ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર/માઇગ્રેશન માટે ઓનલાઇન અરજી

ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર/માઇગ્રેશન માટે ઉમેદવારે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.



→અરજદારે અરજી કરવા માટે સૌ પ્રથમ sebeservice.in ક્લિક કરવું.

→ sebeservice.in ક્લિક કર્યા પછી અરજદારે ઓનલાઇન સર્વિસ (Online Service) પર ક્લિક કરવું.

ઓનલાઇન સર્વિસ (Online Service) પર ક્લિક કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેમા ઉમેદવારની Personal Details ભરવાની રહેશે.

→રજિસ્ટ્રેશન થયા પછી આપનો મોબાઇલ અને ઈ-મેઇલ આઇડી પૈકી એક જ આપનુ યુઝર આઇડી રહેશે.

→રજીસ્ટ્રેશન Successful થઇ જાય પછી આપનો મોબાઈલ/ઈ-મેઇલ આઇડી અને પાસવર્ડથી લોગિન કરવું.

→ત્યાર બાદ જરૂરિયાત મુજબની ડુપ્લિકેટ માર્કશીટ/સર્ટીફિકેટ, માઇગ્રેશન મેળવવા માટે Select Exam પર ક્લિક કરવું.

→Select Exam પર ક્લિક કર્યા બાદ Examનું લિસ્ટ Open થશે જેમા આપે કઇ Examની માર્કશીટ/સર્ટીફિકેટ લેવાનુ છે તેના પર ક્લિક કર્યા બાદ Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.

→Submit પર ક્લિક કર્યા બાદ જણાવેલ સુચના મુજબની પ્રક્રિયા કરવી પછી આગળ વધો Button પર ક્લિક કરવુ.

ત્યાર બાદ આપની જમણી બાજુએ એક Button એટલે કે અત્યારે જ અરજી કરો એ Button પર ક્લિક કરવું.

→અરજી પર ક્લિક કર્યા બાદ ફોર્મ ભરવાનુ રહેશે જેમાં આપે આપની પરીક્ષાની માહીતી ભરવાની २हेथे.

→માહિતી ભર્યા બાદ આપે નીચે એક ચેક બોક્સ આપેલું છે જેમા આપે બાહેધરી(Declaration) આપવાની રહેશે કે ઉમેદવારે માહિતી ભરી એ સાચી છે. જો આપ સેવ કરવા માંગતા હોય માહિતી તો Save as Draft પર ક્લિક કરવાનું રહેશે અન્યથા આપ Next Button પર ક્લિક કરી આગળ વધવાનું રહેશે.

→ માહિતી ભર્યા બાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કરી Submit પર ક્લિક કરવાનું રહેશે.

→ ડોક્યુમેન્ટ અપલોડ કરી Submit પર ક્લિક કર્યા બાદ ફી ભરવા માટે Payment Details ની માહિતી અને સૂચનાઓ આવશે જે સૂચના અનુસરી Pay Now પર ક્લિક કરવાની રહેશે. Pay Now પર ક્લિક કરતાની સાથે જ Payment Option આવશે જેમા આપે Term and Condition પર ક્લિક કરવાનું રહેશે.

→ ત્યારબાદ આપ કઇ રીતે Payment કરવા માંગો છો એ Option પર ક્લિક કરવાનું રહેશે.

→Payment થઈ ગયા બાદ Successful નો મેસેજ આપની Screen પર જોઇ શકશો ત્યારબાદ એપ્લિકેશન નંબર જનરેટ થશે જે આપે આપની પાસે સાચવવાનો રહેશે.

→ એપ્લિકેશન નંબર જનરેટ થયા બાદ જ આપની અરજી કન્ફર્મ ગણાશે.

Post a Comment

Previous Post Next Post