Aavi re Vevai ni Jaan Lyrics in Gujarati Jaan Prayaan lagngeet

 


Aavi re Vevai ni Jaan Lyrics in Gujarati Jaan Prayaan lagngeet

 

આવી રે વેવાઈની જાન,
વરરાજા દેખાણા,
મસ્તીમાં છે સૌ સુલતાન,
જાનૈયા દેખાણા…આવી રે

વરના કાકા, વરના મામા,
પહેરીને ઊભા જરકસી જામા,
જોવા ઊમટ્ય લોક તમામ,
જાનૈયા દેખાણા…આવી રે

સાસુ વરને પોંખવા આવે,
ધુંસળ-મુસળ સાથે લાવે,
લાજે રાખી તમે રાખજો ભાન,
જાનૈયા દેખાણા… આવી રે

ઢોલ-નગારાં ને ત્રાંસા વાગે,
શરણાઈયુંના સૂર રે ગાજે,
ભલે પધાર્યા આજ મહેમાન
જાનૈયા દેખાણા…આવી રે

વરની મા તો લાગે સદ્ધર,
વાજાં વાગે ને હાલે અધ્ધર,
સૌને આપે એ બહુમાન,
વરરાજા દેખાણા…આવી રે



 

Post a Comment

Previous Post Next Post