Aaj Vagdavo Vagdavo Ruda Lyrics in Gujarati Mandavo Lagngeet
આજ વગડાવો વગડાવો, રૂડા શરણાઈઓ ને ઢોલ.
આજ વગડાવો વગડાવો, રૂડા શરણાઈઓ ને ઢોલ.
શરણાઈઓ ને ઢોલ પ્રગટ્યા દિવડા ઝાકમઝોળ,
આજ વગડાવો વગડાવો…
આજ નાચે રે ઉમંગ અંગઅંગમાં રે લોલ,
સખી એવી રે રંગાણી એના રંગમાં રે લોલ,
એની આંખડીએ દીધા મેં તો જનમોના કોલ,
આજ વગડાવો વગડાવો…
સખી અજવાળી અજવાળી રૂડી રાતડી રે લોલ,
હું તો રઢિયાળી રઢિયાળી કરું વાતડી રે લોલ,
હું તો બંધાણી સખી એની નજર્યું ને કોલ,
આજ વગડાવો વગડાવો…

Post a Comment