ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત





મંડળની રચના વિશે

  • ગુજરાત સરકારના સામાન્‍ય વહીવટ વિભાગના તાઃ ર૧-૩-૮૮ ના ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૧૮૬- ૧૬૧૫-ગ.૩ થી "સ્‍ટાફ સીલેકશન કમિશન" ની તેમાં નિયત કરેલ કાર્યો બજાવવા માટે રચના કરવામાં આવી હતી.

     

  • સા.વ.વિભાગના તાઃ રર-૧૧-૧૯૮૮ ના ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૧૮૬-૧૬૧૫-ગ.૩ થી આ કમિશનના નામને, તેની કામગીરી, કાર્યક્ષેત્ર વિગેર બાબતો લક્ષમાં લેતાં, વધુ સ્‍૫ષ્‍ટ બનાવવાના હેતુથી તેનું નામ "ગુજરાત કર્મચારી ૫સંદગી મંડળ" રાખવાનું ઠરાવવામાં આવ્‍યુ હતું.
  • ત્યારબાદ સા.વ.વિભાગના તાઃ ૦૧-૦૫-૧૯૯૦ ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૦૮૮-રર૪૧-ગ.૩ થી મંડળનું નામ "ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ" રાખવામાં આવ્‍યું છે. આ કચેરી ખાતાના વડાની કચેરીનો દરજજો ધરાવે છે.

અધ્યક્ષ તથા સભ્યશ્રીઓની સંખ્યા વિશે

  • સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્ર : કે.પી.એ/૧૨૮૮/૯૯૫/ગ.૪, તા.૨૬/૩/૧૯૯૨ ની જોગવાઇ મુજબ એક અધ્યક્ષ તથા બે અથવા બેથી વધારે સભ્યનું મંડળ બનાવવાનું રહેશે. જેઓની નિમણૂક સરકારશ્રી સમયેસમયે કરશે. વધુમાં મંડળની સભ્ય સંખ્યા પૈકીના અડધી સંખ્યાના સભ્યો નિમણૂકની તારીખે સરકારના વિભાગો અથવા જાહેર સાહસોમાં કામ કરવાનો ઓછામા ઓછો દસ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જરૂરી છે.
 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે અધ્યક્ષશ્રીના કાર્યકાળની વિગત

ક્રમ

અધ્યક્ષશ્રીનું નામ

સમયગાળો

શ્રી જે.ડી.ગજજર

તા.૧/૯/૧૯૮૮ થી

તા.૨૨/૧૨/૧૯૯૨

ડો..એમ.એ.પટેલ (વધારાનો હવાલો)

તા.૨૩/૧૨/૧૯૯૨ થી

તા.૧૦/૨/૧૯૯૩

શ્રી નિરંજન સિંધ ( નિવૃત આઈ. એ. એસ.)

તા.૧૧/૨/૧૯૯૩ થી

તા.૨૩/૯/૧૯૯૩

-

તા. ૨૪/૯/૧૯૯૩ થી

તા.૭/૧૦/૧૯૯૩

ડો. એમ.એ.પટેલ

તા.૮/૧૦/૧૯૯૩ થી

તા.૩૧/૧૦/૧૯૯૪

શ્રી બલવંતસિંધ ( નિવૃત આઈ. એ. એસ.)

તા.૧/૧૧/૧૯૯૪ થી

તા.૩૧/૧૦/૧૯૯૬

શ્રી એમ.સી.નાયક(વધારાનો હવાલો) ( નિવૃત આઈ. એ. એસ.)

તા.૧/૧૧/૧૯૯૬ થી

તા.૩૧/૩/૧૯૯૭

શ્રી આર.સી.શાહ (વધારાનો હવાલો)

તા.૧/૪/૧૯૯૭ થી

તા.૨૩/૪/૧૯૯૭

શ્રી એમ.સી.નાયક ( નિવૃત આઈ. એ. એસ.)

તા.૨૪/૪/૧૯૯૭ થી

તા.૨૪/૪/૨૦૦૦

૧૦

શ્રી આર.જે.સવાણી(વધારાનો હવાલો)

તા.૨૫/૪/૨૦૦૦ થી

તા.૨૩/૫/૨૦૦૧

૧૧

ર્ડા.યશોધર એન.ભટ્ટ

તા.૨૪/૫/૨૦૦૧ થી

તા.૩૧/૧૨/૨૦૦૮

૧૨

શ્રી એચ.એસ.જોષી(વધારાનો હવાલો)

તા.૧/૧/૨૦૦૯ થી

તા.૮/૩/૨૦૧૧

૧૩

શ્રી પ્રકાશભાઇ જી. સોની

તા.૯/૩/ર૦૧૧ થી

તા.૨૯/૧/૨૦૧૪

૧૪

શ્રી અસિત વોરા

તા.૩/૨/૨૦૧૪ થી

તા.૩/૮/૨૦૨૧

૧૫

-

તા.૪/૮/૨૦૨૧ થી

તા.૩/૯/૨૦૨૧

૧૬

શ્રી એસ.આર.ઐયર (વધારાનો હવાલો)

તા.૪/૯/૨૦૨૧

તા.૩૧/૧૦/૨૦૨૧

૧૭

શ્રી અસિત વોરા

તા.૧/૧૧/૨૦૨૧ થી

તા.૭/૨/૨૦૨૨

૧૮

શ્રી એ.કે.રાકેશ, આઈ.એ.એસ (વધારાનો હવાલો)

તા.૮/૨/૨૦૨૨ થી

તા.૧૦/૭/૨૦૨૩

૧૮

શ્રી કમલ દયાની, આઈ.એ.એસ (વધારાનો હવાલો)

તા.૧૧/૭/૨૦૨૩ થી

તા.૩૧/૧૨/૨૦૨૪

૧૮

શ્રી તુષાર એમ.ધોળકિયા, આઈ.એ.એસ

તા.૧/૧/૨૦૨૫ થી

 







મંડળના કાર્યો

  • રાજય સરકાર હેઠળના વિભાગો/ખાતાના વડાઓની કચેરીઓની વર્ગ-૩ ની બિનતાંત્રિક તથા તાંત્રિક સંવર્ગોની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા ઉમેદવારોની પસંદગી કરી નિમણૂક આપવા માટે ભલામણ કરવી.

  • રાજ્ય સરકાર હેઠળના/ખાતાના વડાઓની કચેરીઓમાં વર્ગ-3 ની બિનતાંત્રિક અને તાંત્રિક સંવર્ગના કર્મચારીઓને બઢતી માટેની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરી, યોગ્ય ઉમેદવારોની બઢતી માટેની ભલામણ કરવી.
  • રાજય સરકાર હેઠળના વિવિધ વિભાગો/ખાતાના વડાઓની કચેરીઓના વર્ગ-૩ ના વિવિધ સંવર્ગોની ખાતાકીય ૫રીક્ષાઓ યોજવી.

 

 

સચિવશ્રીના કાર્યો તથા ફરજો

  • મંડળ ખાતે સચિવશ્રીને વહીવટી તથા નાણાકીય સત્તાઓના હેતુ માટે ખાતાના વડા તરીકે જાહેર કરવામાં આવેલ છે.

  • તેમણે મંડળની તમામ વહીવટી પ્રક્રિયા પર નિયંત્રણ અને સુધારાની કામગીરી કરવાની રહેશે.
  • તેમણે મંડળ ખાતે પરીક્ષાના આયોજન બાબતે અધ્યક્ષશ્રી અને સભ્યશ્રીઓ તરફથી મળતી સૂચાનાઓ ધ્યાને લઇને કામગીરી કરવાની રહેશે.
  • તેમણે મંડળ ખાતેની તમામ કામગીરીની અદ્યતન વિગતોથી અધ્યક્ષશ્રી અને સભ્યશ્રીઓને વાકેફ કરવાના રહેશે.
  • અધ્યક્ષ દ્વારા સોંપવામાં આવતી અન્ય કોઈપણ જવાબદારી નિભાવવી.

 

 

Sr No. Description Document
1 માંગણાપત્રકનો નમૂનો (સા.વ.વિ. પરિપત્ર ક્રમાંક : પીએસસી/૧૦૨૦૧૯/૩૧૪૧૧/ગ-2 તા.૦૧/૧૨/૨૦૨૧)
1 માંગણાપત્રકનો નમૂનો (સા.વ.વિ. પરિપત્ર ક્રમાંક : પીએસસી/૧૦૨૦૧૯/૩૧૪૧૧/ગ-2 તા.૧૨/૧૨/૨૦૨૪)

 

 

 

Sr No. Description Document
1 પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા/સૂચનો રજૂ કરવાનું ફોર્મેટ
2 આર્થિક રીતે નબળા વર્ગ(EWS)ના ઉમેદવારોએ પ્રમાણપત્રોની ચકાસણી સમયે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા. ૨૬/૦૬/૨૦૨૦ના ઠરાવ ક્રમાંકઃ ઇડબલ્યુએસ/૧૨૨૦૧૯/ ૪૫૯૦૩/અ અન્વયે રજૂ કરવાનો થતો બાહેંધરી પત્રકનો નમૂનો
3 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)ના ઉમેદવારોએ પ્રમાણપત્રોની ચકાસણી સમયે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૧૨/૦૬/૨૦૨૦ના ઠરાવ ક્રમાંકઃ સશપ/૧૨૨૦૧૫/૪૪૫૨૪૬/અ અન્વયે રજૂ કરવાનો થતો બાહેંધરી પત્રકનો નમૂનો
4 Gujarat Subordinate Services, Class III (Group-A and Group-B)(Combined Competitive Examination) Rules, 2023.

 



Sr No. Description Document
1 રાજય સરકારની નોકરીઓમાં વિધવા મહિલાઓ માટે અનામત જગ્યાઓ રાખવા બાબત.(૩૧/૦૮/૨૦૦૪)
2 રાજય સરકારની નોકરીઓમાં મહિલાઓ માટે અનામત જગ્યાઓ રાખવા બાબત.(૨૨/૦૫/૧૯૯૭)



Sr No. Description Document
1 નિયમિત ભરતીમાં છૂટછાટ મૂકીને અથવા બીજી રીતે વર્ગ-૩ અને વર્ગ-૪ ની જગ્યા પર ખેલાડીઓની નિમણૂક(૨૫/૦૨/૧૯૮૦)
2 નિયમિત ભરતીમાં છૂટછાટ મૂકીને અથવા બીજી રીતે વર્ગ-૩ અને વર્ગ-૪ ની જગ્યા પર ખેલાડીઓની નિમણૂક (૦૧/૦૮/૧૯૯૦)
3 નિયમિત ભરતીમાં છૂટછાટ મૂકીને અથવા બીજી રીતે વર્ગ-૩ અને વર્ગ-૪ ની જગ્યા પર ખેલાડીઓની નિમણૂક (૧૮/૦૪/૨૦૦૧)



Sr No. Description Document
1 Gujarat Ex-Servicemen (Recruitment to State Civil Services and Posts) Rules, 2018



Sr No. Description Document
1 દિવ્યાંગજનો માટે રાજ્ય સરકારની સેવાઓ/જગાઓમાં ચાર ટકા અનામત રાખવા બાબત.
2 દિવ્યાંગ વ્યક્તિઓનો અધિકાર અધિનિયમ, ૨૦૧૬ની કલમ-૩૩ મુજબ રાજ્ય સરકારના દરેક વિભાગ હેઠળના તમામ સંવર્ગોમાં દિવ્યાંગો માટે જગ્યાઓ સુનિશ્ચિત (Identify) કરવા બાબત.
3 Guidelines for conducting written examination for Persons with Benchmark Disabilities
4 શારીરિક ખોડખાંપણ ધરાવતા ઉમેદવારો માટે સીધી ભરતીમાં રાખવામાં આવતી અનામત જગ્યાઓ તેમજ ઉપલી વયમર્યાદામાં આપવામાં આવતી છૂટછાટ માટે આપવામાં આવતા વિક્લાંગતા(disability) અંગેના પ્રમાણપત્રનો નમૂનો નિયત કરવા બાબત
5 લહિયા/વળતર સમયની સુવિધા આપવા અંગેની સૂચનાઓ તથા નિયત નમુનાઓ




Post a Comment

Previous Post Next Post