એક રાજા હતો. રાજાને વિચાર આવ્યો કે મારા રાજ્યમાં રહેતી પ્રજા તાળીઓ પાડયા કરે છે. પણ કોઈ પ્રકારની ફરિયાદ કરતી નથી. પ્રજા ફરિયાદ કરે તે માટે પાણીનો પુરવઠો બંધ કરવામાં આવ્યો. લોકો ફરિયાદ કરવાને બદલે તળાવમાંથી પાણી ભરી લાવવા માંડ્યાં. રાજા પાસે કોઈ ફરિયાદ કરવા ગયું નહિં રાજા પરેશાન થઈ ગયા. બીજું ફરમાન કરવામાં આવ્યું “રાજયની બહાર જતાં કે અંદર આવતા માણસોને બે-બે ડંડા મારવા. તે મુજબ રાજ્યની અંદર આવતા માણસોને બે-બે ડંડી મારવા માટે રસ્તા ઉપર બે માણસો રાખવામાં આવ્યા. સવાર પડતાં રાજયની બહાર જવા અને અંદર આવવાની લાઈન લાગી. લોકો બે-બે ડંડા ખાધા પછી પોતાના કામે જવા લાગ્યા. રાજાએ પ્રજાને કોઈ તકલીફ પડે તો ફરિયાદ કરવા ફરિયાદ પેટી મૂકી. લાંબા સમયે એક ફરિયાદ આવી. રાજાએ ફરિયાદ વાંચી તેમાં લખ્યું હતું. “રાજાજી ! તમે રાજ્યની બહાર જવા આવવા માટે બે-બે ડંડા મારો છો. તેનો વાંધો નથી. પણ દંડા મારવા માટે માણસો થોડા વધારે રાખો તો લાઈનો ઓછી થાય અને પ્રજાને સરળતા રહે.
આવી ડરપોક પ્રજા ક્યારેય વિદ્રોહ નથી કરી શક્તી માટે જ દેશના બે ટકાના નેતાઓ દેશની ૧૩૦ કરોડ જનતાને પગની જૂતી અને પગલૂછણિયાની જેમ ઉપયોગ કરી ફેકી દે છે.

Post a Comment