ઓ બેવફા ઓ બેવફા

 


 ઓ બેવફા ઓ બેવફા
ઓ બેવફા ઓ બેવફા

મારુ દિલ ચીરી ને જોઈ લે
મારુ કાળજું કાપી ને જોઈ લે
મારુ દિલ ચીરી ને જોઈ લે
મારુ કાળજું કાપી ને જોઈ લે
એમા તારું નામ છે
ઓ..એમા તારું નામ છે

હો તારા રે નામ પર જીંદગી હું હાર્યો
તારી યાદો એ મને ગમ માં ડુબાર્યો
હો કુવા માં ઉતાળી તે દોરડું રે કાપ્યું
પ્રેમ નું પરિણામ ખુબ સારું આપ્યું

મારી છાતી પર માથું મુકીજો હો
દિલ ના ધબકાર મેહસૂસ કરી જો
મારી છાતી પર માથું મુકીજો
દિલ ના ધબકાર મેહસૂસ કરી જો
એમા તારું નામ છે
ઓ..એમા તારું નામ છે

હો મળવા માં મોડું થાય તો મારી સાથે લડતી
ગળે વળગાવી ને ચુમી ઓરે કરતી
હો કોના રે ભરોશે મને એકલો રે છોડયો
બેવફા બની ને ભરોશો રે તોડયો

કયા જનમ નું લીધું તે વેર
તેતો જુદાઈ નું આપ્યું રે ઝેર
કયા જનમ નું લીધું તે વેર
તેતો જુદાઈ નું આપ્યું રે ઝેર
એમા તારું નામ છે
હો એમા તારું નામ છે
હો એમા તારું નામ છે

મારુ દિલ ચીરી ને જોઈ લે
એમા તારું નામ છે
હો એમા તારું નામ છે

Post a Comment

Previous Post Next Post