નશીબમાં લખે તમને આગળ

 


નશીબમાં લખે તમને આગળ NASIBMA LAKHE TAMNE AGAD LYRICS | MAHESH VANZARA, HANSHA BHARWAD

 


હો સફર મારો જન્મારો મળ્યો તારો સથવારો
ઓરે હમ સફર હા મારા હમ સફર
કે પગલે તારા ઘર મારુ બન્યું જાણે સ્વર્ગ સારું
ઓરે હમ સફર હા મારા હમ સફર

હો વિધાતા ને લખ્યો એવો કાગળ
હો વિધાતા ને લખ્યો એવો કાગળ
નસીબ માં તમને લખે સદા આગળ

હા દુઃખ માં તારી ભેરો સુખ માં પાછળ
સાથ છૂટે નહિ તૂટે શ્વાસની સાંકળ

હો રહેશુ પડસાયો બની જીવન સાથી
તું દિયા હૈ ઔર મેં હું બાતી
તમારા થી હું તો ઘણી રાઝી હો

હે તારી ખુશીયો થી વધારે ના કઈ મારે
હર એક પલ જીવવું તારી હારે

હો દુઃખ ભલે આવે મારા ભાગે
મારો રામ તમને હસતા મુખે રાખે
હર એક પલ જીવવું તારી હારે

હો આખો દિવસ જીવ મારો તમારા માં ભટકે
તમ થી બધું શરૂ થાય તમારા પર અટકે

હો બે હૈયા એક ધબકાર જોને કેવા ધડકે
જિંદગી નો ગમ ભૂલી જાઉં જો હોય તું પડખે

હો મન્નત ફરી ને મને જન્નત મળી
વરસાદી સુગન્ધ જેમ માટી માં ભરી
હું માનું નસીબદાર મુજને હો

કે તુજ થી ઉગે આથમે મારો સુરજ
થાય સાંજ સવાર જોઈ તારી મુરત

હો ચોગડીયા જોવા ની ના જરૂરત
દર્શ તારા થાય શુભ બધા મુરત
હે થાય સાંજ સવાર જોઈ તારી મુરત

હો રંગ તારો ઓઢીને તારા રંગે હું રંગાઉં
હર અવતારે હું તારી બની આવું

હે તારી કાજે આખા આ આભને જુકાઉ
તારલિયા ની સેજ ભરી તને હું સજાઉ

હો હું છું સીતા ને તું રામ મારો
મારી જિંદગી નો તુજ એક સહારો
તું દરિયો ને હું છું કિનારો હો

હો કોરા આકાશે બનું તારું વાદળ
હેમ ની હેલી વરસાવું તારી આગળ

હો તું મારો પલકારો તું મારી જ્યોતિ
તારા વિના હું મારામાં નથી હોતી

હે સાથ છૂટે નહિ
ભલે તૂટે શ્વાસ ની સાંકળ

Post a Comment

Previous Post Next Post