દેવા ઉતારી ગયા મારા બધા વાણિયાને ચોપડેથી
એટલો ફેર પડ્યો એક મોરના ખોરડે બેસવાથી
ધબકારા વધી ગયા કે પોરસાઈ ઘડિયાળ પાછી
ભીંતો પડી ફાટી એક મોરના ખોરડે બેસવાથી
ખબર છે ખખડાવશે આ બારણા લેણદાર પવન
ટહુકા વ્યાજ ના પડ્યા હેઠા મોરના ખોરડે બેસવાથી
ચૂલો હતો સળગતો ને આવી પૂર્ણા બની રસોડે
રોટલા ઘડી આપશે તે હવે મોરના ખોરડે બેસવાથી
લાભ અને શુભ લખી પરવાર્યો, પૂજા કરી હરિ
સાથિયા ફળિયામાં પડ્યા, છાપરે ટહુકા થવાથી.
ખરતી હતી કાંકરી પછી કાંકરી, મારી દીવાલોમાંથી.
તિરાડો રંગો થી ભરી ગઈ પીંછા મોરના ખરવાથી.
લટકતું પાટિયું બોલે કે તૂટેલું મકાન ખાલી છે.
લગાડી મેં નામની તખ્તી, એક મોરના બેસવાથી.
ઉતારો અહીં રહેતો એક રાજ આખાનો અકબંધ
ને ઘડી વાળની ઉઘાડી સૂકવતી રાણીઓ તડકે
ફરી આવ્યું કિરણ સીધું અહીં છાપરે મારા
તડપતા રેશમને અડવા ફળિયે મોરના બેસવાથી
કહ્યુમે વગડે થોડું રહેવાય હાલ ગામમા મારા
શરમાય ગયું વન આખું મોરના ખોરડે બેસવાથી
થાકીને માની ગયા આખરે અંધશ્રધા કવિતાની
નાણા બની ગયા શબ્દો મોરના ખોરડે બેસવાથી

Post a Comment