Mogal Hukam Ni Hakdar Lyrics in Gujarati

 


Mogal Hukam Ni Hakdar Lyrics in Gujarati 

મોગલ હુકમની હકદાર માં તું કોરટ ને કિરતાર
મોગલ હુકમની હકદાર માં તું કોરટ ને કિરતાર
સમરથ તું સરકાર અમાણું તું છો માને બાપ
સમરથ તું સરકાર અમાણું તું છો માને બાપ
એ હા મોગલ હા મોગલ હા મોગલ હા
એ હા મોગલ હા મોગલ હા મોગલ હા…

વણગુ ને વણવાંકે કોઈ આડા ઓડા બાંધતા
છોરૂ ને સંતાપે માઈ મારગ રોકી રાખતા
વણગુ ને વણવાંકે કોઈ આડા ઓડા બાંધતા
છોરૂ ને સંતાપે માઈ મારગ રોકી રાખતા
માં તો પળમાં પહોંચી જાય
માં તો પળમાં પહોંચી જાય
મોગલ ધારે એવું થાય
સમરથ તું સરકાર અમાણું તું છો માને બાપ
સમરથ તું સરકાર અમાણું તું છો માને બાપ
એ હા મોગલ હા મોગલ હા મોગલ હા
એ હા મોગલ હા મોગલ હા મોગલ હા…

હદના વટેલા હાડ ના હલકા અબળા ના આડા ફરે
રાખજ લાજુ હે લાજાળી મોગલ ને સમરણ કરે
હદના વટેલા હાડ ના હલકા અબળા ના આડા ફરે
રાખજ લાજુ હે લાજાળી મોગલ ને સમરણ કરે
માં તો થાનક બેઠી થાય
માં તો થાનક બેઠી થાય
આવી રમતા રોળી જાય
સમરથ તું સરકાર અમાણું તું છો માને બાપ
સમરથ તું સરકાર અમાણું તું છો માને બાપ
એ હા મોગલ હા મોગલ હા મોગલ હા
એ હા મોગલ હા મોગલ હા મોગલ હા…

કેદાન કે મારા મઢડે બેઠી જબર તું જોરાળી
માં મછરાલી દેવી દયાળી મોગલ તું હાચો ધણી
કેદાન કે મારા મઢડે બેઠી જબર તું જોરાળી
માં મછરાલી દેવી દયાળી મોગલ તું હાચો ધણી
ગુના કરજે મારા માફ
ગુના કરજે મારા માફ
માં તું દિલની છો દયાળ
સમરથ તું સરકાર અમાણું તું છો માને બાપ
સમરથ તું સરકાર અમાણું તું છો માને બાપ
એ હા મોગલ હા મોગલ હા મોગલ હા
એ હા મોગલ હા મોગલ હા મોગલ હા…



Post a Comment

Previous Post Next Post