Gunje Sarnai Dhol Song, Aavyo Rudo Varraja Gujarati Lyrics

 


 Gunje Sarnai Dhol Song, Aavyo Rudo Varraja Gujarati Lyrics

 

ગૂંજે શરણાઈ ઢોલ ત્રાંબાળવાગે,
ગામની શેરીઓ ગાજે
કે આવ્યો રૂડો વરરાજીયો.,

રૂડો રૂપાળો છેલ રૂડો રૂપાળો,
લાડકડો લટકાળો કે આવ્યો
રૂડો વરરાજીયો….

હે…ઘોડે ચડીને જુઓ આવ્યો છબિલો
હે.હે.હે.કામણગારો કાન કુંવર કોડિલો
જો જો નજર નવ લાગે કે આવ્યો
રૂડો વરરાજીયો….

હે…મેવાસી મોળિયો, મોતી મઢેલો
હે..હે..હે.કંઠે છે હારલો હીરલે જડેલો
પેટે કટાર ઝૂલે આજ કે આવ્યો,
રૂડો વરરાજીયો….

હે…લાખેણી જાન આ તો મોટા જાનૈયા,
હે..હે..ઝાંપે જઈને ઝટ કરજો સામૈયા,
જો જો ઓછું નવ આવે કે આવ્યો
રૂડો વરરાજીયો….



 

Post a Comment

Previous Post Next Post