક્રમાંક : જમન-૩૯૯૫-૫૨૨-ગ ઉપર નાણાવિભાગની તા. ૯-૪-૯૭ના રોજ મળેલ સંમતિથી બહાર પાડવામાં આવે છે.


Post a Comment