સાયબો છે ગોવાળિયો lyrics

 


સાયબો છે ગોવાળિયો lyrics


સાયબો છે ગોવાળિયો રે મારો સાયબો છે ગોવાળિયો,

હું ગોવાલણ નેહની રે મારી શ્યામ રાધાની જોડલી…

સાયબો ડુંગર ગીરનો રે મારો સાયબો ડુંગર ગીરનો,

હું ડુંગરડાની રીંછડી રે મારા વાલમ સાથે રમતી…

સાયબો શીતળ ચાંદલો રે મારો સાયબો શીતળ ચાંદલો,

હું ચકોરી વનરાની નિરખું વાલીડાને નયનથી…

સાયબો અષાઢી મેહુલો રે મારો સાયબો અષાઢી મેહુલો,

હું વાદળ કેરી વીજળી રે માર વાલમ સાથે દીપતી…

સાયબો ઘેરો ઘુંઘટો રે મારો સાયબો ઘેરો ઘુંઘટો,

હું મોંઘી મરજાદ વાલીડાના સંગમાં હું તો શોભતી…

સાયબો લીલો વડલો રે મારો સાયબો લીલો વડલો,

હું શીળુડી છાંયડી રે મારો આતમ રાજા એક છે…

સાયબો છે ગોવાળિયો રે મારો સાયબો છે ગોવાળિયો,

હું ગોવાલણ નેહની રે મારી શ્યામ રાધાની જોડલી…

Post a Comment

Previous Post Next Post