તાનાજીનો હાથ અને પાટલા ધો
ભારત એક એવો દેશ છે
જ્યાં પ્રાણીઓ પણ બલિદાન આપી અમર થયા છે
સાંભળો
અફીણ થોડું વધારે લેવાઈ ગયું હતું એટલે ઉદયભાણ માટે યુદ્ધ કરવું શક્ય ના હતું
સિંહગઢના કિલ્લાની રખેવાળી કરવા સિદી હિલાલ નિષ્ફળ ગયો
મુગલ સેનાનાભાડુતી પઠાણો, સિદીઓ અને તરક સૈનિકો લોહીમાં લથપથ થઈને પડેલા હતા
ઘવાયેલા શરીર સાથે તાનાજી તલવારના ટેકે બેસી ગયા
તાનાજીનો દેહ જાણે ઈચ્છામૃત્યુ ને વર્યો હોઈ તેમ ઉદયભાણની કુમકની રાહ જોઈ રહ્યો હતો
કિલ્લાના ગઢના કાંગરા ઉપર
બસો મરાઠાને ચડાવી ચુકેલી "પાટલા ઘો સુંદરીની " ફાટેલી પૂંછડીમાંથી ટપકતું લોહી
સીધા ચઢાણ વાળા સિંહગઢના દક્ષિણ ભાગે ઉંડે નીચે આવેલા સિમળા ના ઝાડ ઉપર પડતું હતું
ઝાઝો વાયરો ના હતો
એટલે લોહી સીમળા ઉપરજ પડતું હતું ટપક ટપક ટપક
કોણ જાણે કેટલું લોહી હશે ઘોના શરીરમાં
અરે ઘો શરીરમાં લોહી તો શું હોઈ પણ ઘો જાનદાર હતી
તાનાજીના મરજીવા મરાઠાની જીવનદોરી હતી
પોતાની પુંછડીમાંથી ટપકતા લોહીથી વ્યથિત થયા વિના
પાટલા ઘો ની લબક લબક થતી જીભ તાનાજીના તલવાર તરફ વારંવાર ઊંચી થઇ તાનાજીને કૈક ઈશારો કરતી હતી
બધે લોહી અને માત્ર લોહી હતું
...તાનાજીનું લોહી , સિદી હિલાલનું લોહી મુગલ સૈનિકોનું લોહી
કોઈ પણ નું લોહી હોઈ ...લોહી તો બધુજ સરખુંજ હોઈને .કાં
ના ના જુવો આ ઘોના પુંછડેથી ટપકતું લોહી એ લોહી થોડું જુદું લાગતું હતું જાનવરનું લોહી !
ચાંદનીના પ્રકાશને કારણે કિલ્લા ઉપરથી નીચે પડતા ઘોના લાલ લોહીમાં જાણે સોનેરી દીવડા સળગતા હોઈ તેવું લાગતું હતું
બીજે રસ્તે ડુંગર ઉપર ચડેલા
તાનાજીના ભાઈ સોનાજીને કિલ્લાનો મુખ્ય દરવાજો તોડતા ધાર્યા કરતા થોડું મોડું થયું
તાનાજીએ ઝખ્મોથી ભરાઈ ગયેલા શરીરને તલવારના ટેકે બેસાડી રાખેલું
આ શરીરની સામે કિલ્લાના કમાન્ડર ઉદયભાણને એના રક્ષકો ઊંચકીને યુધ્ધમાં લાવ્યા
ઉદયભાણની નસે નસમાં અફીણ હતું
નસમાં વહેતા લોહીમાં દીવડા થઇ ચુક્યા હતા
તૅ તાનાજી સ્પષ્ટ ના જોઈ શક્યો તેને લાગ્યુંકે પ્રકાશ પુંજ છે
જેના ઉપર ભગવી પાઘડી વીંટાયેલી છે
તાનાજીએ સામે ઉભેલા ઉદયભાણ ને જોયો
તૈયાર થયા તાનાજી જીવતર નો છેલો ઘા કરવા અને છેલો ઘા જીલવા
તાનાજીએ પોતાના મોઠા ઉપર લોહી નિગળતાં ભાગને ઢાંકી બાંધેલા ફેટાનો છેડો છોડ્યો
એક રાજપૂત અને બીજો મરાઠા કોળી સરદાર
બંનેની આંખ મળી
જય ભવાની
યુદ્ધ નાદ એક હતો તલવાર જુદી
લોહી એક હતું લલકાર જુદો
ચેતના એક હતી ચતુરાઈ જુદી
એક ઘયાયેલો હતો બીજો અફીણના નશામાં હતો
તાનાજીની આ છેલ્લી છલાંગ
જનોઇવાઢ ઘા ઉદયભાણ ના શરીર ઉપર ઝટકો મારી નીકળી ગયો
ગતિમાં આવેલા ઉદયભાણે લાંબી સમશેરથી કરેલો આડોઘા તાનાજીના ઢાલવાળા હાથને કાપતો ગયો
બંને યોદ્ધાએ એકબીજાના શરીર ઉપર કરેલા પ્રહાર મહારાષ્ટ્ર નહિ પણ આખા રાષ્ટ્રમાં પ્રાગડના પહોરે થયેલા અત્યારસુધીના પ્રહારો પૈકી સૌવથી કારમાં હતા
બંને ઘા જીવલેણ બન્યા
ફરી એક વખત જયભવાનીનો નાદ સંભળાયો
સોનાજી કિલ્લો ખોલી ચુક્યો હતો
તેને અંતિમ શ્વાશ ભરતા તાનાજી સામે જોયું
કિલ્લાની રાંગ ઉપર લબકારા મારતી પાટલા ઘો સામે જોયું
કિલ્લાના કાંગરાને પાતળા પંજાના નખોરિયાથી વળગીને બેઠેલી પાટલાઘો
સોનાજીને ને જોતાજ વધુ બળ કરી કિલ્લાના અંદરના ભાગે કૂદી આવી
તેની તૂટેલી પૂંછડી આ અંતિમ છલાંગથી શરીરથી જુદી પડી ગઈ
અને વીર તાનાજીના કપાયેલા હાથ પાસે જઈ પડી.... છટપટ છટપટ .... છટપટાવા મંડી
ચંદન ઘોની છટપટતી પૂંછડીને જોઈને
તાનાજીના કપાયેલા હાથમાં પણ જાણે જીવ આવ્યો
હાથના પંજા પોળા થયા
ઠાલ કપાયેલા હાથમાંથી છૂટી ગઈ
તાનાજીનો કપાયેલો હાથ પણ પછાડિયા ખાવા લાગ્યો
અરે આ શું ........જુવો તો ખરા તાનાજીનો કપયેલો નિર્જીવ હાથ ધીમે ધીમે કપાયેલી ઘોની પૂંછડી તરફ જઈ રહ્યો હતો
તાનાજીનો કપયેલો હાથ પૂંછડીને અડ્યો
બે અધૂરા શરીરવાળા જીવ એકબીજાને અડ્યા
તાનાજીનો હાથ અડતાંજ ઘોની છટપટતી પૂંછડી શાન્ત થવા લાગી
તાનાજીનો લોહીથી ખરડાયેલો કપાયેલો હાથપણ શાંત પડતી પૂંછડીને પ્રેમથી થપથપાવતો હતો
તાનાજીનું જુદું પડેલું શરીર અચેતન હતું
હવે તેમાં પણ ધીમી હ રકત શરુ થઇ
શરીરમાં જીભ આવી
તાનાજીનું શરીર પોતાનજ કપાયેલા હાથને ઘોના પુંછડાને પંપાળતુ જોઈને બોલ્યું
"બાપ બહુ બળ કર્યું " મારા બાપ બહુ બળ કર્યું
અબુધ પ્રાણી માલિકના આ શબ્દો સાંભળી ધન્ય થયું
તાનાજીના હાથનો સ્પર્શ થતા પૂંછડી શાંત પડી ગઈ
અધૂરા શરીરે પણ તે તાનાજીનો હાથ ઓળખી ગઈ હતી
તાનાજી એ આંખ મીંચી દીધી
તેનો જુદો પડેલો હાથ બોલતો બંધ થયો
પાટલાઘો ની જીભ પણ તાનાજીની તલવારની જેમ કાયમ માટે મ્યાનથઈ ગઈ ને શરીર સ્થિર બની ગયું
બધા શરીરો શાંત હતા
માત્ર અફીણ નશાને કારણે ઉદયભાણ નું કપાયેલુ શરીર થોડી થોડી વારે ફરકતું હતું
બિલકુલ ઘોની પૂંછડી જેમ
તેને શાંત કરવા માટે ઓરંગઝેબ ત્યાં ના હતો
તેનોજ કિલ્લો તેનાથી નારાજ હતો
પથ્થરના કિલ્લા ઉપર ચણાયેલા કાંગરામાં પણ એક ચમત્કાર થયો
કિલ્લાના જે કાંગરા સાથે પાટલાઘો આખી રાત ચોંટી ને બેઠી હતી
તે કાંગરો બરાબર આજ વખતે કિલ્લાથી જુદો પડી ગયો અને બહારના ભાગે પછડાઈ દડવા લાગ્યો
તેનો દડવાનો અવાજ કિલ્લા તરફ કૂચ કરી આવતા શિવાજી મહારાજે સાંભળ્યો
સવાર પડી ગયું
આકાશમાં વિહાર માટે નીકળી ચૂકેલા સુરજ ભગવાન
તાનાજીના જીવ વગરના શરીર ઉપર તડકો ના આવે એટલા માટે વાદળને ભેગાં લઈને ચાલતા હતા
સૂરજના સાત ઘોડા બિલકુલ અવાજ કરતા ના હતા
શિવજીના ઘોડા નો તબડાક તબડાક અવાજ અને
કિલ્લા ઉપરથી નીચે દડતાં કાંગરા ના ધડંગ ધડાંગ ધડ ધડાંગ અવાજો
પ્રજાસતાક દિન ની તોપો જેવા લાગતા હતા...........

Post a Comment