હાચા પ્રેમના પારખા Lyrics in Gujarati

 


હો જીવ આવે ને જાય તારી યાદમાં
હો જીવ આવે ને જાય તારી યાદમાં
વાત દિલની કોઈને કહેવાય ના

હો જીવ આવે ને જાય તારી યાદમાં
વાત દિલની કોઈને કહેવાય ના

હો હાચો રે પ્રેમ હતો મારો
તોય જુદા પડવાનો આયો વારો
હાચો રે પ્રેમ હતો મારો
તોય જુદા પડવાનો આયો વારો

હો આંખો આંખથી મિલાવી તોડ્યો નાતો
તારી નારે સમજાણી મને વાતો

હો કોને બતાવું પ્રેમ હાચો
આજ આયો રડવાના મારે વારા
કોને બતાવું પ્રેમ હાચો
આજે આયો રડવાના મારે વારા

હો આંખોના આહુડાથી તરસ મેં છીપાવી
રાહમાં તમારી મેં તો સેજ રે બિછાવી
હો આંખોના આસુડાથી તરસ મેં છીપાવી
રાહોમાં તમારી મેં તો સેજ રે બિછાવી

સુના ઓરડાને સુની છે આ રાતો
વાતો મોંડુ તો થઇ જાય પ્રભાતો

હો કેમ કરીને આપુ હું દિલાસો
મારા થંભી રે જાય હવે શ્વાસો
હાચો રે પ્રેમ હતો મારો
તોય જુદા પડવાનો આયો વારો

હો મારા કણ કણમાં તમે રે વસ્યા છો
તોય ના જાણું કેમ મુજથી રૂઠ્યાં છો
હો મારા કણ કણમાં તમે રે વસ્યા છો
તોય ના જાણું કેમ મુજથી રૂઠ્યાં છો

હો પ્રેમ પારખા આવા નોતા લેવા
અમને માનો તમે ના બીજા જેવા

તારો ચહેરો નથી રે ભુલાતો
મન ભરીને કરું કોને વાતો
હાચો રે પ્રેમ હતો મારો
તોય જુદા પડવાનો આયો વારો

હાચો રે પ્રેમ હતો મારો
તોય જુદા પડવાનો આયો વારો
હાચો રે પ્રેમ હતો મારો
તોય જુદા પડવાનો આયો વારો
તોય જુદા પડવાનો આયો વારો
તોય જુદા પડવાનો આયો વારો.

Post a Comment

Previous Post Next Post