પીતામ્બર હવે હું રુક્મણિ



પેલા રંગભરીને  ભાણ  ઉગ્યો   

 પછી રાત બુકાની  આભ પડી 

ડુંગરે ડુંગરે બે નાળ ધરી 

ચાંપી જામગરી  તે પલાશ  ભરી 

રંગ રંગ કરી મુને કાન હરિ 


વાદળ વાદળ મેઘહરી 

વીજ ઘટા પડી મૂહે  નેહ  ભરી 

નવ  નવાણ  કુવા હેતભરી 

 નીતરતી  કેશ મેં  કલમ લીધી 

રંગ રંગ કરી  મુને  કાન હરિ 

હરો હવે મને  શ્યામ  ધણી 


જયારે હાડમાં  પ્રગટે હોળી કવિ 

વેણુ  વાય  અગન તુને સ્પર્શ કરી 

નાચતા નાચતા ગોવાળ  હઝારો 

કામધેનુ ને  હું  એકલી  ઘેનભરી 

પીઠી  ચો ળો આ ઘડી  મને પીળી કરી 

પીતામ્બર  હરો  હું  રુક્મણિ 

પીતામ્બર  હવે હું  રુક્મણિ 


Post a Comment

Previous Post Next Post