જા તારૂ ભલું થાય Lyrics in Gujarati



હો ભલે દિલ તોડ્યુ તને કોય ના કેવાય
હો ભલે દિલ તોડ્યુ તને કોય ના કેવાય
તારા સંસારમાં સદા સુખ છલકાય

અરે જા જા તારૂ ભલું થાય
અરે જા જા તારૂ ભલું થાય

હો તારો પતિ સદા તને હાચવીને રાખે
આંસુ ના આવા દે કદી તારી આંખે
હો ભલે મારા દિલમાં દુઃખ થાય

અરે જા જા તારૂ ભલું થાય
એ વાલી જા જા તારૂ ભલું થાય

હો તુ તો મારો જીવ છે તને ક્યાં ખબર છે
હાચા મારા પ્રેમની તને ક્યાં કદર છે
ઓ હો મારા કરતા વાલો તને વાલી તારો વર છે
પણ આ દિલને એક તારી ફિકર છે

હો અમે તો બળીયે તારી જુદાઈની આગે
મને તુ મેલી ચાલી સાસરીયાની વાટે
હો ભલે જીવ બાળી લે વિદાય

અરે જા જા તારૂ ભલું થાય
એ વાલી જા જા તારૂ ભલું થાય

હો ભૂલ ચૂક હોય તો માફ કરી દેજે
મને ભુલી જ જે તારૂ ઘર બોઘીને રેજે
હો સમય ના સથવારે વાલી તુ તો જીવી લેજે
બીજું બધું ભૂલી જ જે ધરઈને તું ખાજે

હો તારા રે માટે રોજ દુવાઓ રે માંગે
તાવ કે તડકો કદી તને ના લાગે
હે ભલે મારુ થવું હોય એ થાય

અરે જા જા તારૂ ભલું થાય
એ વાલી જા જા તારૂ ભલું થાય.


Post a Comment

Previous Post Next Post