AAKHO THI AAKHO NO ISHARO THAI GAYO LYRICS

 


AAKHO THI AAKHO NO ISHARO THAI GAYO LYRICS

આંખોથી આંખોનો ઈશારો થઈ ગયો

હો આંખોથી આંખોનો ઈશારો થઈ ગયો
તમને જોયા ત્યારથી પ્યાર થઈ ગયો

મન્નત માંગી એ ફળી રે ગઈ
મારી જિંદગી જન્નત બની રે ગઈ
તમારી બનવાના ઓરતા ઘણા
તમારી બનવાના ઓરતા ઘણા

હો આંખોથી આંખોનો ઈશારો થઈ ગયો
તમને જોયા ત્યારથી પ્યાર થઈ ગયો

સપના જોઉં છું ઉઘાડી આંખે
કરું છું દુઆ મને ખુશ એ રાખે
મારુ રે મન તને મળવાને માંગે
તારા ઉપર મારો હક રે લાગે

નજરમાં કેદ કરી તને હું લઉ
તને જોયા કરું તારી વહુ થઈ જઉ
તમારી બનવાના ઓરતા ઘણા
તમારી બનવાના ઓરતા ઘણા

હો આંખોથી આંખોનો ઈશારો થઈ ગયો
તમને જોયા ત્યારથી પ્યાર થઈ ગયો

જિંદગીની સફરમાં તું જ ગમે છે
તારી અદા મને બહુ રે ગમે છે
તારી પાસેથી કંઈ ખાસ ના માંગુ
તારો રે સાથ હર પલ માંગુ

મારી કિસ્મત હવે ખુલી રે ગઈ
તારી સાથે મારી સગાઈ થઈ ગઈ
તમારી બનવાના ઓરતા ઘણા
તમારી બનવાના ઓરતા ઘણા

હો આંખોથી આંખોનો ઈશારો થઈ ગયો
તમને જોયા ત્યારથી પ્યાર થઈ ગયો.


Post a Comment

Previous Post Next Post