તારા વિના શ્યામ

 


🎹 Tara Vina Shyam Mane Lyrics Gujarati

તારા વિના શ્યામ મને એકલડું લાગે lyrics


તારા વિના શ્યામ lyrics Gujarati

હો.....શ્યામ .....
હૈ શ્યામ.........તારા વિના શ્યામ મને એકલડું લાગે
રાસ રમવા ને વેહલો આવજે...... (૨)

શરદ પૂનમ ની રાતડી, ઓ... હો.............
ચાંદની ખીલી છે ભલી ભાત ની (૨)
તું ના આવે તો શ્યામ, રાસ જમે ના શ્યામ
રાસ રમવા ને વેહલો આવ, આવ, આવ શ્યામ
રાસ રમવા ને વેહલો આવજે
તારા વિના શ્યામ મને એકલડું લાગે...... (૨)

ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ (૨)
સુની સુની શેરીઓમાં,
ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ... આવ... આવ... શ્યામ...
તારા વિના શ્યામ... (૨)

અંગ અંગ રંગ છે અનંગનો,
રંગ કેમ જાય તારા સંગનો (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)



Gujarati song lyrics
Navratri Garba song

Post a Comment

Previous Post Next Post