પ્રેમ તારો મારો PREM TARO MARO LYRICS | RAKESH BAROT

 



પ્રેમ તારો મારો PREM TARO MARO LYRICS | RAKESH BAROT 

પોણી રે શેવાળ જેવો પ્રેમ તારો મારો

એ પોણી શેવાળ જેવો હતો
પોણી શેવાળ જેવો હતો
અરે પોણી શેવાળ જેવો હતો પ્રેમ તારો મારો

એ આજ યાદ કરીને રડતો મારે નથી હખવારો
એ તને પરણ્યા પછી મોઢું જોયું નથી તારું
એક તું મને હાચવતી આજ નથી કોઈ મારું

ગોમ ભાગોળે ભેળા થતા
ગોમ ભાગોળે ભેળા થતા
અરે ગોમ ભાગોળે ભેળા થતા લાગતો તને પ્યારો

એ તું વાતો કરતા થાકતી ના
મારે બોલવાનો ના રે વારો
એ પોણી શેવાળ જેવો હતો પ્રેમ તારો મારો

હો ઉદાસ મારું દિલ આજે તારા વગર રડતુ
તું હતી ત્યારે સુખ હતું આજ દુઃખ જાય છે વધતું

હો હંભરાય તારા ભણકારા ઊંઘ માંથી જાગી જવ છું
તારી ચિંતા મને ચિંતામાં હું અડધો થઈ જઉં છું

હે તને કે તારા પ્રેમને રાકેશ ભૂલુ નહી હું ક્યારેય
એવું કહેવા વાળી આજે નથી મારી હારે

સાથ નહીં છોડુ એવો
અરે સાથ નહીં છોડુ એવો
અરે સાથ નહીં છોડુ એવો આલતી મને સહારો

હે ચમ મજબૂર થઈને પરણી નથી જીવવાનો મારે આરો
એ પોણી શેવાળ જેવો હતો પ્રેમ તારો મારો

હે તારા વગર અંગે અંગમાં લાગી મને આગ રે
સુકાઈ ગયો પ્રેમ ભરેલો લીલો મારો બાગ રે

હે વિખેરાઈ ગયો આખો પ્રેમ નો મારો માળો
તારી બળતરામાં મારો જાતો નથી દાડો

એ ક્યારે ભેટારો તારો થાશે એ જાણે મારો રોમ
મારા દિલને તારું ભુલાશે નહી નોમ

સાથે રે જીવવાનો
એ સાથે રે જીવવાનો
એ સાથે રે જીવવાનો હોય લેખ તારો મારો

હે મને આખી રે જિંદગી નહીં ભુલાશે પ્રેમ તારો મારો
હે પોણી શેવાળ જેવો હતો પ્રેમ તારો મારો
એ આજ યાદ કરીને રડતો મારે નથી હખવારો
હે અરે પોણી રે શેવાળ જેવો પ્રેમ તારો મારો

Post a Comment

Previous Post Next Post