Mane Rupani Jhanjhari Lyrics in Gujarati

 


Mane Rupani Jhanjhari Lyrics in Gujarati

મને રૂપાની ઝાંઝરી ઘડાવ,
હો વાલમ વરણાગી
એને મીનાકારીથી મઢાવ,
હો વાલમ વરણાગી….

આભલા ભરેલી મને ઓઢણી અપાવી દે,
ઘાઘરાની કોરમાં મોરલો ચિતરાવી દે,
મારા કમખામાં ભાત્યું પડાવ
હો વાલમ….

ઝીણીઝીણી પાંદડીની નથડી ઘડાવી દે,
ગૂંથેલા કેશમાં દામડી સજાવી દે,
મારા ડોકની હાંસડી બનાવ,
હો વાલમ…

રૂપા ઈંઢોણી ત્રાંબા ગરબો કોરાવી દે,
ગરબામાં મમતાથી દિવડા પ્રગટાવી દે,
ઢોલ ત્રાંસા શરણાઈ મગાવ
હો વાલમ…



 

Post a Comment

Previous Post Next Post