ગુજરાતની ગુડ ગવર્નન્સ ગાથામાં વધુ એક નવું સિમાચિહ્ન..!
મુખ્યમંત્રી કાર્યાલયની ઉચ્ચકક્ષાની ગુણવત્તાયુક્ત, સમયબદ્ધ અને પ્રજાલક્ષી સુચારૂ કામગીરીને આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ પ્રમાણિત કરતાં ISO 9001:2025 સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યની વહીવટી કાર્યસંસ્કૃતિમાં ગુણાત્મક પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતા સાથે મુખ્યમંત્રી કાર્યાલયને વર્ષ 2009માં ISO બેન્ચમાર્કની ક્વોલિટી ઉપર મૂક્યું હતું. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરેલી ગુડ ગવર્નન્સની આ સીમાચિહ્નરૂપ કામગીરીને ગુજરાતની પ્રશાસનિક વ્યવસ્થાએ સતત જાળવી રાખી છે અને વર્ષ 2009 થી 2023 સુધી સળંગ પાંચ ત્રિવાર્ષિક ISO સર્ટિફિકેશન મેળવનારા દેશના એકમાત્ર રાજ્ય તરીકે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયે આ વિશેષ ગૌરવસિદ્ધિ પ્રાપ્ત કરી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ ISO સર્ટિફિકેશન ટેક્નોક્રેટ કન્સલ્ટન્ટના ડિરેક્ટર તથા સર્ટિફાઇંગ એજન્સી-બ્યુરો વેરિટાસના અધિકારીઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ આ ISO સર્ટિફિકેશન મુખ...
View original post


Post a Comment