વી.સી.ઈ. બુકલેટ

રાજયના ગ્રામજનોને વિશ્વજનોની હરોળમાં લાવવાના વર્તમાન ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાના ભાગરૂપ ગુજરાતનાં ગામડાંઓનું આધુનિકરણ કરી લોકોનાં જીવનમાં કોમ્પ્યુટર દ્વારા નુતન પ્રભાતનાં અજવાળાં પાથરવાના ધ્યેય સાથે આગેકુચ કરવાનું નક્કી કર્યું છે. આ દિશામાં સફળ ધ્યેય સિદ્ધિ માટે ઇ-ગ્રામ વિશ્વગ્રામનો મેઘધનુષી આદર્શ રજુ કરી એને અમલમાં મુક્યો છે. ગ્રામકક્ષાએ ૮૮૩૫ ગ્રામ પંચાયતો ખાતે કોમ્પ્યુટર અને તેને આનુષાંગિક સાધનસામગ્રી આપવા બાબતે ગુજરાત રાજ્ય દેશનું પ્રથમ રાજ્ય છે. તે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની બાબત છે. વર્ષ ૨૦૦૬-૦૭ ના અંત સુધીમાં તમામ ગ્રામ પંચાયતોને આ યોજના હેઠળ આવરી લેવાની સરકારની નેમ છે. ભવિષ્યમાં ઈન્ટરનેટની સુવિધા દ્વારા છેવાડાનાં ગ્રામજનોને તાલુકા, જીલ્લા, રાજ્ય, દેશ તથા વિશ્વ સાથેનાં જોડાણથી ગ્રામજનોનાં જીવનધોરણમાં પરિવર્તન અને ગતિશીલતા લાવવાનું ધ્યેય છે.

ઈ-ગ્રામ પંચાયતનાં સફળ સંચાલન અર્થે તલાટી-કમ-મંત્રીનાં સહાયક તરીકે ગામનાં ખાનગી ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોર)ની સેવાઓ પબ્લીક- પ્રાઈવેટ-પાર્ટનરશીપનાં ધોરણે ઈ-ગ્રામ પંચાયત ખાતે મેળવવા અંગેની માર્ગદર્શિકા રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. આ યોજનાને કારણે ગ્રામ પંચાયત ખાતે ગામનાં યુવાન માટે સ્વરોજગારીની તક ઉભી થશે તેમ જ ખાનગી ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોર)ની ગ્રામ પંચાયત ખાતે સતત ઉપલબ્ધિને કારણે ગ્રામજનોને ઇ-ગ્રામ સેવાઓ સમયસર પુરી પાડી શકાશે. શહેરી વિસ્તારમાં મળતી ઈ-સેવાઓ જેવી ઈ-સેવાઓ ગ્રામ્યકક્ષાએ આપવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે.

ચાલો, આપણે સૌ રાજ્ય સરકારશ્રીના આ ઉમદા અને વિકાસલક્ષી આદર્શને સાથે મળી મૂર્તિમંત કરીએ. રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટરાઈઝેશનના વૈશ્વિક ખ્યાલને અમલમાં મુકીએ. રાજ્ય સરકારશ્રીની આ અંગેની માર્ગદર્શિકા મુજબ તમામ ગ્રામ પંચાયતોમાં પબ્લીક-પ્રાઇવેટ-પાર્ટનરશીપનો અમલ કરીએ.

ભારતમાં પહેલ વહેલું કર્યુ ગુજરાતે ઇ-ગ્રામ વિશ્વગ્રામનું સ્વપ્ન સાકાર ગુજરાતની એ બનેલ પહેચાન જે બનશે દેશ આખાની શાન

Get The Book

 

Post a Comment

Previous Post Next Post