રણછોડ રંગીલા Lyrics In Gujarati

રણછોડ રંગીલા Lyrics In Gujarati

એ તારું દેરું ગગનમાં ગાજે… ગાજે… ગાજે…
એ તારું દેરું ગગનમાં ગાજે લ્યા રણછોડ રંગીલા
એ તારું નોમ ગગનમાં ગાજે લ્યા રણછોડ રંગીલા

હે… હે… તારા દરવાજે, હે.. તારા દરવાજે
હે… તારા દરવાજે નોબત વાગે લ્યા રણછોડ રંગીલા
એ તારું દેરું રે ગગનમાં ગાજે રે રણછોડ રંગીલા

હે… ડાકોર ધામ સોહામણું
અને ત્યાં બેઠ્યાં રણછોડરાય
ભક્તો તારા દર્શનીયે આવતા
હે… તુને લડી લડી લડી લડી લડી લડી લડી
એ… તુને લડી લડી લાગે છે પાયે લ્યા રણછોડ રંગીલા

એ તારું દેરું… દેરું
એ તારું દેરું ગગનમાં ગાજે રે રણછોડ રંગીલા
એ તારું નોમ ગગનમાં ગાજે લ્યા રણછોડ રંગીલા

એ દ્વારકા છોડી ને આવીયા
અને વસીયા ડાકોરમાં
ગોમતી કાંઠે રાસ રચીયો
એવું પીપળિયે પીપળિયે પીપળિયે
એ એવું પીપળિયે હેચકો ખાય લ્યા રણછોડ રંગીલા

હે… તારું દેરું… દેરું
એ તારું દેરું ગગનમાં ગાજે લ્યા રણછોડ રંગીલા
એ તારી ધોળી ધજા લહેરાય રે રણછોડ રંગીલા

હે… રણછોડજી ના રંગમાં
અને જે કોઈ રંગાઈ જાય
દુઃખડા એના દૂર થશે
હે એના ભવના રે, ભવના રે, ભવના રે
હે એના ભવના ફેરા ટળી જાયે લ્યા રણછોડ રંગીલા

હે… તારું દેરું રે… દેરું, દેરું, દેરું
એ તારું દેરું ગગનમાં ગાજે લ્યા રણછોડ રંગીલા
હે… તારા દરવાજે નોબત વાગે લ્યા રણછોડ રંગીલા
હે… હે… રણછોડ રંગીલા
હો… હો… રણછોડ રંગીલા
હે… હે… રે રણછોડ રંગીલા.

Post a Comment

Previous Post Next Post