"ઉન્નતવર્ગો" ને બાકાત રાખવા માટેના માપદંડો.


ઠરાવનો વિષય: સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનામતમાં "ઉન્નત વર્ગો" (ક્રિમિલિયર) ને બાકાત રાખવા માટેના માપદંડો.

પૃષ્ઠભૂમિ:

  • ગુજરાત સરકારે ૦૧-૦૪-૧૯૭૮ ના ઠરાવથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનામતની જોગવાઈ કરી હતી.

  • ત્યારબાદ, ૨૩-૦૨-૧૯૯૪ ના ઠરાવથી તેમાં ૨૭% અનામતનો વધારો કરવામાં આવ્યો.

  • સુપ્રિમ કોર્ટના ૧૬-૧૧-૧૯૯૨ ના ચુકાદા મુજબ, આ અનામતની જોગવાઈઓમાંથી "ઉન્નત વર્ગો" (ક્રિમિલિયર) ને બાકાત રાખવાના માપદંડો નક્કી કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.

  • આ માટે, ૧૪-૦૭-૧૯૯૫ ના ઠરાવથી ઉદ્યોગ મંત્રીશ્રીના અધ્યક્ષપદે એક ઉચ્ચ અધિકાર સમિતિની રચના કરવામાં આવી.

  • આ સમિતિએ ભારત સરકાર દ્વારા નિયુક્ત જસ્ટિસ શ્રી પ્રસાદ સમિતિના અહેવાલ અને અન્ય રાજ્યો દ્વારા અપનાવવામાં આવેલા માપદંડોનો અભ્યાસ કરીને ભારત સરકારે અપનાવેલા માપદંડો સ્વીકારવાની ભલામણ કરી.









સરકારનો ઠરાવ:

  • સમિતિની ભલામણ સ્વીકારીને, પરિશિષ્ટના કોલમ-૩ માં દર્શાવેલ વ્યક્તિઓ/વર્ગોને અનામતની જોગવાઈમાંથી બાકાત રાખવાનું (Rules of exclusions લાગુ કરવાનું) સરકારે ઠરાવ્યું છે.

  • આ "ઉન્નત વર્ગો" ને સરકારી સેવાઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશના તબક્કે અનામતમાંથી બાકાત રાખવામાં આવશે

  • જોકે, કારીગર વર્ગ અને વારસાગત વ્યવસાય/ધંધામાં રોકાયેલ વ્યક્તિઓ (જેની યાદી ભવિષ્યમાં બહાર પાડવામાં આવશે) ને આ બાકાત રાખવાનો નિયમ લાગુ પડશે નહીં.

  • આ હુકમો તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

ક્રિમિલિયરના બાકાત રાખવાના નિયમો (પરિશિષ્ટ):

૧. બંધારણીય હોદ્દાઓ:

  • નીચે જણાવેલ વ્યક્તિઓના પુત્ર-પુત્રીઓ:

    • ભારતના રાષ્ટ્રપતિ 

    • ભારતના ઉપરાષ્ટ્રપતિ 

    • સર્વોચ્ચ અદાલત અને ઉચ્ચ અદાલતોના ન્યાયાધીશો 

    • સંઘ લોક સેવા આયોગ અને રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો 

    • મુખ્ય ચૂંટણી કમિશનર, ભારતના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ 

    • સમાન બંધારણીય દરજ્જો ધરાવતી વ્યક્તિઓ 

૨. સેવા કક્ષા19:

  • અખિલ ભારતીય, કેન્દ્રીય અને રાજ્ય સેવાઓના જૂથ-ક/વર્ગ-૧ ના અધિકારીઓના પુત્ર-પુત્રીઓ (સીધી ભરતીથી નિમાયેલા):

    • જેમના માતા-પિતા બંને વર્ગ-૧ ના અધિકારી હોય.

    • જેમના માતા-પિતામાંથી એક વર્ગ-૧ ના અધિકારી હોય.

    • જેમના માતા-પિતા બંને વર્ગ-૧ ના અધિકારી હોય, પરંતુ બેમાંથી એકનું મૃત્યુ થયું હોય અથવા કાયમી અશક્તતાથી પીડાતા હોય.

    • જેમના માતા-પિતામાંથી એક વર્ગ-૧ ના અધિકારી હોય અને તેમનું મૃત્યુ થયું હોય અથવા તે કાયમી અશક્તતાથી પીડાતા હોય, અને મૃત્યુ કે અશક્તતા પહેલાં પાંચ વર્ષથી ઓછા નહિ તેટલા સમયગાળા માટે યુનાઈટેડ નેશન્સ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્વ બેંક વગેરે જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થામાં નોકરીનો લાભ મળ્યો હોય.

    • જેમના માતા-પિતા બંને વર્ગ-૧ ના અધિકારી હોય, તેઓ મૃત્યુ પામ્યા હોય અથવા કાયમી અશક્તતાથી પીડાતા હોય અને બંનેના મૃત્યુ કે કાયમી અશક્તતા પહેલાં બેમાંથી એકને પાંચ વર્ષથી ઓછા નહિ તેટલા સમયગાળા માટે યુનાઈટેડ નેશન્સ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્વ બેંક વગેરે જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થામાં નોકરીનો લાભ મળ્યો હોય.

    • બાકાત રાખવાનો નિયમ લાગુ પડશે નહીં જો:

      • માતા-પિતામાંથી એક અથવા બંને વર્ગ-૧ ના અધિકારી હોય અને આવા માતા કે પિતાનું અથવા બંનેનું મૃત્યુ થયું હોય અથવા તે કાયમી અશક્તતાથી પીડાતા હોય તેમના પુત્રો અને પુત્રીઓ.

      • અન્ય પછાત વર્ગની મહિલા, જેણે વર્ગ-૧ ના અધિકારી સાથે લગ્ન કર્યા હોય અને જે પોતે નોકરી માટે અરજી કરવા ઈચ્છતી હોય.

  • કેન્દ્રીય અને રાજ્ય સેવાઓના જૂથ-ખ, વર્ગ-૨ ના અધિકારીઓના પુત્ર-પુત્રીઓ (સીધી ભરતીથી નિમાયેલા):

    • જેમના માતા-પિતા બંને વર્ગ-૨ ના અધિકારી હોય.

    • જેમના માતા-પિતામાંથી ફક્ત પિતા વર્ગ-૨ ના અધિકારી હોય અને તેણે ૪૦ વર્ષે કે તે પહેલાં વર્ગ-૧ માં બઢતી મેળવી હોય.

    • જેમના માતા-પિતા બંને વર્ગ-૨ ના અધિકારી હોય અને તેમાંના એકનું મૃત્યુ થયું હોય અથવા તે કાયમી અશક્તતાથી પીડાતા હોય અને બંનેમાંના એકને મૃત્યુ કે કાયમી અશક્તતા પહેલાં, પાંચ વર્ષથી ઓછા નહિ તેટલા સમયગાળા માટે યુનાઈટેડ નેશન્સ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્વ બેંક વગેરે જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થામાં નોકરીનો લાભ મળ્યો હોય.

    • જેમના માતા-પિતામાંથી પિતા વર્ગ-૧ ના અધિકારી હોય (સીધી ભરતીથી કે ૪૦ વર્ષ થતાં પહેલાં બઢતીથી) અને માતા વર્ગ-૨ ના અધિકારી હોય અને તેમનું મૃત્યુ થયું હોય અથવા તે કાયમી અશક્તતાથી પીડાતી હોય.

    • જેમના માતા-પિતામાંથી માતા વર્ગ-૧ ના અધિકારી હોય (સીધી ભરતીથી કે ૪૦ વર્ષ થતાં પહેલાં બઢતીથી) અને પિતા વર્ગ-૨ ના અધિકારી હોય અને તેઓ મૃત્યુ પામ્યા હોય અથવા તે કાયમી અશક્તતાથી પીડાતા હોય.

    • બાકાત રાખવાનો નિયમ લાગુ પડશે નહીં જો:

      • માતા-પિતા બંને વર્ગ-૨ ના અધિકારી હોય અને તેમના એકનું મૃત્યુ થયું હોય અથવા તે કાયમી અશક્તતાથી પીડાતા હોય.

      • માતા-પિતા બંને વર્ગ-૨ ના અધિકારી હોય અને બંને મૃત્યુ પામ્યા હોય અથવા કાયમી અશક્તતાથી પીડાતા હોય, પરંતુ બેમાંથી એકને તેમના મૃત્યુ કે કાયમી અશક્તતા પહેલાં પાંચ વર્ષથી ઓછા નહિ તેટલા સમયગાળા માટે યુનાઈટેડ નેશન્સ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્વ બેંક વગેરે જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થામાં નોકરીનો લાભ મળ્યો હોય.

  • જાહેર ક્ષેત્રના ઉપક્રમો વગેરેના કર્મચારી:

    • ઉપર કક્ષા-"ક" અને "ખ" માં જણાવેલ માપદંડો, જાહેરક્ષેત્રના ઉપક્રમો, બેંકો, વીમા સંસ્થાઓ, યુનિવર્સિટીઓ વગેરેમાં સમાન કે સમકક્ષ જગ્યા ધરાવતા અધિકારીઓને તેમજ ખાનગી રોજગાર ક્ષેત્ર હેઠળ સમાન કે સમકક્ષ જગ્યા અને દરજ્જો ધરાવતા અધિકારીઓને યોગ્ય ફેરફાર સાથે લાગુ પડશે.

    • જ્યાં સુધી આ સંસ્થાઓમાંની જગ્યાઓનું મૂલ્યાંકન સમાન કે સમકક્ષ દરજ્જાના ધોરણે કરવામાં આવે ત્યાં સુધી, આ સંસ્થાઓના અધિકારીઓને, નીચે કક્ષા-૬ માં નિર્દિષ્ટ કરેલ માપદંડ લાગુ પડશે.

૩. અર્ધલશ્કરી દળો સહિત સશસ્ત્ર દળો (મુલ્કી હોદ્દો ધરાવતી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી):

  • માતા-પિતા બંનેમાંથી એક અથવા બંને સ્થળ સેનામાં કર્નલના કે તેથી ઊંચા દરજ્જા પર હોય અથવા નૌકાસેના, વાયુસેના અને અર્ધલશ્કરી દળોમાં સમાન હોદ્દા પર હોય તેમના પુત્ર(પુત્રો) અને પુત્રી/પુત્રીઓ.

  • શરતો:

    • સશસ્ત્ર દળના અધિકારીની પત્ની પોતે સશસ્ત્ર દળમાં હોય એટલે કે વિચારણા હેઠળની કક્ષામાં આવતી હોય તો જ્યારે તે પોતે કર્નલના દરજ્જાએ પહોંચે ત્યારે જ બાકાત રાખવાનો નિયમ લાગુ પડશે.

    • સેનામાં પતિ અને પત્નીના કર્નલથી નીચેના દરજ્જાને એકત્ર કરીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

    • સશસ્ત્ર દળના અધિકારીની પત્ની મુલ્કી સેવામાં હોય તો તે બાબત, બાકાત રાખવાનો નિયમ લાગુ પાડવા માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. સિવાય કે તે બાબત નંબર-૨ હેઠળની સેવા કક્ષામાં આવતી હોય, આવા પ્રસંગે ઉક્ત બાબતમાં દર્શાવેલ માપદંડ અને શરતો તેને સ્વતંત્ર રીતે લાગુ પડશે.

૪. વ્યવસાયિક વર્ગ તથા વેપાર અને ઉદ્યોગમાં રોકાયેલી વ્યક્તિઓ:

  • ૧. દાક્તર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આવકવેરા સલાહકાર, નાણાં સલાહકાર, અથવા સંચાલન સલાહકાર:

    • કક્ષા-૬ સામે નિર્દિષ્ટ કરેલ માપદંડ લાગુ પડશે.

  • ૨. દાંતના સર્જન, ઈજનેર, સ્થપતિ, કોમ્પ્યુટર નિષ્ણાત, ફિલ્મ કલાકારો અને ફિલ્મક્ષેત્રની અન્ય વ્યવસાયી વ્યક્તિઓ, લેખકો, નાટ્યકારો, રમતવીરો, વ્યવસાયી રમતવીરો, પ્રસાર માધ્યમ ક્ષેત્રે વ્યવસાયી વ્યક્તિઓ અથવા તેના જેવા દરજ્જાના અન્ય કોઈ વ્યવસાયોમાં રોકાયેલ વ્યક્તિઓ:

    • કક્ષા-૬ સામે નિર્દિષ્ટ કરેલ માપદંડ લાગુ પડશે.

  • ૩. વેપાર, ધંધા અને ઉદ્યોગમાં રોકાયેલ વ્યક્તિઓ:

    • કક્ષા-૬ સામે નિર્દિષ્ટ કરેલ માપદંડ લાગુ પડશે.

૫. મિલકત માલિકો:

  • કૃષિ જમીન ખાતું:

    • નીચેનાના માલિક હોય તેવા કુટુંબ (પિતા, માતા અને સગીર બાળકો)ના સભ્યોના પુત્ર(પુત્રો) અને પુત્રી/પુત્રીઓ:

      • વૈધાનિક ટોચમર્યાદા વિસ્તારના ૮૫ ટકા જેટલી કે તેથી વધારે સિંચિત જમીન.

      • સિંચિત અને બિનસિંચિત એમ બંને પ્રકારની જમીન, જો સિંચિત વિસ્તાર, સિંચિત જમીન માટેની વૈધાનિક ટોચ મર્યાદાના ૪૦ ટકા કે તેથી વધારે હોવી જોઈએ.

        • આની ગણતરી બિનસિંચિત ભાગને બાકાત રાખીને કરવાની છે.

        • આ પ્રમાણે ઓછામાં ઓછા ૪૦ ટકા વિસ્તાર હોવો જોઈએ તેવી પૂર્વશરત પ્રવર્તતી હોય, તો જ બિન-સિંચિત જમીનનો વિસ્તાર ગણતરીમાં લેવામાં આવશે.

        • આ ગણતરી પ્રવર્તમાન રૂપાંતર ફોર્મ્યુલાના આધારે બિનસિંચિત જમીનનું સિંચિત જમીનમાં રૂપાંતર કરીને કરવામાં આવશે61. બિનસિંચિત જમીન પરથી આવી રીતે ગણી કાઢેલ સિંચિત વિસ્તાર, સિંચિત જમીનના આધારે ખરેખર વિસ્તારમાં ઉમેરવાનો રહેશે અને જો આવી રીતે બંને વિસ્તાર ભેગા કર્યા પછી સિંચિત જમીનના રૂપે કુલ વિસ્તાર સિંચિત જમીન માટેની વૈધાનિક ટોચમર્યાદાના ૮૫ ટકા કે તેથી વધુ હોય, તો બાકાત રાખવાનો નિયમ લાગુ પડશે અને બિન હકદારી ગણાશે.

      • કુટુંબનું જમીન ખાતું સંપૂર્ણપણે બિનસિંચિત હોય, તો બાકાત રાખવાનો નિયમ લાગુ પડશે નહીં.

  • બગીચા-વાડી (Plantation) કોફી, ચા, રબર વગેરે:

    • નીચે કક્ષા-૬ માં નિર્દિષ્ટ કરેલ, આવક/સંપત્તિનો માપદંડ લાગુ પડશે.

  • કેરી, સંતરા, સફરજન વગેરેના બગીચા:

    • કૃષિ જમીન ખાતા તરીકે ગણવામાં આવ્યા છે અને તેથી આ કક્ષા હેઠળના ઉપર્યુક્ત (ક) માં દર્શાવેલ માપદંડ લાગુ પડશે.

  • શહેરી વિસ્તારો કે શહેરી સમુચ્યોમાં ખાલી જમીન અને/અથવા મકાનો:

    • નીચે કક્ષા-૬ માં નિર્દિષ્ટ કરેલ માપદંડ લાગુ પડશે.

    • સ્પષ્ટીકરણ: મકાનનો ઉપયોગ, રહેણાંક માટે, ઔદ્યોગિક કે વાણિજિય હેતુ માટે અને આવા પ્રકારના બે કે તેથી વધુ હેતુઓ માટે કરી શકાશે.

૬. આવક/સંપત્તિનો માપદંડ:

  • નીચે જણાવેલ વ્યક્તિઓના પુત્ર-પુત્રીઓ:

    • ત્રણ વર્ષથી રૂ. ૧.૦૦ લાખ કે તેથી વધુ સળંગ કુલ વાર્ષિક આવક ધરાવતી હોય તેવી વ્યક્તિ અથવા સંપત્તિ વેરા અધિનિયમમાં નિયત કર્યા પ્રમાણેની મુક્તિ મર્યાદાથી વધુ સંપત્તિ ધરાવતી હોય તેવી વ્યક્તિ.

    • જેઓ અનામતના લાભ માટે બિન-હકદાર ન હોય, પરંતુ સંપત્તિના અન્ય સ્ત્રોતોમાંથી જેમની આવક, ઉપર (ક) માં દર્શાવેલ આવક/સંપત્તિના માપદંડની અંદર આવે તેટલી થતી હોય તેવી કક્ષા-૧, ૨, ૩ અને ૫-ક્રમોની વ્યક્તિઓ.

  • સ્પષ્ટીકરણ:

    • પગારની આવક અને કૃષિ જમીનમાંથી થતી આવકને ભેગી કરીને ગણવામાં આવશે નહીં.

    • રૂપિયાના મૂલ્યમાં થતા ફેરફારને ધ્યાનમાં લઈને રૂપિયાના સંદર્ભમાં આવકનો માપદંડ, દર ત્રણ વર્ષે સુધારવામાં આવશે. આમ છતાં, પરિસ્થિતિ એવી હશે તો વચ્ચેનો સમયગાળો ઓછો કરી શકાશે.

સામાન્ય સ્પષ્ટીકરણ:

  • આ અનુસૂચિમાં "કાયમી અશક્તતા" શબ્દપ્રયોગ આવે ત્યારે તેનો અર્થ "જેના પરિણામે અધિકારીને નોકરીમાંથી દૂર કરવામાં આવે તેવી અશક્તતા" એ પ્રમાણે થશે.


Post a Comment

Previous Post Next Post