Vira Mara Bapa Ne Sambhalje Lyrics in Gujarati
માડી તારો છેડો આજે છોડું છું
નવા આંગણ નવા સંબંધ જોડું છું
આશિષ દેતા મુજને તું નિહાળજે
વીરા મારા બાપાને સંભાળજે…
વિદાયની વસમી છે વેદના
વીરા મારા બાપાને સંભાળજે
જાતા જાતા દીકરીની પ્રાર્થના
વીરા મારા બાપાને સંભાળજે…
આજે હૈયાને ખોલી
વ્હાલમાં આસુંડા ઘોળી
મારા કાંધે આવીને
ભલે તું રડી લેજે રે
કાલથી ના છલકે મોતી આંખના
વીરા મારા બાપાને સંભાળજે
વિદાયની વસમી છે વેદના
વીરા મારા…
તને મેં ઝુલાવી બેની
હો તને મેં ઝુલાવી બેની
આખી આખી રાત રે
સપનાની રાત રે
લાખો તારા ફીકા ફીકા
તું ચમકતો ચાંદ રે
તુ જ મારુ આભ રે…
હો આજ ચાલી સાસરે
તો મનમાં ખુમાર છે
સાસુ મારી માત છે
ને સાંજણ ભરથાર છે
લાલ રંગે હાથોની
છાપ મારી છોડું છું
તારું આખું આભ લઈને
મારે આંગણ જોડું છું…
આજે હૈયાને ખોલી
વ્હાલમાં આસુંડા ઘોળી
મારા કાંધે આવીને
ભલે તું રડી લેજે રે
કાલથી ના છલકે મોતી આંખના
વીરા મારા બાપાને સંભાળજે…

Post a Comment