ઢોલિડા ઢોલ તું ધીમે વગાડ

 🎵 ઢોલિડા ઢોલ તું ધીમે વગાડ ના Gujarati song lyrics | Dholida dhol dhimo dhimo vagad ma
〰〰〰〰〰〰〰〰〰

👉 ઢોલિડા ઢોલ તું ધીમે વગાડ ના
Special Navratri song lyrics
Navratri 2022
#Navratri2022 #navratri

ઢોલીડા   ઢોલ   તું    ધીમે   વગાડ   ના,   ધીમે  વગાડ   ના
રઢિયાળી  રાતડીનો  જોજે  રંગ જાય ના,  જોજે  રંગ જાય ના

ધ્રૂજે  ના  ધરતી  તો રમઝટ કહેવાય ના,   રમઝટ કહેવાય ના
રઢિયાળી  રાતડીનો  જોજે  રંગ જાય ના,  જોજે  રંગ જાય ના

પૂનમની  રાતડી  ને  આંખડી  ઘેરાય ના,  આંખડી  ઘેરાય ના
રઢિયાળી  રાતડીનો  જોજે  રંગ જાય ના,  જોજે  રંગ જાય ના

હો....ચમકતી ચાલ અને    ઘૂઘરી ઘમકાર
હો....નૂપુરના  નાદ સાથે તાળીઓના તાલ

ગરબે ઘૂમતા માને કોઈથી પહોંચાય ના, કોઈથી પહોંચાય ના
રઢિયાળી  રાતડીનો  જોજે રંગ જાય ના,  જોજે રંગ જાય ના

હો....વાંકડિયા  વાળ  અને  ટીલડી લલાટ
હો....મોગરાની  વેણીમાં    શોભે  ગુલાબ

નીરખી  નીરખીને   મારું  મનડું  ધરાય ના,  મનડું ધરાય ના
રઢિયાળી  રાતડીનો  જોજે રંગ જાય ના,  જોજે રંગ જાય ના

હો....સોળે શણગાર સજી,  રૂપનો અંબાર બની
હો....પ્રેમનું આંજણ આંજી, આવી છે માડી મારી

આછી આછી ઓઢણીમાં રૂપ માનું માય ના, તેજ માનું માય ના
રઢિયાળી  રાતડીનો  જોજે  રંગ જાય ના,  જોજે  રંગ જાય ના

ઢોલીડા   ઢોલ   તું    ધીમે   વગાડ   ના,   ધીમે  વગાડ   ના
રઢિયાળી  રાતડીનો  જોજે  રંગ જાય ના,  જોજે  રંગ જાય ના

〰〰〰〰〰〰〰〰〰

 #gujarati #GujaratiLyrics #Lyrics #songlyrics #Gujaratisong

Post a Comment

Previous Post Next Post