તલાટી દ્વારા ગ્રામ પંચાયત ખાતે આવકનો દાખલો આપવા Guidelines

ગ્રામ કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો મારફતે

“આવકનું પ્રમાણપત્ર'' આપવા બાબતની માર્ગદર્શક સુચનાઓ.




પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક : (૧) પરના તા.૨૬/૦૭/૨૦૧૯ ના ઠરાવથી ગ્રામ પંચાયત કક્ષાએથી “આવકનું પ્રમાણપત્ર" આપવાનું સરકારશ્રી દ્વારા ઠરાવવામાં આવેલ છે. આ ઠરાવના અમલીકરણ અંતર્ગત આવકનું પ્રમાણપત્ર આપવા માટે તેમજ અરજદારો માટે જરૂરી માર્ગદર્શક સુચનાઓ બહાર પાડવાનું સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતું. પુખ્ત વિચારણાના અંતે સરકારશ્રી દ્વારા ગ્રામ કક્ષાએ ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ કેન્દ્રો મારફત “આવકનું પ્રમાણપત્ર” ગ્રામ કક્ષાએથી આપવા માટે નીચે મુજબની સુચનાઓ બહાર પાડવામાં આવે છે.

(৭) ગ્રામ કક્ષાએ તલાટી-કમ-મંત્રી રૂ.૫,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા પાંચ લાખ પુરા)ની આવક મર્યાદા સુધી જ “આવકનું પ્રમાણપત્ર" આપી શકશે. તથા આ “આવકનું પ્રમાણપત્ર" ૧ (એક) વર્ષ સુધી માન્ય રહેશે.

(२) તલાટી-કમ-મંત્રીશ્રી જે ગામ/સેજા/જુથ ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતાં હોય તે જ ગામ/સેજા/જુથ ગ્રામ પંચાયતના લોકોને “આવકનું પ્રમાણપત્ર’' આપી શકશે.

(3) આવકનાં પ્રમાણપત્ર માટેનું ચેકલીસ્ટ, અરજીનો નમુનો, કુટુંબના સભ્યોની વિગત, દુધ મંડળીના પ્રમુખ /મંત્રીનો અભિપ્રાય, જમીનની વિગતો, અરજદારનો જવાબ અને પંચનામાના નમુના આ સાથે સામેલ પરિશિષ્ટ-૧ થી ૭ મુજબના રહેશે. જે મુજબ નિયત નમુનામાં અરજદારો અરજી કરવાની રહેશે.

(४) અરજદાર દ્વારા ચુકવવાની ફી તેમજ ગ્રામ કોમ્પ્યુટર સાહસિક દ્વારા આ રકમની વસુલાત અને તેની આંતરિક વહેંચણી નીચે મુજબ રહેશે.




Post a Comment

Previous Post Next Post