આભમાં ઝીણી ઝબૂકે વીજળી



👉  આભમાં ઝીણી ઝબૂકે વીજળી | Gujarati lokgeet : aabh ma jini jabuke lyrics in gujarati

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે,
કે ઝીણા ઝરમર વરસે મેઘ.
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,
કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો.
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! ...  આભમાં ઝીણી

ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે,
કે ભીંજાય મેડીની બેસતલ રાણી.
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! ....  આભમાં ઝીણી

ભીંજાય બારી ને ભીંજાય બંગલા રે,
કે ભીંજાય બારીનો બેસતલ સૂબો.
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !.... આભમાં ઝીણી

ભીંજાય લીલી ઘોડી ને પીળો ચાબખો રે,
ભીંજાય પાતળિયો અસવાર.
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !.... આભમાં ઝીણી

તમને વાહલી દરબારી ચાકરી રે,
કે અમને વાહલો તમારો જીવ.
ગુલાબી ! નહીં જાવા દઉં ચાકરી રે ! ... આભમાં ઝીણી

〰〰〰〰〰〰〰〰〰

#Gujarati_lokgeet #lokgeet

Post a Comment

Previous Post Next Post