ચાંદલિયો Lyrics in Gujarati



આઘે આઘે થી મન ની ડેલી એ
આઘે આઘે થી મન ની ડેલી એ
કાંઈ આવ્યા આકાશી કેર
ચાંદલિયો ઉગ્યો રે

ઊંડે ઊંડે થી હરખું ઘેલી રે
હું તો શમણાં એ આંજું નેણ
ચાંદલિયો ઉગ્યો રે

ઓલી આંકેલી નદીયું હાથ માં
ઓલી આંકેલી નદીયું હાથ માં
એના મહેંદી એ વાળ્યાં વેર
ચાંદલિયો ઉગ્યો રે

આઘે આઘે થી મન ની ડેલી એ
કાંઈ આવ્યા આકાશી કેર
ચાંદલિયો ઉગ્યો રે

કાચી કુંવારી મારી નીંદર ઉતરાવી
મને જાગતી મેલી ને જાય રાતો
જાકું છીને તો કાંઈ કોને કહું રે બાઈ
કેવી તે લૂમઝૂમ વાતો

જાણે સોને મઢયા મારા દિવસો બધા
એને રૂપેરી આપ્યા નેર
ચાંદલિયો ઉગ્યો રે

આઘે આઘે થી મન ની ડેલી એ
કાંઈ આવ્યા આકાશી કેર
ચાંદલિયો ઉગ્યો રે.

Post a Comment

Previous Post Next Post