હો રંગ રસિયા lyrics



 🦚 Ho rang rasiya lyrics in Gujarati

હો રંગ રસિયા lyrics


હો રંગ રસિયા ! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તાં સોનીડાને હાટ જો 
આ ઝાલઝૂમણા વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં...હો રંગ રસિયા

આજ અમે ગ્યા’તાં મણિયારાને હાટ જો 
 આ ચૂડલડો ઉતરાવતાં, વ્હાણલાં વાહી ગયાં...હો રંગ રસિયા

આજ અમે ગ્યા’તાં કસુંબીને હાટ જો 
આ ચૂંદલડી વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં...હો રંગ રસિયા

આજ અમે ગ્યા’તાં મોચીડાને હાટ જો 
આ મોજડિયું મૂલવતાંને, વ્હાણલાં વાહી ગયાં ...હો રંગ રસિયા

Post a Comment

Previous Post Next Post