રાધા હું પુકારું પુરી દ્વારીકામાં

 


રાધા હું પુકારું પુરી દ્વારીકામાં

જેના હોઠ ઉપર હોય હસી , 
એના પગમાં પડેલ ચીરા,
એને તમે માનજો ,
કા હોય રાધાને કા હોય મીરાં.

તનનો કરે તંબુર અને , મનના કરે મંજીરા ,
એને તમે માનજો , કા હોય રાધાને કા હોય મીરાં.

ઓ.. રાધા હું પુકારું પુરી દ્વારીકામાં...
મને મારી રાધા વિના , સૂનું સૂનું લાગે...

હજારો છે રાણી, છતાં દ્વારિકામાં,
રાધાની યાદ મને, કાંટા જેવી લાગે;
રાધા હું પુકારું...

ઓ.. વૃંદાવન ની વાટે, તરસે મારી આંખો,
રાધા તારી યાદોને આવી છે પાંખો;
રાધા તારી ઘુંઘરૂના પડઘા પડે છે,
મારા હાથમાં મારી મુરલી રડે છે;
રાધા હું પુકારું...

ઓ.. માખણની ચોરી જો તારા હાથે ખાતો,
એ પૂનમની રાતો ને યમુનાનો કાંઠો;
રાધા તારી મટકીમાં ઘૂંટી હું રહ્યો છું,
તારા વિના રાધે, તૂટી હું રહ્યો છું;
રાધા હું પુકારું...

છે સોનાની ભીંતો પણ , ગોકુલનો કાનો ક્યાં છે,
છે સોનાની થાળી પણ, રાધાનો પ્યારો ક્યાં છે;
આજ દ્વારિકાનો રાજા મને સૌ કહે છે,
રાધા મારી થાળીમાં , કૈક ખૂટે છે;
રાધા હું પુકારું...

Post a Comment

Previous Post Next Post