Happy doctor's day ની શુભકામના

 Happy Doctor's Day...




આયુર્વેદ, હોમીઓપેથી કે એલોપથી તથા અન્ય અધિકૃત પદ્ધતિથી ચિકિત્સા કરતાં તજજ્ઞો માટે ડોક્ટર શબ્દ વાપરવામાં આવે છે....

★★★

ડોક્ટર શબ્દનો અર્થ છે, અધ્યાપક.... મૂળ લેટિન શબ્દ docere પરથી અવતર્યો, જેનો અર્થ છે ભણાવવું... પ્રાચીન સમયમાં ફ્રેન્ચમાં doctour હતું... આ શબ્દ રોમમાં વપરાતો, પણ તે ફિલોસોફરો માટે વપરાતો, જે સમાજ સમક્ષ વિચારો પ્રસ્તુત કરતાં...

★★★

પ્રારંભમાં મિન્સ બારમી સદી સુધી બીએ અને એમએની કે સમકક્ષ ડિગ્રીઓ હતી, જેમાં એમએની ડિગ્રી ડોક્ટરેટ ગણાતી...

ઇટલીના બોલોગ્ના યુનિવર્સિટીમાં બારમી સદીમાં પહેલીવાર ડોક્ટરેટની ડિગ્રી પર પ્રયોગ થયા, તેરમી સદીમાં ઇંગ્લેન્ડમાં કાયદાના નિષ્ણાતોને ડોક્ટર કહેવાતા.... ધીમે ધીમે દરેક ક્ષેત્રમાં વિદ્વતા ધરાવતા લોકોને ડોક્ટર કહેવાતા... ચિકિત્સકને ડોક્ટર કહેવાનું તો બહુ મોડું શરૂ થયું...

   સમય જતાં નિષ્ણાતો સાથે ચિકિત્સક માટે ડોક્ટર શબ્દ આવ્યો, અરબી હકીમ શબ્દ પણ વિદ્વાન માટે જ વપરાતો...

 વિદ્ એટલે જાણવું, વેદ એટલે જ્ઞાન... જાણકાર એટલે કે જ્ઞાની માટે આપણે ત્યાં વૈદ્ય શબ્દ હતો... વૈદ્ય શબ્દનો વધુ પ્રયોગ વાલ્મીકિ રામાયણમાં આવ્યો, જ્યાંથી જ્ઞાની શબ્દ ધીમે ધીમે ચિકિત્સક બન્યો...

★★★

ભારતીય પરંપરામાં ગાંઠ, પથરી જેવી બીમારીઓના ઇલાજ સાથે મોતિયાનો પણ ઇલાજ કરવામાં આવતો હતો. આપણી રામકથાઓમાં ચિકિત્સકના ઉલ્લેખ કરવામાં આવ્યા છે, યોગાનુયોગ બિમાર વ્યક્તિ માટે અલગ ઇમારત હોવી એટલે કે હોસ્પિટલનો સૌથી પહેલો સત્તાવાર ઉલ્લેખ પચ્ચીસ સો ત્રણ હજાર વર્ષ અગાઉ શ્રીલંકામાં મળ્યો છે.

★★★

 એક જમાનો હતો જ્યારે ગામડામાં કોઈ બિમાર હોય તો ઘરે ડોક્ટરને બોલાવવામાં આવે, બાઇક પર ડોક્ટરને લાવવામાં આવે. કદાચ ચાલીને આવવાના હોય તો લેધરની ટિપિકલ બેગ અથવા નાની સૂટકેશ ઉંચકવી પડતી. 

     ડોક્ટર પાણી ગરમ કરવાની સૂચના આપે એટલે ખબર પડે કે દર્દીને ઇન્જેક્શન આપવાનું છે. તાલુકામાં એકાદ બે હોસ્પિટલ હોય એમાં ડોક્ટર સર્જન હોય તો ય ટાઇફોઇડ પેશન્ટ દાખલ કરવામાં આવતા, બિમારી કોઈ પણ હોય ડોક્ટર એના એ જ... ધીમે ધીમે સ્પેશિયાલિસ્ટનો જમાનો આવ્યો. હા, ડોક્ટરનું માન પણ ખૂબ રહેતું.

★★★

હા, આપણી હિન્દી ફિલ્મોની ઘણી કથાઓ ડોક્ટરોને સમર્પિત બની છે. ઇન શોર્ટ ડોક્ટરની ઇમેજ બનાવવામાં સિનેમાનો મોટો પ્રભાવ રહ્યો છે. આમ તો ફિલ્મી ડોક્ટર નસ પકડીને કહી દેતા કે આ સ્ત્રી માતા બનવાની છે કે સામાન્ય પરિક્ષણ કરીને ભલભલી બિમારી કહી દેતા...

  ડોક્ટર આધારિત મુન્નાભાઈ એમબીબીએસ, ડોક્ટર જી, દિવાના મસ્તાના, ડિયર જિંદગી હોય કે કબીર સિંહ પણ આનંદનો ડો ભાસ્કર આજે પણ જોવો ગમે છે.... બાકી ઐતિહાસિક સત્ય ઘટના આધારિત ડો કોટનિસ કી અમર કહાની, દિલ એક મંદિર, એક ડોક્ટર કી મોત અને અમિતાભની બેમિસાલ હમેશા યાદ રહેશે.

★★★

અઢી હજાર વર્ષ પહેલાં જન્મેલો હિપ્પોક્રેટસ્ ને પશ્ચિમી દુનિયામાં ટ્રીટમેન્ટનો શોધનાર કહ્યો હતો, કેમ કે પશ્વિમમાં આ પહેલી વ્યક્તિ હતો જેણે કોઈ અલૌકિક વિધિઓ પર ભરોસો મૂક્યા વિના શુદ્ધ ઇલાજ કરવાના શરૂ કર્યા હતાં. આ જ પશ્ચિમી દુનિયામાં બસો વર્ષ પહેલાં પણ મહીલાને ડોક્ટર બનવા દીધી ન હતી, એ નર્સ જ બની શક્તી હતી... જેમ્સ બૈરીએ વર્ષ 1858માં બ્રિટિશ સેનામાં પચાસ વર્ષ સેવા આપી, તેના મૃત્યુ પછી ખબર પડી કે તે મહીલા હતી. અમેરિકામાં એલીઝાબેથ બ્લૈકવેલ આ જ અરસામાં પહેલી મહીલા ડોકટર બની હતી. 

★★★

આધુનિક ઉપકરણો આવ્યા પછી સ્ટેથોસ્કોપ લઇને ફરતા ડોકટર ઓછા જોવા મળે છે, સ્ટેથોસ્કોપ ફ્રાન્સના ડોક્ટર લાયેનેકએ શોધ્યું હતું. લગભગ એવું જ અઢારમી સદીથી શરૂ થયેલી પ્રણાલિ સફેદ કોટની હાલત છે. 

★★★

હા, ડોકટર સાથે જોડાયેલો એક શબ્દ હોસ્પિટલ... હોસ્પિટલ શબ્દ પણ મૂળે લેટિન શબ્દ છે... Hospitale એટલે અતિથિગૃહ...મહેમાનબાજીને હોસ્પિટાલિટી કહીએ છીએ... આપણે ત્યાં સંસ્કૃત શબ્દ અતિથિ છે, જેનો લેટિન શબ્દ છે itis... Hospe એટલે સત્કારગૃહ અને itis એટલે મહેમાન... આપણી ભાષામાં જેની આવવાની કોઈ તિથિ નથી એના માટે બનેલું ગૃહ એટલે અતિથિગૃહ, જે ભવિષ્યમાં હોસ્પિટલ બન્યું...

   બધી ભાષામાં ડોક્ટર એટલે વિદ્વાન... હોસ્પિટલ એટલે અતિથિગૃહ.... બંને શબ્દોની વિભાવના ચરિતાર્થ થાય એટલે ડોક્ટર દિવસ.....


Post a Comment

Previous Post Next Post