ઉઘાડી આંખે હું આડી પડી

 


છાપરે ઓટલો ખાલી મેં ભાળ્યો

થડકીને થોડી મેં ખાટલો ઢાળ્યો

રાતના ઉજાગરાને હાથમાં જ રાખી

ઉઘાડી આંખે હું આડી પડી

કે સાસુ સુંવાળી ની આંખે ચડી


ભળકડે ઉઠી ને આળસ મરડી

ત્યાં દુધાળા વહાલના તેડાં આવ્યા

વલોવી વલોણાં છાશ મોઢે કરી

તારવીને માખણ હૂતો મોળી પડી

ગોળી હંફાવી ને હુંતો હાંફી પડી

તે ઉઘાડી આંખે હું આડી પડી


રેળાતા પગલાંને મેણાં એ મારશે

હાડેતી ફુઈ મૂઈ ફૂવડ મુને ધારશે

ઉભી ઘડીક હું ઓથે થાંભલીની

ને ખાટલાને ઓસરીની કોરે કરી

જોઈ ઓટલાને આંખ ચારેકોરે કરી

ઉઘાડી આંખે હું આડી પડી


માળવાની મેંદીના લીલા તે છોડ

અંગે ઉજાગરાના લાલ લાલ તોડ

છૂટેલો રાતે તે બાંધીને ચોટલો

કણસતા કણસતા ખેંચીને ખાટલો

ચારપાયા ના તળિયાને મોરે કરી

આ ઉઘાડી આંખે હું આડી પડી


ચંપલ ઉતાર્યા તો ખેતરના ચાસ

કાથીના ફળિયામાં સૂકાંભઠઠ ઘાસ

વચ્ચેનો બાજરો સખે બેસવાના દે

ડૂંડાને પાનથી ખસવા ના દે

તે શેઢાના વેઢાએ ભારે કરી

આ ઉઘાડી આંખે હું આડી પડી


થોડું ઘસાણુ ઝીણું દબાણુ

લાગ્યું મને કે વાલમજી આવીઓ

ઉંધી હતી તોય અવળી ફરી

તળમાં દબાણી ને ઠીકરી ફૂટી

કે ખાટલાના પાયે બિલાડી અડી

આ ઉઘાડી આંખે હું આડી પડી


Post a Comment

Previous Post Next Post