Var Raja Ne Pokhva Kaje Sasu Umare Jaay Lyrics in Gujarati

 


Var Raja Ne Pokhva Kaje Sasu Umare Jaay Lyrics in Gujarati

 

વરરાજને પોંખવા કાજે સાસુ ઉબરે જાય
શ્રીલોટાની થાળી કરમાં જળ ભરી છલકાય

પેલે પોંખણે રવાયે પોંખે છે,
એવા રવાય કોણ કોણ સાહે
પેલે પોખણે વરરાજાની ભ્રમર ફરકાય
શ્રી લોટાની થાળી

બીજે પોંખણે ધોંસરીએ પોંખે છે,
એવી ધોંસરીએ દોર સાહે છે
બીજે પોખણે વરરાજાનું મુખડું મલકાય
શ્રી લોટાની થાળી

ત્રીજું પોંખણં તરાકે પોંખે છે,
એવી તરાકે રેંટિયો સાહે છે
ત્રીજે પોંખણે વરરાજનો સાફો ઝળહળે છે
શ્રીલોટાની થાળી

ચોથે પોંખણે પીડીએ સાહે છે,
એવી પીંડીએ હાય સાહે છે
નાક તાણીને પીંડી ઉતારી ચારે દિશા ફેંકાય
શ્રી લોટાની થાળી

Post a Comment

Previous Post Next Post