Dwarika no Nath Mara Raja Ranchod Che Lyrics in Gujarati
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
એને મને માયા લગાડી રે
તમે મને માયા લગાડી મારા વાલા
તમે મને માયા લગાડી રે
દ્વારકાનો નાથ મારો….
રાધાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે
એને મને માયા લગાડી રે
માલધારી નો ચોર મારો ગીરધર ગોપાલ છે
તને માયા લગાડી રે
દ્વારકા નો નાથ મારો….
ગોવાલોને વાલો મારો ગિરધર ગોપાલ છે
એને મને માયા લગાડી રે
માલાધારીને વાલો મારો ગિરધર ગોપાલ છે
એને મને માયા લગાડી રે
દ્વારિકાનો નાથ મારો….
સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે
એને માને માયા લગાડી રે
ભક્તોને વાલો મારો ગિરધર ગોપાલ છે
એને મને માયા લગાડી રે
દ્વારકા નો નાથ મારો….
જશોદાનો બાલ મારો રાજા રણછોડ છે
એને માને માયા લગાડી રે
નંદજીનો વાલો મારો ગિરધર ગોપાલ છે
આને માયા લગાડી રે
દ્વારિકાનો નાથ મારો….
ગાયોનો ગોવાલ મારો રાજા રણછોડ છે
એને માને માયા લગાડી રે
ડાકોરનો ઠાકોર મારો રાજા રણછોડ છે
એને માને માયા લગાડી રે
શ્યામે માયા લગાડી મારા વાલા
એને મને માયા લગાડી રે

Post a Comment