| 1 | ક્રિશ્ચન લગ્નની સર્ટિફાઇડ કોપી | ધ ઇન્ડિયન ક્રિશ્ચિયન એક્ટ ૧૮૭૨, હેઠળ મેરેજ કરાવનાર ધાર્મિક પાદરી કે મેરેજ રજિસ્ટ્રાર દ્વારા નોંધણી કરેલ મેરેજ સર્ટિફિકેટ જે અત્રેની કચેરીએ જમા અર્થે મોકલવામાં આવે છે તેની પ્રમાણિત નકલ અરજદારની માંગણી થયેથી યોગ્ય ફી ભર્યેથી ઓનલાઇન પૂરી પાડવામાં આવે છે. | મહેસૂલ વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 2 | કારીગર તાલીમ યોજના | વિવિધ ઉદ્યોગો અને સેવાક્ષેત્રને કુશળ માનવબળ ઉપલબ્ધ કરાવવાનો તેમજ જુદા જુદા ક્ષેત્રે વિકસતી જતી ટેકનોલોજી અંગે ઉમેદવારોને તાલીમ આપી, રોજગારી/સ્વ-રોજગારી મેળવવામાં સહાયભૂત થવાનો છે. | શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 3 | સર્ચ અને બોજા પ્રમાણપત્રની નકલ | પક્ષકારશ્રીઓ નોંધણી થયેલા દસ્તાવેજોના કમ્પ્યૂટરાઈઝ્ડ રેકોર્ડ પરથી ઓનલાઇન અરજી કરી કોર્ટ ફી પ/- તથા વર્ષ વાઇઝ નિયત સર્ચ ફી ઓનલાઇન ભરી સર્ચ રિપોર્ટ અને ઈસી સર્ટિફિકેટ મેળવી શકે છે. | મહેસૂલ વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 4 | ફિનિશિંગ સ્કૂલ | રાષ્ટ્રના લોકોમાં કૌશલ્ય, રોજગાર અને સારા વ્યક્તિત્વનો વિકાસ થાય તે સરકારની મુખ્ય જવાબદારીઓ છે. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે શિક્ષણનું માધ્યમ મુખ્ય અને નિર્ણાયક પરિબળ છે. આ હેતુને ધ્યાનમાં રાખીને, ફિનિશિંગ સ્કૂલ પ્રકલ્પનો પ્રારંભ નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭માં કરવામાં આવ્યો હતો. ફિનિશિંગ સ્કૂલ પ્રકલ્પમાં કોલેજના ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓને લાઈફસ્કીલ, એમ્પ્લોયબીલીટી સ્કીલ અને ફંકશનલ તેમજ સ્પોકન ઈંગ્લીશની કુલ ૮૦ કલાકની કૌશલ્યવર્ધક તાલીમ આપવામાં આવે છે. તેના માટે હાલમાં કેસીજી દ્વારા બે એજન્સીઓને પસંદ કરવામાં આવી છે. આ એજન્સીઓના ટ્રેનર્સ દ્વારા રાજ્યની કૉલેજોના વિદ્યાર્થીઓને ફિનિશિંગ સ્કૂલની ટ્રેનીંગ આપવામાં આવે છે. | શિક્ષણ વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 5 | ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યૂઅલ | ફાયર સેફ્ટી સર્ટિફિકેટ જારી કર્યા પછી અને તેની સમાપ્તિ પહેલા, ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યૂઅલ એપ્લિકેશન માટે અરજી કરીને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યૂઅલ મેળવવું પડશે અને એફએસસીઆર પ્રમાણપત્ર મેળવવું પડશે અને ત્યારબાદ દર 2 (બે) વર્ષ છેલ્લા એક સમાપ્ત થાય તે પહેલાં આવા પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. | શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 6 | ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મંજૂરી | ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એ ફાયર સેફ્ટી સંબંધિત નિયમો અને ધોરણોના પાલનનું બીજું પગલું છે. કોઈ પણ મકાનનો કબજો અથવા ઉપયોગ કરતા પહેલા, માલિક/કબજેદારે એફએસસીએ મેળવવા માટે જરૂરી ફી સાથે પ્રમાણિત કરવા માટે અરજી કરવી જોઈએ કે પૂર્ણ થયેલ બાંધકામ સિસ્ટમ પર અપલોડ કરવાના કેટલાક મૂળભૂત સ્વ-પ્રમાણિત દસ્તાવેજો સાથે લઘુત્તમ જરૂરિયાતનું પાલન કરે છે. | શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 7 | ગૌરવ પુરસ્કાર | વ્યક્તિગત અરજદાર/વ્યક્તિ કે જે સંગીત, નૃત્ય, નાટય અને લોકકલા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર દરેક વર્ષે ૧૨ કલાકારોને પ્રત્યેકને રૂ|.પ૧,૦૦૦/-નો રોકડ પુરસ્કાર, તામ્રપત્ર તથા પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. | રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 8 | ગૌરવ પુરસ્કાર લલિત કલા | ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા, લલિત કલાના ક્ષેત્રમાં જે કલાકારોએ ચિત્રકલા, શિલ્પકલા તેમજ છબીકલાનાં ક્ષેત્રોમાં આજીવન યોગદાન આપેલ હોય, ઉચ્ચતમ સિદ્ધિઓ મેળવેલ હોય તેવા નવ કલાકારોનું ગૌરવ પુરસ્કારથી સન્માન કરવામાં આવે છે. પુરસ્કારના પ્રતીક રૂપે પ્રત્યેકને રોકડ રાશિ રૂા. ૫૧,૦૦૦/-, તામ્રપત્ર, પ્રશસ્તિપત્ર તથા શાલ એનાયત કરી સમારંભ યોજી સન્માન કરવામાં આવે છે. આવા નવ કલાકારોની કલાકૃતિઓનું પ્રદર્શન પણ રવિશંકર રાવળ કલાભવન, અમદાવાદ ખાતે પાંચથી સાત દિવસ માટે યોજાય છે. અત્યાર સુધી વર્ષ ૨૦૧૯-૨૦ સુધીના ગૌરવ પુરસ્કાર એનાયત કરેલ છે. | રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 9 | ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા | ગિરનાર પર્વતનાં ૯૯૦૦ પગથિયાં પૈકી ભાઈઓ માટે પપ૦૦ પગથિયાં અને બહેનો માટે રર૦૦ પગથિયાં પર પ્રતિવર્ષે આરોહણ-અવરોહણની રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. | રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 10 | ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધા | ૧૪થી ૩૫ વર્ષની વય મર્યાદામાં આવતાં યુવક યુવતીઓમાં સાહસિકતાના ગુણ ખીલે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. | રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 11 | આવકનું પ્રમાણપત્ર (ગ્રામ પંચાયત) | આ સેવા દ્વારા, અરજદાર આવકનું પ્રમાણપત્ર મેળવી શકે છે (અરજદાર આ સેવાનો ઓનલાઇન ઉપયોગ કરી શકે છે અથવા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ શકે છે). | પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 12 | કારીગર ઓળખકાર્ડની નોંધણી | કુટિર ઉદ્યોગક્ષેત્રે હાથસાળ અને હસ્તકલાના કારીગરો કે જેઓ રાજ્ય સરકારે નક્કી કરેલા ૬૨ પ્રકારના ક્રાફ્ટની કામગીરી કરતા કારીગરોને કારીગર ઓળખકાર્ડ આપવામાં આવે છે. | ઉદ્યોગ અને ખાણ વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 13 | ખેડૂત ખાતેદાર અંગેનું પ્રમાણપત્ર | મૂળથી ખેતીની જમીન ધારણ કરતા હોઈ ખેડુત ખાતેદાર હોવા અંગેનું પ્રમાણપત્ર | મહેસૂલ વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 14 | ભાષાકીય લઘુમતી પ્રમાણપત્ર | આ સેવા દ્વારા, અરજદાર ભાષાકીય લઘુમતી પ્રમાણપત્ર મેળવી શકે છે (અરજદાર આ સેવાનો ઓનલાઈન ઉપયોગ કરી શકે છે અથવા જનસેવા કેન્દ્રની મુલાકાત લઈ શકે છે) | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 15 | મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના (bocw) | મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના દીકરી વધાવો દીકરી ભણાવોના ઉદ્દેશ સાથે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા તથા બાંધકામ શ્રમિકોની દીકરીને શિક્ષણ તથા લગ્નના ખર્ચાને પહોચી વળવા માટેના હેતુથી અમલમાં મૂકવામાં આવી છે | શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 16 | ના વાંધા પ્રમાણપત્ર(એન.ઓ.સી) | પોલીસ એન.ઓ.સી પ્રમાણપત્ર મેળવવા માટે નાગરિકો ને પો.સ્ટે ખાતે જવાની જરૂરિયાત રહેતી નથી. આ સેવાની મદદથી તેઓ ઓનલાઇન અરજી કરી એન.ઓ.સી પ્રમાણપત્ર મેળવી શકે છે. | ગૃહ વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 17 | વિચરતી વિમુક્ત જાતિ પ્રમાણપત્ર | આ સેવા દ્વારા, અરજદાર વિચરતી વિમુક્ત જાતિ પ્રમાણપત્ર મેળવી શકે છે (અરજદાર આ સેવાનો ઓનલાઈન ઉપયોગ કરી શકે છે અથવા જનસેવા કેન્દ્રની મુલાકાત લઈ શકે છે). | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 18 | ઓનલાઇન વિકાસ પરવાનગી સિસ્ટિમ | ઓનલાઇન વિકાસ પરવાનગી સિસ્ટિમ દ્વારા રાજ્યનો કોઈ પણ નાગરિક કે જે પોતાની માલિકીની જમીન પર બાંધકામ કે વિકાસ કરવા ઇચ્છતા હોય તે આ ઓનલાઇન સિસ્ટિમનો લાભ લઈ સમય મર્યાદામાં વિકાસ પરવાનગી મેળવી શકે છે. | શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 19 | પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત મહોત્સવ તથા એવોર્ડ | પં.ઓમકારનાથની સ્મૃતિમાં રાષ્ટ્રીય કક્ષાનો આ મહોત્સવ યોજવામાં આવે છે.દર વર્ષે પં.ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત મહોત્સવ તથા એવોર્ડ માટે મળેલ કિમિટીમાં કમિટીના તજજ્ઞો તથા સભ્યો દ્વારા પસંદગી પોમલ કલાકારને પં.ઓમકારનાથ એવોર્ડ આપવામાં આવે છે | રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 20 | પ્રોજેક્ટ સંકલ્પ GoG | પ્રોજેક્ટ સંકલ્પનો ઉદ્દેશ ઉદ્યોગ સંગઠનો અને ઉદ્યોગો, સાથે યુવાનોને રોજગારી માટે સક્ષમ બનાવવાનો, ટૂંકા ગાળાની તાલીમ આપવાનો છે. પ્રોજેક્ટ સંકલ્પ સાથે જોડાયેલા ઉદ્યોગ સંગઠનો અને ઉદ્યોગો તેમના સબંધિત ક્ષેત્રમાં તાલીમ આપી શકશે. | શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 21 | રાજ્ય પર્વતારોહણ પારિતોષિક યોજના મંજૂર કરવા બાબત | પર્વતારોહણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર સાહસિક પર્વતારોહકોને દર વર્ષે રાજ્ય પર્વતારોહણ એવોર્ડથી સન્માનિત કરવાની યોજના ૨૦૧૮થી અમલમાં છે. જેમાં ૭૦૦૦ મીટર ઊંચાઈ એક વખત અથવા ૬૦૦૦ મીટરથી વધુ ઊંચાઈ બે વખત ચઢેલા હોય તેવા અને આ અંગેનું ઇન્ડિયન માઉન્ટેનિરિંગ ફાઉન્ડેશન (I.M.F.)ના નિયામકનું પ્રમાણપત્ર ધરાવતા હોય તેવા પર્વતારોહકોને રૂ.૨૫,૦૦૦/-નો રોકડ પુરસ્કાર, સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. | રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 22 | ધાર્મિક લઘુમતી પ્રમાણપત્ર (ગ્રામ પંચાયત) | આ સેવા દ્વારા, અરજદાર ધાર્મિક લઘુમતી પ્રમાણપત્ર મેળવી શકે છે (અરજદાર આ સેવાનો ઑનલાઇન ઉપયોગ કરી શકે છે અથવા જનસેવા કેન્દ્રની મુલાકાત લઈ શકે છે) | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 23 | સોસાયટી ફોર ક્રિયેશન ઓફ ઓપોર્ચ્યુંનીટીઝ થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઈંગ્લીશ | વર્ષ ૨૦૦૭માં માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અંગ્રેજી ભાષામાં ગુજરાતના યુવાનોમાં અભાવ ન રહે તેવા હેતુથી સ્કોપ સંસ્થાની સ્થાપના કરી હતી. સ્કોપનો મુખ્ય હેતુ ગુજરાતના યુવાન/યુવતીઓમાં અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ વધે અને તેના થકી રોજગારીની વધુ ઉજ્જવળ તકો પ્રાપ્ત થાય તેવો છે. | શિક્ષણ વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 24 | વરિષ્ઠ નાગરિકનું પ્રમાણપત્ર | આ સેવા દ્વારા, અરજદાર વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર મેળવી શકે છે (અરજદાર આ સેવાનો ઓનલાઇન ઉપયોગ કરી શકે છે અથવા જનસેવા કેન્દ્રની મુલાકાત લઈ શકે છે). | પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 25 | સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું પ્રમાણપત્ર | આ સેવા દ્વારા અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું પ્રમાણપત્ર મેળવી શકે છે (અરજદાર આ સેવાનો ઓનલાઈન ઉપયોગ કરી શકે છે અથવા જનસેવા કેન્દ્રની મુલાકાત લઈ શકે છે) | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 26 | તાનારીરી સંગીત સન્માન મહોત્સવ તથા એવોર્ડ (રાષ્ટ્રીયકક્ષા) | વડનગર ખાતે કલાકાર બેલડી તાના અને રીરીની સ્મૃતિમાં રાષ્ટ્રીયકક્ષાનો સમારોહ યોજવામાં આવે છે. આ સમારોહમાં રૂા.૫.૦૦ લાખનો રોકડ પુરસ્કાર, શાલ, પ્રસંશાપત્ર વગેરે આપી ૨(બે) મહિલા કલાકારશ્રીઓને એવોર્ડ આપી સન્માનવામાં આવે છે. | રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 27 | અસ્થાયી નિવાસ પ્રમાણપત્ર | આ સેવા દ્વારા, અરજદાર કામચલાઉ રહેઠાણનું પ્રમાણપત્ર મેળવી શકે છે (અરજદાર આ સેવાનો ઓનલાઇન ઉપયોગ કરી શકે છે અથવા જનસેવા કેન્દ્રની મુલાકાત લઈ શકે છે). | પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 28 | ગુજરાતના ડુંગરાળ વિસ્તારમાં / હિમાલય વિસ્તારમાં ભ્રમણ / ટ્રેકીંગ કાર્યક્રમમાં પ્રવેશ અંગેના નિયમો અને શરતો | આ ટ્રેકિંગનો સમયગાળો ૧૦ દિવસનો રહેશે. તાલીમાર્થી ભાઈ-બહેનની ઉંમર ૧૭ થી ૪૫ વર્ષની રહેશે. તાલીમાર્થીએ આ સંસ્થા / કેન્દ્રનાં કોઇ પણ શિબિર કરેલ હોવો જોઈએ અથવા અન્ય માન્ય સંંસ્થાઓનો શિબિર કરેલ હોવો જોઈએ. ટ્રેકિંગમાં ઓછામાં ઓછી સંખ્યા ૫ થશે તો ટ્રેકિંગનો કાર્યક્રમ યોજાશે અન્યથા મોકૂફ રહેશે. તાલીમાર્થીઓને ટ્રેકિંગ પૂર્ણ કર્યે પ્રમાણપત્ર સંસ્થા દ્વારા આપવામાં આવશે. | રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 29 | ટ્રેઈનીંગ ફોર એક્સેલન્સ, એફિશિયન્સી, એન્ડ રિસર્ચ ટુવર્ડ્સ હાયર એજ્યુકેશન | તીર્થ યોજના અંતર્ગત શ્રેષ્ઠતા, કાર્યક્ષમતા અને સંશોધન દ્વારા વેદોથી લઈ વેબ સુધીના બહુવિધ આયામો પ્રત્યે વિશ્વોન્મુખ કરવા ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, રીસર્ચ મેથોડોલોજી વર્કશોપ, વેબિનાર અને સેમિનાર દ્વારા તાલીમ આપવામાં આવે છે. | શિક્ષણ વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 30 | ULLAS - નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ | ઉલ્લાસ - નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ યોજના ૧૫ થી ઉપરની વયજૂથના નિરક્ષરોને ભણાવવાની કામગીરી કરે છે. આ યોજનામા સર્વેયર ગ્રામ્ય લેવલે જઇને નિરક્ષરોનો સરવે કરે છે અને તેમને ઉલ્લાસ એપ ઉપર રજિસ્ટર કરે છે. પછી સ્વયંસેવી શિક્ષકો તેમને ઉલ્લાસ એપ દ્વારા ઓફલાઇન તેમજ ઓનલાઇન મોડમાં ભણાવવાની કામગીરી કરે છે. | શિક્ષણ વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 31 | વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા | ચોરવાડથી વેરાવળ વચ્ચેના અરબી સમુદ્રમાં યુવકો અને યુવતીઓ માટે વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા એકાંતરે વર્ષે યોજવામાં આવે છે. | રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 32 | અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્ર ચકાસણી | | આદિજાતિ વિકાસ વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 33 | વિધવા પ્રમાણપત્ર (પંચાયત) (ગ્રામીણ) | આ સેવા દ્વારા, અરજદાર વિધવા પ્રમાણપત્ર મેળવી શકે છે (અરજદાર આ સેવાનો ઓનલાઇન ઉપયોગ કરી શકે છે અથવા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ શકે છે). | પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ | Reference URL | વધુ માહિતી |
| 34 | યુવા ઉત્સવ | યુવકો અને યુવતીઓ સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે પોતાની મૌલિક કૃતિઓ ઉત્કૃષ્ટ રીતે રજૂ કરી શકે તે માટે તાલુકા, જિલ્લા, પ્રદેશ, રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. | રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ | Reference URL | વધુ માહિતી |
Post a Comment