પંચાયતોને આપેલ બિનખેતી પરવાનગીની સત્તાઓ પરત લઇ ગ્રામ્ય વિસ્તારોમાં બિનખેતી પરવાનગી ઓનલાઇન કરવા બાબત.

 પંચાયતોને આપેલ બિનખેતી પરવાનગીની સત્તાઓ પરત લઇ ગ્રામ્ય વિસ્તારોમાં બિનખેતી પરવાનગી ઓનલાઇન કરવા બાબત.




 



પરિપત્ર:-

રાજયમાં જમીન મહેસૂલ અધિનિયમ,૧૮૭૯ હેઠળ વિવિધ હેતુઓ માટે બિનખેતી પરવાનગી મેળવવાની કાર્યપધ્ધતિમાં વખતોવખત સુધારાઓ કરવામાં આવેલ છે. બિનખેતી પરવાનગી મેળવવામાં સરળતા રહે તેમજ આ સમગ્ર કાર્યપધ્ધતિ ઝડપી, સરળ અને પારદર્શક બને તેવા શુભ-આશયથી વધુ સુધારાઓ લાવવા માટે કલેકટરશ્રીઓની સત્તા મર્યાદા હેઠળના વિસ્તારોમાં બિનખેતી પરવાનગી મેળવવાની કાર્યપધ્ધતિ ઓનલાઇન કરવામાં આવી છે. આ પ્રક્રીયા હાલ શહેરી વિસ્તારોમાં અસરકારક રીતે અમલમાં મુકવામાં આવી છે. ઓનલાઇન કાર્યપધ્ધતિનો લાભ સમગ્ર રાજયના નાગરિકોને પારદર્શક રીતે કોઇ પણ જાતના ભેદભાવ વિના તથા એક જ કચેરીથી મળે તેવા શુભ-આશયથી મહેસૂલ વિભાગના ઉકત વંચાણે લીધેલ જાહેરનામું પ્રસિધ્ધ કરી જમીન મહેસૂલ અધિનિયમ,૧૮૭૯ ની જોગવાઇઓ હેઠળ આપવામાં આવતી બિનખેતી પરવાનગીની સત્તાઓ જિલ્લા અને તાલુકા પંચાયતો પાસેથી પરત લેવામાં આવેલ છે. તેથી હવે તમામ જિલ્લા કલેકટરશ્રીઓએ શહેરી વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ જમીન મહેસૂલ અધિનિયમ,૧૮૭૯ અંતર્ગત મળેલ સત્તાઓ અનુસાર કાર્યવાહી કરવાની રહે છે.



Post a Comment

Previous Post Next Post