🎵હરિ તારા નામ છે હજાર lyrics | Gujarati dhun - Hari tara naam se hajar lyrics
〰〰〰〰〰〰〰〰〰
હરિ તારા નામ છે હજાર , ક્યાં નામે લખવી કંકોત્રી
રોજ રોજ બદલે મુકામ , ક્યાં નામે લખવી કંકોત્રી.
કોઈ તને રામ કહે , કોઈ તને શ્યામ કહે
કોઈ કહે નંદનો કિશોર , ક્યાં નામે લખવી કંકોત્રી. હરિ તારા...
મથુરામાં મોહન ને , ગોકુળમાં ગોવાળીયો
દ્વારિકામાં રાજા રણછોડ , કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા...
નરસિંહ મેહતાનો તું , સ્વામી શામળીયો
મીરાના ગિરિધર ગોપાલ , ક્યાં નામે લખવી કંકોત્રી. હરિ તારા...
ભક્તોની રાખે ટેક , રૂપો ધર્યા તે અનેક
અંતે તો એકનો એક , ક્યાં નામે લખવી કંકોત્રી. હરિ તારા...
નામ તારા છે હજાર , ગણતા ન આવે પાર
પહોચે ન પુરો વિચાર, ક્યાં નામે લખવી કંકોત્રી. હરિ તારા...
〰〰〰〰〰〰〰〰〰
ગુજરાતી ભજન

Post a Comment