RAMJO MAA AMBA NAVALI NAVRATRE LYRICS | RAKESH BAROT

 


RAMJO MAA AMBA NAVALI NAVRATRE LYRICS | RAKESH BAROT 

આસો ની રાતે ગરબો લઇને માથે
રમજો માં અંબા નવલી નવરાતે
આસો ની રાતે ગરબો લઇને માથે
રમજો માં અંબા નવલી નવરાતે

હે કરું અરજી અંબા આવજો રે હો માં
હે કરું અરજી અંબા આવજો રે હો માં
હે ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં

હે મારી અરજી હોભરી વેલી આવજે રે હો માં
ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં
હો સૈયરું સાથે આવો માં અંબા
જોવા છે તમને ગરબે માં રમતા

હે માં પગલાં રૂડા પાડજો રે હો માં
હે માં પગલાં રૂડા પાડજો રે હો માં
હે તારા પગલે અજવાળા કરજો રે હો માં

હો કરું અરજી અંબા આવજો રે હો માં
હે ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં
હે ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં

હો નવ નવ રાત ના નવલા આ નોરતા
ગરબે રમતા માંને જોવા ના ઓરતા

હો સોળે શણગાર સજી રમવા માં આવજો
ચોસઠ જોગણીયુ ને સંગાથે લાવજો

હો લઇ ત્રિશુલ હાથે રમજો મધરાતે
રંગ જમાવો નવલી નવરાતે

હે માં દયાળી હેત વરસાવજે રે હો માં
હે માં દયાળી હેત વરસાવજે રે હો માં
હે ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં

હો અંબે માં આસો ના આયા નવ નોરતા રે હો માં
હે ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં
હે ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં

હો કુમ કુમ પગલાં પાડ્યા માં અંબા
ચાચર ચોક માં રમવા ને ઉતાર્યા

હો સખીયો સાથે માડી કેવા ઘૂમે છે
માં જગદંબા ગરબે રમે છે
હો અમી ભરી આંખ માં હેત રાખજે
તારા છોરુંડા ની લાજ રાખજે

હે મારા મન ની વાત તું હોંભરજે રે હો માં
ઓ મારા મન ની વાત તું હોંભરજે રે હો માં
એ તારી ખમ્મા માં ના હોય ખામી રે હો માં

હો અંબે માં અરજી સુની વેલી આવજે રે હો માં
હે ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં
હે ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં
કે ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં



Post a Comment

Previous Post Next Post