તું મને ગમે Lyrics in Gujarati



એ તારુ ગોરુ ગોરુ મુખ જોઈ આંખડી ઠરે છે
મારી આંખડી ઠરે છે
એક તું મને ગમે છે જાનુ તું મને ગમે છે
તું મને ગમે છે જાનુ તું મને ગમે છે

તું મને ગમે છે મારા રુદિયે રમે છે
તું મને ગમે છે જીગા રુદિયે રમે છે

તારુ રૂપાળું રૂપ મને પાગલ કરે છે
પાગલ કરે છે
એક તું મને ગમે છે દીકુ તું મને ગમે છે
તું મને ગમે છે દીકુ તું મને ગમે છે

અરે બોલી દે સાંવરિયો બની જા તું મારી
જીવું છું લઈને હું તો આશા એક તારી
પિયુ તું નિભાવજે આ પ્રીતડી અમારી
આપી દઉ તમને હું જિંદગી આ મારી

તારા મીઠા મીઠા
તારા મીઠા મીઠા બોલ સાજન બઉ મને ગમે છે
બઉ મને ગમે છે
એક તું મને ગમે છે જાનુ તું મને ગમે છે
તું મને ગમે છે દીકુ તું મને ગમે છે

હામુ આપુ વાયદો ને દલનો દિલાસો
કદી ના કરશો પિયુ પ્રેમ તમે કાચો
ખરા ને ખોટાનો આજે કરી દઉ ખુલાસો
જીવથી વધારે તને પ્રેમ કરું હાચો

હે મારા સાજન તારો
મારા સાજન તારો સથવારો બઉ મને ગમે છે
બઉ મને ગમે છે
એક તું મને ગમે છે સાજન એક તું મને ગમે છે
તું મને ગમે છે સાજન એક તું મને ગમે છે

એ તારુ ગોરુ ગોરુ મુખ જોઈ આંખડી ઠરે છે
મારી આંખડી ઠરે છે
એક તું મને ગમે છે જાનુ તું મને ગમે છે
તું મને ગમે છે સાજન તું મને ગમે છે

તું મને ગમે છે જાનુ તું મને ગમે છે
તું મને ગમે છે સાજન તું મને ગમે છે.

Post a Comment

Previous Post Next Post