Tu Mane Bhagwan Ek Vardan Api De Lyrics in Gujarati
તું મને ભગવાન એક વરદાન આપી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે (૨)
હું જીવું છું એ જગત માં જ્યાં નથી જીવન
જિંદગી નું બસ નામ છે બોજ ને બંધન
આખરી અવતાર નું મંડાળ બાંધી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે(૨)
તું મને ભગવાન….
આ ભૂમિ માં ખુબ ગાજે પાપ ના પડઘમ
બેસૂરી થઇ જાય મારી પુણ્ય ની સરગમ (૨)
દિલરુબા ના તાર નું ભંગાળ સાંધી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે(૨)
તું મને ભગવાન…
જો વતન માં જ્યાં લાગી છે સૌ કરે શોસણ
જોમ જાતા કોઈ અહિયાં ના કરે પોષણ (૨)
મતલબી સંસાર નું જોડાણ કાપી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે(૨)
તું મને ભગવાન…

Post a Comment