ગુજરાત ગામ પંચાયત ગામતળની મિલકત (ભોગવટા હકમાં ફેરફાર નોંધ કરવાની રીત) નિયમો, ૨૦૧૫ સંબંધી
જાહેરનામું. Gamtal milkat ferfar Jahernamu
પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, સચિવાલય, ગાંધીનગર. તારીખઃ ૧૬મી એપ્રિલ, ૨૦૧૫.
ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩.
ગુજરાત પંચાયત અધિનિયમ, १८८३.
ક્રમાંક : કેપી/૨૦૧૫નો ૨૪/પીઆરઆર/૧૦૨૦૧૪/૯૫૯/ચઃ- ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ (સન ૧૯૯૩ના ગુજરાતના ૧૮મા)ની કલમ ૨૦૦ની પેટા-કલમ (૪)સાથે વાંચતા, કલમ ૨૭૪ની પેટા-કલમ (૫) થી ફરમાવ્યા પ્રમાણે, અમુક નિયમોનો મુસદો, પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તારીખ : ૩૧મી જાન્યુઆરી, ૨૦૧૫ના સરકારી જાહેરનામા ક્રમાંક ઃ કેપી / ૨૦૧૫નો ૮ | પીઆરઆર / ૧૦૨૦૧૪/ ૯૫૯ / ચ. હેઠળ તારીખ ઃ ૩૧મી જાન્યુઆરી, ૨૦૧૫ના ગુજરાત સરકારી રાજપત્ર, અસાધારણ, ભાગ-૧-એ, સેન્ટ્રલ સેકશનમાં, પાના ૬૯-૧ થી ૬૯-૭માં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને સદરહુ જાહેરનામાની રાજપત્રમાં પ્રસિદ્ધિની તારીખથી ત્રીસ દિવસની મુદતની અંદર તેનાથી અસર થવાની સંભવ હોય તેવી તમામ વ્યકિતઓ પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા હતા;
અને સદરહુ જાહેરનામાના મુસદાના સંબંધમાં સરકારને કોઈ વાંધો અથવા સૂચન મળેલ નથી;
તેથી, હવે, ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ (સન ૧૯૯૩ના ગુજરાતના ૧૮મા)ની કલમ ૨૦૦ની પેટા-કલમ (૪) સાથે વાંચતા, કલમ ૨૭૪ની પેટા-કલમ (૧)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, નીચેના નિયમો કરે છે.-
૧. ટૂંકી સંજ્ઞાઃ- આ નિયમો ગુજરાત ગામ પંચાયત ગામતળની મિલકત (ભોગવટા હકમાં ફેરફાર નોંધ કરવાની રીત)નિયમો, ૨૦૧૫ કહેવાશે.
२. વ્યાખ્યાઃ- આ નિયમોમાં, સંદર્ભથી અન્યથા અપેક્ષિત હોય તે સિવાય,-
(ક) “નમૂનો” એટલે આ નિયમો સાથે જોડેલ નમૂનો;
(ખ) “પંચાયત” એટલે ગામ પંચાયત;
(ગ) “મિલકત” એટલે ગુજરાત પંચાયત નાણાકીય હિસાબો અને અંદાજપત્ર નિયમો, ૨૦૧૪ હેઠળ નમૂના ૭૮માં નોંધાયેલ મિલકત;
(६) “સેક્રેટરી” એટલે ગામ પંચાયતના સેક્રેટરી.
3. આ નિયમો ફક્ત એવા મહેસૂલી ગામોને લાગુ પડશે કે જેમાં સિટી સરવે અમલમાં આવેલ ન હોય અને એવા ગામોમાં સિટી સર્વેનો અમલ થયેથી, આ નિયમો આપમેળે એવા ગામોને લાગુ પડતા બંધ થશે અને સિટી સર્વે સંબંધી મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ની જોગવાઈઓ પ્રમાણેનું રેકર્ડ અસ્તિત્વમાં આવશે.
૪.
(१) સેક્રેટરીએ, આ સાથે જોડેલ ફોર્મેટ પ્રમાણે, નમૂના નં. ૧ અને નમૂના નં.૩ જાળવવા જોઈશે.
(२) પ્રથમ, ગુજરાત પંચાયત નાણાકીય હિસાબો અને અંદાજપત્ર નિયમો, ૨૦૧૪ હેઠળ નમૂના ૭૮માં નિભાવેલ આકારણી પત્રકની વિગતો ઉપરથી નમૂનો નં. ૧ (મિલકત કાર્ડ) (પ્રોપર્ટી કાર્ડ) તૈયાર કરવું જોઈશે.
ч. પંચાયતની આકારણીને પાત્ર હોય તેવી મિલકતોના સંબંધમાં, ગુજરાત પંચાયત નાણાકીય હિસાબો અને અંદાજપત્ર નિયમો, ૨૦૧૪ હેઠળ નિભાવેલ નમૂના ૭૮ના કોલમ પમાં, “માલિકનું નામ” એ શીર્ષક હેઠળ લખેલ નામમાં ફેરફાર કરતાં પહેલાં, આ નિયમોમાં જણાવેલ કાર્યરીતિ અનુસરવી જોઈશે તે પછી જ નામમાં ફેરફાર કરી શકાશે.
٤. (৭) વેચાણ, વારસાઈ, વસિયતનામાં, કોર્ટના હુકમ વગેરે જેવા કોઈ કાયદેસરના કારણસર મિલકતના હકમાં ફેરબદલી કરેલ હોય, ત્યારે અરજદારે ફેરફાર કરવા માટે ગામ પંચાયતના સેક્રેટરીને અરજી કરવી જોઈશે.





Post a Comment