Odhaji mara vhala ne lyrics in gujarati | ઓધવજી | ઓધાજી | ઓધાજી મારા વ્હાલાને lyrics |

 


 Odhaji mara vhala ne lyrics in gujarati |  ઓધવજી | ઓધાજી
| ઓધાજી મારા વ્હાલાને lyrics |
he odhaji mara vala ne lyrics in gujarati

🦚🦚🦚

એ ઓધવજી એમ મારા વાલા ને વઢીને કેજો
માને તો મનાવી લેજો રે
એ ઓધવજી એમ મારા વાલા ને
વઢીને કેજો.

મથુરાના રાજા થયા છો ગોવાળોને ભુલી ગયા
છો
માનેતીને મોલે રહ્યા છો રે
એ ઓધવજી એમ મારા વાલા ને
વઢીને કેજો.

એક વાર ગોકુળ આવો માતાજી ને મોઢે થાવો
ગાયો ને સંભાળી જાવો રે
એ ઓધવજી એમ મારા વાલા ને વઢીને કેજો.

કુબજા છે રંગે કાળી કાળા તમે વનમાળી
આવી જોડી ક્યાંય ન ભાળી રે
એ ઓધવજી એમ મારા વાલા ને વઢીને કેજો.

વાલાની મરજીમાં રહેશુ જે કહે તે લાવી દેશુ કુબજાને પટરાણી કેશુ રે
એ ઓધવજી એમ મારા વાલા ને વઢીને કેજો.

યમુનાને મારગ જાતા લુંટી તમે માખણ ખાતા
તોડ્યા કેમ જુના નાતા રે
એ ઓધવજી એમ મારા વાલા ને વઢીને કેજો.

સરખી સાહેલી સાથે કાગળ લખ્યો ગોરે હાથે
વાંચ્યો નહી દિનાનાથે રે
એ ઓધવજી એમ મારા વાલા ને વઢીને કેજો.

દાસ રે મીઠાના સ્વામ આવો તમે અંતર્યામી
પડી શું અંમારામા ખામી રે
એ ઓધવજી એમ મારા વાલા ને વઢીને કેજો.


Post a Comment

Previous Post Next Post